ફિલ્મના નિર્માતા મારા ભાઈ છે એટલે આ ફિલ્મ ‘કેમ
રે ભૂલાય સાજણ તારી પ્રીત’ મારી જ છે : રાજદીપ બારોટ
ગુજરાતનો લોકલાડીલો ગાયક રાજદીપ બારોટ જેટલો ફિલ્મોમાં નામના ધરાવે છે
તેનાથી કંઇ વધુ પ્રખ્યાત ડાયરાકિંગ તરીકે જાણીતું નામ છે. તેઓએ અત્યાર સુધીમાં ઘણા
આલ્બમો અને ડાયરાઔથી લોકોને મન મુકીને નચાવ્યા છે. જે લોકો ડાયરામાં જમાવટ કરી
જાણતા હોય તેઓ અભિનય પણ સારો કરી શકે તે રાજદીપ બારોટને જોઇને અહેસાસ થાય છે.
તેમનું આલ્બમ ‘કોટર પીધું’ તો ખૂબ લોકપ્રિય થયેલું અને હજી પણ તેમના ચાહકો તે ગીત
લલકારતા જાય છે. નિર્માતા હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલિયાની
‘કંડોલિયા ફિલ્મ્સ’ ના બેનરમાં બની રહેલી ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’
માં તેઓ ફરીવાર રૂપ રૂપનો અંબર સમી અભિનેત્રી રીના સોની સાથે પ્રણયના ફાગ ખેલતા
નજરે પડશે. ફિલ્મમાં બે ભાઈઓની વાત છે જેમાં રાજદીપ બારોટે ખૂબ સરસ અભિનય આપીને
લોકોની વાહ વાહ મેળવી હતી. અગાઉ રાજદીપ બારોટ અને રીના સોનીની જોડી ફિલ્મ ‘પ્રેમ
કરે તો ગોરી તું હાચો કરજે’ માં હતી. આ ફિલ્મ રાજદીપની બીજી છે અને આ જોડીની પણ
બીજી ફિલ્મ છે. પ્રથમ ફિલ્મમાં આ જોડીને સારો આવકાર મળ્યો જેથી તેમની કેમેસ્ટ્રી
પડદા પર સારી જામે છે.
પ્ર
– ફિલ્મનું પાત્ર પસંદ કઈ રીતે પડ્યું?
ઉ
– મારી પહેલી ફિલ્મ જે હતી તેનાથી બહુ જ હટકે આ પાત્ર છે. પ્રથમ ફિલ્મમાં મને
પ્રેમી દર્શાવવામાં આવ્યો હતો. જયારે આ ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં
હું પ્રેમી છું પણ દિલથી ઘાયલ પ્રેમી છે. જે બેવફાઈનો શિકાર બન્યો છે. ગુજરાતના
ગાયક તરીકે હું આ ફિલ્મમાં જોવા મળીશ. જેને પ્રેમ થઇ જાય છે. જેમાં તેને સફળતા નથી
મળતી તેથી તેની સીધી અસર તેના મન પર થાય છે અને તેના ગાયકીના સુર પર પણ થાય છે. જે
ગાયક પ્રેમના ગીતો ગાતો હતો તે જ હવે દર્દભર્યા ગાયનો સંભળાવતો થઇ જાય છે.
પ્ર
– પ્રથમ ફિલ્મ સોલો હીરો હતી જયારે આ ફિલ્મમાં બે હીરો છે. તો તમને વિશ્વાસ છે તે
દર્શકોમાં તમારી છાપ છોડી શકશો?
ઉ
– હું મારી પ્રથમ ફિલ્મમાં સોલો હતો પરંતુ મને આ ફિલ્મમાં સફળતાના ઘણા અવકાશ દેખાય
છે. કારણ કે, ગુજરાતના ટોપ લેવલના બબ્બે સુપર સિંગરો હું અને રાકેશ બારોટ એક સાથે
આવી રહ્યા છે. એટલે પબ્લીકને આ ફિલ્મમાં ડાયરાનો ડબલ ડોઝ મળવાનો છે. ચોક્કસ અને સો
ટકા આ ફિલ્મને સફળતા મળે તેવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે.
પ્ર
– તમારા ચાહકો નિરાશ તો નહિ થાય ને?
ઉ
– ૧૯ વર્ષથી હું ગાયકીની લાઈનમાં છું અને ઘણા આલ્બમો આપ્યા છે એટલે મારા ચાહકોને
હું નિરાશ તો નહિ જ કરું. એક ગાયકની સરખામણી બીજા ગાયક સાથે થાય એમાં ડર ન હોય.
વસ્તુ એક જ છે કે અત્યાર સુધી કોઈપણ ફિલ્મમાં બે પ્રતિષ્ઠિત ગાયકો નથી આવ્યા અને
ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા મારા મિત્ર છે તેથી મે તેમની આ ફિલ્મમાં અભિનય
કરવાની મંજુરી આપી. અત્યાર સુધી ઘણા પ્રોડ્યુસરોએ મને આવી ઓફર આપેલી પણ મે ના કહી
દીધેલી છે.
પ્ર
– તમે વાસ્તવિક રીતે પણ સિંગર છો અને પાત્ર પણ તેવું જ મળ્યું. તો ખુશી થાય છે?
ઉ
– મારી આગળની ફિલ્મમાં ગાયક તરીકે હું હતો પણ બહુ ખાસ નહિ. આ ફિલ્મમાં મારી
એન્ટ્રી જ ગુજરાતના સુપરસ્ટાર સિંગર રાજદીપ બારોટ તરીકે થશે. જે હકીકત છે જ તેવા
રોલ તમને મળી જાય તો દિલથી ખૂબ જ ખુશી થાય છે.
પ્ર
– રીના સોની સાથે બીજી ફિલ્મ મળી તો હેટ્રિક મારવાની છે?
ઉ
– MAરિ
પ્રથમ ફિલ્મને પબ્લિકે સારો આવકાર આપેલો. દરેક થીયેટર પર હાઉસફુલ જોવા મળતું હતું.
ગૌરી સિનેમામાં એ ફિલ્મની ૧૫૦ રૂપિયા બ્લેક બોલાયેલી. એ સિવાય ગુજરાતના જેટલા પણ
સિંગરોની ફિલ્મો આવી છે. એમાં સૌરાષ્ટ્રના કોઈપણ સિંગર સફળ ગયો નથી. ફક્ત એક મારી
જ ફિલ્મો સફળતા પામી છે. એટલા માટે મને ખ્યાલ છે કે આ ફિલ્મમાં પણ રીના સોની સાથે
દર્શકો મારી જોડી સ્વીકારશે.
પ્ર
– ફિલ્મના નિર્માતા દિગ્દર્શક વિષે?
ઉ
– ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા મારા ભાઈ જ છે એવું સમજો. એટલે આનાથી વધારે કંઇ
શબ્દો જ નથી મારી પાસે અને આ ફિલ્મ મારી જ છે એમ કહીશ તો પણ કંઇ ખોટું નથી. મનીષ
પટેલ છે કે પ્રેમ કંડોલિયા છે તે ત્રણેય મારા જીગરજાન મિત્રો છે. હું આ ફિલ્મમાં
હીરો તરીકે તો છું જ સાથે સાથે તેમના ભાઈ તરીકે પણ તેમની સાથે છું. અહીં આ
યુનિટમાં કામ કરવાની મને બહુ જ મજા આવી. મને કોઈએ ફરિયાદનો એક પણ મોકો નથી આપવા
દીધો. ફિલ્મના દિગ્દર્શક રાહુલ વેગડના ગીતો ફિલ્મ રીલીઝ થાય ત્યારથી જ ધૂમ
મચાવવાના છે અને એમની દિગ્દર્શન તેઓ જે રીતે કરી રહ્યા છે તે વખાણવાલાયક છે. તેઓ
પોતે એક સારા લેખક છે એટલે એમને મનમાં સ્ક્રીપ્ટ હોય એટલે તેઓ કામ સારૂ કરી જાણે
છે. વિજય દલવાડી આ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૯ – ૨૦ વર્ષથી સક્રિય છે. એની જે શોટ લેવાની
સેન્સ છે તે મને ખૂબ જ ગમી. તે કોઈપણ કલાકારને ઉજળો બનાવી જાણે છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment