‘ધ લેડી
દબંગ’ માં જોવા મળશે ગુજરાતનો ખલી – કૃણાલ બારૈયા
બારૈયા કૃણાલ આ નામ ગુજરાતી ફિલ્મોમાં નવું
છે. તેઓ શૈલેશ શાહ નિર્મિત ‘ધ લેડી દબંગ’ ફિલ્મમાં નેગેટીવ શેડ ભજવી રહ્યા છે.
ફિરોઝ ઈરાનીના સાગરિત તરીકે. ડાયરેક્ટ ફિરોઝ ઈરાનીના સાગરિત તરીકેનો રોલ? આશ્ચર્ય
થયું ને. થાય એવું જ છે. કારણ કે તેમની પર્સનાલીટી જ કંઇક એવી છે. ગુજરાતી
ફિલ્મોના હીરો લોગ પણ તેનાથી ઓછી હાઈટ ધરાવે છે. તેઓ મૂળ ગુજરાતના છોટા ઉદેપુરના
છે અને ગુજરાતી ફિલ્મોમાં તો આવવાનું કંઇ નક્કી નહોતું પણ એક મિત્રની ભલામણ અને
પોતાની પર્સનાલીટીના કારણે આ શક્ય બન્યું. શૈલેશ શાહે પહેલીવાર જયારે તેમને જોયા
ત્યારે કહ્યું હતું કે આવી પર્સનાલીટી મે ક્યારેય ગુજરાતી ફિલ્મોમાં જોઈ નથી. કૃણાલનો
દેખાવ તમે જુઓ તો ખરેખર તમને કુશ્તી ચેમ્પિયન ખલીની યાદ આવી જાય કારણ કે તેઓ અદ્દલ
ખલી જેવો જ લૂક ધરાવે છે. તેથી તેઓ જ્યાં રહે છે ત્યાં અને આજુબાજુના વિસ્તારમાં
પણ ખલીના નામે જ પ્રખ્યાત છે.
પ્ર
– ફિલ્મોમાં કેવી રીતે આવ્યા?
ઉ
– મારા એક મિત્રએ શૈલેશ જીને મારી ભલામણ કરી અને મને શૈલેશ જીએ મળવા બોલાવ્યો અને
મારું સિલેકશન થઇ ગયું. તેઓ મને જોતા જ બોલી ઉઠેલા કે આ માણસ ફિરોઝ ભાઈના સાગરિત
એટલે કે જમના હાથ તરીકે રહેશે. ત્યાં જ મને મારો રોલ મળી ગયો. આ મારી પ્રથમ ફિલ્મ
છે જેમાં હું એવો અભિનય આપવાનો પ્રયત્ન કરીશ કે ગુજરાતી ફિલ્મોમાં હું કંઇક નવું
કરી બતાવું. ગુજરાતી ફિલ્મો ગુજરાતમાં બહુ ઓછા લોકો જુએ છે તેમને મારે કહેવું છે
કે ગુજરાતી ફિલ્મોમાં આપણી સંસ્કૃતિના દર્શન થાય છે.
પ્ર
– ફિલ્મમાં કામ કરીને કેવું લાગ્યું?
ઉ
– ફિલ્મના દિગ્દર્શક વસંત જી સાથે મને કામ કરવાની ખૂબ જ મજા આવી. તેઓ મારી આ પ્રથમ
ફિલ્મ હતી એટલે મને જરૂરી સલાહ સુચન પૂરું પાડતા હતા. તેમનો સ્વભાવ સરસ છે જે મને
ગમ્યો. મને મારી પ્રથમ ફિલ્મ હોવા છતાં એવું નહોતું લાગતું કે હું અહીં કામ કરવા
આવ્યો છું. તેમની સાથે રહીને મને ઘણું નવું નવું જાણવા મળ્યું. ફિલ્મના નિર્માતા
શૈલેશ જીનો હું ખૂબ ખૂબ આભારી છું કે તેઓએ મને તેમની ફિલ્મમાં પહેલો બ્રેક આપ્યો.
તેઓ સીનીયર પ્રોડ્યુસર હોવા છતાં એવું નહોતું લાગતું કે તેઓ કલાકારો પાસેથી વધારે
પડતું કામ લઇ રહ્યા છે. તેમની કામ કરવાની રીત જોઇને હું દંગ રહી ગયેલો. જો આવા
નિર્માતાઓ ગુજરાતમાં બે – પાંચ આવી જાય તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ ન્યાલ થઇ જાય.
પ્ર
– તમે ખલી તરીકે વધુ પ્રખ્યાત છો તો તમારા નામે ઓળખાવું પસંદ કરશો કે ખલીના?
ઉ
– જુઓ ખલી જેવું હું ફક્ત દેખાવ છું હું જ્યાં જાઉં છું ત્યાં લોકોએ જ મને જોઇને આ
નામ આપ્યું છે. એક જોતા આ નામ મારૂ ઉપનામ બની ગયું છે. પરંતુ હું તો મારા નામે જ
ઓળખવું પસંદ કરીશ. મારે મારી રીતે મારા કામથી આગળ આવવું છે. બીજાનું નામ વટાવીને
આગળ નથી આવવું. અત્યારે મે ગુજરાતી ફિલ્મોમાં આવવાનો નિર્ધાર કર્યો ચેહ જો અહીં
મને સાચી દિશા મળી જાય અને સારા રસ્તા તરફ આ ક્ષેત્ર લઇ જશે તો હું અહીં જ સેટ થવા
માગું છું. મારૂ નામ કૃણાલ છે એટલે લોકો મને કૃણાલ તરીકે જ ઓળખે એવું હું ઈચ્છું
છું.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment