છેલ્લા પાંચ વર્ષથી પ્લેબેક સિંગર ફીમેલનો એવોર્ડ
મેળવતી - ઐશ્વર્યા મઝુમદાર
અઘરાં શાસ્ત્રીય ગીતોમાં જેના ગળામાંથી ધડધડાટ તાનો
છૂટે છે અને સોફ્ટ ગીતોમાં જેના કંઠમાંથી નિરંતર ભાવ નિષ્પન્ન થાય છે એ
અમદાવાદની છોટી ઉસ્તાદ ઐશ્વર્યા મજમુદાર ૨૦૦૮માં વોઈસ ઑફ ઈન્ડિયા ‘છોટે ઉસ્તાદ’નું બિરૂદ પામી છે.
છેલ્લા પાંચ વર્ષથી ફીમેલ પ્લેબેક સિંગરનો
એવોર્ડ પોતાના નામ પર કરવો તે એક મોટી સફળતા કહેવાય. હા, હું આજે ગુજરાતની અને
અમદાવાદની કોકિલકંઠી ગાયિકા અને વોઈસ ઓફ ગુજરાત તરીકે ખ્યાત ઐશ્વર્યા મઝુમદારની
વાત કરી રહ્યો છું. જેમને સંગીતમાં મહારત હાંસલ કરી છે. લાખો સંગીતપ્રેમીઓના દિલ પર છવાયેલી અમદાવાદની
ઐશ્વર્યા મજમુદાર સ્ટાર પ્લસના રિયાલિટી શો ‘છોટે ઉસ્તાદ’નો ખિતાબ જીતી ગઈ હતી. ઐશ્વર્યાનો કોલકાતાની અન્વેષા
સામે નજીવા વોટના અંતરથી વિજય થયો હતો. આ જીત મેળવીને ઐશ્વર્યા આખા દેશની લાડલી
બની ગઈ હતી. ઐશુના લાડકા નામથી ઓળખાતી ઐશ્વર્યાને બીગ
બી અમિતાભ બચ્ચન અને જુહી ચાવલાએ ટ્રોફી આપી હતી. ઐશ્વર્યાએ 'રઘુવંશી' તેમજ 'કેવી રીતે જઇશ' જેવી
અનેક ગુજરાતી ફિલ્મોમાં ગીતો પણ ગાયા છે.
૫ ઓક્ટોબર, ૧૯૯૩ અમદાવાદમાં જન્મેલી અને અમદાવાદની જ વતની ઐશ્વર્યા વૈષ્ણવ
જ્ઞાતિની ઐશ્વર્યા ગરબાની જબરદસ્ત શોખીન છે. ઐશ્વર્યાને ગરબા એટલા ગમે છે કે આ નવ
દિવસ તે કોઈ પણ પ્રોફેશનલ અસાઇનમેન્ટ હાથમાં નથી લેતી. કોઈ સરેરાશ યંગ ગર્લની જેમ જ
ઐશ્વર્યા પણ ખાણીપીણી અને ફાસ્ટફુડની શોખીન છે. નવરાત્રિ વખતે તે પોતાનો આ શોખ બહુ સારી
રીતે પુરો કરી લે છે. નવરાત્રિ વખતની પોતાની ખાણીપીણીની વાત કરતા ઐશ્વર્યા કહે છે મને
ગરબા રમ્યા પછી પિત્ઝા ખાવા સૌથી વધારે ગમે છે. પિત્ઝા સાથે એટલા ભાવે
છે કે જો સાથે કોલ્ડ્રિન્ક ન હોય તો ખાલી પાણી સાથે પણ મને એ બહુ
ભાવે છે.
અઘરાં
શાસ્ત્રીય ગીતોમાં જેના ગળામાંથી ધડધડાટ તાનો છૂટે છે અને સોફ્ટ ગીતોમાં જેના
કંઠમાંથી નિરંતર ભાવ નિષ્પન્ન થાય છે એ અમદાવાદની છોટી ઉસ્તાદ ઐશ્વર્યા
મજમુદાર ૨૦૦૮માં વોઈસ ઑફ ઈન્ડિયા ‘છોટે ઉસ્તાદ’નું
બિરૂદ પામી છે. ‘મ્યુઝિક કા
મહા મુકાબલા’માં પણ હિમેશ
રેશમિયાની ‘વૉરિયર’
તરીકે તમે એને ટેલિવિઝન પર જોઈ જ હશે. દેશ-વિદેશમાં
૨૦૦થી વધુ લાઈવ સ્ટેજ શો કરી ચુકેલી ઐશ્વર્યાનું નવલું નજરાણું એ છે કે ગુજરાતી
ગીતો પ્રત્યે વિશેષ પ્રેમ ધરાવતી ઐશ્વર્યાએ યુવા વર્ગ ગુજરાતી ગીતો
પ્રત્યે આકર્ષાય એ માટે કેટલાંક સદાબહાર ગુજરાતી ગીતોને થોડાં ફાસ્ટ બીટમાં
અને વેસ્ટર્ન ઈન્સ્ટ્રુમેન્ટ્સનો પ્રયોગ કરીને મોડર્ન બનાવ્યાં છે અને ‘નિરાળી હું છું’ સીડી દ્વારા વહેતાં કર્યાં છે. ‘‘સોફ્ટ ગુજરાતી ગીતો ધરાવતી સીડી ‘હૈયાને દરબાર’ સાંભળીને મન થનગને અને ‘નિરાળી હું છું’ સાંભળીને પગ થનગને એ રીતે ગુજરાતી ગીતો સ્વરબદ્ધ થયાં છે. હિન્દી,
કન્નડ, બંગાળી અને ભોજપુરી ફિલ્મોમાં ગીતો ગાયાં છતાં ગુજરાતી ગીતો
પ્રત્યેનો મારો લગાવ ઓછો નથી. તેથી જ ગુજરાતી ફિલ્મો માટે મેં લગભગ ૬૦-૭૦ ગીત તો
ગાયાં જ છે.’’ કહે છે ઐશ્વર્યા
મજમુદાર. ઉક્ત આલબમમાં નવી રચનાઓ કવિ દિલીપ રાવલ અને તુષાર શુક્લની છે. રસપ્રદ હકીકત એ છે કે તેણે એમ પણ
કહ્યું કે ખૂબ જાણીતું ગુજરાતી ગીત, હજુ રસભર રાત તો બાકી રહી ગઈ ના જા ના જા સાજના....એ
મુજરાની ફીલ ધરાવતું ગીત છે અને આલબમમાં પણ એ જ રીતે રજૂ કર્યું છે. છાનું રે છપનું...ગીત પણ
નવા અંદાજમાં રજૂ થયું છે. આ યુવા ગાયિકા વધુ ને વધુ ગુજરાતી ગીતો પોપ્યુલર કરે તો શક્ય છે યુવા
પેઢીનો રસ ગુજરાતી ગીતો પ્રત્યે કેળવાય. બાકી, હિન્દી ઘોંઘાટીયા ગીતોનો ક્રેઝ (અથવા તો કકળાટ) કેટલો
લાંબો ટકશે કોને ખબર?
પ્ર
– આપે હમણાં જ એક ગુજરાતી સોંગ રેકોર્ડ કર્યું?
ઉ
– એક સોંગ નહિ હમણાં મે બે સોંગ રમેશ કરોલકર દિગ્દર્શિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’
માટે રેકોર્ડ કર્યા. એક ગીત છે જેના શબ્દો ‘પીહુ પીહુ’ છે જે થોડું ફેક્ટ સોંગ છે.
આજકાલના જમાનાના જે યુવાઓ છે તેને ગમે તેવું સોંગ છે અને ખાસ તો મને એના મ્યુઝીક
વિષે એક વસ્તુ એ સૌથી વધારે ગમી કે ઈટ ઈઝ વેરી ન્યુ એજ એટલે મોર્ડન એજ માં જે
જાતના ગીતો આપણે બોલીવૂડના સાંભળતા હોઈએ છીએ એવી રીતનું છે ગીત અને મને અંદરથી
ગાતા ગાતા પણ એવું થયેલું કે વાહ કેટલું સુંદર મ્યુઝીક છે. આવું મારા માટે કદાચ
પહેલી વખત જ બની રહ્યું છે. તમે જેમકે ડાન્સ કરતા હો અને તમને કંઇક જુદી જ મસ્તી
જેવી ફીલિંગ આવે તેવું ગીત છે. તમે એકવાર સાંભળો તો તમને સાંભળતા જ રહેવાની ઈચ્છા
થાય. બીજું સોંગ મારું સેડ સોંગ છે ‘ઔ પારેવાં’. જેમાં સિચ્યુએશન સેડ છે. જેમાં
પ્રથમ સોંગ ડ્યુએટ છે જયારે ‘ઔ પારેવાં’ સોલો સોંગ છે.
પ્ર
– ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક વિષે?
ઉ
– મને આ ફિલ્મમાં નિર્માતા, દિગ્દર્શક ઉપરાંત મ્યુઝીક ડિરેક્ટર તરફથી પણ પૂરેપૂરી
ફ્રીડમ મળેલું કે તમે તમારી રીતે ગાવ. તો આવો જે રીતે સપોર્ટ મળે ચેહ તો ઈટ ઈઝ
વેરી અમેઝિંગ. કારણ કે એમને ખ્યાલ કદાચ હતો કે અને લોકો તમારા પર એટલો તો હવે વિશ્વાસ
રાખી જ શકે કે તમે જે કરશો તે બરાબર કરશો. આવી ફિલ્મો તો ગુજરાતીમાં બહુ ઓછી બને
છે. રમેશજી એ મને કહ્યું હતું કે સિનેમેટોગ્રાફિંગ, એડીટીંગ વગેરે તેઓ મુંબઈ કરાવી
રહ્યા છે. એટલું બધું સરસ કામ કરી રહ્યા છે કે આવું સારૂ કામ આપણી ગુજરાતી
સિનેમામાં થાય તો અંદરથી કંઇક જુદી જ ફીલિંગ આપણા ગુજરાત માટે થાય. હું પોતે પણ
બોલીવૂડમાં ગાયન કરૂ છું તો હું જાણતી હોઉં છું કે આવા બધા સાઉન્ડ હોય તો એની સાથે
કઈ રીતે ગાયકી પેશ કરવી. હું ગાયકની દ્રષ્ટિથી કહું તો ગાયનમાં એટલો બધો સ્કોપ હતો
કે જુદી જુદી જાતની હાર્મનીઝ જે હું કરી શકું એ બધી જ કરવાની મને જગ્યા મળી.
પ્ર
– તમારા ગયેલા ગીતોમાં તમારું મનપસંદ સોંગ?
ઉ
– મને અભિષેક જૈનની ફિલ્મ ‘કેવી રીતે જઈશ’ સોંગ ‘આ સફર’ ખૂબ જ ગમે છે.
No comments:
Post a Comment