‘રમલી રીક્ષાવાળી’ ગુજરાતી ફિલ્મ હોવા છતાં તેનું
મેકિંગ ઉચ્ચ દરજ્જાનું હશે - મુકેશ ઓઝા
નાનપણથી કલાપ્રેમી અને કોલેજકાળ દરમિયાન
ડ્રામા પ્લે કરી ચુકેલા જેમાં તેઓએ એક નાટકમાં મહાત્મા ગાંધીનો મંચ પર અભિનય કરી
દર્શકોની વાહ વાહ મેળવેલી અને સાથે સાથે નાટકો જોવાનો અદભૂત શોખ ધરાવતા ‘રમલી
રીક્ષાવાળી’ ના નિર્માતા મુકેશ ઓઝા મૂળ રાજસ્થાની છે અને છેલ્લા ૨૫ વર્ષોથી
અમદાવાદમાં ‘બેલ્ટ એન્ડ બેરીંગ હાઉસ’ નામે પોતાની બેરીંગ બનાવવાનો કારોબાર ધરાવે
છે. ફિલ્મના સહ નિર્માતાઓ રાજેન્દ્ર શાસ્ત્રી અને દિવ્ય શાહ સાથે મુકેશ ઓઝાની
ત્રિપુટી છે. ત્રણેય મિત્રોએ સાથે મળીને ફિલ્મને બનાવવાનો વિચાર કર્યો હતો. ફિલ્મોમાં
તેમને અભિનય અને ફિલ્મ મેકિંગમાં પહેલેથી જ રસ હોવાથી અને અભિનય સમ્રાટ ઉપેન્દ્ર
ત્રિવેદીના આશિક પણ હતા તે જમાનામાં. તે સુવર્ણયુગ આથમ્યા પછી જે ગુજરાતી ફિલ્મોની
પડતી શરૂ થઇ તેનાથી વચ્ચે તેઓ થોડા સમય માટે ગુજરાતી ફિલ્મોથી વંચિત થઇ ગયા. વધુમાં
તેઓ જણાવે છે કે, પહેલાના સમયમાં હિન્દી ફિલ્મોમાં દમ નહોતો દેખાતો અને ગુજરાતી
ફિલ્મોમાં આપણને આપણી પોતાની વાત લાગતી હતી. ત્યાર પછીના સમયમાં મને થોડો રસ ઓછો
થતો ગયો. કારણ કે, અહીં જે પણ ફિલ્મોની મેકિંગ થતું તે ગુજરાતી ઓડીયન્સને ધ્યાનમાં
રાખીને કરવામાં આવતું હતું. જેથી ફિલ્મોમાં સારૂ મેકિંગ ના થઇ શકે અથવા તો બજેટ
પ્રોબ્લેમ. બે કરોડ નાખીને ગુજરાતનું કલેક્શન જો ૨૫ કે ૫૦ લાખ આવતું હોય તો દેખીતી
વાત છે કે કોઈ રોકાણ કરે જ નહિ. એના કારણે જે લેવલ ડાઉન થયું ત્યારે વાસ્તવમાં
એવું લાગ્યું કે આપણે આમાં ફિલ્મ પ્રોડ્યુસર કે કોઈ ડિરેક્ટરનો વાંક કઢાય નહિ. પરંતુ
જે લેવલ ડાઉન થયું તેના પાછળ ઘણા પોઝીટીવ અને નેગેટીવ પરિબળો છે જ. હવે જો તમે
સારા પ્રયત્નો કરો, ઓડીયન્સને ધ્યાનમાં રાખી નવો સબ્જેક્ટ, નવી વાર્તા, નવું
મેકિંગ, નવી ટેકનોલોજીનો ઉપયોગ, નવા પ્રમોશનના કીમિયા જેમકે, સોશિયલ મીડિયાનો દરેક
એન્ગલથી તમે પરફેક્ટ ઉપયોગ કરો તો તમને એમાં કંઇક અંશે સફળતા મળી શકે. એવું એક
દ્રઢ મનોબળ બન્યું એટલે અમે ‘રમલી રીક્ષાવાળી’ બનાવવાનો વિચાર કર્યો. હું આ ફિલ્મ
કમાવા માટે નથી બનાવતો પણ મારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને તેના પ્રેક્ષકોને
સંદેશ આપવો છે કે સારી ફિલ્મો પણ બની શકે છે. આપણા ગુજરાતમાં પણ બોલીવૂડની હિન્દી
ફિલ્મો જેવી જ ફિલ્મો બની શકે. બોલીવૂડમાં માત્ર ને માત્ર કાસ્ટિંગ અને લોકેશન વધુ
પડતા મોંઘા હોય છે. જેના કારણે બજેટ વધી જતું હોય છે. એ સિવાયના પણ મુદ્દા છે જે
આપણે પણ કરી શકીએ છીએ.
હું એ પણ કહીશ કે, જે જુના ગુજરાતી ગીતો આજે
પણ એના એ જ નવરાત્રીમાં પણ સાંભળવા મળે છે અને અત્યારે એકના એક શબ્દોવાળા જ બને
છે. તો જુના પ્રખ્યાત ગીતો સાંભળવા મળે છે અને નવા ગીતો સાંભળવા મળતા નથી. એનું
કારણ છે કે કોઈ નવી ટયુન લઈને આવ્યું તો ચાલી ગયું પણ તેનું પ્રમાણ બહુ ઓછું છે.
બે – પાંચ વર્ષે તમને આવું જોવા મળે. હિન્દી ફિલ્મોમાં જેમ રોક મ્યુઝીક કે રેપ
મ્યુઝીક છે અને તેમાં જેવા ઇન્સ્ટ્યુમેન્ટ છે તે ગુજરાતીમાં કેમ ન મૂકી શકાય? અમે
એ વસ્તુને ધ્યાનમાં રાખીને મ્યુઝીક પાર્ટને સ્ટ્રોંગ બનાવ્યો છે. યંગ જનરેશન કેવું
મ્યુઝીક લાઈક કરે તો જે સોંગમાં ગીટાર જેવા વાદ્યો હોય તેને પસંદ કરવામાં આવે તો
અમે તે રીતે મ્યુઝીક ડિરેક્ટર પાસે મ્યુઝીક કમ્પોઝ કરાવ્યું.
પ્ર
– ફિલ્મના ડિરેક્ટર વિષે?
ઉ
– રમેશ કરોલકર આ ફિલ્ડમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી જોડાયેલા છે. વચ્ચે તેમણે થોડા
સમય માટે બ્રેક પણ લઇ લીધો હતો. હવે તેઓ ફરી તરોતાજા થઈને આવ્યા છે. અમે એમના
નાટકો જોયા અને એમનું વર્ક પણ જોયું. તેઓ ખરા દિલથી એમાં કામ કરતા હતા. હું ઘણા
ડિરેક્ટરોને મળ્યો હતો. કોઈ એમ કહે કે હું તમારી ફિલ્મ ૧૦ લાખમાં બનાવી આપું, કોઈ
કહે ૧૫ લાખમાં, ૨૦ લાખમાં બનાવી આપું. પણ મને રમેશભાઈએ કહ્યું કે તમે મને પરફેક્ટ
ડીરેક્શન કરવા માટે ફ્રીડમ આપો અને જે મારી ફિલ્મની અને આર્ટીસ્ટની જરૂરિયાત હોય
ફક્ત તે આપશો તો પણ ચાલશે. જેવું એમનું માનવું હતું તેવું મારૂ પણ માનવું હતું. સાથે
સાથે ફિલ્મના સહ નિર્માતાઓ રાજેન્દ્ર શાસ્ત્રી અને દિવ્ય શાહ
પ્ર
– ‘રમલી રીક્ષાવાળી’?
ઉ
– મારી ફિલ્મનું ઓરીજીનલ ટાઈટલ ‘ઓટો લાઈફ ઓફ રમલી રીક્ષાવાળી’ છે. મારે આ ફિલ્મ
મલ્ટીપ્લેક્ષ અને સિંગલ સ્ક્રીન બંનેમાં એક સાથે રીલીઝ કરવાની તૈયારી છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment