થીયેટરની લાંબી લાઈનોમાં
ઉભા રહીને ફિલ્મ જોવી તેમનો શોખ હતો - વિનોદ મેવાડા
જેમ અમુક લોકોને લક્ષ્મી વરેલી હોય છે તેમ જે નસીબદાર લોકો
હોય છે તેને પોતાનું ભાગ્ય વરેલું હોય છે. પોતાની પાસે અખૂટ લક્ષ્મી હોવા છતાં તે
ભાગ્ય નથી કમાય શકતો પરંતુ જો તમારી પાસે ભાગ્ય હશે તો તમે ગમે ત્યાંથી લક્ષ્મી
મેળવી શકશો. આ વાત લાગુ પડે છે ગુજરાતી ફિલ્મોમાં બહુ થોડા સમયમાં વધુ પ્રમાણમાં
નામ કમાનાર આસી. દિગ્દર્શક વિનોદ મેવાડાને. કચ્છના રાપર તાલુકાના કીડીયાનગર ગામના
સાવ મધ્યમ વર્ગ પરિવારમાંથી આવતા વિનોદ મેવાડાને ફિલ્મો જોવાનો ગાંડો શોખ હતો.
ધોરણ ૮ સુધી ભણેલા વિનોદને સ્કુલમાંથી ગાપચી મારીને ફિલ્મો જોઈજોઈને મોટા થયા. મિત્રો
સાથે હરવું ફરવું અને મોજ કરવી સાથે સાથે થીયેટરની લાંબી લાંબી લાઈનોમાં ઉભા રહીને
ફિલ્મ તો જોઈ જ નાખવાની. થોડા સમયમાં જ વચ્ચે અભ્યાસ છોડવો પડ્યો અને કામની
તલાશમાં વિનોદ મેવાડાએ મુંબઈની ટ્રેન પકડી. જ્યાં આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં થોડો
સમય નોકરી કરી ત્યાં સુધીમાં ઘણા એવા મિત્રો બનાવ્યા જે ફિલ્મ લાઈન સાથે સંકળાયેલા
હોય. છેલ્લે જીવ તો એક કલાકારનો હતો ને. તેમની સાથે વિનોદ હિન્દી ફિલ્મોના કે અન્ય
કોઈ શુટિંગ જોવા જતા હતા. જેમાં રસ તો પહેલેથી જ હતો અને મનમાં એક દ્રઢ નિશ્ચય કરી
લીધેલો કે જો કારકિર્દી બનાવવી તો ફિલ્મોમાં જ. બીજા કશા ધંધામાં આમ પણ મન નહોતું
લાગતું. ખરી મુસીબત એ હતી કે વિનોદ મેવાડા કોઈ પાસે કામ માંગે પણ કેવી રીતે? આવી
રીતે અનુભવ વગર કામ માંગે તો પણ શું કરી શકે? શરૂઆતમાં કેમેરામેન હિતેશ બેલદાર
સાથે પરિચય વધ્યો અને એમના આસી. તરીકે કામની શરૂઆત થઇ અને મજાની વાત એ છે કે તે
ફિલ્મ એટલે ‘પરદેશી મને ભોળવી ગ્યો’ જેનું શુટિંગ ભાવનગર નજીક ચાલતું હતું. દુખની
વાત એ છે કે વિનોદ મેવાડાની આ ફિલ્મ વચ્ચેથી જ અટકી પડી અને હવે એના કોઈ સમાચાર
મળતા નથી. હજી વધુ કંઇક કરવાની આશામાં વિનોદે હીરાલાલ ખત્રી સાથે આસી. ડીરેક્ટર
તરીકે જીંદગી લખી મેં તો પિયુ તારે નામ’ જેમાં પણ પહેલા જેવા જ હાલ થયા. કામ જોઇને
સુભાષ જે. શાહ જેવા મોટા ગજાના દિગ્દર્શક સાથે કામ કરવાનો મોકો મળ્યો. પરેશ પટેલ
નારોલના પ્રોડક્શનની ફિલ્મ ‘પ્રીત સાયબા ના ભૂલાય’ કરી. જેમાં નરેશ કનોડિયા, રાકેશ
બારોટ, પ્રીનલ ઓબેરોય, ફિરોઝ ઈરાની વગેરે સાથે કામ કર્યું. જે ફિલ્મે ખાસ્સી ધૂમ
મચાવી હતી. જેમ જેમ કામ મળતું જાય એમ એમ તમારી ઈચ્છાઓ પણ વધતી જાય છે. એમ જ વિનોદ
મેવાડાને હવે આત્મારામ ઠાકોર સાથે કામ કરવાની ઈચ્છા હતી. આત્મારામ ઠાકોરની ફિલ્મ
‘પ્રેમી ઝૂક્યા નથી ને ઝુકશે નહિ’ ના શુટિંગ સમયથી વિનોદ મેવાડા તેમના પરિચયમાં
હતો. પછી જયારે આત્મારામ ઠાકોરે સુપરહિટ ફિલ્મ ‘માબાપના આશીર્વાદ’ ફિલ્મના
શુટિંગની શરૂઆત કરી ત્યારે તેમને વિનોદ યાદ આવ્યો અને ફોન કરીને બોલાવી લીધો. જે
વિનોદ મેવાડા માટે એક સરપ્રાઈઝ સમાન હતી. રોહિત રાજ સાથે ‘પ્રતિશોધ’ કરી જેના ૭૦
ટકા શુટિંગ પત્યા બાદ તેમાં સાથે નિર્માતા શૈલેશ શાહ જોડાયા હતા. હમણાં જ નિર્માતા
દિગ્દર્શક જશવંત ગાંગાણી સાથે હિન્દી ફિલ્મ ‘બેઝુબન ઈશ્ક’ કરી. જેમાં સ્નેહા
ઉલ્લાલ, મુગ્ધા ગોડસે અને નવો ચેહરો નિશાંત મલકાણી, ફરીદા જલાલ, સચિન ખેડેકર,
સ્મિતા જયકર, મુની ઝા, દર્શન જરીવાલા વગેરે તમામ મોટા કલાકારો સાથે કામ કર્યું
જેના માટે તે ખુશી અનુભવે છે અને કહે છે કે બોલીવૂડમાં પગદંડો તો જમાવી દીધો. જેના
માટે તે જશવંત ગાંગાણીણો ખૂબ ખૂબ આભાર મને છે કે તેમને કામ કરવાની તેમાં તક આપી.
