facebook

Friday 28 August 2015

ahmedabadi

બોલીવૂડમાં આ રહ્યા અમદાવાદીઓ




    બોલીવૂડમાં અમદાવાદીઓની વાત કરીએ તો ઘણા નામો લઇ શકાય. ‘માય ફ્રેન્ડ ગણેશા’ માં શીતલ શાહે કામ કર્યું હતું. તૃપ્તિ વોરાએ ‘શક’ નામની ફિલ્મમાં કામ કર્યું છે. પાયલ રોહતગી પણ અમદાવાદની છે. વ્હી. શાંતારામની ‘સહેરા’ જેવી યાદગાર ફિલ્મોનો હીરો પ્રશાંત પણ અમદાવાદનો હતો. ચેતન ભગતે પણ અમદાવાદમાં અભ્યાસ કર્યો. તેના આધારિત નોવેલ્સ લખી પછી ફિલ્મો પણ બનાવી. શહેરના યુવા મયુર પૂરી પણ બોલીવૂડ સ્ક્રીપ્ટ અને ગીત લખી માતબર નામ કમાઈ રહ્યા છે.



    અમદાવાદી અપૂર્વ લાખિયાએ પણ ‘શૂટ આઉટ એટ લોખંડવાલા’ નામની ફિલ્મ ડીરેક્ટ કરી હતી. હમણાજ તેમની ‘જંજીર’ ની રીમેક આવી રહી છે. તો હદયનાથ ધારેખાને અમિતાભ, અક્ષય ખન્ના, સંજય દત્ત અભિનીત ‘દીવાર’ ફિલ્મનો કન્સેપ્ટ ડીઝાઈન કર્યો હતો. અભિષેક જૈને પણ બોલીવૂડમાં આસીસ્ટંટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે. મધુરાયની નોવેલ પરથી પણ ફિલ્મો બની.



    તો દિલીપ ધોળકિયાએ પણ ‘બગદાદ કી રાતેં’, ‘સૌગંદ’, ‘તીન ઉસ્તાદ’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું હતું જયારે તેમના પુત્ર રજત ધોળકિયાએ પણ ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાનું યોગદાન આપ્યું છે. હિમેશ રેશમિયાએ પણ તેની કારકીર્દીની શરૂઆત અમદાવાદ દૂરદર્શનના નિર્માતા નામો હજુ જોડાઈ શકે એમ છે. આમ આજે અમદાવાદમાં અનુપમ ખેર અને જેકી શ્રોફની ફિલ્મ એકેડમી પણ સ્થપાઈ છે ત્યારે બોલીવૂડમાં ગુજરાતીઓ વધુ જોશભેર આગળ વધશે.     

No comments:

Post a Comment