facebook

Saturday, 10 October 2015

ujjawal harshal

રમેશ કરોલકર દિગ્દર્શિત ‘રમલી રીક્ષાવાળી’ ની સંગીતકાર બેલડી ઉજ્જવલ રિશી - હર્ષલ શેઠ



    નિર્માતા મુકેશ ઓઝા અને રાજેન્દ્ર શાસ્ત્રીની ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ ના દિગ્દર્શક રમેશ કરોલકર છે. જેમાં ગીતોને સંગીત આપી રહી છે ગુજરાતી ફિલ્મોમાં નવી યંગ બેલડી ઉજ્જવલ રિશી અને હર્ષલ શેઠ સંગીત આપી રહ્યા છે. મૂળ અમદાવાદના બંને સંગીતકારોની ગુજરાતી ફિલ્મોમાં શરૂઆત છે ‘રમલી રીક્ષાવાળી’ થી જેમાં તેઓએ હિન્દી ટચનું સંગીત આપવાનો પ્રયાસ કર્યો છે અને કરી શકશે તેવું તેઓ વિશ્વાસથી કહે છે. હાલની જે ટ્રેડીશનલ ગુજરાતી ફિલ્મોમાં મ્યુઝીક આવી રહ્યું છે તેનાથી અલગ સંગીત આ ફિલ્મમાં દર્શકોને સાંભળવા મળશે. ડાન્સ સોન્ગ્સમાં અલગ અલગ જોનાર મિક્સ કરી તેઓએ કંઇક અલગ કરવાનો પ્રયત્ન કર્યો છે. જેનાથી તેઓ આ ઇન્ડસ્ટ્રીઝમાં એક અલગ જ મ્યુઝીકના શેડ સ્ટાર્ટ કરવા માંગે છે જે કાનને ગમે તેવું કર્ણપ્રિય બની રહે. બંનેમાંથી ઈલેક્ટ્રોનિક મ્યુઝીકમાં હર્ષલ શેઠને વધારે હથોટી બેસી ગઈ હોવાથી તેઓ તેના પર બને ત્યાં સુધી વધુ ધ્યાન આપે છે જયારે રોક મ્યુઝીક માટે ઉજ્જવલ રિશી પોતાની રીતે જોઇને મ્યુઝીક તૈયાર કરે છે. આવું તે બંને સંગીતકારો વચ્ચે ટ્યુનીંગ છે. પહેલાના જેવું સંગીત અત્યારે આવી શકે? પ્રશ્નના જવાબમાં તેઓએ જણાવ્યું કે અત્યારે હવે જમાનો બદલાયો છે. લોકોને કંઇક નવું અને થનગનાટ ભર્યું સંગીત જોઈએ છે. એક વાત છે કે અમુક લોકોને જુનું સંગીત કે જુના ગીતો સાંભળવા ગમતા હોય છે. પણ અત્યારે જે આધુનિક ચાલે છે તે જ વધારે વેચાય છે. અમે પણ તેના જેવું મ્યુઝીક બનાવવા માંગીએ છીએ અને તેવા ગીતો પણ બનશે. પણ હજી વાર લાગશે તેવું જણાઈ આવે છે. અમારો એ પણ પ્રયાસ રહેશે કે જુના મ્યુઝીકને એ રીતે રિપ્રેઝન્ટ કરીએ કે પબ્લિક એને સપોર્ટ કરે. જેમકે અત્યારે જનરેશન યંગ છે જેને મસ્તીભર્યું મ્યુઝીક જોઈએ છે તો અમે એ રીતે મ્યુઝીક આપીએ છીએ.
    ગુજરાતી સોન્ગ્સ વિષે તેઓએ કહ્યું કે ગુજરાતી ગીતોને મોર્ડન મ્યુઝીક સાથે મિક્સ કરીને જો દર્શકોને આપવામાં આવે તો ગુજરાતી ફિલ્મોની પરિસ્થિતિ લગભગ બદલાઈ શકે છે તેવું અમારું માનવું છે. આ અગાઉ પણ આવું મ્યુઝીક આવી ચુક્યું છે અને લોકો હવે સમજવા લાગ્યા છે કે કેવું મ્યુઝીક સંગીતકારો આપી રહ્યા છે.
    રમેશ કરોલકરે બંને સંગીતકારોને પૂરેપૂરું ફ્રીડમ આપેલું છે કે આ ફિલ્મ માટે એવું સંગીત તૈયાર કરો કે તે ખરેખર આહલાદક બની રહે. રમેશ કરોલકરે ફક્ત સમજાવ્યું કે આ પ્રકારના ફિલ્મમાં સીન છે જેને ધ્યાનમાં રાખીને સંગીત તૈયાર કરવામાં આવે. સંગીત માટે સીન મુજબ સોન્ગ્સનો જેવો મૂડ હોય તેના પર ફોકસ કરીને સંગીતના સૂર મઢવામાં આવ્યા છે. ટૂંક સમયમાં ફિલ્મનું સોન્ગ્સ રેકોર્ડીંગ શરૂ થઇ રહ્યું છે જેના પછી ખ્યાલ આવશે કે ફિલ્મમાં બીજી કઈ વિશિષ્ટતાઔ ઉમેરવામાં આવશે. એક તો ફિલ્મમાં અત્યારથી જ ચર્ચાનો વિષય એ રીતે બની છે કે ફિલ્મમાં મેઈન લીડ ભૂમિકા ભજવી રહેલી હીના રાજપૂતનો લૂક રીક્ષાવાળી તરીકે બહાર પડી ચુક્યો છે.    



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment