facebook

Friday 28 August 2015

hitu kanodiya

હું તો પલમાં દિલને જીતું, ઓ ડાર્લિંગ માય નેમ ઇઝ હિતુ
હિતુ કનોડિયા


મોરના ઈંડા ચીતરવા ન પડે’ આ કહેવત મેહુલ કુમાર દિગ્દર્શિત – નિર્મિત ‘મનડાના મોર’ માં આયેશા ઝુલ્કા સાથે ચમકીને કેરિયર શરૂ કરનારા જુનિયર કનોડિયાને એકદમ બંધબેસતી થાય છે. વાચકો સમજી જ ગયા હશે કે ગુજરાતી ફિલ્મક્ષેત્રે ત્રણ દાયકાથી લોકહદયમાં રાજ કરી રહેલા અને ડાન્સિંગ સ્ટારની ઈમેજ ધરાવતા ગુજ્જુ જમ્પિંગ જેક નરેશ કનોડિયાના દીકરા હિતુ કનોડિયાની વાત કરી રહ્યા છીએ. હિતુ કનોડિયાને ફિલ્મક્ષેત્રે બે દાયકા ઉપરનો સમય વીતી ગયો. શરૂઆતમાં હિતુએ થોડો – ઘણો સંઘર્ષ વેઠવો પડ્યો હતો પરંતુ હાલ તેઓ હિટ અભિનેતાઓની યાદીમાં સામેલ છે. પોતાનું એક અલગ સ્થાન ધરાવે છે. પોતાની ઓળખ ધરાવે છે. ટૂંક સમયમાં હિતુ કનોડિયા શ્રી ફિલ્મ્સ કોર્પોરેશન પ્રસ્તુત, નિર્માતા ડી. વી. પટેલની ફિલ્મ ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ ફિલ્મમાં આવી રહ્યા છે. તો આવો જાણીએ તેમના પાત્ર વિષે.

પ્ર – ફિલ્મમાં આપના પાત્ર વિષે વાચકોને જણાવશો.
ઉ - ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ ફિલ્મમાં મારું પાત્ર એક ઇન્સ્પેક્ટરનું છે. જે ખૂબ જ ઈમાનદાર ઇન્સ્પેક્ટર હોય છે. આપણા દેશનું રાષ્ટ્રીય પ્રતિક ત્રણ સિંહની આકૃતિ છે જેની નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હોય છે. ખરેખર તો ચાર સિંહ હોય છે જે પાછળનો સિંહ દેખાતો નથી. પરંતુ ફિલ્મમાં ઇન્સ્પેક્ટર પોતાને ચોથો સિંહ ગણાવે છે. જે લાચાર, પરવશ લોકો માટે લડવા હંમેશા તત્પર રહે છે.
પ્ર – તમારું કામ લોકોને જશવંત ગાંગાણીની ફિલ્મ ‘મારા રૂદિયે રંગાણા તમે સાજણા’ માંય ગમ્યું હતું પણ.........?
ઉ – તમે કહેવા માંગો છો એ હું સમજી ગયો. આ ફિલ્મ ખાસ ચાલી નહિ, એ અફસોસની વાત છે પણ એ ખૂબ જ મહેનત લઈને બનાવવામાં આવી હતી અને ખૂબ જ સારી બની હતી. એ મારી અલગ જ પ્રકારની ફિલ્મ હતી. મને લાગ્યું કે મારા પ્રશંસકો એવી અપેક્ષા રાખે છે કે હું અલગ અલગ પ્રકારના પાત્રો કરું. તેમની એ અપેક્ષાને ધ્યાનમાં રાખીને જ મેં હવે પાત્રોની પસંદગીમાં ચીવટ લેવા માંડી છે. એનું પરિણામ મને હવે સફળતારૂપે જોવે મળે છે.

પ્ર – મોનાથીબા સાથે જ ફિલ્મો કેમ કરો છો ?
ઉ – મોના માટે મને સોફ્ટ કોર્નર છે અને એની મારી સાથેની કેમેસ્ટ્રી પ્રેક્ષકોએ પણ સ્વીકારી છે અને હું મોના સાથે જ ફિલ્મો કરૂ છું એવું નથી. એ સિવાય પણ ઘણી હિરોઈનો સાથે હું ફિલ્મો કરું છું. ‘વિધિના વિધાન’ માં ક્રિષ્ણા હતી, ‘ધર્મ લાભ’ માં પ્રાંજલ ભટ્ટ, ‘નહિ રે છૂટે તારો સાથ’ માં ?????? છે. ‘રાજવીર’ માં મારી હિરોઈન કિરણ આચાર્ય હતા અને આ ફિલ્મ ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ માં પણ કિરણ આચાર્ય જ છે. એક્ચ્યુલી મોના સાથેના મારા જે પણ પ્રોજેક્ટ હોય છે, તે કંઇક હટકે હોય છે અને અમને બંનેને સારા અને હટકે પ્રોજેક્ટ કરવામાં રસ વધારે હોય છે. જેમ કે, ‘જન્મદાતા’, ’સુરજ ઉગ્યો શમણાંને દેશ’, ‘કંકુ પુરાયું માં અંબાના ચોકમાં’ આ બધી સારી અને કંઇક અલગ પ્રકારની ફિલ્મો હતી.
પ્ર – તમારા મનની એવી કઈ વાત છે જે તમે લોકો સમક્ષ જાહેર કરવા માંગો છો ?
ઉ – હા, નિર્માતા – દિગ્દર્શક જશવંત ગાંગાણીની ફિલ્મ ‘મારા રૂદિયે રંગાણા તમે સાજણા’ માટે અમે ખૂબ જ ઉત્સાહિત હતા. આ ફિલ્મ રીલીઝ થયા પછી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી તો ઘણા બધા કોલ આવ્યા હતા આ ફિલ્મ માટે, પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝ સિવાયના ફક્ત ગુજરાતી ફિલ્મોના શોખીન લોકોએ પણ ફિલ્મ જોઇને ખૂબ જ વખાણ કાર્ય હતા. આ ફિલ્મનું સંગીત ગૌરાંગભાઈ વ્યાસનું હતું જે ખૂબ જ સરસ બન્યું હતું. અમે અમારો સંપૂર્ણ અનુભવ, આવડત અને મહેનત આ ફિલ્મ પાછળ લગાવી હતી. તે છતાં આ ફિલ્મ મલ્ટીપ્લેકસમાં સુરત છોડીને એવરેઝ રહી હતી અને સિંગલ સ્ક્રીન સિનેમામાં પણ એવરેઝ બીઝનેસ કર્યો હતો. આટલી સારી ફિલ્મ હોવા છતાં પૂરતા પ્રેક્ષકો મળતા નથી તો ખબર નથી પડતી કે પ્રેક્ષકોને શું જોઈએ છે ? આ ફિલ્મ સફળ થઇ હોત તો મને જ નહિ પરંતુ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને પણ નવું જોશ મળત. મેં હવે સારી વાર્તા, સારો વિષય, સારા દિગ્દર્શક સાથે જ કામ કરવાનું નક્કી કર્યું છે. અત્યાર સુધી ઘણા નવા કલાકારોને સપોર્ટ કરવા માટે તેમની ફિલ્મોમાં મેં સપોર્ટીંગ એક્ટર તરીકે પણ ઘણું કામ કર્યું છે. અત્યારે પણ સપોર્ટીંગ એક્ટર માટે ઘણા ફોન આવે છે. પરંતુ મારે હવે સપોર્ટીંગ એક્ટર તરીકે વધુ કામ કરવાની ઈચ્છા નથી. મારૂ માનવું છે કે મેં આપબળે અને મહેનતથી ઉભી કરેલી સફળતા અને નામ મારી સાથે છે. હું એકલો હોઉં અને પબ્લિક મને સ્વીકારે છે, બાકી સપોર્ટીંગ એક્ટર તરીકે મારે કામ નથી નરવું.
પ્ર – ફિલ્મો માટે આગળ શું વિષારી રહ્યા છો ?
ઉ – સારી ફિલ્મો, સારી ભૂમિકા અને એમાં સારું કામ કરવું, પપ્પા જેવું નામ કમાવવું, એવોર્ડઝ જીતવા, નામના મેળવવી...............     

di; mso-bidi-language:GU'>ઉ – હાલમાં હું ભુપતભાઈ ભાવનગરીની ફિલ્મ ‘કેસર કેશવ ને કંકુ’ તથા ડી. વી. પટેલની ફિલ્મ ‘પ્રીતને કાજે જગથી બાંધ્યા મેં વેર’ નું શુટિંગ કરી રહ્યો છું. જેમાં મારો રોલ પોઝીટીવ છે.

પ્ર – સબસીડી વિષે શું કહેશો ?
ઉ – સબસીડી વિષે મારે એઝ એ એક્ટર કઈ બોલવાનું હોતું જ નથી પરંતુ તો પણ ગુજરાતી ફિલ્મો માટે સબસીડી અત્યારે એક વરદાન સાબિત થાય છે. સબસીડી બંધ થવાથી નિર્માતાઓ નારાજ થયા હોય, નાખુશ થયા હોય એ વાત બરાબર છે પણ એક વસ્તુ છે કે જે નિર્માતાઓ સબસીડી માટે જ ફિલ્મો બનાવતા હતા તે લોકોને મોટો ફટકો પડશે. તે લોકો આમાંથી બાકાત થઇ જશે કારણ કે તે લોકો ફક્ત સબસીડીની લાલચથી જ ફિલ્મો બનાવતા હતા. અને ગુજરાતી ફિલ્મોનું સ્ટાડર્ડ સુધરશે અને જે નિર્માતાઓ સારી ક્વોલીટીની ફિલ્મો બનાવતા હશે તેઓને સબસીડીથી કંઈ ફરક પડતો નથી કારણ કે તેઓનું બજેટ જ ત્રીસ – ચાલીસ લાખ હોય તેને પાંચ લાખથી શું ફરક પડે છે ? છતાં પણ અત્યારે જે પરિસ્થિતિ છે જે થીયેટરોનો પ્રોબ્લેમ છે તેને જોતા સબસીડી ખૂબ જ સહાયરૂપ બને તે પણ કે હકીકત છે.  

n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment