facebook

Thursday, 5 November 2015

yoga day

ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીઓએ કર્યા યોગા







ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રીઓ કોમલ ઠક્કર અને નિકિતા સોનીએ ગઈ ૨૧ જુન વર્લ્ડ યોગ ડે ની ઉજવણીના અનુસંધાને પોતાના કમનીય કાયાને સુડોળ રાખવા યોગા કર્યા હતા. જેમાં કોમલ ઠક્કરનું ઇન્ડસ્ટ્રીઝમાં એક આગવું નામ તેણે પોતાની પ્રતિભાને પારખીને કમાયું છે. તેણી અચૂક કોઈને કોઈ ફંકશનમાં હાજરી આપતી રહે છે અથવા તો કોઈ સામાજિક પ્રોગ્રામો થતા હોય તો કચ્છની આ રાણી તેમાં અચૂક જોવા મળે જ છે. તેની આગામી ફિલ્મ ‘આ તો પ્રેમ છે’ ટૂંક સમયમાં રીલીઝ થવાની છે. તે સિવાય કોમલ ઠક્કર અડધો ડઝન જેટલી ફિલ્મોમાં અભિનય આપી રહી છે. કોમલ ઠક્કર આમ પણ યોગાના ક્લાસ ચલાવી રહી છે. અન્ય એક હિરોઈન અને ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની બોલ્ડ ઈમેજ ધરાવતી નિકિતા સોની પણ દરરોજ નિયમિત યોગા કરે છે. તે પણ રીક્ષાવાળીના જીવન પર આધારિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં સેક્સી લૂકમાં જોવા મળવાની છે.



































vijay dalwadi

ફિલ્મ એ દિગ્દર્શક તેને એક પોતાના સંતાનની જેમ માવજતથી ઉછેરતો હોય છે - વિજય દલવાડી


    સૌથી પહેલા સિને મેજિક ટીમને તથા તેના ઓનરને ધન્યવાદ આપું છું કે, આવી ભયંકર મંદીની વચ્ચે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપીને જીવંત રાખી રહ્યા છે તે બદલ લાખ લાખ ધન્યવાદ સાથે સાથે એવા કાબેલ નિર્માતાઓ કે જેને બિલકુલ રેવન્યુ ના મળતું હોવા છતાં ને ટેકનીશ્યનોને જીવંત રાખવા તેમની રોજીરોટી મળે રહે અને તેમનું ઘર ચાલે તેવા નિર્માતાઓને સલામ કે, સખત મંદીના માહોલમાં પણ તેમનું નિર્માણ ચાલુ રાખે છે તેવા નિર્માતાઓને દંડવત પ્રણામ કરવાનું દિલથી મન થાય છે. સાથે સાથે ગુજરાત સરકાર તાત્કાલિક એવી કોઈ પ્રોત્સાહિત સ્કીમ અમલમાં લાવે જેથી લાખો લોકો કે જે ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સિવાય બીજો કોઈ ધંધો કામકાજ નથી કરતા તેવા લોકોનું ઘર ચાલે.
    આ શબ્દરૂપી જુવાળ કાઢી રહેલા દિગ્દર્શક વિજય દલવાડી છે. જેઓએ હમણાં જ નિર્માતા હર્ષદ કંડોલિયાની ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ નું જબરદસ્ત દિગ્દર્શન કર્યું. તેઓ ફિલ્મ દરમિયાનના અનુભવો જણાવતા કહે છે કે, ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના નિર્માણ દરમિયાન તેમને મળવાનું થયેલું ત્યારે અમારા સવાલોના દિગ્દર્શક વિજય દલવાડીએ સાચા અને કડક શબ્દોમાં ઉત્તર આપેલા. તેમણે કહેલું, આ ફિલ્મ વિષે કંઇક કહેવાનું થાય છે તો એટલું જ કે અમો કોઈ હટકે કરી રહ્યા છીએ એવું કશું જ નથી. પરંતુ આજ કાલ ડ્રામા – લોકડાયરા વગેરે વગેરે ફરીથી પોપ્યુલર થવા લાગ્યા છે. લાખો લોકો લોકડાયરા સાંભળવા આવે છે. લોકો પોતપોતાના ઘેરથી હોંશે હોંશે મનોરંજન મેળવે છે. તેવું જ મનોરંજન આ ફિલ્મમાં જોવા મળશે. ડાયરો, પ્રેમ, ઈમોશન, થ્રીલર જે ફિલ્મમાં હોય જ છે. જે અમોએ શક્ય છે તેટલું ગુજરાતી સંસ્કૃતિને લઈને કર્યું છે અને રહી વાત સફળતાની કે અમો સફળ થશું. આ ફિલ્મ ધાંસુ છે. હકીકતે સક્સેસની કોઈ ફોર્મ્યુલા જ નથી બની. નહિ તો કોઈ ફ્લોપ ફિલ્મ શાને બનાવે. ફિલ્મ એ દિગ્દર્શક તેને એક પોતાના સંતાનની જેમ માવજતથી ઉછેરતો હોય છે. પરંતુ જ્યાં સુધી ગલીવાળા, મહોલ્લાવાળા એમ ન કે ભાઈ તમારા સંતાન દેશનું નામ રોશન કરશે તેમ દર્શકો જો કહે કે ભાઈ આ ફિલ્મમાં મજા પડી ગઈ તો સમજવું કે આપણું નિર્માણ માવજત બરાબર થયું છે તેવું માનવું.
    ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના પ્રોડ્યુસર વિષે કહેતા ખૂબ જ માસૂમ પ્રેમભાવ. ક્યારેય ગુસ્સા જેવી ચીઝ નહિ. ગમે તેટલું નુકસાન, વેડફાટ સમજી – વિચારીને જોઈ – જાણીને તેમના તરફ કોઈ પણ પ્રકારની વાત તે બહુ જ સુઝબુઝથી ઉકેલી શકવાની ક્ષમતા તેમનામાં છે. નો એક્સાઈટમેન્ટ અને રહી આ ફિલ્મના કલાકારોની વાત તો બધા જ કલાકાર કો-ઓપરેટીવ પેશનથી કામ કરવાવાળા. લગનથી તેમની સુઝબુઝથી ફિલ્મની વાર્તા પ્રમાણે કામ કર્યું છે.

પ્ર – ફિલ્મ દરમિયાન એવી કોઈ ઘટના જે કલાકોરને નદી હોય?
ઉ – હા, એક વખત અમો ફાઈટ કરી રહ્યા હતા ત્યારે ફાઈટર એસોસીએશનના મેમ્બર આવ્યા અને અમારી ફાઈટને રોકી દીધી. અમે કહ્યું કે, સાહેબ શા કારણે એક્શન રોકી? તો તેમણે કહ્યુ કે, તમારા ફાઈટ માસ્ટરે અમારા એસોસીએશનમાં કાર્ડ હોલ્ડરને રકમ ભરવાની હોય છે. કાર્ડ વગરના ફાઈટરોથી એવું બધું અમોને ખબર ના જ હોય. આ બધા ફૂલ-રેગ્યુલેશન માસ્ટરજીને ફોલો કરવાનું હોય છે. એટલે મે તેમને વિનંતી કરી કે, અમારૂ એક કલાકનું કામ છે જે થવા દો. પરંતુ એસોસીએશનના મેમ્બરે આ કામ રોક્યું. કોઈ વિનંતી તેણે ન સંભાળી. મે કહ્યું કે, તમારા નિયમ પ્રમાણે ગેરકાયદેસર હશે પરંતુ તમારે એક્શન જ લેવાની હતી તો તે એક કલાક પછી યે એક્શન લઇ શકતા હતા. પરંતુ તેમ ન કર્યું ને ફાઈટ માસ્ટરની ફાઈટ રોકી. અમારા કલાકારની તારીખ પૂરી થતી હતી. તે પણ જતી રહી અને અમારા નિર્માતાને બહુ જ નુકસાન થયું. જે અમારા નિર્માતા અમારા એસોસીએશનમાં રજૂઆત કરશે કે અમારા નુકસાનનું શું? આવી નાની નાની બાબતથી નિર્માતાને થતું નુકસાન અને એ ય પણ જયારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મુસીબતના સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે જ.
    ગુજરાત સરકાર એવી સ્કીમ લાવે કે લોકેશનની પરમીશન, તેનું ચાર્જ અને રજામંદી તુરંત આપે તેવી તજવીજ થાય તો ગુજરાતી ફિલ્મના નિર્માણમાં લગતી કોઈપણ પ્રકારની રૂકાવટ વગર પતે તેવી આશા રાખીએ છીએ.  



n  ગજ્જર નીલેશ 

vasant narkar

ક્યા વિષય પર ફિલ્મ નથી બની અને બની છે તો તેને થોડી અલગ રીતે કઈ રીતે રજૂ કરી શકાય - વસંત નારકર


    નિર્માતા શૈલેશ શાહ ગુજરાતી સિનેમાનું જાણીતું નામ બની ચુક્યું છે. તેમના પ્રોડક્શનમાં ગુજરાતી દર્શકોએ ઘણી ગુજરાતી ફિલ્મો ટૂંકા ગાળામાં જોઈ. આ તો એવું કહેવાય કે, સિગરેટ બળે ઓછી અને લજ્જત વધુ આપે. તેમની ફિલ્મો આવી અને દર્શકોને પૂરતું મનોરંજન પણ કરાવતી ગઈ. થોડા સમયમાં તેમની લેડી ઇન્સ્પેક્ટર પર આધારિત ફિલ્મ ‘ધ લેડી દબંગ’ આવી રહી છે. જેની તમામ ફિલ્મોના દિગ્દર્શક વસંત નારકર રહ્યા છે. તેમનું દિગ્દર્શન પ્રક્ષકોએ વખાણ્યું છે. દરેક ફિલ્મોમાં ફિલ્મ મેકિંગ જબરદસ્ત રહે છે. શરૂઆતની ફિલ્મોમાં ઓઢણીએ કમાલ કરી હતી. જેમાં તેમણે ભરપુર મનોરંજનનો મસાલો પીરસ્યો હતો. ‘ધ લેડી દબંગ’ પણ ચર્ચામાં એ વાતે છે કે તે હિરોઈન ઓરીએન્ટેડ ફિલ્મ છે તથા તેના ગીતો પણ મજેદાર રહ્યા છે. જેમાં સિંઘમ ટુ ના ટાઈટલ સોંગની બેઠી નકલ કરવામાં આવી છે. જેમાં હિરોઈન હેમાંગીની કાજ, જીત ઉપેન્દ્ર અને હિતેન કુમાર તે ગીતમાં ઠુમકા લગાવતા નજરે પડશે. હવે તેઓ એક નવો જ કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છે. જે ફિલ્મનું નામ ‘વ્હાલનો વારસદાર’ રાખવામાં આવ્યું છે. એક પારિવારિક સોશ્યલ ડ્રામા મુવી છે. ફિલ્મમાં બાઉ એટલે જૂની પેઢી અને દીકરો એટલે નવીપેઢી વચ્ચેનો સંઘર્ષ દર્શાવ્યો છે. પોતાના અનુભવથી અને પોતાની મહેનતથી ધનિક બનેલો માણસ જેને એમ છે કે બસ મારા જ અનુભવો સાચા છે. જે એમ.બી.એ. કરેલો દીકરો છે જેનું શિક્ષણ ઊંચું છે એને એમ લાગે કે મારા અનુભવો સાચા છે. જેના લીધે બંને બાપ દીકરા વચ્ચે ઘર્ષણ પેદા થાય છે. બાપ શિસ્તપ્રિય વ્યક્તિ છે જે પોતાના અનુશાસનમાં દીકરાને રાખીને આ કરવું આ ન કરવું તેમ કરીને પોતાને તાબે રાખે છે. જેમાં દીકરો બંધાવા માંગતો નથી. જે બધો બળાપો બળવા સ્વરૂપે બહાર આવે છે. તેઓએ અગાઉ ઘણા ડ્રામા પણ પ્લે કરી ચુક્યા છે, લખી ચુક્યા છે, સીરીયલો પણ ડીરેક્ટ કરી ચુક્યા છે અને ડ્રામામાં પોતે અભિનય પણ આપી ચુક્યા છે. પરંતુ હવે તેઓ દિગ્દર્શનમાં એટલા રચ્યાપચ્યા રહે છે કે એટલો સમય નથી મળતો કે કોઈ ફિલ્મમાં અભિનય કરી શકે. આમ પણ તેઓની પહેલી પસંદ દિગ્દર્શન જ છે. બની શકે કે હું એક્ટિંગ કરૂ તો ડીરેક્શનમાં એટલું ધ્યાન ના આપી શકું અને મારા આર્ટીસ્ટ પર પણ ધ્યાન આપવામાં નિષ્ફળ રહું. તેથી હું અભિનય બાબતે અત્યારે વિચારી ના શકું. આગળ કહે છે કે, મે એકાદ વાર એવી કોશિશ કરેલી પણ મને એવું લાગ્યું કે આના લીધે મેકિંગ પર ખરાબ અસર થાય છે. તેઓ ફિલ્મમાં અભિનય નથી કરતા પણ તેઓ તેની ફિલ્મના કલાકારોને સીન કેવી રીતે ભજવવો તે પોતે અભિનય કરીને શીખવે છે. જેથી તેમનામાં અભિનયનો કીડો તો છે જ પણ તેઓ આવી રીતે તેનાથી સંતોષ માની લે છે. ફિલ્મના દિગ્દર્શક વસંત નારકર સાથે ફિલ્મ વિષે થોડી માહિતી મળી જે તેઓએ સિને મેજિક સાથે શેર કરી.

પ્ર – ફિલ્મ અને કલાકારો વિષે કહેશો.
ઉ – ફિલ્મના તમામ કલાકારોએ પુરેપુરો સહકાર આપ્યો. જેમાં જીત ઉપેન્દ્ર, મેહુલ બુચ, દિશા પટેલ, ચીની રાવલ વગેરે સાથે કામ કરતા ક્યારેય થાક નથી અનુભવ્યો. ચીની રાવલમાં અખૂટ અભિનય પ્રતિભા ભરેલી છે જે તેણે આ ફિલ્મમાં બતાવી છે. બાકી બીજા કલાકારો તો બધામાં બેસ્ટ છે જ.
પ્ર – ડીરેક્શન કરતા પહેલા શું ધ્યાને લો છો?
ઉ – હું પહેલા ફિલ્મનો વિષય જોઉં છું અને થોડું અમારી ટીમ વિચારતી હોય છે કે જૂની કઈ ફિલ્મો દર્શકોએ સ્વીકારી હતી. જે વાર્તાને સારો પ્રતિસાદ મળ્યો હતો. ક્યા વિષય પર ફિલ્મ નથી બની અને બની છે તો તેને થોડી અલગ રીતે કઈ રીતે રજૂ કરી શકાય. એક વખત એક્શન ફિલ્મ બનાવી તો ફરીવાર વિચારીએ કે હવે કંઇક જુદું કરીએ એળે કોમેડી સબ્જેક્ટ પસંદ કરીએ અને તેના પર ફિલ્મ બનાવીએ. આમ અલગ અલગ વિષયો પર ફિલ્મો બનાવીએ તો દર્શકો પણ તે પ્રમાણે મળતા રહે.

પ્ર – બીજા કોઈ બેનરમાં કામ કરશો?
ઉ – લોકોને એક ચર્ચા કરવાનો મોકો જોઈતો હોય છે કે વસંત નારકર ફક્ત શૈલેશ શાહની ફિલ્મો જ દિગ્દર્શિત કરે છે. પણ હું એવા કોઈ કરારથી બંધાયેલો નથી કે આ બેનરમાં જ ફિલ્મો કરૂ. મારે શૈલેશ શાહ સાથે આ વાત થયેલી જ છે કે અને હું પણ કહું છું કે જો કોઈ બીજા બેનરની સારી ફિલ્મ આવશે તો હું ચોક્કસ તેનું દિગ્દર્શન કરીશ. એમાં કોઈ બેમત નથી. શૈલેશ શાહ સાથે કામ સતત ચાલુ હોય છે તેનું એક જ કારણ છે કે તે એક ફિલ્મ શરૂ કરે છે અને તે ફિલ્મ પૂરી થાય એટલે તરત નવી ફિલ્મનો પ્રોજેક્ટ પકડાવી દે છે. મને ત્રણ કે ચાર મહિનાનો ફ્રી સમય મળે તો હું બીજી કોઈ ફિલ્મ કરીશ. હું કંઇ બેસી તો નહિ જ રહું ને.

પ્ર – આપણી ઇન્ડસ્ટ્રીઝના ખ્યાતનામ દિગ્દર્શક ગોવિંદભાઈ પટેલ વિષે?
ઉ – ગોવિંદભાઈ પટેલને લોકો ગુજરાતી ફિલ્મ મેકર તરીકે હંમેશા યાદ રાખશે. તેમણે ફિલ્મોમાં નહિ પણ ગુજરાતી પ્રક્ષકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. મને તેમની સાથે ક્યારેય કામ કરવાનો મોકો મળ્યો નથી. જે મારા માટે દુખની વાત છે. એક લિજેન્ડ વ્યક્તિ જેમણે ગુજરાતી ફિલ્મોને જીવંત બનાવી.



n  ગજ્જર નીલેશ 

Saturday, 31 October 2015

reshma purohit

રેશમા પુરોહિત લગ્ન પછી પણ ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ જ રાખશે


    ગુજરાતી ફિલ્મોમાં જેમ લગ્ન થતા હોય છે તેનાથી ક્યાય અલગ આપણી વાસ્તવિક જિંદગીના બંધનો હોય છે. લગ્ન બંધન એ એક જન્મો જન્મનું બંધન છે. ઉપરવાળાએ બધા માટે એક સરસ પસંદ તો ઉપરથી જ ગોઠવેલી હોય છે બસ અહીં નીચે આવીને તેને આપણે પામવાની વાર છે. ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીઓ પણ આ બંધનથી બાકાત નથી. જેમાં ગઈ ૯ મી તારીખે ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રી રેશમા પુરોહિતને પોતાના મનનો માણીગર મળી ગયો. અત્યાર સુધી તેણે ગુજરાતી ફિલ્મોમાં સ્વબળે પોતાનું સ્થાન જમાવી રાખનાર રેશમા અત્યારે લગ્નબંધને બંધાઈ ચુકી છે. તેના લગ્ન એરેન્જ મેરેજ જ છે એટલે રેશમા પુરોહિતના ચાહકોને એમ ન થાય કે ક્યાંક રેશમાએ પ્રેમલગ્ન તો નથી કર્યા ને. બીજી એ વાત કે રેશમાએ ઇન્ડસ્ટ્રીઝના વ્યક્તિ સાથે મેરેજ નથી કર્યા. રેશમા પુરોહિત સાથે વાત કરતા તેણે કહેલું કે, મને મારી ખુશી કરતા મારા મમ્મી અને પપ્પા જે હવે હયાત નથી તેને ખુશ જોઇને હું બહુ જ ખુશ થાઉં છું. મારા પપ્પાને અવસાન થયાને ચારેક મહિના થયા છે જેથી મને અફ્સોસ છે કે તેઓ અમને વહેલા મુકીને ચાલ્યા ગયા. રેશમા પુરોહિતએ વધુમાં કહ્યું કે મારા પપ્પાની ખ્વાહીશ હતી કે મારા લગ્ન ધામધૂમથી તેમની હાજરીમાં થાય. રેશમા તેના પપ્પાની બહુ લાડકી દીકરી હતી. તે પણ અત્યારે તેના પપ્પાને ખૂબ મિસ કરે છે કે જો તે અત્યારે હોત તો અત્યારે જેટલો આનંદ છે તેનાથી પણ વધુ આનંદ હોત.  

    રેશમા પુરોહિતના જીવનસાથીનું નામ નિહાલ ઉપાધ્યાય છે. જેને પસંદ કરવામાં રેશમાએ કોઈ નિર્ણય નહોતો લીધો અને ફક્ત સ્વભાવ પર વારી ગઈ હતી. લગ્ન પછી ફિલ્મોમાં કામ કરશો? ના જવાબમાં રેશમાએ જણાવ્યું કે, ફિલ્મોમાં કામ તો મારૂ ચાલુ જ રહેશે. કારણ કે મારા પતિ એવું ક્યારેય નહિ ઈચ્છે કે મને ઘરમાં બેસાડી રાખવી કે ઘરકામમાં જ પછીથી કામ કરવું. મારે ઘરમાં આમેય બહુ કામ કરવાનું આવતું નથી.

    રેશમા પુરોહિત અને નિહાલ ઉપાધ્યાયના લગ્નમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નામી અનામી કલાકારોનો જલસો ૯ મી મેએ જોવા મળ્યો હતો. ખરેખર તેમના અભિપ્રાયો પણ મળ્યા હતા જેમાં ગુજરાતી ફિલ્મોના એક સ્ટારે કહ્યું કે, આ એક ખુશીની વાત છે કે રેશમા પુરોહિત લગ્નબંધને બંધાવા જઈ રહી છે. મારા તરફથી તેને તેના જીવનનું નવું સોપાન સદાય સુખદાયી નીવડે અને સાથે સાથે સિને મેજિક પરિવાર વતી પણ રેશમા પુરોહિતને લગ્નબંધન મુબારક.



n  ગજ્જર નીલેશ 

premji : rise of a warrior

આજના યુવાનોને ગમે તેવી ફિલ્મ ‘પ્રેમજી’


    વિજયગિરીને ફિલ્મો બનાવવાનો ગંદો શોખ નાનપણથી જ રહ્યો છે. સાથે જો કોઈનો સાથ મળી જાય તો સોનામાં સુગંધ ભળી જાય. તેમને સાથ મળ્યો તેમની જીવનસંગીની ટ્વિન્કલનો. તેમની સામે ફિલ્મ બનાવવી તે વિચાર મુક્યો. તરત તૈયારી શરૂ થઇ. આ જ પેશન અને ચસ્કો એમને અમદાવાદ લઇ આવ્યો. સમજો ને શમીતાભના દાનીશની (ધનુષ) જેમ આને ય ફિલ્લમ બનાવવાનું સપનું એના દિલ અને દિમાગ ઉપર ૨૪૭ વળગી રહેતું.

    ખેર, એણે એલ.ડી.આર્ટસ કોલેજમાં બી.એ. કરવાનું શરૂ કર્યું. કોલેજમાં ભણતા ભણતા જ અમદાવાદના નાટકોમાં કામ કર્યું ને પછી ગુજરાતી ચેનલમાં ટી.વી. સીરીયલ્સમાં પ્રોડક્શન અને પછી આસી. ડિરેક્ટર તરીકે જોડાયા. વિજય માટે આ સમય એવો કપરો હતો કે ઘરે પપ્પા ખેડૂત, એમને કંઇ આ ધંધો સમજાય નહિ અને સમજવા માંગે પણ નહિ. એમને તો બસ એક જ વાત, દર મહીને આવક આવે અને સરકારી નોકરી કરે એ જ કેરિયર હોય એના સિવાય બીજું કઈ નહિ. ઘરની પરિસ્થિતિ પણ એટલી બધી સધ્ધર નહિ કે આ ફિલ્ડમાં ચાન્સ લેવા માટે વિજયને કોઈ આર્થિક પીઠબળ આપી શકે. તેમ છતાં ગમે તે થાય આ જ ફિલ્ડમાં આગળ વધવું. નામ કમાવવું, પૈસા કમાવવા અને ફિલ્મ બનાવવી. અને એ પણ કોઈ જ સપોર્ટ વગર. આત્મવિશ્વાસ, ટેલેન્ટ અને સારા મિત્રો એ જ વિજયનું પીઠબળ હતું. ઘણો સમય એવો રહ્યો જેમાં એવી પરિસ્થિતિ આવેલી કે એની પાસે બાઈક હોય પણ પેટ્રોલના પૈસા ના હોય. કીટલીએ બેસીને ફિલ્મ બનાવવાની, પ્રોડક્શન હાઉસ ખોલવાની વાતો થાય પણ ત્યાં ચા પીવાના પૈસા ના હોય. ઘણીવાર તો કોઈ કામ કર્યું હોય એના પૈસા આવે એ પહેલા જ કોની ઉધારી એમાંથી ચૂકવશે એ નક્કી થઇ ગયું હોય. બસ, હવે તો અમદાવાદમાં ભાડે રહેવું ને ગમે તે રીતે ટકી રહેવું. જે કામ મનને ગમે એ જ કામ કરવું છે. કલ્પના કરો આવા સિદ્ધાંતો પકડીને ચાલવું અને સાથે પૈસા પણ કમાવવા એ કંઇ સહેલું તો નહોતું જ.

    થોડા મહિના આઈડિયાના કોલ સેન્ટરમાં જોબ પણ કરી પણ જેનું મગજ કંઇક અદભુત સર્જન કરવા માટે જ સર્જાયેલું હોય એ માણસ ક્યાં સુધી પરાણે પોતાની જાત સાથે કામ કરાવી શકે? ૨ – ૩ મહિના પછી એક પગાર છોડીને તે નોકરી છોડી દીધી. એકબાજુ ઘરેથી પૈસા કમાવવાનું દબાણ અને બીજીબાજુ પોતાનું સપનું જીવવાની ઝંખના. સમજોને કે સંઘર્ષ અને વિટંબણાના લેખા જોખાથી જ આખો દિવસ એનું મન ભરેલું રહેતું. પણ વિજયનો વિલ પાવર એકદમ સ્ટ્રોંગ. ૨૩ વર્ષની ઉંમરે લોકો માસ્ટર્સ પૂરું કરે ને વિજય ચીફ આસી. ડિરેક્ટરની પોસ્ટ પર પહોચી ગયા હતા. ઈટીવી ગુજરાતીની સીરીયલ ‘મોટી બા’ માં એને કામ મળ્યું. એ પછી કોમેડી એક્સપ્રેસ, બીજી ડોક્યુમેન્ટ્રીઔ અને ઘણી બધી ટીવી સીરીયલ્સમાં પણ અનુભવ મેળવ્યો. પણ દિલના ઊંડાણમાંથી વિજયનો અંતરાત્મા હંમેશા એને કહેતો, ‘વિજય, યુ આર નોટ મેડ ફોર ધીસ, તારૂ સપનું તો હજી બાકી જ છે’.
    અમદાવાદનું કામ છોડીને ભાઈ પહોચી ગયા માયાનગરી  ફિલ્મની શોધમાં, કામની શોધમાં, સપનાઓ સર કરવા માટે. તમે નહિ માનો થોડા મહિનાના સંઘર્ષ બાદ એને સંજય લીલા ભણશાલી પ્રોડક્શનની બોલીવૂડ ફિલ્મ ‘માય ફ્રેન્ડ પીન્ટુ’ માં કાસ્ટિંગ આસી. ડિરેક્ટર તરીકે કામ મળ્યું. ને એ પછી કામ જ બોલે. તમે તો સમજી શકો કે એક ગુજરાતીને મોકો મળે પહચી શું થાય. પછી તો જાણે વિજયના સિક્કા પડી ગયા. મુંબઈના જ એક બીજા પ્રોડકશન હાઉસની ગુજરાતી ફિલ્મમાં ચીફ આસી. ડિરેક્ટર તરીકે કામ મળ્યું અને એ ફિલ્મ એટલે એની ઓસ્કારમાં એન્ટ્રી ‘ધ ગુડ રોડ’. બસ સમજોને હવે એવરેસ્ટ આવી જ ગયું હતું. આ ફિલ્મ પછી જ વિજયે ડિરેક્ટર તરીકે કામ કરવાનું ચાલુ કર્યું. એક સ્વતંત્ર દિગ્દર્શક તરીકે પ્રથમ ફિલ્મ ‘અમદાવાદી મિજાજ’ બનાવી. અમદાવાદ શહેરને સો વર્ષ પૂરા થયા ત્યારે યોજાયેલા કોમ્પીટીશનમાં આ ફિલ્મ વિજેતા બની. અને એ પછી તો આ સફળતાનો દૌર ચાલુ રહ્યો અને આજે એ જ વ્યક્તિ એક સંસ્થા બની ગઈ.
    ગયા વર્ષે ૧૧ મી જુને વિજયના ઘરે લક્ષ્મીનો જન્મ થયો અને એ જ અરસામાં એણે એની પ્રથમ ફીચર ફિલ્મ બનાવવાનું શરૂ કર્યું. જેનું નામ ‘પ્રેમજી’.
    હા, દોસ્તો આ વર્ષે વિજયની દીકરીનો પ્રથમ જન્મદિવસ જયારે આવશે એ જ દિવસે ‘પ્રેમજી નું પ્રીમિયર લોન્ચ થવાનું છે અને જુન મહિનાના એન્ડમાં આ ફિલ્મ રીલીઝ થવાની છે.



n  ગજ્જર નીલેશ 

samir rawal

સુભાષ ઘાઈના હસ્તે સમીર રાવલના અત્યાધુનિક સ્ટુડીઓનું મુહુર્ત




    અત્યાર સુધી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને મિક્સિંગના કામ માટે ૫.૧, ૭.૧ સરાઉન્ડ સાઉન્ડ માટે ગુજરાત બહાર એટલે કે મુંબઈ જવું પડતું હતું. એના સ્થાને અમદાવાદમાં હવે આ જ ફેસીલીટી શરૂ થઇ છે. ૭.૧ સરાઉન્ડ સાઉન્ડ ડોલ્બી રેકોર્ડીંગની સમીર રાવલે શરૂઆત કરી અને એનું મિની પ્રિવ્યુ થીયેટર પણ બનાવવામાં આવ્યું છે. દસ ફૂટ બાય છ ફૂટનો પીવીઆર સિનેમા સ્ટાઈલ સ્ક્રીન એવા નાના સિનેમામાં બેસીને તમે આખી ફિલ્મ જોઈ શકો. ત્યાં આખી ફિલ્મનું મિક્સિંગ થઇ શકે અને સિનેમામાં જે પણ ઇક્વિપમેન્ટ વપરાય છે તે તમામ સુવિધા હવે અમદાવાદના આંગણે હશે. પ્લસ એકોસ્ટીકલી અને ટેકનીકલી અત્યારનો જે કહેવાય એવો હાઈટેક સ્ટુડીઓ બનાવ્યો છે. સ્ટુડીઓ સાઉન્ડ પ્રૂફ પણ છે અને વચ્ચે ફ્લોર તૈયાર કરવામાં આવ્યો છે. નાના કામ હોય જેમકે કોઈ લો બજેટ ફિલ્મ માટે પણ અહીં ખાસ કામ કરવામાં આવશે.



    ૫.૧ સરાઉન્ડ સાઉન્ડ જો તમે મુંબઈમાં કરવો તો ૮ થી ૧૦ લાખ રૂપિયાનો ખર્ચો થાય છે એની જગ્યાએ આપણા અમદાવાદમાં આ જ સીસ્ટમ જેમાં ડબિંગ બેકગ્રાઉન્ડ અને મિક્સિંગ લગભગ ૨.૫ લાખ રૂપિયામાં થાય. તો ખાસ્સું અંતર ઘટી જવા પામે. આ અત્યાધુનિક સુવિધા માટે ખાસ તેમના આદર્શ જેમને તેઓ માનતા હતા તે બોલીવૂડના શોમેન સુભાષ ઘાઈના હસ્તે મુહુર્ત કરવામાં આવ્યું હતું. જેઓ પોતે સંગીતના જાણકાર છે અને પોતાનો મુક્ત આર્ટસ નામનો સ્ટુડીઓ પણ ધરાવે છે.


n  ગજ્જર નીલેશ 

mamta soni

‘ઠાકોર નં. 1’ માં આઈટમ સોંગ બાદ સીધી ઉંચી છલાંગ લગાવીને મમતા સોની બની ગઈ ‘બેવફા સાજણ’


    ગુજરાતી ફિલ્મોની બ્યુટીક્વીન એટલે મમતા સોની થોડા સમય પહેલા નિર્માતા – દિગ્દર્શક ભગવાન વાઘેલાની ફિલ્મ ‘ઠાકોર નં. 1’ માં આઈટમ ડાન્સમાં નજરે પડી હતી તે પછી તો મમતા સોનીએ એક હિન્દી ફિલ્મમાં પણ પોતાના જોબનનો જાદુ પાથર્યો છે. પરંતુ તે ફિલ્મ અને તેનું સોંગ રેગ્યુલર ફિલ્મો જેવું જ છે તેમાં કંઇ નવું નથી. બીજી મહત્વની વાત એ પણ છે કે મમતા સોનીએ ટૂંક સમયમાં પોતાના દર્શકોની અને ચાહકોની સંખ્યા વધારીને હરણફાળ ભરી છે જે જાહેર છે. આમ તો મમતા વિક્રમ ઠાકોર સાથે જ ફિલ્મો કરવામાં માને છે પરંતુ આ ભગવાન વાઘેલાની બીજી ફિલ્મ ‘બેવફા સાજણ’ માં તે ગુજરાતી ફિલ્મોના જાણીતા ગાયક – હીરો જગદીશ ઠાકોર સાથે આવવાની છે. તેની પાછળની વાત કરતા મમતા કહે છે કે, હું કોઈ બીજા હીરો સાથે ફિલ્મો સ્વીકારતી જ નથી. કારણકે મે તે ભૂલ અગાઉ પણ કરી છે પરંતુ ભગવાન વાઘેલાની ફિલ્મ સ્વીકારવાનું મુખ્ય કારણ એ છે કે ફિલ્મની વાર્તા મજબુત હતી જે મારા હૃદયને સ્પર્શી ગઈ હતી. બાકી વિક્રમ સાથે મારી જોડી દર્શકોએ સ્વીકારી છે તેથી હું મારા દર્શકોનો ખૂબ ખૂબ આભાર માનું છું.

પ્ર – ‘બેવફા સાજણ’ વિષે?
ઉ – ભગવાન વાઘેલાની ફિલ્મ ‘બેવફા સાજણ’ માં હું ઇન્સ્પેક્ટરનો રોલ ભજવી રહી છું. મારું એવું પાત્ર છે કે ગુના ખતમ કરવા કરતા જે લોકો ગુના આચરે છે તેવા ગુનેગારોને જ ખતમ કરવા. તેઓ શામાટે આવા કામો કરે છે તેનું કારણ જાણવું જોઈએ અને તેને ખતમ કરવું જોઈએ. ફિલ્મમાં કાયદાકીય રીતે કડક પણ છું અને નરમ દિલની પણ બતાવવામાં આવી છું. બીજી એક વાત હું અહીં જણાવવા માગીશ કે, હું બીજા કોઈની ફિલ્મોમાં ગેસ્ટ અપીરીયન્સ જેવા રોલ કરતી જ નથી અપવાદ કે કોઈ સારૂ બેનર હોય. તે સમયે મે ભગવાન વાઘેલાની ફિલ્મમાં આઈટમ સોંગ કર્યું તો મને ગમ્યું અને એમને પણ ગમ્યું હશે. મારા સોંગથી થીયેટરમાં પબ્લિકનો ધસારો વધ્યો તો એમને એમ થયું હશે કે જો મમતા સોનીના એક સોંગથી જો ચાલતી હોય તો આખી ફિલ્મમાં મમતાને લેવાથી શું પરિણામ આવશે? તેથી તેમણે વિચાર્યું કે મમતા સોનીને લઈને ફિલ્મ બનાવીએ તો પબ્લિકનો સારો રિસ્પોન્સ મળશે. આ ઉપરાંત મારે પણ કંઇક અલગ કરવું હતું જેથી મે આ ફિલ્મ સાઈન કરી. દરેક ફિલ્મોમાં હિરોઈનના ભાગે કંઇ કરવાનું આવતું જ નથી. ઝાડ ફરતે ગીતો ગાવા અને નાચવા કુળવા સિવાય બીજું કશું નવું આવતું નથી. જયારે આ ફિલ્મમાં દર્શકોને હું એક્શન કરતી જોવા મળીશ.

પ્ર – મહિલાઓએ સમાજમાં કેટલું સશક્ત રહેવાની જરૂર છે?
ઉ – મહિલાઓને હું કહીશ કે તમે મને આ રોલમાં જોશો તો ખ્યાલ આવશે કે જીવનમાં કેવા કેવા પરિબળોનો સામનો કરવો પડતો હોય છે. અને મને ચોક્કસ વિશ્વાસ છે કે મારા પાત્ર પરથી એક પણ મહિલા સારૂ માર્ગદર્શન મેળવશે તો મને ખુશી થશે. કેમકે નિર્માતાએ મને આ રોલ માટે યોગ્ય સમજી તો હું પડદે રહીને પણ જરૂરી માર્ગદર્શક બની રહીશ. હું અત્યાર સુધી દરેક ઇન્ટરવ્યુમાં કહું છું કે એક લેડીને હંમેશા કામ કરતુ રહેવું જોઈએ. ભલે તમે ઘરની બહાર નથી નીકળી શકતા તો ઘરમાં પણ કંઇક નાનું મોટું કામ કરવું જોઈએ હું એવું માનું છું.

પ્ર – સ્ટંટ સીન જાતે ભજવશો?
ઉ – અત્યાર સુધી તો જે પણ સ્ટંટ સીન મારા ભાગે આવ્યા છે તે મે મારા જાતે જ ભજવ્યા છે કારણકે, તે બહુ નાના સ્ટંટ હતા. પણ આ ફિલ્મમાં મારા ઘણા એવા સ્ટંટ સીન હશે જે દર્શકો પણ જોઇને આશ્ચર્યમાં પડી જશે કે મમતા સોની ફક્ત શાયરીઓ નથી કરી જાણતી. તે એક સારી સ્ટંટ વુમન પણ છે.
પ્ર – ચાહકોની ભીડથી ડર લાગે છે?
ઉ – હા, મારે જયારે જાહેર કાર્યક્રમો હોય છે ત્યારે મને ભીડથી બહુ ડર લાગે છે. ભલે અમે અમારા ચાહકો વચ્ચે હોઈએ છતાં પણ મનમાં એ ડર હોય છે કે ક્યારે કોઈ ચાહક શું કદમ ઉપાડે તે અમને ખબર નથી હોતી. મને મારો એક ચાહક યાદ છે કે, જયારે હું સવારે જાગી તો ન્યુઝ પેપરમાં વાંચ્યું કે, એક છોકરાએ ‘રાધા રાધા’ નામ લખીને પોતાનું ખૂબ લોહી વહાવેલું. એમાં એવું પણ લખેલું હતું કે તે છોકરાને મને મળવું હતું. ત્યારે એવું થાય કે પોતાનું લોહી કાઢીને આવું બધું કરવાથી શું મતલબ? મારા અમુક પ્રોગ્રામોમાં પણ ફરમાઇશ આવે અને તે પણ લોહીથી કાગળ પર લખેલી હોય.



n  ગજ્જર નીલેશ