ગુજરાતી ફિલ્મોનો નવો ચેહરો નીલેશ પરમાર
મૂળ
ગોધરા તાલુકાના કરસાણા ગામના વતની અને અભ્યાસમાં બી.એ., બી. એડ. થયેલા નીલેશ
પરમારે કોલેજ દરમિયાન સારા એવા સ્ટેજ પ્રોગ્રામો કરી અને પોતાના નામનો ડંકો તો
વગાડી જ દીધેલો. સાથે સાથે તેઓ એક સારા મિમિક્રી આર્ટીસ્ટ પણ છે. બોલીવૂડની
ફિલ્મોના નામાંકિત કલાકારો જેવા કે શાહરૂખ ખાન, નાના પાટેકર વગેરેના આવજની તેઓ
હુબહુ નકલ કરી શકે છે. આવા સ્ટેજ પ્રોગ્રામો અને મીમીક્રીની સાથે સાથે અભ્યાસ તો
ચાલુ જ હતો. સમય જતા નીલેશ પરમારને નિર્માતા, દિગ્દર્શક પંકજ ગાંધીનો સાથ મળ્યો.
આગાઉ તેઓ ચારેક ધાર્મિક આલ્બમો પણ કરી ચુકેલા છે. જેમાં તેઓ નાના નાના રોલ કરતા.
જેમ પૂછતાં પૂછતાં પંડિત થવાય એમ નીલેશ પરમાર પણ આ બધી વસ્તુઓથી ઘડતા ગયા અને હાલ
તેઓ પંકજ ગાંધી સાથે જ એક ફિલ્મ કરી રહ્યા છે જેનું નામ હમણાં તેઓ જાહેર કરવા
માંગતા નથી. જેમાં નીલેશ પરમારના જણાવ્યા પ્રમાણે આ ફિલ્મમાં તેઓનો સકારાત્મક રોલ
હશે. અહીં આ ઇન્ડસ્ટ્રીઝમાં આવીને તેઓને ખુશીની લાગણી થાય છે. તેઓ કહે છે કે,
ગુજરાતી ભાષા પ્રત્યે મને અનહદ લગાવ છે જેથી મને અત્યારે ગુજરાતી ફિલ્મ પંકજ ગાંધી
તરફથી મળી છે તો હું તેમનો ખુબ ખુબ આભાર માનું છું કે તેઓએ મને એક સારો રોલ આપ્યો.
મે જયારે પ્રથમ વખત આ ફિલ્મ માટે કેમેરાનો સામનો કર્યો ત્યારે અંદરથી એક ડર હતો કે
મારાથી અભિનયમાં કે ડાયલોગ વ્યવસ્થિત બોલશે કે નહિ. પરંતુ પંકજ ગાંધીએ મને હિંમત
આપી અને કહ્યું કે તું એકવાર કેમેરા સામે ડર કાઢી નાખીશ એટલે તારા માટે આ કામ સરળ
થઇ જશે. તેમનું આ પ્રોત્સાહન મારા માટે કામ કરી ગયું અને ત્યારબાદ મે એકદમ મન શાંત
કરીને એક એક સીન આપવાની શરૂઆત કરી. આવી રીતે જો નવા નવા કલાકારોને ટ્રીટ કરવામાં
આવે તો કામમાં પણ બદલાવ દેખાઈ આવે છે. આગળ જતા રોમેન્ટિક પાત્રો ભજવવાની ખ્વાહીશ
ધરાવતા નીલેશ પરમાર પંકજ ગાંધી સાથે હમણાં ટૂંક સમયમાં જ મોટા પડદે દેખાશે જેની
દર્શકોએ રાહ જોવી પડશે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment