facebook

Saturday 29 August 2015

aditi sing

 મંત્રીની દીકરીની ભૂમિકામાં જોવા મળશે અદિતિ સિંગ


    એક્ટરનો એક અલગ મોભો હોય છે. તમે કોમેડી શોનું એન્કરીંગ કરતા હો તો તમારી પાસે જોક્સનો અખૂટ ભંડાર હોવો જરૂરી છે. સાથે હાસ્ય નીપજાવી શકાય તેવા હાવભાવ ચહેરા પર લાવી શકાય જરૂરી બને છે. એ જ રીતે રૂપિયા જીતાડનારા પ્રોગ્રામ માટે પણ તમારૂ જ્ઞાન જરૂરી બને છે. પણ એક ખરા કલાકાર પાસે તો આ બધી જ ખાસિયતો હોવી જ જોઈએ. આવા જ એક આર્ટીસ્ટ અદિતિ સિંગ વિષે વાત કરવી છે તેમની આવનારી ફિલ્મ ‘ઓઢણી’ બાબતે. પણ તે પહેલા તેમના વિષે થોડુક.
    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કલાકાર દંપતી જો કોઈ હોય તો પહેલા નામ આવે દીપક ઘીવાલા અને તેમના પત્ની રાગીણીનું. કરણ કે, તેઓએ સાથે સાથે ઘણી ફિલ્મોમાં પતિ – પત્નીના કિરદારો ભજવ્યા છે. ત્યારબાદ જો કોઈ દંપતી ફિલ્મોમાં હોય તો તે છે નિશાંત પંડ્યા – અદિતિ સિંગ. તેમની બંનેની જોડીમાં આવેલી ફિલ્મોમાં ‘હું પૂજારણ તારા પ્રેમની’, ‘નાસ્તિક’, ‘જિંદગીના જમા ઉધાર’, ‘ખોડીયાર માતાની કૃપા’ વગેરે છે. તથા એક રાજસ્થાની મુવી ‘જય જય નારાયણ દેવ’ પણ અદિતિએ કરી છે.
પ્ર – ‘ઓઢણી’ ફિલ્મના આપના પાત્ર વિષે.
ઉ – ફિલ્મમાં હું ‘માહી’ નામની યુવતી જે મંત્રીની દીકરી હોય છે તેવું પાત્ર ભજવી રહી છું. મારી પેરમાં નિશાંત પંડ્યા છે. માહીની સગાઇ પરાક્રમ સિંહની દીકરા જોડે કરવામાં આવે છે પણ નિશાંત મને પેમ કરતા હોય છે. જે સગાઇ દરમ્યાન જે મહેફિલ ચાલતી હોય છે ત્યાં આવે છે અને ?
બાકી ફિલ્મ જોયા પછી...(હસે છે)
પ્ર – ગુજરાતી ફિલ્મો ઓછી ચાલવાનું કારણ શું ?
ઉ – આઈ થીંક હું માનું છું કે જો સ્ટાર કાસ્ટ સારી હોય, ફિલ્મની સ્ટોરી ચીલાચાલુ ફિલ્મો કરતા અલગ કંઇક ધાંસુ હોય અને છેલ્લી વાત ફિલ્મનો જે રીતે પ્રચાર થવો જોઈએ તે રીતે થતો નથી. તો ફિલ્મો ક્યાંથી ચાલવાની છે. દર્શકો પ્રોમો જોશે ટીવી પર તો થીયેટર સુધી આવશે ને.
પ્ર – મનપસંદ હીરો ?
ઉ – હિન્દી ફિલ્મોમાં સલમાન ખાન અને ગુજરાતીમાં સવાલ જ પેદા થતો નથી નિશાંત પંડ્યા અને હિતેન કુમાર.
પ્ર – તમારૂ પ્રિય પાત્ર જે ભજવવાની ઈચ્છા હોય.

ઉ – મારી ઈચ્છા છે કે હું એક હોરર મુવીમાં કામ કરૂ જેમાં હું ટાઈટલ રોલ ભજવું પણ એવી મુવી ગુજરાતમાં બનતી નથી તે અફસોસની વાત છે. 

No comments:

Post a Comment