facebook

Showing posts with label ramli rikshawali. Show all posts
Showing posts with label ramli rikshawali. Show all posts

Thursday, 29 October 2015

sagar shah

હું ‘રામલી રીક્ષાવાળી’ માં એક કેમિયો ટાઈપ કિરદારમાં દર્શકોને જોવા મળીશ - સાગર શાહ


    મુકેશ ઓઝા નિર્મિત અને રમેશ કરોલકર દિગ્દર્શિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં ઘણી મોટી મોટી સ્ટારકાસ્ટ એક સાથે તેઓ લઈને આવી રહ્યા છે. ફિલ્મનું શૂટ હાલ પૂરું થઇ ગયું છે. જેમાં ફિલ્મના કલાકારોમાં લીડ ભૂમિકા હીના રાજપૂત નિભાવી રહી છે. સાથે સાથે ઘણા કલાકારોનો કાફલો પણ ફિલ્મમાં છે જેમાંથી આજે આપણે વાત કરવી છે ફિલ્મમાં કેમિયો રોલ ભજવી રહેલા સાગર શાહ વિષે. તેમની સિદ્ધિઓની વાત કરીએ તો કૃષિ દર્શન એગ્રીકલ્ચર પ્રોગ્રામ માટે ૨૫૦ થી પણ વધુ એપિસોડનું સફળ એન્કરીંગ કર્યું. ૪૫ થી પણ વધુ ગુજરાતી અને હિન્દી નાટકો કર્યા જેમાં જાણીતા નાટકોમાં પ્રેમમાં પેન્શન પછી શેનું ટેન્શન, આર્યલેન્ડ, સંજોગ, અંધાયુગ, પૂર્ણ અપૂર્ણ, બંધન અને મુક્તિ વગેરે. ગુજરાતી સીરીયલોમાં મારા સાજણજી, આનંદ ધારા, કુંવારા કોર્પોરેશન, કાકાની કમાલ, નરસિંહ મહેતા, શમણા સુખી સંસારના, લખી રાખો આરસની તકતી પર, સુંદરલાલ સપનાવાળા વગેરે માં અભિનય કર્યો. ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો જય જલારામ બાપા, નીલકંઠ કરી છે આ ઉપરાંત સાગર શાહની એક ફિલ્મ સંબંધોની સોનોગ્રાફી પણ આવી રહી છે. ‘રમલી રીક્ષાવાળી’ માં સાગર શાહ એક કેમિયો ટાઈપ કેરેક્ટર નિભાવી રહ્યા છે. રમેશભાઈએ તેમને ઘરે બોલાવી સમજાવેલું કે આ પાત્ર મારી ફિલ્મ માટે ખૂબ જ મહત્વનું છે જે તું કરીશ? સાગરે તરત હા પાડી અને વાત પાક્કી થઇ. પાત્ર વિષે સાગર શાહે કહ્યું કે મારૂ પાત્ર ફિલ્મમાં યુવતીઓને ફસાવવાનું અને તેનો ગેરફાયદો ઉઠાવવાનો એવું કામ કરે છે. પરંતુ એક દિવસ તેના હાથે તે એક એવી યુવતીને ફસાવે છે જેનાથી તેની લાઈફમાં ઘણા હાસ્યાત્મક વળાંકો આવે છે. તે જે પણ યુવતીઓને ફસાવવાના વ્યહ રચતો હોય છે તેમાં એક દિવસ તે પોતે જ ફસાઈ જાય છે. સરસ પાત્ર છે જે મને કરવાની ખૂબ મજા આવી. મે આવું પાત્ર ગુજરાતી ફિલ્મમાં ક્યારેય જોયું નથી.


પ્ર – ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક વિષે.
ઉ – હું આ ઇન્ડસ્ટ્રીઝમાં બહુ ઓછા લોકોને જાણું છું અને હું ફિલ્મ લાઈનમાં બહુ ઓછા લોકોને મળું છું. કારણકે, મને અત્યાર સુધીમાં વિશ્વાસુ લોકો જુજ મળ્યા છે. પરંતુ રમેશ કરોલકર અને મુકેશ ઓઝાને મળીને એવું લાગ્યું કે તેઓ ખૂબ જ વિશ્વાસુ માણસો છે. જે ફિલ્મોમાં કંઇક નવું સર્જન કરી બતાવશે એવું મને તેમના કામ પરથી લાગ્યું. એમની ફિલ્મ બાબત જે ધગશ હતી તે મે જોઈ. ફિલ્મનું ઓપનીંગ સરસ રહ્યું. મુહુર્ત શોટ મારા પર લેવામાં આવ્યો. ફિલ્મના ફોટો શૂટ દરમિયાન પણ તેમના વિષે ઘણું જાણવા મળ્યું કે તેઓ ફિલ્મને ઘણી ઉંચાઈએ લઇ જશે. ફિલ્મના ફ્લોર પર બિનજરૂરી કોઈ વસ્તુ લાવવામાં નહોતી આવતી. ફિલ્મમાં કામ કરતી યુવતીઓ સાથે પણ ગેરવર્તણુક નહોતા ચલાવી લેતા. બધા જ સારા ફેમિલીમાંથી આવે છે અને તેમને ફેમીલી જેવું જ વાતાવરણ મળી રહેતું હતું. ફક્ત મુકેશ ઓઝા જ નહિ પણ દિવ્ય શાહ અને શાસ્ત્રીજી, દિગ્દર્શક રમેશ કરોલકર ચારેયનું ટીમ વર્ક કાબિલ એ દાદ હતું.



n  ગજ્જર નીલેશ  

Tuesday, 27 October 2015

mukesh oza

પાંચ લાખની ગ્રાન્ટ માટે ફિલ્મો બનાવવી કે ફિલ્મ માટે ગ્રાન્ટ લેવી આ બે વિષય અલગ છે - મુકેશ ઓઝા


    ગુજરાતી ફિલ્મોના વિકાસના સંદર્ભમાં હમણાં જ એક ચર્ચા થઇ જેમાં મહારાષ્ટ્ર સરકારે મરાઠી ફિલ્મો ફરજીયાતપણે મલ્ટીપ્લેક્ષમાં દર્શાવવાનો આદેશ આપ્યો છે એવો કેબીનેટમાં ઠરાવ થયો. તો એ ઠરાવના અનુસંધાનમાં ગુજરાત સરકારને પણ આપણે રીક્વેસ્ટ કરીએ કે એટલીસ્ટ પ્રાઈમ ટાઈમમાં પણ ગુજરાતી ફિલ્મોના શો દરેક મલ્ટીપ્લેક્ષમાં દર્શાવવા જોઈએ. ગુજરાતી ફિલ્મો નબળી કેમ છે? ગુજરાતી ફિલ્મો નહિ ચલાવના ક્યા એવા કારણો છે? જેના લીધે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ઉંચો આવતો નથી? જેના જવાબરૂપે નિર્માતા મુકેશ ઓઝાએ જણાવ્યું કે, ગુજરાતી ફિલ્મોનું મેકિંગ નબળું હોવાના કારને ગુજરાતી ફિલ્મો જોતો દર્શક ધીરે ધીરે ફિલ્મો જોતો ઓછો થતો ગયો. બીજું કે, ગુજરાતી ફિલ્મોને દર્શકો મળતા નથી. મલ્ટીપ્લેક્ષમાં ફિલ્મ લગાવે અને તેનું ભાડું પણ નીકળી ના શકે એટલે નિર્માતાઓ હંમેશા નુકસાનના ભરડામાં જ જાય છે. પરંતુ સિંગલ સ્ક્રીન માટે ચોક્કસ વર્ગને ધ્યાનમાં રાખીને જ બનતી ફિલ્મો અને તેનો પીરીયડ સતત ચાલવાને કારણે મારું માનવું છે કે દર્શકોને પહેલેથી જ રૂરલ ફિલ્મો જોવાનો નશો ચડી ગયો. જેના લીધે હવે તે ગુજરાતી ફિલ્મોમાં નવું જોવા માંગતો જ નથી. પરંતુ જો હવે સતત આવી એકવીસમી સદીને ધ્યાનમાં રાખીને નિર્માતાઓ ફિલ્મો બનાવશે તો દર્શકો પણ મળી રહેશે અને ફિલ્મોનું જે સ્તર નીચું ગયું છે તે પણ ઊંચું આવશે. સરકારે પણ એ ખ્યાલ રાખવો જોઈએ કે એક ફિલ્મ મેકર જયારે ફિલ્મ બનાવે ત્યારે ઘણા લોકોને રોજી રોટી મળતી હોય છે. તો એમને જીવનદાન આપવું અને એમને પ્રોત્સાહન આપવું એ સરકારની ફરજ છે.
    અત્યારે જે નવા નવા ફિલ્મ મેકરો આવી રહ્યા છે તેઓ વાસ્તવમાં સબસિડીને ધ્યાનમાં રાખીને આવતા નથી. કારણકે, સબસીડી તો અત્યારે બંધ જ છે. જેના લીધે નવી અર્બન ફિલ્મોનું પ્રમાણ પણ ધીરે ધીરે વધવા માંડ્યું છે. જેઓ ગુજરાતની ગરીમાને માન આપવા અને સાથે સાથે ફિલ્મોમાં આપણી સંસ્કૃતિને જીવંત રાખવા બદલ હું નિર્માતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. છતાં જે પ્રયત્નો સરકાર તરફથી થવા જોઈએ તે થયા નથી. અને વાત જ્યાં સુધી ફિલ્મોની ગ્રાન્ટ માટેની છે તો દરેકને સબસીડી આપી દેવી એમાં હું પણ સહમત નથી. પાંચ લાખની ગ્રાન્ટ માટે ફિલ્મો બનાવવી કે ફિલ્મ માટે ગ્રાન્ટ લેવી આ બે વિષય અલગ છે. ખાસ કરીને એ જોવામાં આવ્યું છે કે, પહેલા આનો દુરુપયોગ થઇ ચુક્યો છે. પણ હવે દુરુપયોગ ના થાય એ સંબંધમાં સરકારે ગ્રેડ સીસ્ટમ રાખી અને ક્વોલીટી વાઈઝ સબસીડી આપવી જોઈએ. તો આજનો નવો નિર્માતા કે યંગ જનરેશન સારી ફિલ્મો બનાવવાનો પ્રયત્ન કરે. આવા પ્રયત્નો થવા જોઈએ.

    ગુજરાતી ફિલ્મોની વાસ્તવિકતા એ છે કે ફિલ્મ મેકર કલાને હજુ ઓળખી શક્યો નથી. પહેલાના સમયમાં જે પણ કલાકારો ગુજરાતી ફિલ્મોમાં આવ્યા તેઓ જમાનાને અનૂરૂપ ફિલ્મોમાં કામ મળવાથી ચાલી ગયા. પરંતુ હવે છેલ્લા ૧૦ થી ૧૫ વર્ષના ગાળામાં જે કલાકારોએ નવા નવા પ્રયોગો કર્યા જેમાં દર્શકો તરફથી એમને એ સન્માન ન મળ્યું જે જોઈતું હતું. જેના કારણે અમુક કલાકારો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છોડીને મુંબઈ સ્થાયી થયા અને હિન્દી ફિલ્મો તરફ વળી ગયા. આવા બધા પાસાઓ પણ મુખ્ય ભાગ ભજવતા હોય છે. અત્યારે કલાકારોને ફિલ્મોમાં રોલ મળે છે એ જ બહુ મોટી વાત છે. એટલા રોલ માટે તરસ્યા ભૂખ્યા કલાકારો છે તો ગુજરાતની આ દયનીય સ્થિતિ કહેવાય જે વાસ્તવિકતા છે. આ બધી નબળાઈઓને સરકાર તરફથી સમર્થન મળવું જોઈએ અને એની વારંવાર રજૂઆત થવી જોઈએ. એક વાત આ સાથે ચોક્કસ કહીશ કે નબળું મેકિંગ બનાવીને ઇન્ડસ્ટ્રીઝને ટકાવી રાખવા કરતા સારૂ મેકિંગ બનાવી અને મહત્વનું પ્રમોશન કરીને જો તમે દર્શકો સામે મુકો તો ચાલે.    



n  ગજ્જર નીલેશ 

Sunday, 25 October 2015

mamta soni

નિર્માતા મુકેશ ઓઝાએ ‘રમલી રીક્ષાવાળી’ માટે મને સાઈન કરી જેનાથી હું બહુ જ ખુશ છું - મમતા સોની


    ગુજરાતી ફિલ્મોની ચુલબુલી અદાકારા એટલે મમતા સોની જેણે અત્યાર સુધીમાં કેટલીયે હીટ અને સુપરહીટ ફિલ્મો આપી છે. નાનપણથી જ અભિનય પ્રત્યે થોડો ઘણો લગાવ તો હતો જ. શરૂઆતમાં બંને બહેનો મમતા સોની અને રીના સોની તેમના માતુશ્રી સાથે જામનગર ખાતે બ્યુટી પાર્લર ચલાવતા હતા. તેમાંથી આગળ વધીને આ બંને બહેનો અત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું એક અલગ આગવું નામ મેળવી ચુકી છે. ઉપરાંત તેણે ઘણા આલ્બમો અને સ્ટેજ પ્રોગ્રામો પણ કરી ચુકી છે જેને જોવા માટે લોકોની એટલી ભીડ જામે છે કે ઉભું રહેવું પણ મુશ્કેલ થઇ પડે છતાં પણ લોકો દૂર દૂરથી આવીને આખી આખી રાત ઉભા રહીને મમતા સોનીનો સ્ટેજ પ્રોગ્રામ નિહાળે છે. મમતા સોનીની જોડી વિક્રમ ઠાકોર સાથે ખૂબ જ જામી ચુકી છે અને જામે જ. કારણ કે, તેઓની બંનેની જોડીએ ઘણી હીટ ફિલ્મો આપી છે. મમતા સોનીની વધુ પડતી ફિલ્મોમાં તેનું નામ રાધા જ રહ્યું હોય હવે તો લોકો મમતા સોનીને જોઇને તેને પોતાના નામે પણ નથી બોલાવતા. જે મમતા સોનીને રાધા કહીને બોલાવે છે જે મમતા સોનીને પસંદ નથી. એવોર્ડ્સ વિષે પૂછતાં તેમણે કહ્યું કે કલાકારના કામની કદર જ એવોર્ડ હોય છે. જો કામ સારૂ હોય તો દર્શકો પણ હોંશે હોંશે સ્વીકારે છે અને જો તમે અભિનયમાં સહેજ પણ ચૂક કરી કે તમારી ફિલ્મ ફ્લોપ. હાલ મમતા સોની નિર્માતા મુકેશ ઓઝાની લક્ષ્ય ક્રીએશનમાં બની રહેલી ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં એક આઈટમ સોંગ કરી રહી છે. અગાઉ પણ એક ફિલ્મમાં આઈટમ સોંગ કરી ચુકેલી મમતા સોનીને ફિલ્મના શુટિંગ દરમિયાન રૂબરૂ મુલાકાત થઇ. જેમાં મમતાએ એકદમ નિખાલસતાથી અને સહજભાવે તમામ સવાલોના જવાબો આપ્યા.

પ્ર – તમને એક અર્બન ફિલ્મમાં એન્ટ્રી મળતા કેવું અનુભવો છો?
ઉ – સૌથી પહેલા તો હું અત્યારે મારા ચાહકોમાં રાધા તરીકે ઓળખાતી હતી. એ ઓળખાણ મને આ જ ઇન્ડસ્ટ્રીએ અને અહીંના જ ફિલ્મ મેકારોએ આપી છે. જેનાથી હું બહુ જ ખુશ છું. પરંતુ આ ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ ફિલ્મે મને બીજી એક અલગ ઓળખાણ આપશે, મને બીજી ઈમેજ મળશે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. આ ટોટલી ચેન્જ છે મારા માટે. હું અત્યાર સુધી રાધા બનીને જ કામ કરી રહી હતી પણ કોઈ એવું સાહસ નહોતા કરતા કે મને રાધાથી હતીને કોઈ રોલ ઓફર કરે. મે ઘણા નિર્માતા દિગ્દર્શકો સાથે કામ કર્યું ચેહ પરંતુ એ લોકોએ જે મારી ઈમેજ છે તેને ધ્યાનમાં રાખીને જ મને રોલની ઓફર કરી છે. પણ નિર્માતા મુકેશ ઓઝાજીનું સાહસ કહેવાય કે તેમણે મને એક આઈટમ સોંગ માટે સિલેક્ટ કરી. સૌથી પહેલા તો આ લોકોએ મને જે કોન્ફીડન્સ આપ્યો છે જે એવા ડેરિંગથી કામ કરતા હતા કે મને પણ આશ્ચર્ય થયેલું કે આ યુનિટ કેટલું પાવરફુલ છે. તો ખરેખર મને તો અહીં કામ કરવાની ખૂબ જ મજા આવી રહી છે.

પ્ર – ફિલ્મના નિર્માતા દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા મુકેશ ઓઝાજી સાથે હું ફર્સ્ટ ટાઈમ કામ કરી રહી છું. પણ હજુ તો મારે તેમની સાથે શરૂઆત છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘ફર્સ્ટ ઇમ્પ્રેશન ઈઝ લાસ્ટ ઇમ્પ્રેશન’. એટલે મને આ ફિલ્મ મળી છે તો હું મારા અનુભવોનો તમામ નીચોડ આ ફિલ્મ માટે કાઢીને મારૂ સારામાં સારૂ પર્ફોમન્સ આપી શકું. ફિલ્મના યુનિટને હું કહું છું કે બેસ્ટ ઓફ લક કે તમે આવી ફિલ્મ એક અલગ અર્બન મુવી બનાવી રહ્યા છો. કારણકે તે લોકોએ એક લેડીઝ ઓરીએન્ટેડ સબ્જેક્ટ પકડીને ફિલ્મ બનાવી રહ્યા છે. એની સાથે મને પણ આ ફિલ્મમાં જે સોંગ આપ્યું છે તો આ લોકોનું ખૂબ જ ક્રિએટીવ કામ છે. મારા આ સોંગમાં નિર્માતા દિગ્દર્શક તરફથી એવા એવા સ્પેશ્યલ ડાન્સરો તેઓ લાવ્યા છે કે તેઓનું અવનવા સ્ટેપ્સ લેવાનું અને ડાન્સ કરવાનું પર્ફોમન્સ દંગ રહી જવાય તેવું હતું. બોલીવૂડ અને હોલીવૂડથી પ્રેરિત ગણાવતા ફિલ્મના નિર્માતા તરફથી ઓંગ જોરદાર બની રહેશે.  
  
પ્ર – સંઘર્ષના દિવસો યાદ આવે છે?
ઉ – શરૂઆતના જે ના ભૂલાય તેવા દિવસો તો બધાને હંમેશા યાદ જ હોય છે. તેથી જ તેને ના ભૂલાય તેવા દિવસો કહે છે. ત્યારે મને જયારે કામ મળતું હતું ત્યારે એક એકસાઈટમેન્ટ રહેતું હતું કે, આજે નવું પ્રોજેક્ટ મળ્યું, આજે આ કામ મળ્યું. તે તેનો લુત્ફ હું મારા મિત્રો અને મારી ફેમીલી સાથે શેર કરતી હતી. હવે આજની તારીખમાં છે કે પ્રોજેક્ટ કે નવી ફિલ્મો તો ઘણી મળે છે પણ તેના માટે સમય ઓછો પડે છે. બીજું એ કે પહેલા જેવા રોલ ઓફર થતા તે કોઈપણ હિચકાટ વગર હું કરી લેતી હતી પણ હવે જે રોલ મને સારા લાગે તેવા રોલ જ હું કરું છું. તો પહેલા કામ માટે રાહ જોવી પડતી હતી કે કામ મળી જાય તો મજા આવે અને હવે કામ તો ઘણા બધા આવે છે પણ વ્યવસ્થિત કામ આવે તો મજા આવે છે.




n  ગજ્જર નીલેશ 

nisarg trivedi

દિગ્દર્શક રમેશ કરોલકરની ફિલ્મના એકદમ નરાધમ દિગ્દર્શક - નિસર્ગ ત્રિવેદી


    નિર્માતા મુકેશ ઓઝા અને દિગ્દર્શક રમેશ કરોલકરની ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં એક એવી યુવતીની દાસ્તાન કહેવામાં આવી છે જેને ઘરના ચાર ખૂણા ભેગા કરવા માટે કેવી મહેનત કરવી પડે છે. જીંદગી જીવવા માટે કેવા અનુભવો અને ક્યાં પ્રકારના સંજોગોનો સામનો કરવો પડે છે તેનું ચરિત્રચિત્રણ આ ફિલ્મમાં દિગ્દર્શક રમેશ કરોલકરે કરી બતાવ્યું છે. મને જયારે ફિલ્મના સેટ પર બોલાવવામાં આવ્યો ત્યારે મે જોયું કે ફિલ્મનું યુનિટ કેટલી ધગશથી કામ કરી રહ્યું હતું. તમામ નાના મોટા ટેકનીશીયનો પોતાનું કામ સરસ રીતે કરી રહ્યા હતા. મમતા સોનીના આઈટમ સોંગ માટેનો સેટ લાગી ચુક્યો હતો. હોટેલમાં તેને જોવા માટે પબ્લિક ટોળે વળ્યા હતા. મમતા સોનીએ પહેલા શોટમાં જ સીન ઓકે કરી આપતા તેમને તાળીઓથી વધાવી લેવામાં આવી હતી. અન્ય તમામ કલાકારોએ મમતા સોનીને અભિનંદન આપ્યા હતા. જેમાં પહાડી અવાજના માલિક નિસર્ગ ત્રિવેદીએ પોતાની લાક્ષણિક અદાથી ડાયલોગ મારી સેટ પર થોડી વાર માટે હાસ્યનું વાતાવરણ ઉભું કર્યું હતું. તેઓ આ ફિલ્મમાં નેગેટીવ પાત્ર ભજવી રહ્યા છે. આ પહેલા તેઓ અર્બન ફિલ્મો જેવી કે કેવી રીતે જઈશ, વ્હીસ્કી ઈઝ રિસ્કી, ધ ક્લોઝ ડોર વગેરેમાં પોતાનો લાજવાબ અભિનય આપી ચુક્યા છે.