એક સારો પ્રસંગ
યાદ કરતા વિનોદ મેવાડા જણાવે છે કે મને જયારે ઇન્ડસ્ટ્રીઝના ખૂબ જ સારા અનુભવી
વ્યક્તિનો પરિચય થયો વિજય દલવાડી. જેમની સાથે મેં સંજય મૌર્ય, કિરણ આચાર્ય અને
રીના સોનીના અભિનયમાં આસી. દિગ્દર્શક તરીકે ‘કેસર કેશવ ને કંકુ’ ફિલ્મ કરી. જે
ફિલ્મ હજી અમુક કારણોસર રજૂ નથી થઇ શકી. જેના શુટિંગ દરમિયાન મને એક ગ્રેટ
રિપોર્ટર કહી શકાય એવા અને મને સારા એવા મિત્ર મળ્યા હર્ષદ કંડોલિયા. જેમણે તે
સમયે મારો ફર્સ્ટ રીવ્યુ પણ છાપ્યો હતો. તે સમયે તેમણે મને કહેલું કે હું જયારે
ફિલ્મ નિર્માણ કરીશ ત્યારે તમારે જ આસી. દિગ્દર્શન કરવાનું છે અને હમણાં જ મેં
તેમની ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ આસી. દિગ્દર્શક તરીકે કરી. જેમાં સારા
રાઈટર કહી શકાય એવા રાહુલ વેગડ અને વિજય દલવાડીએ દિગ્દર્શનની જવાબદારી નિભાવી છે
અને નિર્માતા હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલિયા હતા. નિર્માતાઓ વિષે
કહું તો જયારે અમારી પૂરી ટીમ શુટિંગ કરતી હતી તે દરમિયાન અમુક પ્રોબ્લેમ દરેક
ફિલ્મોમાં ક્રિએટ થતા હોય છે એમ અહીં પણ એવું બનેલું. પરંતુ દરેક નિર્માતાઓના
ચહેરાઓ પર હંમેશા રોનક જ રહેતી હતી. ખુશખુશાલ જ રહેતા હતા જેથી અમને એમની પાસેથી એ
શીખવા મળ્યું કે ભલે મુસીબત ગમે તેટલી મોટી હોય પણ તમે તેનો સામનો કરો તો તેને
પાછી વાળી શકો છો. મનીષ પટેલ વિષે કહું તો તેઓએ આ ઇન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યો છે
એટલે બહુ સરસ રીતે તેઓ બધાને મળતા હતા. સ્વાભાવિક છે કે તમારી શરૂઆત હોય ત્યારે
ખૂબ મજા આવે. એવું મેં તેમનામાં જોયું. ખૂબ જ સમજુ વ્યક્તિ છે. બીજા એક ગુડ પર્સન
એટલે પ્રેમ કંડોલિયા જેમણે ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં અભિનય દ્વારા પડદા
પર એન્ટ્રી મારી છે. જેમની સાથે કામ કરવાની મજા આવતી હતી. જેઓ એક સારા પ્રેસ
રિપોર્ટર પણ છે. ત્રણેય નિર્માતાઓને પોતાના યુનિટ પર સારો એવો પ્રેમ છે. વધુમાં આ
સાથે સાથે થોડા સમય પહેલા જ કચ્છની બાજુના પ્રદેશ જે વાગડ તરીકે ઓળખાય છે ત્યાં
મનમોહક અને રમણીય લોકેશન્સ પર વિનોદ મેવાડા દિગ્દર્શિત આલ્બમ ‘વાગડ મને વાલો લાગે’
નું શૂટ કરવામાં આવ્યું. તેમાં જે લોકેશન્સ લેવામાં આવ્યા છે તેવા હજી સુધી કોઈ
ગુજરાતી વિડીઓ આલ્બમમાં લેવામાં આવ્યા નથી. જેમાં ઉમેશ બારોટ અને કિરણ પ્રજાપતિના
મીઠડા સ્વર સાંભળવા મળશે. અભિનયમાં ઉમેશ બારોટ, આયુષ જાડેજા, રૂબીના બેલીમ, ક્રિશ્ના
ઝાલા, મોહન મેવાડા વગેરે છે. નિર્માતાઓ જયસુખ વી. કરણીયા, હિતેશ ટી. ખાંભલ્યા અને
નવીન કે. મેવાડા જેઓએ આટલું અતિ ખર્ચાળ આલ્બમ લઈને આવી રહ્યા છે જે હજી સુધી
બન્યું નથી.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment