બિમલ ત્રિવેદી જુના અને ખ્યાતનામ કલાકાર પરંતુ તેઓ અત્યાર સુધી બહુ
ઓછા મીડિયામાં આવ્યા છે એટલે એમનો પરિચય હું આપીશ પણ એ પહેલા તેમની આવનારી ફિલ્મ
યોગેશ પટેલ નિર્મિત અને હીરાલાલ ખત્રી દિગ્દર્શિત ‘ધામો ધમાલિયો’ જેમાં તેઓ
નેગેટીવ શેડમાં જોવા મળવાના છે. શરૂઆતમાં ઘણા એવા કલાકારો હિન્દી ફિલ્મોમાં હીરો
બનવા આવતા હોય છે પરંતુ તેઓ હીરો બન્યા બાદ અંતે દર્શકો તેમને વિલનના રૂપમાં જ
સ્વીકારવા તૈયાર હોય છે. આવું અહીં ગુજરાતી ફિલ્મોમાં હિતેન કુમાર સાથે પણ થયેલું.
તેઓ પહેલી ફિલ્મમાં હતા તો ખલનાયક જ પણ અત્યારે તેઓ લાખો દિલોના હીરો છે. આવા બીજા
હીરો કમ ખલનાયક એટલે બિમલ ત્રિવેદી. જેઓ દર્શકોને થોડા સમયમાં એક અલગ જ ગેટઅપ સાથે
ફિલ્મ ‘ધામો ધમાલિયો’ માં દેખાશે. જેમાં તેઓનું પાત્ર ફક્ત ગામના કહેવાતા જમીનદાર
તરીકેનું છે પણ એની આડમાં તે બે નંબરના કામો કરતો હોય છે જે ગેરકાયદેસર છે. જે વાતની
ગંધ ગામના કોઈપણ વ્યક્તિને સુધ્ધા નથી હોતી. એકદમ સારો માણસ છે જે પોતાની લાડથી
ઉછેરેલી બહેનને પણ એટલો જ પ્રેમ કરે છે કે એ કોઈ બીજા નાના કે હલકા માણસના
પ્રેમમાં પડીને પોતાનું જીવન ધૂળધાણી ન કરે. એક ભાઈ તરીકે તે ખૂબ સારો માણસ છે પણ
ધંધા માટે તે કંઇ પણ કરી શકે છે એ પણ હકીકત છે. આ ફિલ્મમાં બિમલ ત્રિવેદી એક અલગ
ગેટઅપ તથા તેમનો એક અલગ અંદાઝ જોવા મળશે. જેવો વર્ષો પહેલા હિન્દી ફિલ્મોમાં વિલનો
માટે જોવા મળતો હતો.
અગાઉ તેઓ રાજવીર, ચાણક્યની છેલ્લી ચાલ જેમાં
તેમની અને હિતુ કનોડિયા પર એક સોંગ પણ ફિલ્માવવામાં આવેલું. દલડા દીધા પ્રીત રે
બંધાણી વગેરે ફિલ્મોમાં બિમલ ત્રિવેદી હીરો તરીકે પડદા પર જોવા મળેલા. તેઓ પોતાના
અભિનય બાબતે જણાવે છે કે કલાકાર માટે કોઈપણ અભિનય કરવો તે અઘરૂ ના હોવું જોઈએ.
કલાકાર પાણી જેવો હોવો જોઈએ જેના અભિનયને તમે ગમે તેના રૂપમાં ઢાળી શકો. એમને
પોતાના પર એટલો વિશ્વાસ છે કે તેઓને કોઈપણ અભિનય માટે પાત્ર મળ્યું છે તો તેઓએ તે
પાત્રને પડદા પર જીવંત બનાવ્યું છે. તેઓ પોતે પોતાના પાત્રને સમજે છે કે આને અભિનયમાં
વાળવું હોય તો તેના માટે શું ધ્યાન રાખવું જરૂરી છે.
પ્ર
– ગુજરાતી ફિલ્મોનું ઓડીયન્સ ભાગી કેમ રહ્યું છે?
ઉ
– તે માટે હું માનું છું ત્યાં સુધી મીડિયા એ માટે એક ઉત્તમ સાધન છે. તમે પબ્લિક
ભાગે છે એમ કહ્યું તેના કરતા એમ સવાલ પૂછો કે પબ્લિકને પાછું કેમ લાવવું તે વધારે
યોગ્ય ગણાશે. ભાગ્યા ક્યારે ગણાય કે તેઓ જયારે ફિલ્મ જોવા આવ્યા હોય. જે વર્ગ
ફિલ્મ જોતો જ નથી તેને લાવવાનો છે. મીડિયા જો પહેલા સપોર્ટ કરે અને ગુજરાતી ફિલ્મો
માટે કંઇક સમાચાર કે જાહેરાત માટેનું માધ્યમ બને અને જેમ તેઓ હિન્દી ફિલ્મોના
ન્યુઝ માટે આટલા બધા અધીરા છે તેટલા જ ગુજરાતી ફિલ્મો પ્રત્યે પણ સજાગ થાય તો આ
લાઈન સાથે જોડાયેલા દરેક વ્યક્તિને કંઇક સારૂ કર્યાનો આનંદ મળે. કારણ કે, તેમના
કામની મીડિયા નોંધ લઇ રહ્યું છે. તમે આ સવાલ મને જો મને અલગ રીતે પૂછ્યો હોત કે
ઓડીયન્સ પાછું લાવવા શું કરવું પડે તો મને વધારે ગમ્યું હોત. પહેલાની ફિલ્મો માટે તે સમયે ઓડીયન્સ મળી
રહેતું હતું એનું કારણ છે કે ત્યારે ૨૪ કલાક જોઈ શકો એટલી ચેનલો નહોતી અને ત્યારના
લોકો પોતાની સંસ્કૃતિ કેવી છે તે જાણવા માટે પણ તલપાપડ હતા. તેવું ફિલ્મોમાં
પ્રતિબિંબ પડતું હતું. અત્યારે ફિલ્મો તો ઘણી બધી બને છે પણ તેને જોવાવાળો વર્ગ
ખોવાઈ ગયો છે. આપણે કંઇક નવું અને મનોરંજક આપશું તો ફિલ્મો ચાલવાની જ છે. નવા નવા
નિર્માતાઓ અને દિગ્દર્શકો આ બધું હાલના સમય પ્રમાણે કરી જ રહ્યા છે. આ ફિલ્મ ‘ધામો
ધમાલિયો’ પણ આજની યંગ જનરેશનને ધ્યાને લઈને જ બની છે. જે દર્શકો જોશે એટલે તેમને
પણ ફિલ્મો માટે માન થશે કે ગુજરાતી ફિલ્મોમાં બદલાવ આવી રહ્યો છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment