આ ક્ષેત્ર સારા માટે સારૂ અને ખોટા માટે ખોટું જ
છે - નિશીથ પારેખ
જેમ દરેક ફિલ્મોમાં એક ખલનાયક હોવો જોઈએ તો જ
ફિલ્મના માપદંડ જળવાતા હોય છે એમ ગુજરાતી ફિલ્મોમાં પણ ખલનાયકોનો તોટો નથી. દરેક
ફિલ્મમાં એક તો ગુંડા ટાઈપ વ્યક્તિ મળી જ જાય. કારણ કે તો જ હીરોનો ભાર પડે. જો
રામાયણમાં રાવણ ન હોત તો રામને કોણ ઓળખાતું હોત? એમ જ જો સમાજમાં બધા સારા માણસો
હશે તો સમાજનું તંત્ર ખોરવાઈ જશે. એવી રીતે જ આપણી ગુજરાતી ફિલ્મોમાં પણ જો ખલનાયક
ન હોય તો હીરોનો કોઈ ભાવ પણ ન પૂછે. શૈલેશ શાહ નિર્મિત અને વસંત નારકર દિગ્દર્શિત
ફિલ્મ ‘ધ લેડી દબંગ’ માં પણ ખલનાયકોનો મસમોટો કાફલો હોય તેવું લાગી રહ્યું છે. જેમાં
ફિરોઝ ઈરાની તો છે જ પણ સાથે સાથે નિશીથ પારેખ નામના કલાકાર પણ હવે દર્શકોને
પોતાનો નેગેટીવ શેડ બતાવવા આવી રહ્યા છે. ફિલ્મમાં નિશીથ પારેખનું પાત્ર ફિરોઝ
ઈરાનીના માણસ તરીકે બતાવવામાં આવ્યું છે. જે તેમના બે નંબરના ધંધામાં અથવા
દાદાગીરીમાં તેમની સાથે રહીને કામ કરે છે. અગાઉ એક ટેલી ફિલ્મ ‘ભવના દુખ ભાંગે
ભાથીજી મહારાજ’ માં તેઓ કામ કરી ચુક્યા હ્ચે જે તેમની પહેલી મુવી હતી. ત્યારબાદ
શૈલેશ શાહની જ ફિલ્મ ‘જિંદગીના જમા ઉધાર’ માં એક નાનકડી વિલનની ભૂમિકા ભજવેલી. જે
ફિલ્મને દર્શકો તરફથી સારો રિસ્પોન્સ મળેલો. બાદમાં સુપરહિટ ફિલ્મ ‘ઓઢણી’ માં પણ
કામ કર્યું અને હાલ તેઓ ‘ધ લેડી દબંગ’ માં જોવા દાદાગીરી કરતા જોવા મળવાના છે. સન્ની
કહે છે કે હું શૈલેશ જીના જ સપોર્ટથી આટલો મારા કામમાં સધ્ધર છું અને તેમની જ મુવી
કરી રહ્યો છું. છ વર્ષથી સન્ની પારેખ નિર્માતા શૈલેશ શાહ સાથે કામ કરી રહ્યા છે
અને તેમને સહાયક તરીકે પણ ઘણી મદદ કરે છે. મૂળ વ્યવસાય નડિયાદ ખાતે ગુજરાત
બુલેટીનમાં પત્રકારત્વનો છે પરંતુ ફિલ્મોનો શોખ તો મનમાં પહેલેથી હતો જ તેથી તેઓને
આ લાઈનમાં પ્રવેશતા વાત નથી લાગી. સન્ની પારેખ અભિનય તો કરી જ જાણે છે સાથે સાથે
નડિયાદ ખાતે પ્રોડક્શનનું કામ પણ તેઓ બખૂબી સંભાળી રહ્યા છે. પ્રોડક્શનનું કામ ઘણી
મહેનત માગી લે તેવું હોય છે તેથી તેઓ એવી બીજી કોઈ ગડમથલમાં ન પડતા પોતાના કામ
પ્રત્યે જ પોતાનો પૂરો સમય આપે છે.
પ્ર
– ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય કેવું છે?
ઉ
- ગુજરાતી ફિલ્મોનું ભવિષ્ય સારૂ જ છે પણ લોકો ખોટું લઈને ચાલી નીકળ્યા છે કે
ગુજરાતી ફિલ્મોમાં કંઇ લેવાનું હોતું નથી. એક આ લાઈન જ એવી છે કે અહી સારા માણસોનો
લાભ પણ ખોટા માણસો ઉઠાવી જાય છે. જે વારેઘડીએ બનતું આવ્યું છે પણ નવા નવા લોકો
આમાં આવીને ફસાઈ જાય છે. આ ક્ષેત્ર સારા લોકો માટે સારૂ છે અને ખોટા માણસો માટે
ખોટું જ છે. એટલે નવા નિશાળીયાઓએ અહીં ચેતીને ચાલવાની જરૂર છે. આ લાઈનના ઘણા લોકો
કહેતા ફરે છે કે આ લાઈન ખરાબ છે તેઓને ખરાબ દેખાય છે અને જે લોકોને કામ કરવું જ છે
તેઓ માટે આ લાઈન સારી જ છે.
પ્ર
– વસંત જી વિષે કહેશો.
ઉ
– વસંત જી સાથે કામ કરવાનો અનુભવ લાજવાબ છે. મને દિલથી આનંદ થાય હ્ચે કે હું વસંત
જી સાથે કામ કરી રહ્યો છું. મને તેમની સાથે અને શૈલેશ શાહ સાથે જ કામ કરવાની વધુ
ઈચ્છા છે બીજા પ્રોડક્શન વિષે મે હજુ સુધી વિચાર્યું પણ નથી. આ ફિલ્મ ‘ધ લેડી
દબંગ’ બાદ બીજા એક નવા પ્રોજેક્ટમાં પણ હું તેમની સાથે છું જ.
પ્ર
– દીપાવલી કેવી રીતે મનાવશો?
ઉ
– દીપાવલી આપણો સહુનો મનગમતો તહેવાર છે. મારી ફિલ્મના દર્શકોને અને સિને મેજીકના
વાચકોને હું દીપાવલીની અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું કે નવું વર્ષ સૌ માટે
શુભ રહે. હેપ્પી દિવાળી અને નુતન વર્ષાભિનંદન.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment