ફિલ્મ અંત સુધી જોયા બાદ દર્શકો અવાચક થઇ જશે એવો
ફિલ્મનો એન્ડ બતાવવામાં આવ્યો છે : જીત પટેલ
‘પ્રેમના પારખા ના લેજો માણારાજ’ ફિલ્મ પોતાના
નામથી જ ઘણું કહી જાય છે. જેમકે, બે પ્રેમીઓ એકબીજાને અનહદ ચાહતા હોય અને તેનો
પ્રેમ દુનિયાથી પણ ના ડરતો હોય તેવા સમયે અચૂક કોઈને કોઈ વિઘ્ન આવીને ઉભું જ હોય
છે. જેનો ફિલ્મના ટાઈટલ પરથી જ ખ્યાલ આવી જાય છે. પારિવારિક સ્ટોરી છે જેમાં
ડગલેને પગલે પ્રેમના પારખા લેતી કથાવસ્તુ છે જે દર્શકોને પસંદ આવશે. પ્રેમની કોઈ
ઉંમર કે જતી ધર્મ નથી નડતા તથા પ્રેમ જીતે કે પૈસો તે પણ આ ફિલ્મમાં રજૂ કરવામાં
આવ્યું છે. જયારે પ્રેમીને મળવા માટે દિલની ધડકન થંભી જાય છે અને બધા વિરોધ કરતા
હોય છે ત્યારે છેલ્લો વિચાર ભાગવાનો જ આવે છે કે ભાગીને જ પ્રેમલગ્ન કરીએ અને
પોતાનું એક ઘર વસાવીએ. જેમાં પણ પ્રેમીઓને નિષ્ફળતાનો જ સામનો કરવો પડે છે. અંતે
પ્રેમિકાને ખ્યાલ આવે છે કે હું આ પગલું ભરી રહી છું તે ખરેખર યોગ્ય છે? માતા પિતા
સાથેનો સંબંધ અને એક પ્રેમી જે તો ફક્ત મને થોડા સમયથી જ જાણે છે જેના માટે મારે
મારા માતાપિતાને છોડવા માતાપિતા સાથે અન્યાય છે. આવા વિચાર આવતા ભાગવાનો પ્લાન
પડતો મુકે છે. જેમાં દર્શકો માટે એક સંદેશ પણ છે કે તમે પોતાના પ્રેમને ખાતર
માતાપિતાને છોડવા તૈયાર થાવ છો તે બરાબર નથી. ફિલ્મનું શુટિંગ અને એડીટીંગ પૂર્ણ
થઇ ગયું છે હાલ ડબિંગની પ્રક્રિયા પૂર્ણ થતા સેન્સરમાં જશે. ફિલ્મનો કોન્સેપ્ટ
એકદમ નવો છે સાથે સાથે લવસ્ટોરી પણ છે. ફિલ્મના દિગ્દર્શક જીત પટેલના કહેવા મુજબ
અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મોમાં એવો હીરો આવ્યો નથી જેવો અમે આ ફિલ્મમાં લઈને
આવીશું. મે તેને જોયો એટલે મને તેની પર્સનાલીટી ગમી ગઈ અને મે મનોમન નક્કી કરી
લીધેલું કે આ વ્યક્તિ મારી ફિલ્મમાં હીરો તરીકે જામશે અને મે એમ જ કર્યું. દોઢસો
વ્યક્તિઓમાં જો હીરોને શોધવાનો હોય તો પ્રથમ દ્રષ્ટિ મારી ફિલ્મના હીરો પર જ પડે
તેવું બોડી એણે મેઈન્ટેન કરેલું છે. મે જોયેલી ગુજરાતી ફિલ્મોમાં મને આવો લૂક
કોઈનામાં પસંદ આવ્યો નથી. મારા હીરોને હું પ્રથમ બ્રેક આપી રહ્યો છું જેના માટે
મને પણ ગર્વ થાય છે કે તે મારી સાથે જ રહેશે. ફિલ્મ અંત સુધી જોયા બાદ દર્શકો
અવાચક થઇ જશે એવો ફિલ્મનો એન્ડ બતાવવામાં આવ્યો છે. ફિલ્મના કુલ ચાર ગીતોને
વેસ્ટર્ન ટચ આપવામાં આવ્યો છે. જેમાં ત્રણ ગીત લવ સોંગ છે જયારે એક આઈટમ સોંગનો
તડકો લગાવવામાં આવ્યો છે જે ફિલ્મની હિરોઈન આરતી સોની પર ફિલ્માવવામાં આવ્યું છે
અને તેની કોરિયોગ્રાફી પણ તેણે જ કરેલી છે. ગીતોમાં શરૂઆતમાં જે ટાઈટલ સોંગ
રાખવામાં આવેલું તેમાં ફિલ્મના દિગ્દર્શક જીત પટેલને જામી નહિ તેથી સોંગના
શબ્દોમાં થોડો ઘણો ફેરફાર કરી નવું સોંગ બનાવવામાં આવ્યું. હિન્દી ફિલ્મોમાં જેવા
લોકેશનો ગીતો માટે પસંદ કરવામાં આવે છે જેમકે શાહરૂખ ખાન અને દિવ્યા ભારતીની ફિલ્મ
દીવાનાના સોંગ લોકેશન જેવા પસંદ કરવામાં આવ્યા છે. જે ઘણા વર્ષો બાદ ‘પ્રેમના
પારખા ના લેજો માણારાજ’ ફિલ્મમાં જોવા મળશે. એક ખાસ વાત જીત પટેલ દિગ્દર્શિત ફિલ્મ
‘પ્રેમના પારખા ના લેજો માણારાજ’ માટે પહેલા આઠ સોંગ તૈયાર કરવામાં આવેલા જેમાંથી
તેમણે ચાર સોંગ પર પસંદગી ઉતારેલી અને તે ચાર ગીતોને ફિલ્મમાં સમાવવામાં આવ્યા.
વધુમાં જીત પટેલ જણાવે છે કે, ફિલ્મના યુનીટે
મને પૂરેપૂરો સહકાર આપ્યો અને અમે પણ યુનિટ બાબત એટલા જ જવાબદાર હતા કે કોઈને
મુશ્કેલી ના પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું. કોઈપણ વસ્તુની જરૂર પડતી તો
તેને સેટ પર થોડા સમયમાં હાજર કરી દેવામાં આવતી હતી. અમે એવી કાળજી પણ રાખેલી કે સેટ
પર ક્યાંય કોઈ વ્યક્તિ દારૂ ના પી શકે કે કોઈ વાહિયાત વસ્તુ પણ લાવી શકે.
જે.જે.કાનાણી ફિલ્મ્સ એન્ટરટેઇનમેન્ટના
બેનરમાં બની રહેલી અને શ્યામ માર્કેટિંગ (મેંદરડા) પ્રસ્તુત ફિલ્મ ‘પ્રેમના પારખા
ના લેજો માણારાજ’ ના નિર્માતા હિતેશભાઈ ગોધાણી અને જીત પટેલ છે સહનિર્માતા શરદ
પટેલ, પ્રવીણ કે. સફારી, ગોરખ મહાજન અને અરવિંદ મકવાણા છે. જયારે દિગ્દર્શનની પૂરી
જવાબદારી જીત પટેલે જ નિભાવી છે. સહદિગ્દર્શક અશોક બારૈયા અને કમલેશ રાજપૂત છે. કથા
જીત પટેલની છે જયારે પટકથા, સંવાદ કમલેશ રાજપુતના છે. ફિલ્મના કર્ણપ્રિય ગીતોને
શબ્દોથી મઢ્યા છે કમલેશ રાજપૂત અને જીત કાનાણીએ. જેને સંગીત આપ્યું છે જયદીપ રાવલ
અને ઇશાન પંડ્યાએ. ફિલ્મના નયનરમ્ય દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે ભવદીપ દેસાઈએ.
સંકલનકર રાહુલ સાવજ અને અંકિત ભાવસાર છે. ડાન્સ માસ્ટર આરતી સોની અને દીપક તુરી છે
જયારે ફાઈટ માસ્ટર રાકેશ રામી છે. ફિલ્મનું પ્રોડક્શન કાર્ય અશોક બારૈયાએ સુપેરે
નિભાવ્યું છે અને પોસ્ટ પ્રોડક્શન નીતિન જોશી છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment