મુકેશ ઓઝા નિર્મિત ‘રમલી રીક્ષાવાળી’ નો રીક્ષા
ડ્રાઈવર ધવન મેવાડા
લક્ષ્ય ક્રીએશનમાં બની રહેલી અને મુકેશ ઓઝા નિર્મિત ફિલ્મ ‘રમલી
રીક્ષાવાળી’ હાલ એ માટે ચર્ચામાં છે કે તેમાં મમતા સોની આઈટમ ડાન્સ કરી રહી છે.
જેને લાઈવ શો દરમિયાન લોકો જોવા માટે રીતસરની પડાપડી કરે છે. આ તેનું જમા પાસું
છે. જેમાં ગુજરાતી ફિલ્મોની મારકણી મુસ્કાનની માલકિન હિના રાજપૂત મેઈન લીડ ભૂમિકા
ભજવી રહી છે. બીજું ફિલ્મનું જમા પાસું છે ફિલ્મનો હીરો ધવન મેવાડા જેણે અત્યાર
સુધીમાં ગુજરાતી ફિલ્મો અને ટીવી જગત પર પોતાના અદભુત અભિનય થકી પોતાનો એક અલગ
ચાહક વર્ગ ઉભો કર્યો છે. દેખાવે સાવ નોર્મલ પણ એક્ટિંગનો બાદશાહ કહી શકાય તેવો ધવન
આ ફિલ્મમાં એક રીક્ષા ડ્રાઈવર બનીને દર્શકોને શહેરની ફર કરાવશે. રીક્ષા ચલાવવી
તેમના માટે અઘરી હતી પણ તેમણે ફિલ્મમાં રીક્ષા ચલાવવા માટે અને પોતાનો અભિનય રીઅલ
લાગે તે માટે કોઈ કસર નથી છોડી. ફિલ્મમાં રીયાલીટી લાવવા માટે તેમણે ખરી મહેનત કરી
છે એમ કહીએ તો પણ ચાલે. આ અગાઉ પણ ધવન મેવાડા એક અર્બન ટાઈપ ફિલ્મ ‘નમો મહાવીર’
માં કામ કરી ચુક્યા છે એટલે આ એમની આધુનિક ફિલ્મોમાં બીજી ફિલ્મ ગણી શકાય.
પ્ર
– ફિલ્મના પાત્ર વિષે?
ઉ
– એક ભણેલો ગણેલો રીક્ષા ડ્રાઈવર સંજય કેવી રીતે રીક્ષા ચલાવવા માંડે ચેહ તે બતાવે
છે મારૂ પાત્ર. આજના આપણા સમાજમાં એવા ઘણા લોકો છે જેમની પાસે ભણેલા હોવા છતાં,
કોઈ ડીગ્રી હોવા છતાં નોકરી નથી મળતી. તો તેમને પોતાના સ્વરોજગાર માટે અને પેટનો
ખાડો પુરવા માટે કંઇક કામ તો કરવું જ પડે છે. મારી પરિસ્થિતિ પણ આ ફિલ્મમાં એવી જ
છે જે પેટીયું રળવા અને પોતાના પરિવારને મદદરૂપ થવા કોઈ કામધંધો તો કરે જ છે. તો
દર્શકોએ શીખવા જેવી બાબત છે કે તમે ગમે તેટલું ભણેલા હો કે તમારી પાસે કોઈ મોટી
યુનીવર્સીટીનું પ્રમાણપત્ર પણ કેમ ન હોય. પરંતુ જો તમે સ્ટ્રગલ ના કરી શકતા હોવ તો
તમારે સાવ નાનું કામ તો કરવું જ પડતું હોય છે.
પ્ર
– ફિલ્મના નિર્માતા દિગ્દર્શક વિષે?
ઉ
– મને પહેલી વાર લાગી રહ્યું છે કે આ નિર્માતા અને તેમના યુનિટ તરફથી જે રીતે
ફિલ્મ બની રહી છે તો હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેઓ આ ક્ષેત્રને કંઇક
નવું આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ ફિલ્મમાં નિર્માતાએ ક્યાંય પણ ખર્ચા સામે
જોયું જ નથી. ખૂબ ખર્ચાળ ફિલ્મ બની રહી છે. તેમનું બીજા લોકોથી અલગ નિરીક્ષણ છે કે
અર્બન ફિલ્મ બનાવી રહ્યા છે તો દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને કામ કરે છે. ફિલ્મ
બંને સ્ક્રીન માટે બની રહી છે તો અર્બન ફિલ્મોનું ઓડીયન્સ અને ટીપીકલ ગુજરાતી
ફિલ્મોનું ઓડીયન્સ બનેને રસ પડે તેવું મેકિંગ આ ફિલ્મમાં દર્શકોને જોવા મળશે.
‘રમલી રીક્ષાવાળી’ ફિલ્મની એક સારી ટીમ ભેગી થઇ છે જેમાં નિર્માતા, દિગ્દર્શક છે
મારા સહકલાકારો છે અને બીજા તમામ કલાકારો, ટેકનીશીયનો બખૂબી પોતાનું કામ કરી રહ્યા
છે. જે નિર્માતા માટે અને અમારા માટે પણ નોંધવા જેવી બાબત છે.
પ્ર
– પાત્ર માટે કોઈ પૂર્વતૈયારી કરેલી?
ઉ
– અત્યાર સુધીની મારી ફિલ્મોમાં મે ટુ વ્હીલર કે ફોર વ્હીલર ચલાવ્યા છે પણ મે કદી
રીક્ષા નહોતી ચલાવી. એટલે મને લાગ્યું કે મારે રીક્ષા ચલાવવા માટે થોડુક સામાન્ય
જ્ઞાન લેવાની જરૂર હતી કે તેમાં આપણી સેફટી માટે શું કરવું પડે. રીક્ષા ડ્રાઈવરની
પોતાની એક સ્ટાઈલ હોય છે કે તેઓ કઈ રીતે પેસેન્જરને બોલાવે છે, કઈ રીતે રીક્ષા
ચલાવે છે, કઈ રીતે તેમાં રીક્ષા ચલાવતા ચલાવતા શેનું ધ્યાન રાખે છે વગેરે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment