facebook

Saturday 29 August 2015

nishant pandya

‘ઓઢણી’ ફિલ્મના આ એક્શન હીરોએ રીઅલ લાઈફમાં પણ એક્શન બતાવી છે – નિશાંત પંડ્યા



    નિશાંત પંડ્યા કે જેઓ ગુજરાતી ફિલ્મના જાણીતા હીરો છે અને તેણે અત્યાર સુધી ૯૭ ફિલ્મો કરી ચુક્યા છે અને ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મોની સદી ફટકારવા જઈ રહેલા નિશાંત પંડ્યાની એક ફિલ્મ શુટિંગ અંબાજી ખાતે ચાલતું હતું ત્યારે જે હોટલમાં તેઓ રોકાયા હતા ત્યાં જમવાની બાબતે બહારથી આવેલા ગેસ્ટ સાથે મગજમારી થઇ. નિશાંત પંડ્યા થતા તેમણે જણાવ્યું કે, મારો સ્પોટબોય મારા માટે જમવાનું લેવા માટે ગયો હતો. જ્યાં બહારથી દારૂ પીને આવેલા ચાર-પાંચ જણાએ મારા બોયને જમવાનું નહિ મળે એમ કહીને માર માર્યો. હું જયારે ત્યાં ગયો ત્યારે મારી સાથે પણ ઉદ્ધતાઈભર્યું વર્તન અને અભદ્ર શબ્દોમાં વાત કરી અને મારવાની કોશિશ કરી. પછી ૧૨ થી ૧૫ જણાઓને નિશાંત પંડ્યા અને બીજા એક-બે મિત્રોએ સાથે મળીને તેમનો સામનો કર્યો અને ફિલ્મી ઢબે જ મારામારી કરી અને પેલા દારૂડિયા લોકોને ભગાડ્યા. બીજી બાજુ ઇન્ડસ્ટ્રીમાં એવી પણ ચર્ચાએ વેગ પકડ્યો હતો કે નિશાંતે પોતે દારૂ પીને હોટલમાં ધમાલ કરી હતી. હવે વાત તેમની આવનારી ફિલ્મ ‘ઓઢણી’ વિષે.
પ્ર – ફિલ્મમાં આપનું પાત્ર શું છે?
ઉ – ‘ઓઢણી’ ફિલ્મમાં મારું પાત્ર એવું છે કે જે હીરો છે તે મા-બાપ સામે એક સીધોસાદો દીકરો છે. જેમકે, તે ઘરમાં પૂજાપાઠ પણ કરે છે અને એકદમ શાંત સ્વભાવનો છે પણ જેવો તે ઘરની બહાર નીકળે એટલે તરત તે પોતાના અસલી રૂપમાં એટલે ટપોરી બની જાય છે. પરંતુ તે ટપોરી નાહકના કોઈને હેરાન નથી કરતો પણ તે અન્યાય સામે લડતો ટપોરી બતાવવામાં આવ્યો છે. જે લોકોનું સારૂ કરે છે. ફાલતુમાં તે કોઈને સાથે મારામારી નથી કરતો પણ કોઈની સાથે અન્ન્યાય થતો હોય તો તે લડશે. આ ફિલ્મમાં મારી એન્ટ્રી પણ ખાસ દર્શકોને નિહાળવા જેવી છે. મેરી એન્ટ્રી બોમ્બ સાથે લઈને આવતો હું એવી છે.
પ્ર – ફિલ્મ માટે ક્યાં પ્રકારની તાલીમ આપે લીધેલ છે.
ઉ – એક્ચ્યુલી એમ છે કે ઘોડે સવારી તો મને પહેલેથી જ ફાવતી હતી જે મારા માટે ગોડ ગીફ્ટ છે. એક્ટિંગની કોઈ તાલીમ નથી લીધી. ફાઈટીંગ પણ સારી રીતે કરી શકું છું. બોડી ડબલનો ઉપયોગ નહીવત હોય છે. ફિલ્મ લાઈનમાં આવ્યા પહેલા જ મેં કરાટેની તાલીમ લીધેલ છે. જે મને અત્યારે કામ લાગી.

n  ગજ્જર નીલેશ
ની વાત છે. 

No comments:

Post a Comment