facebook

Friday 28 August 2015

chandani chopra

‘આબુથી ઉતર્યા માં અર્બુદા’ તથા ‘ચેહર કરે મહેર તો થાય લીલાલહેર’ એક સાથે બે ફિલ્મમાં આવી રહી છે ચાંદની ચોપરા




    ટૂંક સમયમાં ચાંદની ચોપરા પોતાની બે ફિલ્મ ‘આબુથી ઉતર્યા માં અર્બુદા’ અને ચેહર કરે મહેર તો થાય લીલાલહેર’ દ્વારા આવી રહી છે. બંને ફિલ્મમાં ચાંદની ચોપરાની પેરમાં સૂર્યકિરણ રાવત છે જે બંને લીડ રોલ કરી રહ્યા છે. જે ફિલ્મો દેવી પર આધારિત છે પરંતુ બંનેની ફિલ્મોની સિચ્યુએશન તદ્દન અલગ છે. ચાંદની ચોપરાએ ભોજપુરી ફિલ્મોમાં ઘણા એવા પાત્રો ભજવ્યા છે જે ‘જક્કાસ’ કહી શકાય. જેવા કે તેમણે ભોજપુરી ફિલ્મોમાં યંગથી લઈને ઓલ્ડ સુધીના પાત્રો, એક્શન દ્રશ્યો ઉપરાંત ભોજપુરી ફિલ્મ ‘ચંપા ચમેલી’ માં ડબલરોલ ભજવ્યા છે. તેમનું કહેવું છે કે ગુજરાતી ફિલ્મોમાં હિરોઈનને ધ્યાને લઈને આવા પાત્રો અત્યારે તો લગભગ લખાતા જ નથી. ગુજરાતી ફિલ્મોમાં ડબલરોલ તથા એક્શન દ્રશ્યોની ખ્વાહીશ ધરાવતી ચાંદની ચોપરાને ‘સેજલ સરજુ’ ફિલ્મ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના હસ્તે બેસ્ટ હિરોઈનનો એવોર્ડ પ્રાપ્ત થયેલો છે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મોમાં ‘અમદાવાદ – પાલનપુર વાયા કડી – કલોલ’, ‘મને લઇ દે નવરંગ ચુંદડી’, ‘ હાલને ગોરી હાલ તને મેળે લઇ જાઉં’, ‘દાદાને આંગણે તુલસી’ વગેરે કરી છે. ત્યારે તેમની આવનારી બંને ફિલ્મો વિષે મોબાઈલ પર થયેલી વાતચીતના કેટલાક અંશો.






પ્ર – બંને ફિલ્મમાં આપના પાત્ર વિષે જણાવશો.
ઉ – મારી ફિલ્મ ‘આબુથી ઉતર્યા માં અર્બુદા’ માં મારૂ પાત્ર એક માતા-પિતાને માતાના આશીર્વાદથી મળેલી પુત્રીનું છે જે જીવનના દરેક તબક્કામાં, મુશ્કેલીઓમાં માતા પર વિશ્વાસ રાખી મુશ્કેલીઓનો સામનો કરે છે. બીજી ફિલ્મ ‘ચેહર કરે મહેર તો થાય લીલાલહેર’ માં મારૂ પાત્ર એવી છોકરીનું છે જે અમુક લોકો અંધવિશ્વાસમાં જીવતા હોય છે મતલબ કે એવું માનતા હોય કે કુંડળીમાં જે લખેલું હોય તે જ થાય. તેનાથી વિપરીત ન જવાય પણ તે છોકરી આવી વાતોમાં નથી માનતી અને તે વાતોથી ઉપરવટ જઈ તે શહેરમાં પ્રેમી સાથે લગ્ન કરે છે. પછી શું થાય છે તે તો દર્શકોને ફિલ્મ જોઇને જ ખ્યાલ આવી જશે.
પ્ર – ગુજરાતી ફિલ્મોમાં શું નવીનતા લાવવી જરૂરી છે ?





ઉ – એક તો ગુજરાતના દરેક મોટા શહેરોમાં મોટા સિનેમાહોલ હોવા જરૂરી છે જે ફક્ત ગુજરાતી ફિલ્મો જ રીલીઝ કરે તથા તે સિનેમાહોલ ચોખ્ખા નેટ એન્ડ ક્લીન હોવા જોઈએ અને નાના નાના ગામડાઓમાં જે લોકો થીયેટરો બનાવે છે હું તમને સુરત શહેરની વાત કરૂ તો એક જમાનામાં ત્યાં સાત સિનેમાહોલ હતા ગુજરાતી ફિલ્મ માટે જેમાંથી આજે એક પણ નથી રહી. ફક્ત અત્યારે એક સિનેમાહોલ છે જ્યાં પણ જતા સો વાર વિચાર કરવો પડે છે કે ફિલ્મ જોવા જવું કે ન જવું. કારણ કે તે સારી જગ્યા પર નથી. આ જ વસ્તુ મેં ભાવનગરમાં પણ સાંભળી કે ગુજરાતી ફિલ્મોના થીયેટરો ઓછા થઇ ગયા છે. હવે તમે જે જગ્યાએ બેસીને ગુજરાતી ફિલ્મો જોવાના છો તે જગ્યા સ્વચ્છ નથી, ચોખ્ખી નથી. જેમાં ત્રણ ક્લાસ હોય છે, અપરક્લાસ, મિડલક્લાસ અને લોઅરક્લાસ. અપરક્લાસ વાળાની પાસે ટાઈમ નથી. તેઓ પોતાના ધંધામાંથી ટાઈમ કાઢીને હિન્દી ફિલ્મ જોવા ન જઈ શકતા હોય તો ગુજરાતી ફિલ્મ ક્યાંથી જોવાના અને જો ફિલ્મ જોવા આવે તો તેઓને ત્યાંની વ્યવસ્થા સારી જોઇશે. હવે વાત છે મિડલક્લાસ વાળાની તો તેઓને મુવી જોવી હોય પોતાની ફેમીલી સાથે. દીકરીઓ સાથે તો ત્યા ભી જગ્યા સારી નથી. અને છેલ્લે લોઅરક્લાસ વાળા એવું વિશારે છે કે ૨૫ – ૩૦ રૂપિયા ફિલ્મમાં નાખવા છતાં બેસવા માટે જગ્યા સારી નથી. થીયેટરની હાલત ખરાબ છે તો લોકો ક્યાંથી ફિલ્મ જોશે.
n  ગજ્જર નીલેશ

No comments:

Post a Comment