facebook

Friday, 30 October 2015

bimal trivedi

‘ધમો ધમાલિયો’ ફિલ્મથી દર્શકોને ફિલ્મોમાં બદલાવ દેખાશે - બિમલ ત્રિવેદી



    બિમલ ત્રિવેદી જુના અને ખ્યાતનામ કલાકાર પરંતુ તેઓ અત્યાર સુધી બહુ ઓછા મીડિયામાં આવ્યા છે એટલે એમનો પરિચય હું આપીશ પણ એ પહેલા તેમની આવનારી ફિલ્મ યોગેશ પટેલ નિર્મિત અને હીરાલાલ ખત્રી દિગ્દર્શિત ‘ધામો ધમાલિયો’ જેમાં તેઓ નેગેટીવ શેડમાં જોવા મળવાના છે. શરૂઆતમાં ઘણા એવા કલાકારો હિન્દી ફિલ્મોમાં હીરો બનવા આવતા હોય છે પરંતુ તેઓ હીરો બન્યા બાદ અંતે દર્શકો તેમને વિલનના રૂપમાં જ સ્વીકારવા તૈયાર હોય છે. આવું અહીં ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમાર સાથે પણ થયેલું. તેઓ પહેલી ફિલ્મમાં હતા તો ખલનાયક જ પણ અત્યારે તેઓ લાખો દિલોના હીરો છે. આવા બીજા હીરો કમ ખલનાયક એટલે બિમલ ત્રિવેદી. જેઓ દર્શકોને થોડા સમયમાં એક અલગ જ ગેટઅપ સાથે ફિલ્મ ‘ધામો ધમાલિયો’ માં દેખાશે. જેમાં તેઓનું પાત્ર ફક્ત ગામના કહેવાતા જમીનદાર તરીકેનું છે પણ એની આડમાં તે બે નંબરના કામો કરતો હોય છે જે ગેરકાયદેસર છે. જે વાતની ગંધ ગામના કોઈપણ વ્યક્તિને સુધ્ધા નથી હોતી. એકદમ સારો માણસ છે જે પોતાની લાડથી ઉછેરેલી બહેનને પણ એટલો જ પ્રેમ કરે છે કે એ કોઈ બીજા નાના કે હલકા માણસના પ્રેમમાં પડીને પોતાનું જીવન ધૂળધાણી ન કરે. એક ભાઈ તરીકે તે ખૂબ સારો માણસ છે પણ ધંધા માટે તે કંઇ પણ કરી શકે છે એ પણ હકીકત છે. આ ફિલ્મમાં બિમલ ત્રિવેદી એક અલગ ગેટઅપ તથા તેમનો એક અલગ અંદાઝ જોવા મળશે. જેવો વર્ષો પહેલા હિન્દી ફિલ્મોમાં વિલનો માટે જોવા મળતો હતો.

    અગાઉ તેઓ રાજવીર, ચાણક્યની છેલ્લી ચાલ જેમાં તેમની અને હિતુ કનોડિયા પર એક સોંગ પણ ફિલ્માવવામાં આવેલું. દલડા દીધા પ્રીત રે બંધાણી વગેરે ફિલ્મોમાં બિમલ ત્રિવેદી હીરો તરીકે પડદા પર જોવા મળેલા. તેઓ પોતાના અભિનય બાબતે જણાવે છે કે કલાકાર માટે કોઈપણ અભિનય કરવો તે અઘરૂ ના હોવું જોઈએ. કલાકાર પાણી જેવો હોવો જોઈએ જેના અભિનયને તમે ગમે તેના રૂપમાં ઢાળી શકો. એમને પોતાના પર એટલો વિશ્વાસ છે કે તેઓને કોઈપણ અભિનય માટે પાત્ર મળ્યું છે તો તેઓએ તે પાત્રને પડદા પર જીવંત બનાવ્યું છે. તેઓ પોતે પોતાના પાત્રને સમજે છે કે આને અભિનયમાં વાળવું હોય તો તેના માટે શું ધ્યાન રાખવું જરૂરી છે.

પ્ર – ગુજરાતી ફિલ્મોનું ઓડીયન્સ ભાગી કેમ રહ્યું છે?
ઉ – તે માટે હું માનું છું ત્યાં સુધી મીડિયા એ માટે એક ઉત્તમ સાધન છે. તમે પબ્લિક ભાગે છે એમ કહ્યું તેના કરતા એમ સવાલ પૂછો કે પબ્લિકને પાછું કેમ લાવવું તે વધારે યોગ્ય ગણાશે. ભાગ્યા ક્યારે ગણાય કે તેઓ જયારે ફિલ્મ જોવા આવ્યા હોય. જે વર્ગ ફિલ્મ જોતો જ નથી તેને લાવવાનો છે. મીડિયા જો પહેલા સપોર્ટ કરે અને ગુજરાતી ફિલ્મો માટે કંઇક સમાચાર કે જાહેરાત માટેનું માધ્યમ બને અને જેમ તેઓ હિન્દી ફિલ્મોના ન્યુઝ માટે આટલા બધા અધીરા છે તેટલા જ ગુજરાતી ફિલ્મો પ્રત્યે પણ સજાગ થાય તો આ લાઈન સાથે જોડાયેલા દરેક વ્યક્તિને કંઇક સારૂ કર્યાનો આનંદ મળે. કારણ કે, તેમના કામની મીડિયા નોંધ લઇ રહ્યું છે. તમે આ સવાલ મને જો મને અલગ રીતે પૂછ્યો હોત કે ઓડીયન્સ પાછું લાવવા શું કરવું પડે તો મને વધારે ગમ્યું હોત.  પહેલાની ફિલ્મો માટે તે સમયે ઓડીયન્સ મળી રહેતું હતું એનું કારણ છે કે ત્યારે ૨૪ કલાક જોઈ શકો એટલી ચેનલો નહોતી અને ત્યારના લોકો પોતાની સંસ્કૃતિ કેવી છે તે જાણવા માટે પણ તલપાપડ હતા. તેવું ફિલ્મોમાં પ્રતિબિંબ પડતું હતું. અત્યારે ફિલ્મો તો ઘણી બધી બને છે પણ તેને જોવાવાળો વર્ગ ખોવાઈ ગયો છે. આપણે કંઇક નવું અને મનોરંજક આપશું તો ફિલ્મો ચાલવાની જ છે. નવા નવા નિર્માતાઓ અને દિગ્દર્શકો આ બધું હાલના સમય પ્રમાણે કરી જ રહ્યા છે. આ ફિલ્મ ‘ધામો ધમાલિયો’ પણ આજની યંગ જનરેશનને ધ્યાને લઈને જ બની છે. જે દર્શકો જોશે એટલે તેમને પણ ફિલ્મો માટે માન થશે કે ગુજરાતી ફિલ્મોમાં બદલાવ આવી રહ્યો છે.



n  ગજ્જર નીલેશ 

Thursday, 29 October 2015

bhagwan vaghela

ફિલ્મની સ્ટોરી મજબૂત અને મનોરંજક હશે તો દર્શકો ફિલ્મ જોવા આવવાના જ છે - ભગવાન વાઘેલા


    ભગવાન વાઘેલા એક એવું નામ જેને હવે ઇન્ડસ્ટ્રીઝમાં ઓળખની જરૂર નથી. તેમની દરેક ફિલ્મો તેમના પ્રોડક્શનના નામથી અને કલાકારોના લાજવાબ અભિનયથી જ ઓળખાય છે. સતત ફિલ્મો બનાવી રહેલા અને ફિલ્મોમાં કામ કરતા નાના મોટા તમામ લોકો જે તેમની ફિલ્મો સાથે જોડાયેલા છે તેના ખરા હૃદયથી આભાર માને છે. ફિલ્મો, તેનું નિર્માણ, દિગ્દર્શન, તેની કથા – પટકથા, ગીતો વગેરે હંમેશા ભગવાન વાઘેલા પોતે જ તૈયાર કરે છે. એટલે જ તેમના ગીતો ગુજરાતી પ્રેક્ષકોમાં પ્રોપ્યુલર થયા છે. તેમની એક ફિલ્મ ‘મને રૂદિયે વ્હાલા બાપા સીતારામ’ માં જયારે હિતુ કનોડિયાની એન્ટ્રી થાય છે ત્યારે તે કહે છે ‘હું ભગવાન વાઘેલા’ ત્યારે ખરેખર તાળીઓ પાડવાનું મન થાય છે. એથી પણ વધુ કહીએ તો ભગવાન વાઘેલા ઘણા નવા કલાકારોને તક આપીને તેમની કેરિયર બનાવવા માટે હંમેશા તૈયાર હોય છે. તેમને એવું લાગે કે આ વ્યક્તિમાં કંઇક તો આવડત છે તેને તેઓ તક આપે છે. જેમાં વિશાળ ઠાકોર અને કલ્પેશ પ્રજાપતિ તેમની સાથે જ રહીને ઘડાયેલા કલાકારો છે. હાલ તેઓ તેમના બેનર ‘કલામંદિર ફિલ્મ્સ’ માં વધુ એક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ ‘બેવફા સાજણ’ છે. આ ફિલ્મથી તેઓ ખૂબ જ ઉત્સાહિત છે કારણ કે આ ફિલ્મમાં તેઓએ પડદા પર પ્રથમવાર જગદીશ ઠાકોર અને મમતા સોનીને સાથે લીધા છે. અગાઉ મમતા સોનીએ તેમની ફિલ્મ ‘ઠાકોર નં. 1’ માં એક આઈટમ સોંગ કર્યું હતું. જેથી કહી શકાય કે હવે તેઓ મેઈન લીડ ભૂમિકામાં જ મમતાને લઇ રહ્યા હોય. તેમની દરેક ફિલ્મોને પ્રેક્ષકોએ વખાણી છે જેથી તેઓ કહે છે કે અમારો આ એક પ્રયાસ છે કે જગદીશ ઠાકોર અને મમતા સોનીની જોડી હજી સુધી કોઈ ફિલ્મમાં જોવા મળી નથી. તેથી જો અમને જરા પણ સફળ થઈશું તો અમને એમ લાગશે કે અમે જે કામ કર્યું છે તે એળે નથી ગયું.

પ્ર – તમારી છેલ્લી ફિલ્મને કેવો રિસ્પોન્સ મળેલો?
ઉ – મારી છેલ્લી ફિલ્મ ‘ઠાકોર નં. 1’ ને પ્રેક્ષકોએ વખાણી હતી. ફિલ્મનો વિષય લોકોને ખૂબ પસંદ પડેલો. તેના ગીતો એક લવ સોંગ, આઈટમ સોંગ વગેરેથી ફિલ્મમાં ઘણો સારો આવકાર મળ્યો હતો. એક ફિલ્મ ઘણા બધા લોકો દ્વારા બનતી હોય છે જેમાં કોઈ એકને ફિલ્મનો યશ આપવો યોગ્ય નથી. જો ફિલ્મ ચાલી હોય તો બધા એમ જ કહે છે કે મારે લીધે ફિલ્મ ચાલી પણ એવું નથી. ફિલ્મની સફળતા પાછળ ઘણા બધા લોકો હોય છે. ફિલ્મની સ્ટોરી મજબૂત અને મનોરંજક હશે તો દર્શકો ફિલ્મ જોવા આવવાના જ છે.
પ્ર – અત્યારે સ્ત્રીકેન્દ્રિત ફિલ્મો વધુ બને છે તો તમે બનાવશો?
ઉ – હું અત્યારે આ ફિલ્મ શરૂ કરી રહ્યો છું જેના પછી મારો પણ એવો જ વિચાર છે કે એક સ્ત્રીકેન્દ્રિત ફિલ્મ બનવું. જેના પર અમે અત્યારથી વિચારવાનું તો શરૂ કરી જ દીધું છે કે એવી કોઈ વાર્તા હોય જે હજી સુધી ગુજરાતી ફિલ્મોમાં આવી ના હોય.

    ૫ મે થી ભગવાન વાઘેલા નિર્મિત ફિલ્મ ‘બેવફા સાજણ’ ઓનફ્લોર જઈ રહી છે. કલામંદિર ફિલ્મ્સ (અમદાવાદ) ના બેનરમાં બની રહેલી આ ફિલ્મનું દિગ્દર્શન તેઓ પોતે જ સંભાળશે. કથા – પટકથા, સંવાદ અને ગીતો પણ તેમના જ છે. ફિલ્મનું સંગીત આપશે મૌલિક મહેતા. કલાકારોમાં જગદીશ ઠાકોર, મમતા સોની ઉપરાંત ફિલ્મની ખાસ વિશિષ્ટતા એ છે કે મમતા સોની સાથે સગાઇ થઇ ચુકી છે તે ગૌરવ અગ્રવાલ આ ફિલ્મમાં ખાસ ભૂમિકામાં જોવા મળશે. જેઓ સૌપ્રથમવાર આ ફિલ્મથી રૂપેરી પડદે એન્ટ્રી કરી રહ્યા છે. જેમાં તેઓની ભૂમિકા નેગેટીવ શેડમાં જોવા મળશે. અન્ય કલાકારોની વરણી હાલ ચાલુ છે.
પ્ર – ગોવિંદભાઈ પટેલ આપના ગુરુ હતા?
ઉ – હા, ગોવિંદભાઈ મારા ગુરુ જ હતા. આજે ગુજરાતી ફિલ્મોમાં હું જે કંઇ પણ છું એ ફક્ત ને ફક્ત ગોવિંદભાઈ પટેલની બદોલત જ છું એમ કહીશ. મારી પ્રથમ ફિલ્મ ‘સાહ્યબો મારો શાને રીસાણો’ નું મુહુર્ત તેમણે જ કર્યું હતું. ત્યારે એમણે મને આશીર્વાદ આપેલા અને કહેલું કે તારામાં આગળ વધવાની હિંમત છે. બસ ત્યારથી મને અંદરથી જ ખૂબ ઉત્સાહ રહેતો કે ફિલ્મ બનાવીશ અને લોકોનું મનોરંજન કરતો રહીશ.



n  ગજ્જર નીલેશ  

hiten kumar

છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન થીયેટરોની સંખ્યા જુઓ તો ખ્યાલ આવશે કે એના પર પુષ્કળ દુર્લક્ષ્ય કરવામાં આવ્યું છે - હિતેન કુમાર


    ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કાયાપલટ કરવા માટે સતત એક દાયકાથી વધારે સંઘર્ષ કરી રહેલા હિતેન કુમારના મતે ગુજરાતી ફિલ્મોમાં સુધાર આવે તે માટે 14 વર્ષમાં અનેક ફિલ્મો કરી તેમ છતાં કોઈ ફેર પડ્યો નથી. સારી ગુજરાતી ફિલ્મોની અછતની સામે બહોળા પ્રમાણમાં ગુજરાતી દર્શકો નથી. ગુજરાતી ફિલ્મો માટે શહેરમાં દર્શકવર્ગ ઉભો થશે નહીં ત્યાં સુધી ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સોનેરી ભવિષ્ય મળી શકે તેમ નથી તે વાતનો સ્વીકાર કરતા હિતેન કુમાર હજૂ જ્યાં સુધી શરીર અભિનય કરી જાણશે ત્યાં સુધી ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માંગે છે.
    સબસીડી વિષે હિતેન કુમારે કહ્યું કે ગુજરાતી ફિલ્મોને ફક્ત સબસીડીની જરૂર નથી પણ એની સાથે આખા માળખાની જરૂર છે. આજે ગુજરાતમાં છેલ્લા ૧૫ વર્ષ દરમ્યાન થીયેટરોની સંખ્યા જુઓ તો ખ્યાલ આવશે કે એના પર પુષ્કળ દુર્લક્ષ્ય કરવામાં આવ્યું છે. થીયેટરના મેઇન્ટેનેન્સ માટે જે ગર્વમેન્ટની પોલીસી પ્રમાણે દરેક પ્રેક્ષક પાસેથી જે પણ ટીકીટનું રેવન્યુ આવે એની અંદરથી ચાર રૂપિયા થીયેટરોને આપવામાં આવે જે ડિરેક્ટરોના ખિસ્સામાંથી કટ થાય છે. જે એ ચાર રૂપિયા મેઇન્ટેનેન્સ કટ કરવા માટે આવતા હતા. એના થકી મેઇન્ટેનેન્સ કેટલું થયું એના પર પણ ક્યારેય કોઈ તરફથી ધ્યાન આપવામાં નથી આવ્યું. જેટલા થીયેટરો આપણી પાસે અવેલેબલ ચેહ એની કન્ડીશન એટલી ખરાબ છે અને જે રીતે સંખ્યાઓ ઘટી રહી છે. હું જયારે ૧૯૯૮ માં આવ્યો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ત્યારે સાડા ત્રણસોની આસપાસ થીયેટરો હતા. આજે એની માંડ પચ્ચીસ ટકા જેટલી રહી ગઈ છે. તો એ માળખાની જરૂર છે તે મારા માટે સબસીડી કરતા એ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કામ કરવું વધારે મહત્વનું છે. જેના માટે સરકારનું ધ્યાન દોરવું જરૂરી છે. જયારે એક્ઝીબીશન સેન્ટર નહિ હોય ત્યારે એક્ચ્યુલ પ્રાદેશિક સિનેમા ક્યારેય મલ્ટીપ્લેક્ષના આધાર પર સર્વાઈવ નહિ થઇ શકે. કારણ કે, ગુજરાતમાં સાચું ગુજરાત જે ફિલ્મ જોવાવાળો વર્ગ છે તે છે અને તે લોકો એકદમ નાના ગામડાઓમાં રહે છે. એમની સંખ્યા બહુ મોટા પ્રમાણમાં ચેહ પણ તેમના માટે આપણી પાસે થીયેટરો નથી. એના પર ખરેખર ગર્વમેન્ટ ધ્યાન આપે તો સારૂ.
    જયારે આપણે થીયેટરોના માલિકોને ચાર રૂપિયાનો બેનીફીટ કરાવીએ છીએ તો તેના પર એક કમિટીનું નિર્માણ થવું બહુ જરૂરી છે કે તેઓ થીયેટરને સાફ રાખીને જોવાલાયક બનાવે છે કે નહિ? અને બીજા રાજ્યોની જેમ જો એક થીયેટર નાબુદ થાય કે પછી એને તોડી નાખવામાં આવે તો ત્યાં ભલે કમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવો પણ સાથે સાથે થીયેટર પણ બનવું જોઈએ એ નિયમ પણ કડક રીતે પળાવો જોઈએ. બીજા રાજ્યોમાં આવું જ છે. એના કારણસર થીયેટરોની સંખ્યા પુષ્કળ ઘટી જવા પામી છે. અત્યારે સુરત કે અમદાવાદમાં જે રીતે થીયેટરો ઓછા થઇ રહ્યા છે તો પ્રેક્ષકો ફિલ્મો જોવા, મનોરંજન મેળવવા જશે ક્યાં? એટલે પછી વળી પાછો પાયરસીનો સવાલ. તે ડીવીડી મંગાવીને ઘરે જોશે. સુરતમાં વરાછા વિસ્તારમાં વૈશાલી કે રાજમહેલમાંથી લાખોનો બીઝનેસ ફિલ્મો કરતી હતી તે થીયેટરો અત્યારે નેસ્તનાબુદ થઇ ગયા છે. તો એ થીયેટરો નાબુદ થયા તે જગ્યાએ નવા રૂપરંગ સાથે બીજા થીયેટરો થવા જોઈએ કે નહિ?
    સબસીડી વિષે કહ્યું કે આપણે ધારાધોરણ મુજબની ફિલ્મો બને તે જોઇને સબસીડીમાં થોડા ઘણા ફેરફાર કરી કરમુક્તિથી લઈને સબસીડીની વ્યવસ્થા આપવામાં આવે. જે મહારાષ્ટ્રમાં નિયમ છે કે ત્યાની પ્રાદેશિક ભાષા માટે એક અલગ જ થીયેટર ત્યાં છે. તો આપણે પણ આ નિયમ માટે લડવું જોઈએ કે જે આપણી રીઝનલ સિનેમા છે તેને મલ્ટીપ્લેક્સમાં પાંચ સિનેમામાંથી એક સિનેમા આપવી જ પડે. તો આપણને અને આપણી ભાષાની ફિલ્મોને બહુ મોટો ફાયદો થઇ શકે એમ છે.



n  ગજ્જર નીલેશ 

alpesh chaudhari

તમારી અંદર રહેલી કાબેલિયત પર પણ જો તમે કાબુ ના રાખી શકો અને સફળતાના નશામાં છકી જાવ તો તે કાબેલિયત કોઈ કામની નથી - અલ્પેશ ચૌધરી


    ચૌધરી ફિલ્મ્સ પ્રા. લિ. બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘તારો સૂર મારા ગીત’ ના વાર્તા બે ગાયકો વચ્ચેની છે જેમાં એક સિંગર ટોચ પર પંહોચે અને અને તેનામાં ઘમંડ આવી જાય છે. તમારી અંદર રહેલી કાબેલિયત પર પણ જો તમે કાબુ ના રાખી શકો અને સફળતાના નશામાં છકી જાવ તો તે કાબેલિયત કોઈ કામની નથી. જેના લીધે તમે આસમાન પર બેઠા છો ક્યારેક તેના લીધે જ તમારે જમીન પર ઉંધા માથે પછડાટ ખાવાનો વારો આવે છે. અમુક લોકો સફળતાને ઝીરવી શકતા નથી. ફિલ્મનો મૂળ પ્લોટ આ દર્શાવે છે. ફિલ્મના નિર્માતા અલ્પેશ ચૌધરી કહે છે કે, બીજી ઘણી બધી ફિલ્મો લવ સ્ટોરીના વિષય પર બને છે અને અમારે દર્શકોને કંઇક યુનિક કન્સેપ્ટ આપવો હતો. સિનેમા લાઈનની અંદર બધાને ક્રીએશન્સ રીક્વાયરમેન્ટ હોય છે. જેના માટે ક્રિએટીવ વસ્તુ કરવા માટે અમે અલગ સબ્જેક્ટ પસંદ કર્યો. હિતેન કુમારને લેવાનું ખાસ કારણ જણાવતા કહે છે કે, હિતેન કુમારનું આ ઇન્ડસ્ટ્રીઝમાં એક અલગ સ્થાન છે. તેમનો ચાહકવર્ગ બહોળો છે જેઓ હિતેન કુમાર પાછળ અથવા એમની એક્ટિંગ પાછળ પાગલ છે. આ રોલ માટે શરૂઆતથી હિતેન કુમાર તૈયાર હતા અને એમને પણ આ રોલ ખૂબ ગમ્યો હતો. બીજા હીરોની વાત કરૂ તો મારે તે પાત્ર માટે એક સામાન્ય ચેહરો ધરાવતા યુવકની જરૂર હતી. જે મને શ્યામ ઠાકોરમાં દેખાયો. ફિલ્મનું શૂટ પૂર્ણ થઇ ગયું છે અને હું દરેક કલાકાર માટે એમ કહીશ કે, તેમણે મને ફૂલ સપોર્ટ કર્યો. નાના ભાઈની જેમ મને દરેક નાના મોટા કલાકારોએ મદદ કરી છે. મારી આખી ફિલ્મનું શૂટ થયું અને એક સરસ અનુભવ રહ્યો તેનું શ્રેય હું તમામ નાના મોટા કલાકાર અને તમામ ટેકનીશ્યનો ઉપરાંત દરેક સ્પોટબોયને આપું છું. ફિલ્મના શૂટ દરમિયાન મારો એક જ નિર્ધાર હતો કે દરેક વ્યક્તિ પોતપોતાનું કામ કરે અને બીજાના કામમાં દખલઅંદાઝી ના કરે. ફિલ્મની એક કલાકાર કરીના શાહ વિષે કહીશ કે, અગાઉ તેણે ઘણા ડ્રામા પ્લે કર્યા છે અને મોડેલીંગમાં ઘણું મોટું નામ ધરાવે છે.

    ચૌધરી ફિલ્મ્સ પ્રા. લિ. બેનર હેઠળ બની રહેલી ફિલ્મ ‘તારો સૂર મારા ગીત’ ના નિર્માતા અલ્પેશ ચૌધરી અને મનીષ ચૌધરી છે. દિગ્દર્શક મનીષ ચૌધરી છે. એસોસિએટ ડિરેક્ટર હેરી બારૈયા છે. લાઈન પ્રોડ્યુસર રાજ ઠક્કર છે. કથા – પટકથા અને સંવાદ લખ્યા છે રસિક નિર્મળે. શબ્દોને ગીતે મઢ્યા છે બલદેવસિંહ ચૌહાણ અને મનીષ પ્રજાપતિએ જેને સંગીત આપ્યું છે કમલેશ વૈદ્ય (આરોહી સ્ટુડીઓ) એ. ગીતોને સુમધુર કઠ આપેલા ગાયકો જય ચાવડા, ઐશ્વર્યા મઝમુદાર, જલ્પાબેન છે. છબીકલા વિરલ પટેલ (અનુ) ની છે. સંકલનકાર ઘનશ્યામભાઈ છે. ફાઈટ માસ્ટર મહંમદ અમદાવાદી છે જયારે ડાન્સ માસ્ટર અશ્વિન માસ્ટર, રામદેવન અને મહેશ બલરાજ છે. કલાકારોમાં સુપર સ્ટાર હિતેન કુમાર, મીલેનીયમ મેગા સ્ટાર નરેશ કનોડિયા, કિરણ આચાર્ય, શ્યામ ઠાકોર, ક્રિના શાહ, રાકેશ પુજારા, જીતું પંડ્યા, નીલેશ મિસ્ત્રી, જાગૃતિ ગોસ્વામી વગેરે પોતાની અભિનય પ્રતિભા બતાવશે.
ફિલ્મનું શૂટ પૂર્ણ થઇ ગયું છે અને ઓગસ્ટમાં રીલીઝ કરવાની તૈયારી નિર્માતાઓ દર્શાવી રહ્યા છે.



n  ગજ્જર નીલેશ 

nilesh parmar

ગુજરાતી ફિલ્મોનો નવો ચેહરો નીલેશ પરમાર


    મૂળ ગોધરા તાલુકાના કરસાણા ગામના વતની અને અભ્યાસમાં બી.એ., બી. એડ. થયેલા નીલેશ પરમારે કોલેજ દરમિયાન સારા એવા સ્ટેજ પ્રોગ્રામો કરી અને પોતાના નામનો ડંકો તો વગાડી જ દીધેલો. સાથે સાથે તેઓ એક સારા મિમિક્રી આર્ટીસ્ટ પણ છે. બોલીવૂડની ફિલ્મોના નામાંકિત કલાકારો જેવા કે શાહરૂખ ખાન, નાના પાટેકર વગેરેના આવજની તેઓ હુબહુ નકલ કરી શકે છે. આવા સ્ટેજ પ્રોગ્રામો અને મીમીક્રીની સાથે સાથે અભ્યાસ તો ચાલુ જ હતો. સમય જતા નીલેશ પરમારને નિર્માતા, દિગ્દર્શક પંકજ ગાંધીનો સાથ મળ્યો. આગાઉ તેઓ ચારેક ધાર્મિક આલ્બમો પણ કરી ચુકેલા છે. જેમાં તેઓ નાના નાના રોલ કરતા. જેમ પૂછતાં પૂછતાં પંડિત થવાય એમ નીલેશ પરમાર પણ આ બધી વસ્તુઓથી ઘડતા ગયા અને હાલ તેઓ પંકજ ગાંધી સાથે જ એક ફિલ્મ કરી રહ્યા છે જેનું નામ હમણાં તેઓ જાહેર કરવા માંગતા નથી. જેમાં નીલેશ પરમારના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મમાં તેઓનો સકારાત્મક રોલ હશે. અહીં આ ઇન્ડસ્ટ્રીઝમાં આવીને તેઓને ખુશીની લાગણી થાય છે. તેઓ કહે છે કે, ગુજરાતી ભાષા પ્રત્યે મને અનહદ લગાવ છે જેથી મને અત્યારે ગુજરાતી ફિલ્મ પંકજ ગાંધી તરફથી મળી છે તો હું તેમનો ખુબ ખુબ આભાર માનું છું કે તેઓએ મને એક સારો રોલ આપ્યો. મે જયારે પ્રથમ વખત આ ફિલ્મ માટે કેમેરાનો સામનો કર્યો ત્યારે અંદરથી એક ડર હતો કે મારાથી અભિનયમાં કે ડાયલોગ વ્યવસ્થિત બોલશે કે નહિ. પરંતુ પંકજ ગાંધીએ મને હિંમત આપી અને કહ્યું કે તું એકવાર કેમેરા સામે ડર કાઢી નાખીશ એટલે તારા માટે આ કામ સરળ થઇ જશે. તેમનું આ પ્રોત્સાહન મારા માટે કામ કરી ગયું અને ત્યારબાદ મે એકદમ મન શાંત કરીને એક એક સીન આપવાની શરૂઆત કરી. આવી રીતે જો નવા નવા કલાકારોને ટ્રીટ કરવામાં આવે તો કામમાં પણ બદલાવ દેખાઈ આવે છે. આગળ જતા રોમેન્ટિક પાત્રો ભજવવાની ખ્વાહીશ ધરાવતા નીલેશ પરમાર પંકજ ગાંધી સાથે હમણાં ટૂંક સમયમાં જ મોટા પડદે દેખાશે જેની દર્શકોએ રાહ જોવી પડશે.



n  ગજ્જર નીલેશ 

jeet patel

ફિલ્મ અંત સુધી જોયા બાદ દર્શકો અવાચક થઇ જશે એવો ફિલ્મનો એન્ડ બતાવવામાં આવ્યો છે : જીત પટેલ


    ‘પ્રેમના પારખા ના લેજો માણારાજ’ ફિલ્મ પોતાના નામથી જ ઘણું કહી જાય છે. જેમકે, બે પ્રેમીઓ એકબીજાને અનહદ ચાહતા હોય અને તેનો પ્રેમ દુનિયાથી પણ ના ડરતો હોય તેવા સમયે અચૂક કોઈને કોઈ વિઘ્ન આવીને ઉભું જ હોય છે. જેનો ફિલ્મના ટાઈટલ પરથી જ ખ્યાલ આવી જાય છે. પારિવારિક સ્ટોરી છે જેમાં ડગલેને પગલે પ્રેમના પારખા લેતી કથાવસ્તુ છે જે દર્શકોને પસંદ આવશે. પ્રેમની કોઈ ઉંમર કે જતી ધર્મ નથી નડતા તથા પ્રેમ જીતે કે પૈસો તે પણ આ ફિલ્મમાં રજૂ કરવામાં આવ્યું છે. જયારે પ્રેમીને મળવા માટે દિલની ધડકન થંભી જાય છે અને બધા વિરોધ કરતા હોય છે ત્યારે છેલ્લો વિચાર ભાગવાનો જ આવે છે કે ભાગીને જ પ્રેમલગ્ન કરીએ અને પોતાનું એક ઘર વસાવીએ. જેમાં પણ પ્રેમીઓને નિષ્ફળતાનો જ સામનો કરવો પડે છે. અંતે પ્રેમિકાને ખ્યાલ આવે છે કે હું આ પગલું ભરી રહી છું તે ખરેખર યોગ્ય છે? માતા પિતા સાથેનો સંબંધ અને એક પ્રેમી જે તો ફક્ત મને થોડા સમયથી જ જાણે છે જેના માટે મારે મારા માતાપિતાને છોડવા માતાપિતા સાથે અન્યાય છે. આવા વિચાર આવતા ભાગવાનો પ્લાન પડતો મુકે છે. જેમાં દર્શકો માટે એક સંદેશ પણ છે કે તમે પોતાના પ્રેમને ખાતર માતાપિતાને છોડવા તૈયાર થાવ છો તે બરાબર નથી. ફિલ્મનું શુટિંગ અને એડીટીંગ પૂર્ણ થઇ ગયું છે હાલ ડબિંગની પ્રક્રિયા પૂર્ણ થતા સેન્સરમાં જશે. ફિલ્મનો કોન્સેપ્ટ એકદમ નવો છે સાથે સાથે લવસ્ટોરી પણ છે. ફિલ્મના દિગ્દર્શક જીત પટેલના કહેવા મુજબ અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મોમાં એવો હીરો આવ્યો નથી જેવો અમે આ ફિલ્મમાં લઈને આવીશું. મે તેને જોયો એટલે મને તેની પર્સનાલીટી ગમી ગઈ અને મે મનોમન નક્કી કરી લીધેલું કે આ વ્યક્તિ મારી ફિલ્મમાં હીરો તરીકે જામશે અને મે એમ જ કર્યું. દોઢસો વ્યક્તિઓમાં જો હીરોને શોધવાનો હોય તો પ્રથમ દ્રષ્ટિ મારી ફિલ્મના હીરો પર જ પડે તેવું બોડી એણે મેઈન્ટેન કરેલું છે. મે જોયેલી ગુજરાતી ફિલ્મોમાં મને આવો લૂક કોઈનામાં પસંદ આવ્યો નથી. મારા હીરોને હું પ્રથમ બ્રેક આપી રહ્યો છું જેના માટે મને પણ ગર્વ થાય છે કે તે મારી સાથે જ રહેશે. ફિલ્મ અંત સુધી જોયા બાદ દર્શકો અવાચક થઇ જશે એવો ફિલ્મનો એન્ડ બતાવવામાં આવ્યો છે. ફિલ્મના કુલ ચાર ગીતોને વેસ્ટર્ન ટચ આપવામાં આવ્યો છે. જેમાં ત્રણ ગીત લવ સોંગ છે જયારે એક આઈટમ સોંગનો તડકો લગાવવામાં આવ્યો છે જે ફિલ્મની હિરોઈન આરતી સોની પર ફિલ્માવવામાં આવ્યું છે અને તેની કોરિયોગ્રાફી પણ તેણે જ કરેલી છે. ગીતોમાં શરૂઆતમાં જે ટાઈટલ સોંગ રાખવામાં આવેલું તેમાં ફિલ્મના દિગ્દર્શક જીત પટેલને જામી નહિ તેથી સોંગના શબ્દોમાં થોડો ઘણો ફેરફાર કરી નવું સોંગ બનાવવામાં આવ્યું. હિન્દી ફિલ્મોમાં જેવા લોકેશનો ગીતો માટે પસંદ કરવામાં આવે છે જેમકે શાહરૂખ ખાન અને દિવ્યા ભારતીની ફિલ્મ દીવાનાના સોંગ લોકેશન જેવા પસંદ કરવામાં આવ્યા છે. જે ઘણા વર્ષો બાદ ‘પ્રેમના પારખા ના લેજો માણારાજ’ ફિલ્મમાં જોવા મળશે. એક ખાસ વાત જીત પટેલ દિગ્દર્શિત ફિલ્મ ‘પ્રેમના પારખા ના લેજો માણારાજ’ માટે પહેલા આઠ સોંગ તૈયાર કરવામાં આવેલા જેમાંથી તેમણે ચાર સોંગ પર પસંદગી ઉતારેલી અને તે ચાર ગીતોને ફિલ્મમાં સમાવવામાં આવ્યા.

    વધુમાં જીત પટેલ જણાવે છે કે, ફિલ્મના યુનીટે મને પૂરેપૂરો સહકાર આપ્યો અને અમે પણ યુનિટ બાબત એટલા જ જવાબદાર હતા કે કોઈને મુશ્કેલી ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. કોઈપણ વસ્તુની જરૂર પડતી તો તેને સેટ પર થોડા સમયમાં હાજર કરી દેવામાં આવતી હતી. અમે એવી કાળજી પણ રાખેલી કે સેટ પર ક્યાંય કોઈ વ્યક્તિ દારૂ ના પી શકે કે કોઈ વાહિયાત વસ્તુ પણ લાવી શકે.

    જે.જે.કાનાણી ફિલ્મ્સ એન્ટરટેઇનમેન્ટના બેનરમાં બની રહેલી અને શ્યામ માર્કેટિંગ (મેંદરડા) પ્રસ્તુત ફિલ્મ ‘પ્રેમના પારખા ના લેજો માણારાજ’ ના નિર્માતા હિતેશભાઈ ગોધાણી અને જીત પટેલ છે સહનિર્માતા શરદ પટેલ, પ્રવીણ કે. સફારી, ગોરખ મહાજન અને અરવિંદ મકવાણા છે. જયારે દિગ્દર્શનની પૂરી જવાબદારી જીત પટેલે જ નિભાવી છે. સહદિગ્દર્શક અશોક બારૈયા અને કમલેશ રાજપૂત છે. કથા જીત પટેલની છે જયારે પટકથા, સંવાદ કમલેશ રાજપુતના છે. ફિલ્મના કર્ણપ્રિય ગીતોને શબ્દોથી મઢ્યા છે કમલેશ રાજપૂત અને જીત કાનાણીએ. જેને સંગીત આપ્યું છે જયદીપ રાવલ અને ઇશાન પંડ્યાએ. ફિલ્મના નયનરમ્ય દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે ભવદીપ દેસાઈએ. સંકલનકર રાહુલ સાવજ અને અંકિત ભાવસાર છે. ડાન્સ માસ્ટર આરતી સોની અને દીપક તુરી છે જયારે ફાઈટ માસ્ટર રાકેશ રામી છે. ફિલ્મનું પ્રોડક્શન કાર્ય અશોક બારૈયાએ સુપેરે નિભાવ્યું છે અને પોસ્ટ પ્રોડક્શન નીતિન જોશી છે.  



n  ગજ્જર નીલેશ 

harshad kandoliya

હર્ષદ કંડોલિયા નિર્મિત ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ની કથા મુહુર્ત સમયે દરેક કલાકારે વખાણી



    તા. ૪ એપ્રિલના રોજ ગુજરાતી મલ્ટી સ્ટારર ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ નું શુભ મુહુર્ત યોજાઈ ગયું. હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલિયા ત્રણેય નિર્માતાઓ કંડોલિયા ફિલ્મ્સના બેનર હેઠળ એક રોમેન્ટિક લવસ્ટોરી પર આધારિત વિષય પસંદ કરી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. મુહુર્ત પહેલા ફિલ્મ માટે ફ્લોર પર તડામાર તૈયારીઓ થઇ રહી હતી. એક તરફ સવારના ૫ વાગ્યાથી યુનિટના દરેક સભ્યો એટલા ઉત્સાહિત હતા કે ગુજરાતી ફિલ્મોના દર્શકોને એક નવી જ વાર્તા સાથે કંઇક નવું નજરાણું પીરસીએ. તો બીજી તરફ રાજપીપળાના કાલાઘોડા ખાતે સેટ લગાવવાની તૈયારીઓ પુરજોશમાં ચાલુ હતી. સવારે ૭ વાગ્યે સૌ સેટ પર હાજર હતા. મુહુર્ત સમય થતા ફિલ્મના નિર્માતા મનીષ પટેલે શ્રીફળ વિધિ કરી તથા કેમેરાની સ્વીચ ઓન કરી શુભ શરૂઆત કરી. જૈમીની ત્રિવેદી અને યામિની જોશી પર પ્રથમ શોટ લેવામાં આવ્યો. સેટ પર હાજર ફિલ્મના તમામ કલાકારો અને આમંત્રિત મહેમાનોએ ફિલ્મના નિર્માતાઓને તેમની બીગ બજેટ ફિલ્મ માટે શુભેચ્છા પાઠવી.
    ત્યારબાદ સૌને નિર્માતા તરફથી મીઠું મોં કરાવીને ફિલ્મના બીજા સીન્સનું શુટિંગ શરૂ કરવામાં આવ્યું. સેટનું લાઈવ ચિત્રણ કરવામાં આવે તો ફિલ્મના દિગ્દર્શક રાહુલ વેગડ અને વિજય દલવાડી બીજા સીન માટે ફિલ્મના હીરો રાજદીપ બારોટ અને ફિલ્મની હિરોઈન રીના સોનીને સીન સમજાવી રહ્યા હતા. જે સીનમાં રાજદીપ બારોટે બાઈક પર સીન ભજવવાનો હતો. સેટ પર બાઈક હાજર કરવામાં આવ્યું. તેના પર રાજદીપ બારોટે પરફેક્ટ સીન ભજવ્યો. ચીફ આસી. ડિરેક્ટર વિનોદ મેવાડા તરફથી ફિલ્મના દરેક દ્રશ્યો જોરદાર બની રહ્યા. તેઓ પોતાના કામને જ વધુ મહત્વ આપે છે. જૈમીની ત્રિવેદી સ્ક્રીપ્ટ વાંચી રહ્યા હતા. તેઓના અમુક સીન્સ પત્યા પછી તેઓએ સંવાદોના ખૂબ જ વખાણ કરેલા અને કહેલું કે, આવા સંવાદો મે મારી આજ સુધીની એક પણ ફિલ્મમાં નથી બોલ્યા. ખૂબ જ સરસ સંવાદો લખાયા છે. ઉનાળાના ધોમધખતા તાપમાં પણ ફિલ્મના કલાકારો અભિનય આપી રહ્યા હતા. એ.સી. થીયેટરમાં બેઠા બેઠા ફિલ્મ જોતા પ્રેક્ષકોને એ વાતનો ખ્યાલ પણ નથી હોતો કે કલાકારો ધોમધખતો તાપ હોય, ઠંડી હોય કે વરસાદમાં પલળીને પણ સેટ પર હાજર થઇ જતા હોય છે. જે ફક્ત ગુજરાતી ફિલ્મોના પ્રેક્ષકોના મનોરંજન માટે જ.


    પ્રોડક્શન મેનેજર પરેશ વ્યાસ અને તેમની ટીમનું કામ ખૂબ જ વખાણવાલાયક રહ્યું. સવારે વહેલા ચાર – પાંચ વાગ્યે જાગીને ફિલ્મના દૂરના લોકેશન પર જરૂરી વ્યવસ્થા થઇ જતી હતી. ફિલ્મના પૂરા યુનીટને અત્યારે એક સપ્તાહ કરતા પણ વધુ સમય થઇ ગયો છતાં પણ દરેક મેમ્બર પોતપોતાનું કામ બખૂબી નિભાવે છે. હાલ રાજપીપળાના નયનરમ્ય લોકેશનો પર બે કેમેરા યુનિટ સાથે અલગ અલગ જગ્યાઓ પર ફિલ્મનું શૂટ ચાલુ છે.
    ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ફિલ્મમાં બબ્બે ડાયરાના કિંગ રાજદીપ બારોટ અને રાકેશ બારોટને લઈને નિર્માતાએ તેમની ફિલ્મને અત્યારથી જ નંબર વન બનાવી દીધી છે સાથે જ બિનગુજરાતી હિરોઈન અને અત્યારે ગુજરાતી ફિલ્મોમાં સર્વોચ્ચ શિખર પર બિરાજમાન પ્રીનલ ઓબેરોય છે સાથે સાથે પોતાનો એક અલગ જ ચાહક વર્ગ ધરાવતી અને ખૂબસૂરત રીના સોની છે. ફિલ્મના અન્ય કલાકારોમાં જૈમીની ત્રિવેદી, યામિની જોશી, જીતુ પંડ્યા, રોહિત મહેતા, ક્રિષ્ના ઝાલા, રાજેશ ઝવેરી, પરેશ વ્યાસ, મિતલ પટેલ, આરતી ઠક્કર, ખ્યાતી વાઘેલા વગેરે છે. આ ઉપરાંત દર ત્રીજી ફિલ્મે જોવા મળતા ખલનાયક ફિરોઝ ઈરાની અને ભાવનગરનો નવો ચેહરો પ્રેમ કંડોલિયા વિલનની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની કથા ભાવનગરના જ યુવાન રાહુલ વેગડે લખી છે. જેને ફિલ્મના કલાકારોએ પણ વખાણી છે. પટકથા – સંવાદો પણ તેમના જ છે. ફિલ્મનું કર્ણપ્રિય સંગીત આપ્યું છે ગુજરાતની બેલડી મનોજ વિમલે. રાજપીપળાના રમણીય લોકેશનો જેમકે, નદી કિનારો, પ્રમોદવિલા પેલેસ, ગાર્ડન વગેરેને કેમેરે કંડારશે અનુ પટેલ અને રાજુ જામ. ડાન્સ માસ્ટર જુના અને જાણીતા જેમનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આદરથી નામ લેવાય છે તે માધવ કિશન અને મહેશ બલરાજ. સ્ટીલ ફોટોગ્રાફી નટવરસિંહ ગોહિલ કરી રહ્યા છે. ફિલ્મનું શુટિંગ હાલ પુરજોશમાં રાજપીપળા ખાતે ચાલુ છે.



n  ગજ્જર નીલેશ