facebook

Sunday, 25 October 2015

nisarg trivedi

દિગ્દર્શક રમેશ કરોલકરની ફિલ્મના એકદમ નરાધમ દિગ્દર્શક - નિસર્ગ ત્રિવેદી


    નિર્માતા મુકેશ ઓઝા અને દિગ્દર્શક રમેશ કરોલકરની ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં એક એવી યુવતીની દાસ્તાન કહેવામાં આવી છે જેને ઘરના ચાર ખૂણા ભેગા કરવા માટે કેવી મહેનત કરવી પડે છે. જીંદગી જીવવા માટે કેવા અનુભવો અને ક્યાં પ્રકારના સંજોગોનો સામનો કરવો પડે છે તેનું ચરિત્રચિત્રણ આ ફિલ્મમાં દિગ્દર્શક રમેશ કરોલકરે કરી બતાવ્યું છે. મને જયારે ફિલ્મના સેટ પર બોલાવવામાં આવ્યો ત્યારે મે જોયું કે ફિલ્મનું યુનિટ કેટલી ધગશથી કામ કરી રહ્યું હતું. તમામ નાના મોટા ટેકનીશીયનો પોતાનું કામ સરસ રીતે કરી રહ્યા હતા. મમતા સોનીના આઈટમ સોંગ માટેનો સેટ લાગી ચુક્યો હતો. હોટેલમાં તેને જોવા માટે પબ્લિક ટોળે વળ્યા હતા. મમતા સોનીએ પહેલા શોટમાં જ સીન ઓકે કરી આપતા તેમને તાળીઓથી વધાવી લેવામાં આવી હતી. અન્ય તમામ કલાકારોએ મમતા સોનીને અભિનંદન આપ્યા હતા. જેમાં પહાડી અવાજના માલિક નિસર્ગ ત્રિવેદીએ પોતાની લાક્ષણિક અદાથી ડાયલોગ મારી સેટ પર થોડી વાર માટે હાસ્યનું વાતાવરણ ઉભું કર્યું હતું. તેઓ આ ફિલ્મમાં નેગેટીવ પાત્ર ભજવી રહ્યા છે. આ પહેલા તેઓ અર્બન ફિલ્મો જેવી કે કેવી રીતે જઈશ, વ્હીસ્કી ઈઝ રિસ્કી, ધ ક્લોઝ ડોર વગેરેમાં પોતાનો લાજવાબ અભિનય આપી ચુક્યા છે.

પ્ર – આપના પાત્ર વિષે કહેશો.
ઉ - હું સિદ્ધાર્થ નામના વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યો છું જે ગ્રે શેડ કેરેક્ટર છે. બેજીકલી ફિલ્મનો ડિરેક્ટર છે. પોતે ફિલ્મ દિગ્દર્શક છે પણ થોડાક ખરાબ તત્વો સાથે સંકળાયેલો છે. જેના લીધે તેને ઘણા બધા દેવા થઇ ગયા છે. સાથે સાથે સ્ત્રીઓનો શોખીન છે. એટલે સંપૂર્ણપણે વિકૃત પ્રકારનું આ કેરેક્ટર છે. જે હું આ ફિલ્મમાં પહેલીવાર ભજવી રહ્યો છું. મને અહીં કામ કરવાની મજા આવી રહી છે. આમ તે વ્યક્તિ બહારથી સારો દેખાય છે. મારી અગાઉની અર્બન ફિલ્મો કરતા આ તદ્દન જુદા જ પ્રકારની ફિલ્મ છે. જુદી એટલા માટે કે આ અર્બન ફિલ્મ લોઅર મિડલ ક્લાસ સાથે જોડાયેલી અને અપર ક્લાસની રેન્જ સુધી ફરતી આ ફિલ્મ છે.

પ્ર – ફિલ્મમાં દિગ્દર્શકને ખરાબ ચિતરવામાં આવ્યા છે તો ?
ઉ – આમાં એવું છે કે દિગ્દર્શક ખરાબ નથી પણ તે ફક્ત એક માણસ તરીકે ખરાબ છે. દિગ્દર્શકના હોદ્દા પર એ એક ખરાબ વ્યક્તિ આવી ગયો છે એવું છે. આમાં અમે એ વાતનો ખાસ ખ્યાલ રાખેલો છે કે કોઈ હોદ્દાને અમે નાનો નથી બતાવવા માંગતા. તેથી અમે સો વાર વિચાર કરીને આ નિર્ણય લીધો કે ક્યાંક કોઈને ઓછું આંક્યું હોય તેવું ના લાગે. મારા તરફથી દિગ્દર્શકના હોદ્દાને લઈને કોઈ ખોટી અફવા ના ઉડે એની અમે ખાસ તકેદારી રાખી છે.

પ્ર – ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના દિગ્દર્શક રમેશભાઈને હું ઘણા વર્ષોથી જાણું છું. એ બહુ જ સેન્સીબલ અને સેન્સેટીવ કહી શકાય એવા ક્રિએટીવ વ્યક્તિ છે. એમના નાટકો મે જોયા છે. એમના સંપૂર્ણ કામ વિષે મને ખાસ્સી એવી જાણકારી છે. ખૂબ જ સંવેદનશીલ છે એટલે જે ક્ષણે એમણે મને આ પાત્ર કરવાની વાત કરી એ ક્ષણે મે વગર વિચાર્યે અને સ્ક્રીપ્ટ જોયા વગર હા પાડી દીધી હતી. કારણ કે મને ખબર હતી કે તેઓ કોઈપણ સબ્જેક્ટ પર કામ કરશે તો તેઓ ક્યાંય અન્યાય નહિ થવા દે એ મને ખાતરી હતી અને મારા રોલ માટે મારી જરૂર હશે તો જ મને લેશે એવી પણ મને ખબર હતી.


n  ગજ્જર નીલેશ


No comments:

Post a Comment