પ્ર – આપના પાત્ર વિષે કહેશો.
ઉ - હું સિદ્ધાર્થ નામના વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છું જે ગ્રે શેડ કેરેક્ટર છે. બેજીકલી ફિલ્મનો ડિરેક્ટર છે. પોતે ફિલ્મ દિગ્દર્શક છે પણ થોડાક ખરાબ તત્વો સાથે સંકળાયેલો છે. જેના લીધે તેને ઘણા બધા દેવા થઇ ગયા છે. સાથે સાથે સ્ત્રીઓનો શોખીન છે. એટલે સંપૂર્ણપણે વિકૃત પ્રકારનું આ કેરેક્ટર છે. જે હું આ ફિલ્મમાં પહેલીવાર ભજવી રહ્યો છું. મને અહીં કામ કરવાની મજા આવી રહી છે. આમ તે વ્યક્તિ બહારથી સારો દેખાય છે. મારી અગાઉની અર્બન ફિલ્મો કરતા આ તદ્દન જુદા જ પ્રકારની ફિલ્મ છે. જુદી એટલા માટે કે આ અર્બન ફિલ્મ લોઅર મિડલ ક્લાસ સાથે જોડાયેલી અને અપર ક્લાસની રેન્જ સુધી ફરતી આ ફિલ્મ છે.

પ્ર – ફિલ્મમાં દિગ્દર્શકને ખરાબ ચિતરવામાં આવ્યા છે તો ?
ઉ – આમાં એવું છે કે દિગ્દર્શક ખરાબ નથી પણ તે ફક્ત એક માણસ તરીકે ખરાબ છે. દિગ્દર્શકના હોદ્દા પર એ એક ખરાબ વ્યક્તિ આવી ગયો છે એવું છે. આમાં અમે એ વાતનો ખાસ ખ્યાલ રાખેલો છે કે કોઈ હોદ્દાને અમે નાનો નથી બતાવવા માંગતા. તેથી અમે સો વાર વિચાર કરીને આ નિર્ણય લીધો કે ક્યાંક કોઈને ઓછું આંક્યું હોય તેવું ના લાગે. મારા તરફથી દિગ્દર્શકના હોદ્દાને લઈને કોઈ ખોટી અફવા ના ઉડે એની અમે ખાસ તકેદારી રાખી છે.

પ્ર – ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના દિગ્દર્શક રમેશભાઈને હું ઘણા વર્ષોથી જાણું છું. એ બહુ જ સેન્સીબલ અને સેન્સેટીવ કહી શકાય એવા ક્રિએટીવ વ્યક્તિ છે. એમના નાટકો મે જોયા છે. એમના સંપૂર્ણ કામ વિષે મને ખાસ્સી એવી જાણકારી છે. ખૂબ જ સંવેદનશીલ છે એટલે જે ક્ષણે એમણે મને આ પાત્ર કરવાની વાત કરી એ ક્ષણે મે વગર વિચાર્યે અને સ્ક્રીપ્ટ જોયા વગર હા પાડી દીધી હતી. કારણ કે મને ખબર હતી કે તેઓ કોઈપણ સબ્જેક્ટ પર કામ કરશે તો તેઓ ક્યાંય અન્યાય નહિ થવા દે એ મને ખાતરી હતી અને મારા રોલ માટે મારી જરૂર હશે તો જ મને લેશે એવી પણ મને ખબર હતી.


n  ગજ્જર નીલેશ


dhawan mewada

મુકેશ ઓઝા નિર્મિત ‘રમલી રીક્ષાવાળી’ નો રીક્ષા ડ્રાઈવર ધવન મેવાડા


    લક્ષ્ય ક્રીએશનમાં બની રહેલી અને મુકેશ ઓઝા નિર્મિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ હાલ એ માટે ચર્ચામાં છે કે તેમાં મમતા સોની આઈટમ ડાન્સ કરી રહી છે. જેને લાઈવ શો દરમિયાન લોકો જોવા માટે રીતસરની પડાપડી કરે છે. આ તેનું જમા પાસું છે. જેમાં ગુજરાતી ફિલ્મોની મારકણી મુસ્કાનની માલકિન હિના રાજપૂત મેઈન લીડ ભૂમિકા ભજવી રહી છે. બીજું ફિલ્મનું જમા પાસું છે ફિલ્મનો હીરો ધવન મેવાડા જેણે અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મો અને ટીવી જગત પર પોતાના અદભુત અભિનય થકી પોતાનો એક અલગ ચાહક વર્ગ ઉભો કર્યો છે. દેખાવે સાવ નોર્મલ પણ એક્ટિંગનો બાદશાહ કહી શકાય તેવો ધવન આ ફિલ્મમાં એક રીક્ષા ડ્રાઈવર બનીને દર્શકોને શહેરની ફર કરાવશે. રીક્ષા ચલાવવી તેમના માટે અઘરી હતી પણ તેમણે ફિલ્મમાં રીક્ષા ચલાવવા માટે અને પોતાનો અભિનય રીઅલ લાગે તે માટે કોઈ કસર નથી છોડી. ફિલ્મમાં રીયાલીટી લાવવા માટે તેમણે ખરી મહેનત કરી છે એમ કહીએ તો પણ ચાલે. આ અગાઉ પણ ધવન મેવાડા એક અર્બન ટાઈપ ફિલ્મ ‘નમો મહાવીર’ માં કામ કરી ચુક્યા છે એટલે આ એમની આધુનિક ફિલ્મોમાં બીજી ફિલ્મ ગણી શકાય.

પ્ર – ફિલ્મના પાત્ર વિષે?
ઉ – એક ભણેલો ગણેલો રીક્ષા ડ્રાઈવર સંજય કેવી રીતે રીક્ષા ચલાવવા માંડે ચેહ તે બતાવે છે મારૂ પાત્ર. આજના આપણા સમાજમાં એવા ઘણા લોકો છે જેમની પાસે ભણેલા હોવા છતાં, કોઈ ડીગ્રી હોવા છતાં નોકરી નથી મળતી. તો તેમને પોતાના સ્વરોજગાર માટે અને પેટનો ખાડો પુરવા માટે કંઇક કામ તો કરવું જ પડે છે. મારી પરિસ્થિતિ પણ આ ફિલ્મમાં એવી જ છે જે પેટીયું રળવા અને પોતાના પરિવારને મદદરૂપ થવા કોઈ કામધંધો તો કરે જ છે. તો દર્શકોએ શીખવા જેવી બાબત છે કે તમે ગમે તેટલું ભણેલા હો કે તમારી પાસે કોઈ મોટી યુનીવર્સીટીનું પ્રમાણપત્ર પણ કેમ ન હોય. પરંતુ જો તમે સ્ટ્રગલ ના કરી શકતા હોવ તો તમારે સાવ નાનું કામ તો કરવું જ પડતું હોય છે.

પ્ર – ફિલ્મના નિર્માતા દિગ્દર્શક વિષે?
ઉ – મને પહેલી વાર લાગી રહ્યું છે કે આ નિર્માતા અને તેમના યુનિટ તરફથી જે રીતે ફિલ્મ બની રહી છે તો હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેઓ આ ક્ષેત્રને કંઇક નવું આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં નિર્માતાએ ક્યાંય પણ ખર્ચા સામે જોયું જ નથી. ખૂબ ખર્ચાળ ફિલ્મ બની રહી છે. તેમનું બીજા લોકોથી અલગ નિરીક્ષણ છે કે અર્બન ફિલ્મ બનાવી રહ્યા છે તો દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરે છે. ફિલ્મ બંને સ્ક્રીન માટે બની રહી છે તો અર્બન ફિલ્મોનું ઓડીયન્સ અને ટીપીકલ ગુજરાતી ફિલ્મોનું ઓડીયન્સ બનેને રસ પડે તેવું મેકિંગ આ ફિલ્મમાં દર્શકોને જોવા મળશે. ‘રમલી રીક્ષાવાળી’ ફિલ્મની એક સારી ટીમ ભેગી થઇ છે જેમાં નિર્માતા, દિગ્દર્શક છે મારા સહકલાકારો છે અને બીજા તમામ કલાકારો, ટેકનીશીયનો બખૂબી પોતાનું કામ કરી રહ્યા છે. જે નિર્માતા માટે અને અમારા માટે પણ નોંધવા જેવી બાબત છે.

પ્ર – પાત્ર માટે કોઈ પૂર્વતૈયારી કરેલી?
ઉ – અત્યાર સુધીની મારી ફિલ્મોમાં મે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવ્યા છે પણ મે કદી રીક્ષા નહોતી ચલાવી. એટલે મને લાગ્યું કે મારે રીક્ષા ચલાવવા માટે થોડુક સામાન્ય જ્ઞાન લેવાની જરૂર હતી કે તેમાં આપણી સેફટી માટે શું કરવું પડે. રીક્ષા ડ્રાઈવરની પોતાની એક સ્ટાઈલ હોય છે કે તેઓ કઈ રીતે પેસેન્જરને બોલાવે છે, કઈ રીતે રીક્ષા ચલાવે છે, કઈ રીતે તેમાં રીક્ષા ચલાવતા ચલાવતા શેનું ધ્યાન રાખે છે વગેરે.   



n  ગજ્જર નીલેશ 

mukesh oza

આઈટમ સોંગ માટે અમારી પસંદ મમતા સોની - મુકેશ ઓઝા

    મહિલાઓના રીક્ષા ચલાવવા પર કે કોઈપણ કારભાર સંભાળવા પર આધારિત મુકેશ ઓઝા નિર્મિત અને રમેશ કરોલકર દિગ્દર્શિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં હવે એક નવો વળાંક આવ્યો છે. ફિલ્મમાં જબરું આકર્ષણ જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જેમ કે, આગચંપીના દ્રશ્યો, હિરોઈનની ફાઈટ, રિક્ષાવાળાઓ તરફથી મળી રહેલો સહકાર, વચ્ચે વચ્ચે કેટલાક કલાકારોની અદલાબદલી પણ થઇ ગઈ. જેમાં વધુ એક નામ હવે ઉમેરાવા જઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મોની બક્સમ બ્યુટી મમતા સોનીનું. તેણે હવે આ ફિલ્મમાં એન્ટ્રી લઇ લીધી છે. ફિલ્મના નિર્માતા મુકેશ ઓઝાના કહ્યા પ્રમાણે મમતા સોની આ ફિલ્મમાં કોઈ પાત્ર નથી ભજવવાની પણ તેના પર એક આઈટમ સોંગ ફિલ્માવવામાં આવશે. આ પહેલા આ સોંગ પર રામલીલા ફેઈમ ભૂમિ ત્રિવેદીને સાઈન કરવામાં આવેલી પણ તેની તારીખોમાં કોઈ ફેરફાર થતા અને તે સમય ના આપી શકતા આખરે મુકેશ ઓઝાએ મમતા સોની પર પસંદગી ઉતારેલી.

પ્ર – આઈટમ સોંગ માટે મમતા સોની જ કેમ?
ઉ – મમતા સોની એટલા માટે કે ગુજરાતમાં લીડ અભિનેત્રી તરીકે અને ગુજરાતના અમુક ગ્રામીણ વિસ્તારમાં તેનો ચાહક વર્ગ બહોળા પ્રમાણમાં છે. જેણે ટૂંક સમયમાં અભિનય ક્ષેત્રમાં એક બહુ મોટી પ્રસિદ્ધિની હરણફાળ ભરી છે. અમે પહેલા ભૂમિ ત્રિવેદી પર પસંદગી ઉતારેલી પણ તેમની તારીખનો પ્રોબ્લેમ આડે આવ્યો અને અમારે એવી કોઈ અભિનેત્રીની જરૂર હતી જે આઈટમ સોંગ માટે પરફેક્ટ રહે. અમે ઘણી બધી હિરોઈનોના સોન્ગ્સ જોયા, લૂક જોયા અને છેલ્લે અમે મમતા સોની પર મહોર મારી. બીજું એ કે જેવી રીતે મમતા સોની લાઈવ પ્રોગ્રામોમાં પોતાના ચાહકોને જકડી રાખવા સક્ષમ છે તો જો તે આવું રીઅલમાં કરી શકે તો પડદા પર તો તે દર્શકોને જકડી રાખવા માટે અતિ સક્ષમ છે.
પ્ર – તમારી અર્બન ટાઈપ ફિલ્મમાં રૂરલ આઈટમ સોંગ?
ઉ – હા, અમારી ફિલ્મ અર્બન જ છે પણ અમે બંને ફિલ્મો અર્બન અને રૂરલના દર્શકોને ધ્યાનમાં રાખવા માગીને ફિલ્મમાં કંઇક નવું કરવા માંગતા હતા. મોર્ડન ટાઈપ આ ફિલ્મમાં અર્બન અને રૂરલનો ભેદ બતાવવા માટે અમે અર્બન કક્ષાને રૂરલમાંથી જે અભિનેત્રી સર્વશ્રેષ્ઠ જે છે એમને અમે પ્રસ્તુત કરીને આખી ફિલ્મ આખા ગુજરાતની અંદર તમામ વર્ગ પોતાની કહી શકે. આ એન્ગલને ધ્યાનમાં રાખીને જ અમે ફિલ્મ બનાવી છે.
    વધારે એ કહીશ કે આ પાર્ટી સોંગ છે. જે ખૂબ જ મોંઘા લોકેશન પર અમે ફિલ્માવી રહ્યા છીએ. જેમાં શહેરની મધ્યમાં એક ક્લબ પર અમે સેટ ગોઠવવાનું આયોજન બનાવ્યું છે. એટલે ખૂબ જ સરસ લોકેશન તમને આ સોંગમાં જોવા મળશે. સાથે સાથે કોસ્ટિંગ ડીઝાઈન અને ફેશન ડીઝાઈનને પણ અમે આની અંદર ઇન્વોલમેન્ટ આપ્યું છે.


n  ગજ્જર નીલેશ 

Monday, 12 October 2015

mukesh oza

‘રમલી રીક્ષાવાળી’ ગુજરાતી ફિલ્મ હોવા છતાં તેનું મેકિંગ ઉચ્ચ દરજ્જાનું હશે - મુકેશ ઓઝા


    નાનપણથી કલાપ્રેમી અને કોલેજકાળ દરમિયાન ડ્રામા પ્લે કરી ચુકેલા જેમાં તેઓએ એક નાટકમાં મહાત્મા ગાંધીનો મંચ પર અભિનય કરી દર્શકોની વાહ વાહ મેળવેલી અને સાથે સાથે નાટકો જોવાનો અદભૂત શોખ ધરાવતા ‘રમલી રીક્ષાવાળી’ ના નિર્માતા મુકેશ ઓઝા મૂળ રાજસ્થાની છે અને છેલ્લા ૨૫ વર્ષોથી અમદાવાદમાં ‘બેલ્ટ એન્ડ બેરીંગ હાઉસ’ નામે પોતાની બેરીંગ બનાવવાનો કારોબાર ધરાવે છે. ફિલ્મના સહ નિર્માતાઓ રાજેન્દ્ર શાસ્ત્રી અને દિવ્ય શાહ સાથે મુકેશ ઓઝાની ત્રિપુટી છે. ત્રણેય મિત્રોએ સાથે મળીને ફિલ્મને બનાવવાનો વિચાર કર્યો હતો. ફિલ્મોમાં તેમને અભિનય અને ફિલ્મ મેકિંગમાં પહેલેથી જ રસ હોવાથી અને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર ત્રિવેદીના આશિક પણ હતા તે જમાનામાં. તે સુવર્ણયુગ આથમ્યા પછી જે ગુજરાતી ફિલ્મોની પડતી શરૂ થઇ તેનાથી વચ્ચે તેઓ થોડા સમય માટે ગુજરાતી ફિલ્મોથી વંચિત થઇ ગયા. વધુમાં તેઓ જણાવે છે કે, પહેલાના સમયમાં હિન્દી ફિલ્મોમાં દમ નહોતો દેખાતો અને ગુજરાતી ફિલ્મોમાં આપણને આપણી પોતાની વાત લાગતી હતી. ત્યાર પછીના સમયમાં મને થોડો રસ ઓછો થતો ગયો. કારણ કે, અહીં જે પણ ફિલ્મોની મેકિંગ થતું તે ગુજરાતી ઓડીયન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવતું હતું. જેથી ફિલ્મોમાં સારૂ મેકિંગ ના થઇ શકે અથવા તો બજેટ પ્રોબ્લેમ. બે કરોડ નાખીને ગુજરાતનું કલેક્શન જો ૨૫ કે ૫૦ લાખ આવતું હોય તો દેખીતી વાત છે કે કોઈ રોકાણ કરે જ નહિ. એના કારણે જે લેવલ ડાઉન થયું ત્યારે વાસ્તવમાં એવું લાગ્યું કે આપણે આમાં ફિલ્મ પ્રોડ્યુસર કે કોઈ ડિરેક્ટરનો વાંક કઢાય નહિ. પરંતુ જે લેવલ ડાઉન થયું તેના પાછળ ઘણા પોઝીટીવ અને નેગેટીવ પરિબળો છે જ. હવે જો તમે સારા પ્રયત્નો કરો, ઓડીયન્સને ધ્યાનમાં રાખી નવો સબ્જેક્ટ, નવી વાર્તા, નવું મેકિંગ, નવી ટેકનોલોજીનો ઉપયોગ, નવા પ્રમોશનના કીમિયા જેમકે, સોશિયલ મીડિયાનો દરેક એન્ગલથી તમે પરફેક્ટ ઉપયોગ કરો તો તમને એમાં કંઇક અંશે સફળતા મળી શકે. એવું એક દ્રઢ મનોબળ બન્યું એટલે અમે ‘રમલી રીક્ષાવાળી’ બનાવવાનો વિચાર કર્યો. હું આ ફિલ્મ કમાવા માટે નથી બનાવતો પણ મારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને તેના પ્રેક્ષકોને સંદેશ આપવો છે કે સારી ફિલ્મો પણ બની શકે છે. આપણા ગુજરાતમાં પણ બોલીવૂડની હિન્દી ફિલ્મો જેવી જ ફિલ્મો બની શકે. બોલીવૂડમાં માત્ર ને માત્ર કાસ્ટિંગ અને લોકેશન વધુ પડતા મોંઘા હોય છે. જેના કારણે બજેટ વધી જતું હોય છે. એ સિવાયના પણ મુદ્દા છે જે આપણે પણ કરી શકીએ છીએ.

    હું એ પણ કહીશ કે, જે જુના ગુજરાતી ગીતો આજે પણ એના એ જ નવરાત્રીમાં પણ સાંભળવા મળે છે અને અત્યારે એકના એક શબ્દોવાળા જ બને છે. તો જુના પ્રખ્યાત ગીતો સાંભળવા મળે છે અને નવા ગીતો સાંભળવા મળતા નથી. એનું કારણ છે કે કોઈ નવી ટયુન લઈને આવ્યું તો ચાલી ગયું પણ તેનું પ્રમાણ બહુ ઓછું છે. બે – પાંચ વર્ષે તમને આવું જોવા મળે. હિન્દી ફિલ્મોમાં જેમ રોક મ્યુઝીક કે રેપ મ્યુઝીક છે અને તેમાં જેવા ઇન્સ્ટ્યુમેન્ટ છે તે ગુજરાતીમાં કેમ ન મૂકી શકાય? અમે એ વસ્તુને ધ્યાનમાં રાખીને મ્યુઝીક પાર્ટને સ્ટ્રોંગ બનાવ્યો છે. યંગ જનરેશન કેવું મ્યુઝીક લાઈક કરે તો જે સોંગમાં ગીટાર જેવા વાદ્યો હોય તેને પસંદ કરવામાં આવે તો અમે તે રીતે મ્યુઝીક ડિરેક્ટર પાસે મ્યુઝીક કમ્પોઝ કરાવ્યું.

પ્ર – ફિલ્મના ડિરેક્ટર વિષે?
ઉ – રમેશ કરોલકર આ ફિલ્ડમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી જોડાયેલા છે. વચ્ચે તેમણે થોડા સમય માટે બ્રેક પણ લઇ લીધો હતો. હવે તેઓ ફરી તરોતાજા થઈને આવ્યા છે. અમે એમના નાટકો જોયા અને એમનું વર્ક પણ જોયું. તેઓ ખરા દિલથી એમાં કામ કરતા હતા. હું ઘણા ડિરેક્ટરોને મળ્યો હતો. કોઈ એમ કહે કે હું તમારી ફિલ્મ ૧૦ લાખમાં બનાવી આપું, કોઈ કહે ૧૫ લાખમાં, ૨૦ લાખમાં બનાવી આપું. પણ મને રમેશભાઈએ કહ્યું કે તમે મને પરફેક્ટ ડીરેક્શન કરવા માટે ફ્રીડમ આપો અને જે મારી ફિલ્મની અને આર્ટીસ્ટની જરૂરિયાત હોય ફક્ત તે આપશો તો પણ ચાલશે. જેવું એમનું માનવું હતું તેવું મારૂ પણ માનવું હતું. સાથે સાથે ફિલ્મના સહ નિર્માતાઓ રાજેન્દ્ર શાસ્ત્રી અને દિવ્ય શાહ
પ્ર – ‘રમલી રીક્ષાવાળી’?
ઉ – મારી ફિલ્મનું ઓરીજીનલ ટાઈટલ ‘ઓટો લાઈફ ઓફ રમલી રીક્ષાવાળી’ છે. મારે આ ફિલ્મ મલ્ટીપ્લેક્ષ અને સિંગલ સ્ક્રીન બંનેમાં એક સાથે રીલીઝ કરવાની તૈયારી છે.



n  ગજ્જર નીલેશ 

Sunday, 11 October 2015

aishwarya mazumdar

છેલ્લા પાંચ વર્ષથી પ્લેબેક સિંગર ફીમેલનો એવોર્ડ મેળવતી - ઐશ્વર્યા મઝુમદાર
અઘરાં શાસ્ત્રીય ગીતોમાં જેના ગળામાંથી ધડધડાટ તાનો છૂટે છે અને સોફ્ટ ગીતોમાં જેના કંઠમાંથી નિરંતર ભાવ નિષ્પન્ન થાય છે એ અમદાવાદની છોટી ઉસ્તાદ ઐશ્વર્યા મજમુદાર ૨૦૦૮માં વોઈસ ઑફ ઈન્ડિયા છોટે ઉસ્તાદનું બિરૂદ પામી છે.


    છેલ્લા પાંચ વર્ષથી ફીમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ પોતાના નામ પર કરવો તે એક મોટી સફળતા કહેવાય. હા, હું આજે ગુજરાતની અને અમદાવાદની કોકિલકંઠી ગાયિકા અને વોઈસ ઓફ ગુજરાત તરીકે ખ્યાત ઐશ્વર્યા મઝુમદારની વાત કરી રહ્યો છું. જેમને સંગીતમાં મહારત હાંસલ કરી છે. લાખો સંગીતપ્રેમીઓના દિલ પર છવાયેલી અમદાવાદની ઐશ્વર્યા મજમુદાર સ્ટાર પ્લસના રિયાલિટી શો છોટે ઉસ્તાદનો ખિતાબ જીતી ગઈ હતી. ઐશ્વર્યાનો કોલકાતાની અન્વેષા સામે નજીવા વોટના અંતરથી વિજય થયો હતો. આ જીત મેળવીને ઐશ્વર્યા આખા દેશની લાડલી બની ગઈ હતી. ઐશુના લાડકા નામથી ઓળખાતી ઐશ્વર્યાને બીગ બી અમિતાભ બચ્ચન અને જુહી ચાવલાએ ટ્રોફી આપી હતી. ઐશ્વર્યાએ 'રઘુવંશી' તેમજ 'કેવી રીતે જઇશ' જેવી અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.
   ઓક્ટોબર, ૧૯૯૩ અમદાવાદમાં જન્મેલી અને અમદાવાદની જ વતની ઐશ્વર્યા વૈષ્ણવ જ્ઞાતિની ઐશ્વર્યા ગરબાની જબરદસ્ત શોખીન છે. ઐશ્વર્યાને ગરબા એટલા ગમે છે કે આ નવ દિવસ તે કોઈ પણ પ્રોફેશનલ અસાઇનમેન્ટ હાથમાં નથી લેતી. કોઈ સરેરાશ યંગ ગર્લની જેમ જ ઐશ્વર્યા પણ ખાણીપીણી અને ફાસ્ટફુડની શોખીન છે. નવરાત્રિ વખતે તે પોતાનો આ શોખ બહુ સારી રીતે પુરો કરી લે છે. નવરાત્રિ વખતની પોતાની ખાણીપીણીની વાત કરતા ઐશ્વર્યા કહે છે મને ગરબા રમ્યા પછી પિત્ઝા ખાવા સૌથી વધારે ગમે છે. પિત્ઝા સાથે એટલા ભાવે છે કે જો સાથે કોલ્ડ્રિન્ક ન હોય તો ખાલી પાણી સાથે પણ મને એ બહુ ભાવે છે.

    અઘરાં શાસ્ત્રીય ગીતોમાં જેના ગળામાંથી ધડધડાટ તાનો છૂટે છે અને સોફ્ટ ગીતોમાં જેના કંઠમાંથી નિરંતર ભાવ નિષ્પન્ન થાય છે એ અમદાવાદની છોટી ઉસ્તાદ ઐશ્વર્યા મજમુદાર ૨૦૦૮માં વોઈસ ઑફ ઈન્ડિયા છોટે ઉસ્તાદનું બિરૂદ પામી છે. મ્યુઝિક કા મહા મુકાબલામાં પણ હિમેશ રેશમિયાની વૉરિયરતરીકે તમે એને ટેલિવિઝન પર જોઈ જ હશે. દેશ-વિદેશમાં ૨૦૦થી વધુ લાઈવ સ્ટેજ શો કરી ચુકેલી ઐશ્વર્યાનું નવલું નજરાણું એ છે કે ગુજરાતી ગીતો પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતી ઐશ્વર્યાએ યુવા વર્ગ ગુજરાતી ગીતો પ્રત્યે આકર્ષાય એ માટે કેટલાંક સદાબહાર ગુજરાતી ગીતોને થોડાં ફાસ્ટ બીટમાં અને વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટ્સનો પ્રયોગ કરીને મોડર્ન બનાવ્યાં છે અને નિરાળી હું છુંસીડી દ્વારા વહેતાં કર્યાં છે. ‘‘સોફ્ટ ગુજરાતી ગીતો ધરાવતી સીડી હૈયાને દરબારસાંભળીને મન થનગને અને નિરાળી હું છુંસાંભળીને પગ થનગને એ રીતે ગુજરાતી ગીતો સ્વરબદ્ધ થયાં છે. હિન્દી, કન્નડ, બંગાળી અને ભોજપુરી ફિલ્મોમાં ગીતો ગાયાં છતાં ગુજરાતી ગીતો પ્રત્યેનો મારો લગાવ ઓછો નથી. તેથી જ ગુજરાતી ફિલ્મો માટે મેં લગભગ ૬૦-૭૦ ગીત તો ગાયાં જ છે.’’ કહે છે ઐશ્વર્યા મજમુદાર. ઉક્ત આલબમમાં નવી રચનાઓ કવિ દિલીપ રાવલ અને તુષાર શુક્લની છે. રસપ્રદ હકીકત એ છે કે તેણે એમ પણ કહ્યું કે ખૂબ જાણીતું ગુજરાતી ગીત, હજુ રસભર રાત તો બાકી રહી ગઈ ના જા ના જા સાજના....એ મુજરાની ફીલ ધરાવતું ગીત છે અને આલબમમાં પણ એ જ રીતે રજૂ કર્યું છે. છાનું રે છપનું...ગીત પણ નવા અંદાજમાં રજૂ થયું છે. આ યુવા ગાયિકા વધુ ને વધુ ગુજરાતી ગીતો પોપ્યુલર કરે તો શક્ય છે યુવા પેઢીનો રસ ગુજરાતી ગીતો પ્રત્યે કેળવાય. બાકી, હિન્દી ઘોંઘાટીયા ગીતોનો ક્રેઝ (અથવા તો કકળાટ) કેટલો લાંબો ટકશે કોને ખબર?

પ્ર – આપે હમણાં જ એક ગુજરાતી સોંગ રેકોર્ડ કર્યું?
ઉ – એક સોંગ નહિ હમણાં મે બે સોંગ રમેશ કરોલકર દિગ્દર્શિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માટે રેકોર્ડ કર્યા. એક ગીત છે જેના શબ્દો ‘પીહુ પીહુ’ છે જે થોડું ફેક્ટ સોંગ છે. આજકાલના જમાનાના જે યુવાઓ છે તેને ગમે તેવું સોંગ છે અને ખાસ તો મને એના મ્યુઝીક વિષે એક વસ્તુ એ સૌથી વધારે ગમી કે ઈટ ઈઝ વેરી ન્યુ એજ એટલે મોર્ડન એજ માં જે જાતના ગીતો આપણે બોલીવૂડના સાંભળતા હોઈએ છીએ એવી રીતનું છે ગીત અને મને અંદરથી ગાતા ગાતા પણ એવું થયેલું કે વાહ કેટલું સુંદર મ્યુઝીક છે. આવું મારા માટે કદાચ પહેલી વખત જ બની રહ્યું છે. તમે જેમકે ડાન્સ કરતા હો અને તમને કંઇક જુદી જ મસ્તી જેવી ફીલિંગ આવે તેવું ગીત છે. તમે એકવાર સાંભળો તો તમને સાંભળતા જ રહેવાની ઈચ્છા થાય. બીજું સોંગ મારું સેડ સોંગ છે ‘ઔ પારેવાં’. જેમાં સિચ્યુએશન સેડ છે. જેમાં પ્રથમ સોંગ ડ્યુએટ છે જયારે ‘ઔ પારેવાં’ સોલો સોંગ છે.
પ્ર – ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક વિષે?
ઉ – મને આ ફિલ્મમાં નિર્માતા, દિગ્દર્શક ઉપરાંત મ્યુઝીક ડિરેક્ટર તરફથી પણ પૂરેપૂરી ફ્રીડમ મળેલું કે તમે તમારી રીતે ગાવ. તો આવો જે રીતે સપોર્ટ મળે ચેહ તો ઈટ ઈઝ વેરી અમેઝિંગ. કારણ કે એમને ખ્યાલ કદાચ હતો કે અને લોકો તમારા પર એટલો તો હવે વિશ્વાસ રાખી જ શકે કે તમે જે કરશો તે બરાબર કરશો. આવી ફિલ્મો તો ગુજરાતીમાં બહુ ઓછી બને છે. રમેશજી એ મને કહ્યું હતું કે સિનેમેટોગ્રાફિંગ, એડીટીંગ વગેરે તેઓ મુંબઈ કરાવી રહ્યા છે. એટલું બધું સરસ કામ કરી રહ્યા છે કે આવું સારૂ કામ આપણી ગુજરાતી સિનેમામાં થાય તો અંદરથી કંઇક જુદી જ ફીલિંગ આપણા ગુજરાત માટે થાય. હું પોતે પણ બોલીવૂડમાં ગાયન કરૂ છું તો હું જાણતી હોઉં છું કે આવા બધા સાઉન્ડ હોય તો એની સાથે કઈ રીતે ગાયકી પેશ કરવી. હું ગાયકની દ્રષ્ટિથી કહું તો ગાયનમાં એટલો બધો સ્કોપ હતો કે જુદી જુદી જાતની હાર્મનીઝ જે હું કરી શકું એ બધી જ કરવાની મને જગ્યા મળી.
પ્ર – તમારા ગયેલા ગીતોમાં તમારું મનપસંદ સોંગ?

ઉ – મને અભિષેક જૈનની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ સોંગ ‘આ સફર’ ખૂબ જ ગમે છે. 

Saturday, 10 October 2015

bhumi trivedi

વડોદરાની સિંગર ભૂમી ત્રિવેદીની ભારે બોલબાલા પહેલા બોલીવૂડમાં છવાઈ હવે ઢોલીવૂડમાં પણ સફળ પ્રયોગ
સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘રામલીલા’ ના સોંગ ‘રામ ચાહે લીલા ચાહે’ માટે ભૂમી ત્રિવેદીને મિર્ચી મ્યુઝીક એવોર્ડ, સ્ટાર ગીલ્ડ એવોર્ડ અને બીગ સ્ટાર એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ જેવા ત્રણ ત્રણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.  
                                                 
    સિંગરોની દુનિયામાં હવે નવા અને પ્રભાવશાળી સિતારા ઉમેરતા જાય છે. જેમણે પોતાના અવાજની પહેચાનથી લોકપ્રિયતા હાંસલ કરી છે. આવા નામમાં અત્યારે સૌથી વધુ ગાજતું નામ સિંગર ભૂમી ત્રિવેદીનું છે.  દિલકશ અને સલુણા અવાજની માલકિન મૂળ વડોદરાની ભૂમી ત્રિવેદીની ગાયકી પર બધા આફરીન છે. બોલીવૂડમાં ભૂમિની ગુંજ ઉઠી છે અને સફળ ફિલ્મ ‘રામલીલા’ ના ગીત ‘રામ ચાહે લીલા ચાહે’ ગાઈને તેણે સૌને પ્રભાવિત કરી દીધા છે. ડોલાવી દીધા છે. બોલીવૂડના નિષ્ણાંતો અને શ્રોતાઓ તથા ભૂમિ ત્રિવેદીના અવાજને સુનિધિ ચૌહાણના અવાજ સાથે સરખાવીને આ ગુજરાતના ગૌરવસમી ગાયકની પ્રશંસા કરી રહ્યા છે. દેશભરમાં જાણીતા ‘ઇન્ડીયન આઇડોલ ૫’ સીઝનની વિજેતા ભૂમી ૨૫ વર્ષની છે. ભૂમીમાં ગુડલુક્સ, આકર્ષક વોઈસ ક્વોલીટી અને મારકણા સ્મિતનું જોરદાર સંગમ છે.
    બોલીવૂડમાં હમણાં ભૂમી ત્રિવેદીનું નામ ખૂબ જ જોશભેર લેવાઈ રહ્યું છે. ભૂમીનું બાળપણ વડોદરામાં વીત્યું અને ત્યાં જ તેણે શિક્ષણ લીધું જેમાં ભૂમીએ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે. ભૂમી


વડોદરાના શિક્ષિત અને સંગીતની કલા સાથે ઘરોબો ધરાવતા પરિવારની મેમ્બર છે. ભૂમીના પરિવારમાં જ સંગીત એમના બ્લડમાં રહ્યું છે. તેણીના પિતા હસિતભાઈ ત્રિવેદી આમ તો રેલ્વેમાં જોબ કરી રહ્યા છે અને સાથે સાથે સારા ગાયક પણ છે અને માતા સંગીતાબેન ત્રિવેદી પણ પોતે એક શિક્ષક છે અને પોતાનું મ્યુઝીક ગ્રુપ ચલાવે છે. ભૂમીના મોટા બહેન અંકિતા ત્રિવેદી જેઓ હાલ જામનગર ખાતે રિલાયન્સમાં નોકરી કરી રહ્યા છે અને ભરત નાટ્યમના નિપુણ ડાન્સર છે. જયારે ભૂમી અઢી વર્ષની હતી ત્યારે મો.રફીના ગીતો સંભાળતી વખતે એને ક્યાં ખ્યાલ હતો કે તે પણ ક્યારેક વોઈસ ઓફ ગુજરાત બનીને ગુજરાતના લોકોને પોતાના કંઠથી ડોલાવશે? નવરાત્રીમાં ભૂમીનો અવાજ અલગ જ ભાત અને જોશ પેદા કરે છે અને વર્ષોથી તે નવરાત્રીને પોતાના દિલકશ અવાજથી મહેકાવતી રહી છે. નવરાત્રીમાં ગાયકી વખતે ભૂમીની સાથે તેની બહેન પણ સંગીત આપે છે. ભૂમી ૮ માં ધોરણમાં અભ્યાસ કરતી હતી જયારે તેણે સંગીતની તાલીમ લેવાની શરૂઆત કરી હતી. સ્કુલ – કોલેજના અસંખ્ય સંગીત કાર્યક્રમો અને

સ્પર્ધાઓમાં તેણે ભાગ લીધો છે. ઇન્ડીયન આઈડોલના ઓડીશનમાં અનુ મલિક અને સલીમ જેવા ખેરખા બેઠા હતા ત્યારે ભૂમીએ ‘બાબુલ કી ઓર સુનો લિયે’ ગીત ગાયું અને અનુ મલિકે તેને આ જ ગીત વેસ્ટર્ન સ્ટાઈલમાં ગાવાની ચેલેન્જ કરી હતી. ભૂમીએ એક ગુજરાતી ગીત ‘સ્પાઈસ ગર્લ્સ’ ના અંદાઝમાં રજૂ કરવાનું સુચન કર્યું અને તેણે કે પર્ફોમન્સ આપ્યું તેનાથી જજ ઉભા થઈને ડોલવા લાગ્યા હતા. ભૂમીએ રેપ અને ગુજરાતી હીપહોપનું મિશ્રણ કરીને કાબેલિયત બતાવી હતી. બોલીવૂડની ટોચની હિરોઈનો સોનમ કપૂર અને કંગના રાણાવતએ ભૂમીને પોતાના માટે અવાજ આપવા અને ફિલ્મમાં ગીત ગાવાની ઓફર કરી છે.

    ‘રામલીલા’ જેવી અતિ સફળ ફિલ્મમાં સંજય લીલા ભણશાલીએ ‘રામ ચાહે લીલા ચાહે’ ગીત ભૂમી પાસે જ ગવડાવવાનો નિર્ણય લીધો અને ભૂમીને ઓફર કરીને બોલાવી ત્યારે ભૂમીનો આત્મવિશ્વાસ બમણો થઇ ગયો હતો. મૂવીની એન્ડમાં જે ક્રેડીટ્સમાં સોંગ જોવા મળે છે તે માટે રામલીલા ફિલ્મનું ગીત લખવામાં આવેલું. ફિલ્મમાં આ ગીત પ્રિયંકા ચોપરા પર પીક્ચરાઈઝ થયેલું છે જેના પહેલા તેના પર આ ફિલ્મ રામલીલા માટે અગાઉ એક ગીત તૈયાર થઇ ચુક્યું હતું પરંતુ તે સમયે યુનિટના લોકો અને સંજય લીલા ભણસાલી સાથે પ્રિયંકા ચોપરાએ તે અગાઉનું સોંગ અને ભૂમીએ ગયેલું ‘રામ ચાહે લીલા ચાહે’ સોંગ સાંભળ્યું તો નક્કી એવું કરવામાં આવ્યું કે આ સોંગમા લઈએ અને ફિલ્મના એન્ડમાં ક્રેડીટ સોંગ તરીકે બીજા સોંગનો ઉપયોગ કરવામાં આવ્યો. હાલ આ સોંગ ભૂમિ ત્રિવેદીએ ગયેલું જે એટલું લોકપ્રિય બન્યું કે હજી પણ લોકો તે ગીત ગણગણતા નજરે પડે છે. તે ગીત માટે ભૂમિ ત્રિવેદીને ત્રણ ત્રણ એવોર્ડ પણ મળી ચુક્યા છે જેમાં મિર્ચી મ્યુઝીક એવોર્ડ, સ્ટાર ગીલ્ડ એવોર્ડ અને બીગ સ્ટાર એન્ટરટેઈનમેન્ટ એવોર્ડ. ઉપરાંત ઝી સિને એવોર્ડઝ તથા આઈફા એવોર્ડઝમાં પણ નોમીનેશન હતું અને સાથે સાથે તેમાં ભૂમીએ પોતાનું પર્ફોમન્સ પણ આપ્યું હતું. ગુજરાતના ગૌરવસમી આ યુવતી પોતાના અતિ પ્રભાવક, સલુણા અને આકર્ષક અવાજથી વધુ સફળતા મેળવીને ગુજરાતનું નામ વધુ રોશન કરશે તેવો બધાને વિશ્વાસ છે. 
પ્ર – આપની પ્રસિદ્ધિ જોતા તમને કેવો અનુભવ થાય છે?
ઉ – ‘રામલીલા’ ફિલ્મ પહેલા પણ મે બે – ત્રણ મુવીમાં ગીતો ગયા હતા પણ તે ફિલ્મોનું એટલું બધું પ્રમોશન નહોતું અને ત્યારે મને પણ દુખ થયેલું કે શરૂઆત આમ થઇ છે તો હવે આગળ ધ્યાન રાખવું. સંજય લીલા ભણસાલીની હું ખૂબ આભારી છું કે જેમણે મને તેમની ફિલ્મમાં મોકો આપ્યો અને એક ગુજરાતી તરીકે તેમણે મારા પર જે વિશ્વાસ મુક્યો તેની હું આખી જીંદગી આભારી રહીશ. એમણે મને પ્લેટફોર્મ આપ્યું મીન્સ કે ઇન્ડિયન આઈડોલ પછીની જે મારી ઓળખમાં એમણે વધારો કર્યો તે બદલ મને ખૂબ જ ખુશી છે. મને ત્યારે તેમણે ફક્ત સોંગ લીરીક્સ લખવા બોલાવેલી.
પ્ર – (અટકાવીને) તમને શું ત્યારે ફક્ત ફિલ્મનું પોસ્ટર આપી ગીત લખવાનું કહેવામાં આવેલું?
ઉ – હા, મને ફક્ત ફિલ્મનું પોસ્ટર આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે ગીત લખવાનું છે. તેનાથી મે ગુજરાતી લીરીક્સ લખ્યા જે તેમણે વાંચ્યા અને તેમને પસંદ આવ્યું અને તેમણે મને કહ્યું કે તું ગાવાનો એક પ્રયાસ કર મારી ફિલ્મ માટે. મે ગઈ સંભળાવ્યું જે સંજય સરને મારો અવાજ ગમી ગયો અને હું તે સોંગ માટે સિલેક્ટ થઇ.
પ્ર – આપની આવનારી ફિલ્મો?
ઉ – હમણાં નવેમ્બરમાં કે ડીસેમ્બર મહિનામાં એક ફિલ્મ આવી રહી છે જેનું પ્રમોશનનું કામ હાલ શરૂ થઇ ગયું છે. જે સલમાન ખાનની પ્રોડક્શન પ્રસ્તુત છે. સુરજ પંચોલી અને સુનીલ શેટ્ટીની પુત્રી આથીયા શેટ્ટીની ડેબ્યુ ફિલ્મ છે. જેમાં અન્ય કલાકારોમાં ગોવિંદા, કાદર ખાન, વિનોદ ખન્ના, કિશોર કદમ, શરદ કેલકર અને અનીતા હસનંદાની છે જે ફિલ્મમાં સલમાન ખાન એક કેમીયો કરી રહ્યા છે. જેનું દિગ્દર્શન નીખીલ અડવાની કરી રહ્યા છે. જેમાં મે એક ડ્યુએટ સોંગ ગાયું છે.
પ્ર – હમણાં આપે એક ગુજરાતી ફિલ્મ માટે પણ ગાયું.
ઉ – હા, મે હમણાં જ દત્તજી ની એક ફિલ્મ ‘સીટી ગર્લ ૦૦૯’ માં એક ગુજરાતી સોંગ ગાયું. આઈ થીંક હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પણ ધીરે ધીરે અર્બન ફિલ્મો બનાવવા તરફ જઈ રહી છે અને લોકો પણ ખાસ્સું એક્સેપ્ટ કરવા માંડ્યા છે. વધુ હું એ પણ કહીશ કે હાલ રેડીઓ પર પણ ગુજરાતી ફિલ્મો માટે એક ચેનલ શરૂ કરવી જોઈએ અને એક ચેનલ ટીવી પર પણ શરૂ કરવી જોઈએ. જે ગુજરાતી ગીતો અને ફિલ્મો સતત ૨૪ કલાક દર્શાવતી રહે. આપણા ગુજરાતમાં લેજેન્ડરી એક્ટર્સ, એક્ટ્રેસીસ, સિંગર્સ, મ્યુઝીક કમ્પોઝર્સ વગેરે કોણ હતા વગેરે સંપૂર્ણ માહિતી લોકો સુધી પહોચશે તો તેમને વધુ જાણવાનો ઉત્સાહ વધશે. હું અત્યારે દેશના કોઈપણ ખૂણે શો કરવા જાઉં છું તો ત્યાં પોતપોતાના રાજ્યોના એક એફ.એમ. હોય જ છે તો ગુજરાતમાં તે નથી. આજે જો સાઉથ ઇન્ડિયન મુવીના હિન્દી વર્ઝન બને છે તો ગુજરાતી મુવીના કેમ નથી બનતા. તો એ લેવલનું આપણે વિચારીને આગળ ચાલીએ તો લગભગ ઘણો બદલાવ આવી શકે છે ગુજરાતી ફિલ્મોમાં. જેમકે હવે થઇ પણ રહ્યો છે હું વધાઈ આપીશ અભિષેક જૈનને જેમણે ‘કેવી રીતે જઈશ’ અને ‘બે યાર’ જેવી બે સફળ ફિલ્મો ગુજરાતના લોકોને આપી. હું પોતે આ ફિલ્મો થીયેટરમાં જોવા ગઈ છું પણ મે નથી જોયું કે આટલી ભીડમાં લોકો ગુજરાતી મુવી જોવા જાય.
પ્ર – સિને મેજીકના વાચકોને કોઈ સંદેશ?
ઉ – હું સિને મેજિક નિયમિત વાંચું છું. ગુજરાતી ફિલ્મો માટે આ મેગેઝીન ખરેખર બિરદાવવા લાયક છે. સિને મેજીકના વાચકોને અને તેના મેમ્બરોને હું કહીશ કે તમે આપણી ગુજરાતી ફિલ્મોને આટલું બધું પ્રોત્સાહન આપો છો તે ખૂબ મોટી વસ્તુ છે અને તમે ધીરજ રાખો છો કે આગળની આવનારી જે પણ ફિલ્મો છે તેના માટે તમે ખૂબ બધી આશાઓ લઈને બેઠા છો. અત્યારે ઇન્ડસ્ટ્રીઝમાં સારા સારા ફિલ્મ ડિરેક્ટરો અને મ્યુઝીક ડિરેક્ટરો આવ્યા છે. અહીં આવીને જે લોકો બોલીવૂડ સુધી ગયા છે તેનાથી પણ આપણે ગર્વ લેવા જેવું છે.  


n  ગજ્જર નીલેશ


ujjawal harshal

રમેશ કરોલકર દિગ્દર્શિત ‘રમલી રીક્ષાવાળી’ ની સંગીતકાર બેલડી ઉજ્જવલ રિશી - હર્ષલ શેઠ



    નિર્માતા મુકેશ ઓઝા અને રાજેન્દ્ર શાસ્ત્રીની ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ ના દિગ્દર્શક રમેશ કરોલકર છે. જેમાં ગીતોને સંગીત આપી રહી છે ગુજરાતી ફિલ્મોમાં નવી યંગ બેલડી ઉજ્જવલ રિશી અને હર્ષલ શેઠ સંગીત આપી રહ્યા છે. મૂળ અમદાવાદના બંને સંગીતકારોની ગુજરાતી ફિલ્મોમાં શરૂઆત છે ‘રમલી રીક્ષાવાળી’ થી જેમાં તેઓએ હિન્દી ટચનું સંગીત આપવાનો પ્રયાસ કર્યો છે અને કરી શકશે તેવું તેઓ વિશ્વાસથી કહે છે. હાલની જે ટ્રેડીશનલ ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝીક આવી રહ્યું છે તેનાથી અલગ સંગીત આ ફિલ્મમાં દર્શકોને સાંભળવા મળશે. ડાન્સ સોન્ગ્સમાં અલગ અલગ જોનાર મિક્સ કરી તેઓએ કંઇક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેનાથી તેઓ આ ઇન્ડસ્ટ્રીઝમાં એક અલગ જ મ્યુઝીકના શેડ સ્ટાર્ટ કરવા માંગે છે જે કાનને ગમે તેવું કર્ણપ્રિય બની રહે. બંનેમાંથી ઈલેક્ટ્રોનિક મ્યુઝીકમાં હર્ષલ શેઠને વધારે હથોટી બેસી ગઈ હોવાથી તેઓ તેના પર બને ત્યાં સુધી વધુ ધ્યાન આપે છે જયારે રોક મ્યુઝીક માટે ઉજ્જવલ રિશી પોતાની રીતે જોઇને મ્યુઝીક તૈયાર કરે છે. આવું તે બંને સંગીતકારો વચ્ચે ટ્યુનીંગ છે. પહેલાના જેવું સંગીત અત્યારે આવી શકે? પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું કે અત્યારે હવે જમાનો બદલાયો છે. લોકોને કંઇક નવું અને થનગનાટ ભર્યું સંગીત જોઈએ છે. એક વાત છે કે અમુક લોકોને જુનું સંગીત કે જુના ગીતો સાંભળવા ગમતા હોય છે. પણ અત્યારે જે આધુનિક ચાલે છે તે જ વધારે વેચાય છે. અમે પણ તેના જેવું મ્યુઝીક બનાવવા માંગીએ છીએ અને તેવા ગીતો પણ બનશે. પણ હજી વાર લાગશે તેવું જણાઈ આવે છે. અમારો એ પણ પ્રયાસ રહેશે કે જુના મ્યુઝીકને એ રીતે રિપ્રેઝન્ટ કરીએ કે પબ્લિક એને સપોર્ટ કરે. જેમકે અત્યારે જનરેશન યંગ છે જેને મસ્તીભર્યું મ્યુઝીક જોઈએ છે તો અમે એ રીતે મ્યુઝીક આપીએ છીએ.
    ગુજરાતી સોન્ગ્સ વિષે તેઓએ કહ્યું કે ગુજરાતી ગીતોને મોર્ડન મ્યુઝીક સાથે મિક્સ કરીને જો દર્શકોને આપવામાં આવે તો ગુજરાતી ફિલ્મોની પરિસ્થિતિ લગભગ બદલાઈ શકે છે તેવું અમારું માનવું છે. આ અગાઉ પણ આવું મ્યુઝીક આવી ચુક્યું છે અને લોકો હવે સમજવા લાગ્યા છે કે કેવું મ્યુઝીક સંગીતકારો આપી રહ્યા છે.
    રમેશ કરોલકરે બંને સંગીતકારોને પૂરેપૂરું ફ્રીડમ આપેલું છે કે આ ફિલ્મ માટે એવું સંગીત તૈયાર કરો કે તે ખરેખર આહલાદક બની રહે. રમેશ કરોલકરે ફક્ત સમજાવ્યું કે આ પ્રકારના ફિલ્મમાં સીન છે જેને ધ્યાનમાં રાખીને સંગીત તૈયાર કરવામાં આવે. સંગીત માટે સીન મુજબ સોન્ગ્સનો જેવો મૂડ હોય તેના પર ફોકસ કરીને સંગીતના સૂર મઢવામાં આવ્યા છે. ટૂંક સમયમાં ફિલ્મનું સોન્ગ્સ રેકોર્ડીંગ શરૂ થઇ રહ્યું છે જેના પછી ખ્યાલ આવશે કે ફિલ્મમાં બીજી કઈ વિશિષ્ટતાઔ ઉમેરવામાં આવશે. એક તો ફિલ્મમાં અત્યારથી જ ચર્ચાનો વિષય એ રીતે બની છે કે ફિલ્મમાં મેઈન લીડ ભૂમિકા ભજવી રહેલી હીના રાજપૂતનો લૂક રીક્ષાવાળી તરીકે બહાર પડી ચુક્યો છે.    



n  ગજ્જર નીલેશ 

Tuesday, 15 September 2015

sanjay prajapati

રમેશ કરોલકરની ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ ના નવી જ શૈલીના ગીતોથી મળ્યો મને નવો અધ્યાય - સંજય પ્રજાપતિ


    જગતમાં બે પ્રકારના કામ હોય છે. LOVE TO DO અને HAVE TO DO. LOVE TO DO એટલે કે ગમતું કામ, પણ એમાં પૂરતા પૈસા નથી મળતા એટલે ના છૂટકે લોકોએ HAVE TO DO એટલે કે મને કમને કરવું પડતું કામ, અને તે એટલા માટે કરવું પડે છે કે પૈસા એમાંથી જ મળે છે. પણ બહુ ઓછા લોકો એવા નસીબદાર હોય છે જે પોતાના શોખને જ વ્યવસાય બનાવી શકે છે. પત્નીને જોઇને જ શાયરીઓ લખવાની શરૂઆત કરી ત્યારે સંજય પ્રજાપતિને કલ્પના પણ નહિ હોય કે ક્યારેક ફિલ્મની હિરોઈનો માટે પણ એ લીરીક્સ લખશે. માતાપિતાના આશીર્વાદથી અને પત્નીની જ પ્રેરણાથી સંજયે પ્રોફેશનલી લખવાની શરૂઆત કરી. નાના ભાઈ તથા મિત્રોએ સાથ – સહકાર અને સૂચનો આપ્યા અને તેમાં પણ પુત્રના જન્મ્યા પછી તરત જ પહેલો બ્રેક ૨૦૧૩ માં એમની બોલીવૂડની ‘ધ ક્લોઝ ડોર’ થી મળ્યો અને એમની કિસ્મતના બંધ દરવાજા અચાનક ખુલી ગયા. ત્યારપછી બીજી પણ એક બોલીવૂડ ફિલ્મ મળી. એવામાં અચાનક એક ફોન આવે છે, એક ગુજરાતી ફિલ્મ માટે ગીત લખશો? ગુજરાતી ફિલ્મની વાત આવે એટલે એમને થયું, પરંપરાગત જે પ્રકારના ચાલે છે એવું કોઈ ગીત લખવાનું હશે. પણ જયારે રૂબરૂ મળવા ગયા ત્યારે ફિલ્મની વનલાઈન સાંભળી એમને લાગ્યું આ કોઈ અલગ અને ચેલેન્જીંગ વર્ક છે. અંને આ ફિલ્મ હતી મુકેશ ઓઝા નિર્મિત ‘રમલી રીક્ષાવાળી’ જે છે સંજયની ત્રીજી ફિલ્મ.


પ્ર – ‘રમલી રીક્ષાવાળી’ ના ગીતો લખવાનો કેવો રહ્યો તમારો અનુભવ?
ઉ – પહેલી બે – ત્રણ બેઠકોમાં ગીતોની તો કોઈ વાત જ ના થઇ. ફિલ્મના લેખક – દિગ્દર્શક શ્રી રમેશ કરોલકરે કહ્યું, ગીતો પછી લખજો, પહેલા તમે સ્ક્રીપ્ટને બરાબર સમજો, તમારી નસનસમાં ઉતારી દો પછી જ, જે સ્ફુરે તે લખો. હું સિચ્યુએશન પણ નહિ આપું. તમે જ સિચ્યુએશન પસંદ કરો અને એના પર લખો. ચારથી છ મહિના સ્ક્રીપ્ટ પર કામ ચાલ્યું. બેઠકો ઉપર બેઠકો થતી ગઈ. સુધારા વધારા થતા ગયા. એક એક સીન પર ચાર છ જણની ટીમ લંબાણ પૂર્વક ચર્ચાઓ કરતી. હવે હું પણ આ ટીમનો ભાગ બની ગયો હતો. શરૂમાં બોલાવ્યો હતો મને એક જ આઈટમ સોંગ લખવા પણ ફિલ્મના પાંચે પાંચ ગીતો મે જ લખી નાખ્યા અને રમેશભાઈ તથા સમગ્ર ટીમને બહુ પસંદ પડ્યા.

પ્ર – કેવા પ્રકારના છે આ ગીતો એના વિષે કંઇ કહેશો?
ઉ - ‘રમલી રીક્ષાવાળી’ ના પાંચે પાંચ ગીતો અલગ અલગ ફ્લેવરના છે. એવરેઝ ગુજરાતી ફિલ્મોમાં જે પ્રકારના ગીતો હોય છે તેનાથી તદ્દન અલગ પ્રકારના છે. હાલની યંગ જનરેશનને ગમે એના પર એમનું ધ્યાન વધુ હતું. ને આજકાલ લોકોની રુચી રોક મ્યુઝીક અને રોક સોંગ પર વધારે છે. આ ફિલ્મમાં ગુજરાતી દર્શકોને એ પ્રકારનું એક રોક સોંગ માણવા મળશે. એની સાથે ગણગણવું ગમે એવું ફેમીલી સોંગ છે, રોમેન્ટિક સોંગ છે. અને એથીય વિશેષ સામાન્ય રીતે હિન્દીમાં હોય છે પણ ગુજરાતી ફિલ્મોમાં બહુ ઓછા લોકોએ પ્રયોગ કર્યો છે એવું એક ઇન્સ્પીરેશનલ સોંગ પણ છે. ગીતોના શબ્દો પણ ભારેખમ સાહિત્યિક નહિ પણ બોલચાલની ટીપીકલ ભાષાના જેથી પ્રેક્ષકો પોતાની જાતને ગીતો સાથે સહજતાથી જોડી શકે.
પ્ર – સાંભળ્યું છે કે આ ફિલ્મના ડિરેક્ટર શ્રી રમેશ કરોલકર અલગ રીતે જ કામ કરવા ટેવાયેલા છે તો કેવો રહ્યો એમની સાથે કામ કરવાનો તમારો અનુભવ?
ઉ – ખૂબ જ ઓછું બોલે. કામનું જ બોલે. દરેક વાતને બારીકાઇથી જુએ. ગીતની લાઈનમાં રચનાની દ્રષ્ટિએ લઘુ ગુરુ માત્રાની ગણત્રી પણ કરે, વધુને વધુ ઓપ્શન્સ માંગે. આપણી પૂરેપૂરી વાત સાંભળે. યોગ્ય સૂચનો આપે, સારા કામને એપ્રીસીએટ કરે, પણ કોમ્પ્રોમાઈઝ ક્યાંય ના કરે. એમની સાથે કામ કરવામાં ખૂબ મજા આવી. નવું નવું શીખવાનું પણ ઘણું મળ્યું. સૌથી મહત્વની વાત, આ આખી પ્રોસેસ દરમ્યાન એક વાત મને બરાબર સમજાઈ ગઈ. ‘અંદર પૂરેપૂરા ખૂપી ગયા વિના ક્યારેય કોઈ શ્રેષ્ઠ સર્જનો થઇ શકતા નથી’.
પ્ર – તમને શું લાગે છે, તમે કહો છો એવા મોર્ડન ગીતો ગુજરાતી દર્શકો સ્વીકારશે ખરા?
ઉ – ગુજરાતી દર્શકો બે ભાગમાં વહેચાઈ ગયા છે. એક છે આજના જમાનાના યંગ છોકરા – છોકરીઓ. જેમને હિન્દી ફિલ્મોમાં જેવા સોંગ બને છે તેવા જ સાંભળવા ગમે છે. બીજો વર્ગ ટીપીકલ ગુજરાતી પ્રેક્ષક જે વર્ષોથી એક જ ઘરેડના ગીતો સાંભળતો આવ્યો છે અને તેને એન્જોય પણ કરે છે. મને એટલું સમજાય છે કે એક સર્જક તરીકે મારી ફરજ બને છે કે પ્રેક્ષકોની રુચીને જ્યાં છે ત્યાંથી એક લેવલ ઉપર લઇ જવી. ગીતોનું મોર્ડન હોવું એનો અર્થ એવો પણ નથી કે એમના માથા ઉપર થઈને જાય ને કઈ જ સમજાય નહિ. ‘રમલી રીક્ષાવાળી’ ફિલ્મના ગીતો ચોક્કસપણે લોકોને ગણગણવા ગમશે. બહેનોને તો ખાસ. કારણ કે આ વાત જ આખી સ્ત્રીઓના સશક્તિકરણની છે.
પ્ર – ગીતોની રચનાની સાથે સાથે ગાયકીનું પણ એટલું જ મહત્વ છે. તો એ બાબતે શું કહેશો આપ.
ઉ – ગુજરાતના ઘણા ગાયક કલાકારોએ પ્રેક્ષકની નાડ પારખી લીધી છે અને વર્ષો સુધી પકડી પણ રાખ્યા છે. કેટલાકને તો પ્રેક્ષકોએ પડદા પર પણ સ્વીકાર્યા છે. બોલીવૂડની ‘રામલીલા’ ફેઈમ અને આપણા જ બરોડાની સૂરસામ્રાજ્ઞી ભૂમી ત્રિવેદી તથા ઐશ્વર્યા મઝુમદાર જેવી નેશનલ લેવલની ગાયિકાઓ ‘રમલી રીક્ષાવાળી’ ના મારા ગીતો ગાઈ રહી છે એ વાતની મને ખૂબ ખુશી છે. આ માટે ફિલ્મના નિર્માતા તથા દિગ્દર્શકનો હું ખૂબ જ આભારી છું.  



n  ગજ્જર નીલેશ