શૈલેશ શાહ નિર્મિત ‘ધ લેડી દબંગ’ ની પી.એસ.આઈ. - હેતલ
સુથાર
અત્યારના આધુનિક જમાના પ્રમાણે ગુજરાતી
ફિલ્મોએ પણ તે તરફ કરવટ બદલી છે. જેમ મહિલાઓ પુરુષ સમોવડી બની રહી છે અને પુરુષના
કદમ સાથે કદમ મિલાવી ચાલી રહી છે તે વાસ્તવિકતા દેખાઈ આવે છે. આ જ વિસ્તાવિકતા હવે
નિર્માતા શૈલેશ શાહ પોતાની ફિલ્મમાં દર્શાવી રહ્યા છે. જેમ પહેલાની ફિલ્મોમાં
હિરોઈનોને કેન્દ્રમાં રાખીને ફિલ્મો બનતી હતી. તેવી ફિલ્મો હવે બની રહી છે. નિર્માતા
શૈલેશ શાહની એ ફિલ્મ એટલે ‘ધ લેડી દબંગ’ જેના દિગ્દર્શક વસંત નારકર છે. સામાજિક
જીવનમાં લુખ્ખા તત્વો સામે મર્દો તો આવે જ ચેહ પણ જો કોઈ સ્ત્રી આવા લોકોને
મેથીપાક ચખાડે તો કેવું. જે કલ્પના માત્ર વિચારતા કરી મુકે છે. ‘ધ લેડી દબંગ’ માં
આવું જ કંઇક છે. જેમાં હેમાંગી કાજના પોલીસ બેડામાં એક વધુ મહિલા આ અસામાજિક
તત્વોનો સામનો કરે છે. તે છે હેતલ સુથાર. વિક્રમ ડોડિયાની ગુજરાતી ફિલ્મ ‘બાગબાન’
થી પોતાની કેરિયરની શરૂઆત કરનારી હેતલ સુથાર મૂળ આણંદ, મોગરીની છે. જે રોલ પણ
તેમને ફિલ્મના શુટિંગ જોવા માટે ગયા અને મળી ગયો. જેમાં રાગિણી જી સાથે પ્રથમ
ફિલ્મમાં જ કામ કરવા મળ્યું તેથી તેઓ પોતાને નસીબદાર માને છે. તેઓ એકવાર નીતા
સોલંકી જે ગુજરાતી ફિલ્મોમાં જાણીતું નામ છે તેમના ભાણી સાથે શુટિંગ જોવા ગયા અને
પેલા ભાણી એ હેતલની ભલામણ કરી અને તેઓ ફિલ્મોમાં આવી ગયા. આવી ગયા પછી તેમને એવું
લાગ્યું કે આમાં કામ કરીને જો નામ પણ મળે અને કામ પણ મળે તો ખોટું શું છે? તેથી
તેઓ અહીં જ ગોઠવાઈ ગયા.
પ્ર
– ફિલ્મનું આપનું પાત્ર શું છે?
ઉ
– પહેલા તો હું એ કહીશ કે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોથી હટકે ફિલ્મ બની છે. કારણ કે આ
ફિલ્મ હીરો પ્રધાન નહિ પણ હિરોઈન પ્રધાન ફિલ્મ છે. જેથી અમારે આ ફિલ્મમાં અભિનય
કરવાનો ઘણો બધો અવકાશ મળી રહે છે. કોઈપણ કલાકાર માટે એક ઈચ્છા હોય છે કે એવી કોઈ
ફિલ્મ આવે જેમાં પોતાનો અભિનય નીખર બતાવી શકે. આ ફિલ્મ ‘ધ લેડી દબંગ’ માં હું
પી.એસ.આઈ. નું પાત્ર ભજવી રહી છું. જે ફિલ્મની મુખ્ય નાયિકા સાથે હંમેશા સાથે રહે
છે. કોઈ કમ્પલેંટ આવી હોય તો ત્યાં જવાનું વગેરે.
પ્ર
– હિરોઈન પ્રધાન ફિલ્મો બહુ ઓછી બને છે તો?
ઉ
– હું એક વાત કહું તમને એ કે એક પુરુષ જે સાહસિક કામ કરી શકે તે કામ સ્ત્રી કેમ ન
કરી શકે? ચોક્કસ કરી જ શકે. સ્ત્રી કમજોર નથી પણ તેને શૂન્યાવકાશ કોરી ખાય છે.
સમાજના લોકો તેને કોઈ ક્ષેત્રમાં આગળ નથી આવવા દેવા માંગતા. સ્ત્રીની પણ એવી
ઈચ્છાઓ હોય છે કે તે પણ કંઇક અલગ કરી દુનિયામાં પોતાનું અને પોતાના પરિવારનું નામ
રોશન કરે. હું શૈલેશજી ને ધન્યવાદ આપું છે કે તેમણે આ ફિલ્મ બનાવવાનો વિચાર કર્યો
અને અમલમાં પણ મુક્યો. તેઓ ફિલ્મથી મેસેજ આપવા માંગે છે કે સ્ત્રી એ નમાલી નથી.
તેનામાં પણ એક શક્તિ છુપાયેલી હોય છે જેને બહાર લાવવા માટે તેને કોઈના સપોર્ટની જરૂર
છે.
પ્ર
– તો આ ફિલ્મ દર્શકો સ્વીકારશે?
ઉ
– કેમ નહિ, પહેલાની ગુજરાતી ફિલ્મો જે સ્ત્રીપ્રધાન હતી તે ફિલ્મો દર્શકોએ
સ્વીકારી છે જ તો આ કેમ નહિ. મહિલાઓ અત્યારે દરેક ક્ષેત્રમાં પગરણ માંડી રહી છે તો
આ ફિલ્મથી હું તો ગુજરાતી મહિલાઓને એમ જ કહીશ કે તમે આ ફિલ ‘ધ લેડી દબંગ’ એકવાર તો
થીયેટર સુધી જઈને જુઓ જ. આમાં મહિલાને ચણીયા ચોળીમાં નથી ચિતરવામાં આવી.
પ્ર
– ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સાથે કામ કરી કેવું લાગ્યું?
ઉ
– ફિલ્મના નિર્માતા શૈલેશ જી ઘણા જ સારા પ્રોડ્યુસર છે. તેનામાં કામ કરવાની ગજબની
હિંમત હ્ચે તેઓ કદી મને લાગે છે કે કામ પ્રત્યે થાકતા નથી. તેમની સાથે કામ કરતા
મને એમ થયું કે કામ કરવા માટે મને સારૂ એવું યુનિટ મળ્યું છે. અને ફિલ્મના
ડિરેક્ટર વસંત જી પણ સરસ કામ લઇ રહ્યા છે. હજી ફિલ્મનું શૂટ ચાલુ જ છે એટલે આગળ
કામ કરતી જઈશ એમ મને આ બધા લોકો સાથે કામ કરવું ગમશે જ.
n ગજ્જત નીલેશ
No comments:
Post a Comment