નિર્માતા મુકેશ ઓઝાએ ‘રમલી રીક્ષાવાળી’ માટે મને
સાઈન કરી જેનાથી હું બહુ જ ખુશ છું - મમતા સોની
ગુજરાતી ફિલ્મોની ચુલબુલી અદાકારા એટલે મમતા
સોની જેણે અત્યાર સુધીમાં કેટલીયે હીટ અને સુપરહીટ ફિલ્મો આપી છે. નાનપણથી જ અભિનય
પ્રત્યે થોડો ઘણો લગાવ તો હતો જ. શરૂઆતમાં બંને બહેનો મમતા સોની અને રીના સોની
તેમના માતુશ્રી સાથે જામનગર ખાતે બ્યુટી પાર્લર ચલાવતા હતા. તેમાંથી આગળ વધીને આ
બંને બહેનો અત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં પોતાનું એક અલગ આગવું નામ મેળવી ચુકી
છે. ઉપરાંત તેણે ઘણા આલ્બમો અને સ્ટેજ પ્રોગ્રામો પણ કરી ચુકી છે જેને જોવા માટે
લોકોની એટલી ભીડ જામે છે કે ઉભું રહેવું પણ મુશ્કેલ થઇ પડે છતાં પણ લોકો દૂર દૂરથી
આવીને આખી આખી રાત ઉભા રહીને મમતા સોનીનો સ્ટેજ પ્રોગ્રામ નિહાળે છે. મમતા સોનીની
જોડી વિક્રમ ઠાકોર સાથે ખૂબ જ જામી ચુકી છે અને જામે જ. કારણ કે, તેઓની બંનેની
જોડીએ ઘણી હીટ ફિલ્મો આપી છે. મમતા સોનીની વધુ પડતી ફિલ્મોમાં તેનું નામ રાધા જ
રહ્યું હોય હવે તો લોકો મમતા સોનીને જોઇને તેને પોતાના નામે પણ નથી બોલાવતા. જે
મમતા સોનીને રાધા કહીને બોલાવે છે જે મમતા સોનીને પસંદ નથી. એવોર્ડ્સ વિષે પૂછતાં
તેમણે કહ્યું કે કલાકારના કામની કદર જ એવોર્ડ હોય છે. જો કામ સારૂ હોય તો દર્શકો
પણ હોંશે હોંશે સ્વીકારે છે અને જો તમે અભિનયમાં સહેજ પણ ચૂક કરી કે તમારી ફિલ્મ
ફ્લોપ. હાલ મમતા સોની નિર્માતા મુકેશ ઓઝાની લક્ષ્ય ક્રીએશનમાં બની રહેલી ફિલ્મ
‘રમલી રીક્ષાવાળી’ માં એક આઈટમ સોંગ કરી રહી છે. અગાઉ પણ એક ફિલ્મમાં આઈટમ સોંગ
કરી ચુકેલી મમતા સોનીને ફિલ્મના શુટિંગ દરમિયાન રૂબરૂ મુલાકાત થઇ. જેમાં મમતાએ
એકદમ નિખાલસતાથી અને સહજભાવે તમામ સવાલોના જવાબો આપ્યા.
પ્ર
– તમને એક અર્બન ફિલ્મમાં એન્ટ્રી મળતા કેવું અનુભવો છો?
ઉ
– સૌથી પહેલા તો હું અત્યારે મારા ચાહકોમાં રાધા તરીકે ઓળખાતી હતી. એ ઓળખાણ મને આ
જ ઇન્ડસ્ટ્રીએ અને અહીંના જ ફિલ્મ મેકારોએ આપી છે. જેનાથી હું બહુ જ ખુશ છું.
પરંતુ આ ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ ફિલ્મે મને બીજી એક અલગ ઓળખાણ આપશે, મને બીજી
ઈમેજ મળશે તેવો મને પૂરેપૂરો વિશ્વાસ છે. આ ટોટલી ચેન્જ છે મારા માટે. હું અત્યાર
સુધી રાધા બનીને જ કામ કરી રહી હતી પણ કોઈ એવું સાહસ નહોતા કરતા કે મને રાધાથી
હતીને કોઈ રોલ ઓફર કરે. મે ઘણા નિર્માતા દિગ્દર્શકો સાથે કામ કર્યું ચેહ પરંતુ એ
લોકોએ જે મારી ઈમેજ છે તેને ધ્યાનમાં રાખીને જ મને રોલની ઓફર કરી છે. પણ નિર્માતા
મુકેશ ઓઝાજીનું સાહસ કહેવાય કે તેમણે મને એક આઈટમ સોંગ માટે સિલેક્ટ કરી. સૌથી
પહેલા તો આ લોકોએ મને જે કોન્ફીડન્સ આપ્યો છે જે એવા ડેરિંગથી કામ કરતા હતા કે મને
પણ આશ્ચર્ય થયેલું કે આ યુનિટ કેટલું પાવરફુલ છે. તો ખરેખર મને તો અહીં કામ કરવાની
ખૂબ જ મજા આવી રહી છે.
પ્ર
– ફિલ્મના નિર્માતા દિગ્દર્શક વિષે?
ઉ
– ફિલ્મના નિર્માતા મુકેશ ઓઝાજી સાથે હું ફર્સ્ટ ટાઈમ કામ કરી રહી છું. પણ હજુ તો
મારે તેમની સાથે શરૂઆત છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘ફર્સ્ટ ઇમ્પ્રેશન ઈઝ લાસ્ટ
ઇમ્પ્રેશન’. એટલે મને આ ફિલ્મ મળી છે તો હું મારા અનુભવોનો તમામ નીચોડ આ ફિલ્મ
માટે કાઢીને મારૂ સારામાં સારૂ પર્ફોમન્સ આપી શકું. ફિલ્મના યુનિટને હું કહું છું
કે બેસ્ટ ઓફ લક કે તમે આવી ફિલ્મ એક અલગ અર્બન મુવી બનાવી રહ્યા છો. કારણકે તે
લોકોએ એક લેડીઝ ઓરીએન્ટેડ સબ્જેક્ટ પકડીને ફિલ્મ બનાવી રહ્યા છે. એની સાથે મને પણ
આ ફિલ્મમાં જે સોંગ આપ્યું છે તો આ લોકોનું ખૂબ જ ક્રિએટીવ કામ છે. મારા આ સોંગમાં
નિર્માતા દિગ્દર્શક તરફથી એવા એવા સ્પેશ્યલ ડાન્સરો તેઓ લાવ્યા છે કે તેઓનું અવનવા
સ્ટેપ્સ લેવાનું અને ડાન્સ કરવાનું પર્ફોમન્સ દંગ રહી જવાય તેવું હતું. બોલીવૂડ
અને હોલીવૂડથી પ્રેરિત ગણાવતા ફિલ્મના નિર્માતા તરફથી ઓંગ જોરદાર બની રહેશે.
પ્ર
– સંઘર્ષના દિવસો યાદ આવે છે?
ઉ
– શરૂઆતના જે ના ભૂલાય તેવા દિવસો તો બધાને હંમેશા યાદ જ હોય છે. તેથી જ તેને ના
ભૂલાય તેવા દિવસો કહે છે. ત્યારે મને જયારે કામ મળતું હતું ત્યારે એક એકસાઈટમેન્ટ
રહેતું હતું કે, આજે નવું પ્રોજેક્ટ મળ્યું, આજે આ કામ મળ્યું. તે તેનો લુત્ફ હું
મારા મિત્રો અને મારી ફેમીલી સાથે શેર કરતી હતી. હવે આજની તારીખમાં છે કે
પ્રોજેક્ટ કે નવી ફિલ્મો તો ઘણી મળે છે પણ તેના માટે સમય ઓછો પડે છે. બીજું એ કે
પહેલા જેવા રોલ ઓફર થતા તે કોઈપણ હિચકાટ વગર હું કરી લેતી હતી પણ હવે જે રોલ મને સારા
લાગે તેવા રોલ જ હું કરું છું. તો પહેલા કામ માટે રાહ જોવી પડતી હતી કે કામ મળી
જાય તો મજા આવે અને હવે કામ તો ઘણા બધા આવે છે પણ વ્યવસ્થિત કામ આવે તો મજા આવે
છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment