facebook

Thursday, 5 November 2015

vijay dalwadi

ફિલ્મ એ દિગ્દર્શક તેને એક પોતાના સંતાનની જેમ માવજતથી ઉછેરતો હોય છે - વિજય દલવાડી


    સૌથી પહેલા સિને મેજિક ટીમને તથા તેના ઓનરને ધન્યવાદ આપું છું કે, આવી ભયંકર મંદીની વચ્ચે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપીને જીવંત રાખી રહ્યા છે તે બદલ લાખ લાખ ધન્યવાદ સાથે સાથે એવા કાબેલ નિર્માતાઓ કે જેને બિલકુલ રેવન્યુ ના મળતું હોવા છતાં ને ટેકનીશ્યનોને જીવંત રાખવા તેમની રોજીરોટી મળે રહે અને તેમનું ઘર ચાલે તેવા નિર્માતાઓને સલામ કે, સખત મંદીના માહોલમાં પણ તેમનું નિર્માણ ચાલુ રાખે છે તેવા નિર્માતાઓને દંડવત પ્રણામ કરવાનું દિલથી મન થાય છે. સાથે સાથે ગુજરાત સરકાર તાત્કાલિક એવી કોઈ પ્રોત્સાહિત સ્કીમ અમલમાં લાવે જેથી લાખો લોકો કે જે ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સિવાય બીજો કોઈ ધંધો કામકાજ નથી કરતા તેવા લોકોનું ઘર ચાલે.
    આ શબ્દરૂપી જુવાળ કાઢી રહેલા દિગ્દર્શક વિજય દલવાડી છે. જેઓએ હમણાં જ નિર્માતા હર્ષદ કંડોલિયાની ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ નું જબરદસ્ત દિગ્દર્શન કર્યું. તેઓ ફિલ્મ દરમિયાનના અનુભવો જણાવતા કહે છે કે, ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના નિર્માણ દરમિયાન તેમને મળવાનું થયેલું ત્યારે અમારા સવાલોના દિગ્દર્શક વિજય દલવાડીએ સાચા અને કડક શબ્દોમાં ઉત્તર આપેલા. તેમણે કહેલું, આ ફિલ્મ વિષે કંઇક કહેવાનું થાય છે તો એટલું જ કે અમો કોઈ હટકે કરી રહ્યા છીએ એવું કશું જ નથી. પરંતુ આજ કાલ ડ્રામા – લોકડાયરા વગેરે વગેરે ફરીથી પોપ્યુલર થવા લાગ્યા છે. લાખો લોકો લોકડાયરા સાંભળવા આવે છે. લોકો પોતપોતાના ઘેરથી હોંશે હોંશે મનોરંજન મેળવે છે. તેવું જ મનોરંજન આ ફિલ્મમાં જોવા મળશે. ડાયરો, પ્રેમ, ઈમોશન, થ્રીલર જે ફિલ્મમાં હોય જ છે. જે અમોએ શક્ય છે તેટલું ગુજરાતી સંસ્કૃતિને લઈને કર્યું છે અને રહી વાત સફળતાની કે અમો સફળ થશું. આ ફિલ્મ ધાંસુ છે. હકીકતે સક્સેસની કોઈ ફોર્મ્યુલા જ નથી બની. નહિ તો કોઈ ફ્લોપ ફિલ્મ શાને બનાવે. ફિલ્મ એ દિગ્દર્શક તેને એક પોતાના સંતાનની જેમ માવજતથી ઉછેરતો હોય છે. પરંતુ જ્યાં સુધી ગલીવાળા, મહોલ્લાવાળા એમ ન કે ભાઈ તમારા સંતાન દેશનું નામ રોશન કરશે તેમ દર્શકો જો કહે કે ભાઈ આ ફિલ્મમાં મજા પડી ગઈ તો સમજવું કે આપણું નિર્માણ માવજત બરાબર થયું છે તેવું માનવું.
    ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના પ્રોડ્યુસર વિષે કહેતા ખૂબ જ માસૂમ પ્રેમભાવ. ક્યારેય ગુસ્સા જેવી ચીઝ નહિ. ગમે તેટલું નુકસાન, વેડફાટ સમજી – વિચારીને જોઈ – જાણીને તેમના તરફ કોઈ પણ પ્રકારની વાત તે બહુ જ સુઝબુઝથી ઉકેલી શકવાની ક્ષમતા તેમનામાં છે. નો એક્સાઈટમેન્ટ અને રહી આ ફિલ્મના કલાકારોની વાત તો બધા જ કલાકાર કો-ઓપરેટીવ પેશનથી કામ કરવાવાળા. લગનથી તેમની સુઝબુઝથી ફિલ્મની વાર્તા પ્રમાણે કામ કર્યું છે.

પ્ર – ફિલ્મ દરમિયાન એવી કોઈ ઘટના જે કલાકોરને નદી હોય?
ઉ – હા, એક વખત અમો ફાઈટ કરી રહ્યા હતા ત્યારે ફાઈટર એસોસીએશનના મેમ્બર આવ્યા અને અમારી ફાઈટને રોકી દીધી. અમે કહ્યું કે, સાહેબ શા કારણે એક્શન રોકી? તો તેમણે કહ્યુ કે, તમારા ફાઈટ માસ્ટરે અમારા એસોસીએશનમાં કાર્ડ હોલ્ડરને રકમ ભરવાની હોય છે. કાર્ડ વગરના ફાઈટરોથી એવું બધું અમોને ખબર ના જ હોય. આ બધા ફૂલ-રેગ્યુલેશન માસ્ટરજીને ફોલો કરવાનું હોય છે. એટલે મે તેમને વિનંતી કરી કે, અમારૂ એક કલાકનું કામ છે જે થવા દો. પરંતુ એસોસીએશનના મેમ્બરે આ કામ રોક્યું. કોઈ વિનંતી તેણે ન સંભાળી. મે કહ્યું કે, તમારા નિયમ પ્રમાણે ગેરકાયદેસર હશે પરંતુ તમારે એક્શન જ લેવાની હતી તો તે એક કલાક પછી યે એક્શન લઇ શકતા હતા. પરંતુ તેમ ન કર્યું ને ફાઈટ માસ્ટરની ફાઈટ રોકી. અમારા કલાકારની તારીખ પૂરી થતી હતી. તે પણ જતી રહી અને અમારા નિર્માતાને બહુ જ નુકસાન થયું. જે અમારા નિર્માતા અમારા એસોસીએશનમાં રજૂઆત કરશે કે અમારા નુકસાનનું શું? આવી નાની નાની બાબતથી નિર્માતાને થતું નુકસાન અને એ ય પણ જયારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મુસીબતના સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે જ.
    ગુજરાત સરકાર એવી સ્કીમ લાવે કે લોકેશનની પરમીશન, તેનું ચાર્જ અને રજામંદી તુરંત આપે તેવી તજવીજ થાય તો ગુજરાતી ફિલ્મના નિર્માણમાં લગતી કોઈપણ પ્રકારની રૂકાવટ વગર પતે તેવી આશા રાખીએ છીએ.  



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment