facebook

Thursday, 5 November 2015

prinal oberoy

આ ફિલ્મ નિર્માતાઓની પ્રથમ ફિલ્મ છે એવું લાગ્યું જ નથી : પ્રીનલ ઓબેરોય


    નિર્માતા હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલીયાની ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં લીડ ભૂમિકામાં આવી રહેલી પ્રીનલ ઓબેરોય ગુજરાતના દર્શકો માટે હવે નવું નામ નથી રહ્યું. આમ પણ ગુજરાતી ફિલ્મોમાં બીનગુજરાતી હિરોઈનોનું વર્ચસ્વ પહેલાથી જ રહ્યું છે. જેમાં પહેલું નામ જાણીતી અભિનેત્રી સ્નેહલતાનું આવે. હા, સ્નેહલતા બીનગુજરાતી અને એક ચુસ્ત મહારાષ્ટ્રીયન અભિનેત્રી હતી અને તેનું ખરૂ નામ પણ સ્નેહલતા નહોતું. આ તો ફક્ત ફિલ્મોમાં તેમનું નામ હતું. એવી ઘણી અભિનેત્રીઓ છે જે ગુજરાતી ફિલ્મોમાં ચમકી અને પ્રખ્યાત બની. રોમાં માણેક, આનંદી ત્રિપાઠી વગેરે. પ્રીનલ ઓબેરોય વિષે વાત કરીએ તો તે ઘણી હિન્દી ટીવી સીરીયલો કરી ચુકી છે અને અત્યારે પણ તે અમુક સીરીયલ્સમાં દેખાય છે. છેલ્લા સાત મહિનાથી પ્રીનલ ઓબેરોય કલર્સ ચેનલ પર અશોકા સીરીયલ કરી રહી છે. જેમાં તેને રેડી થવામાં બે બે કલાકનો સમય નીકળી જાય છે છતાં પણ તે પોતાનું પાત્ર બખૂબી નિભાવી રહી છે. તેને હવે થોડો ચેન્જ જોઈતો હતો કે એક જ ગેટઅપમાં અભિનય કરીને તેઓ હવે કંઇ નવું કરવા માગતી હતી જેથી તેઓએ આ ફિલ્મમાં સારૂ પાત્ર લગતા સ્વીકારી. અભિનય તો તેના અંગે અંગમાં છે અને રાકેશ બારોટ સાથે તેની જોડી દર્શકોએ સ્વીકારી પણ છે. જેમાં પ્રેમનું જાદુ મંતર, પ્રીત સાયબા ના ભૂલાય છે એટલે ફરીવાર આ જ જોડી પોતાનો જાદુ ચલાવવા આ ફિલ્મમાં આવી રહી છે. ફિલ્મમાં તેનું પાત્ર મોટા ઘરની દીકરીનું છે જે ખૂબ જ લાડ પ્રેમથી મોટી થઇ હોય છે. ખોટી વસ્તુ અને ખોટા લોકોથી તે નફરત કરે છે. સત્યનો સાથ આપવામાં મને છે. પ્રીનલ કહે છે, ફિલ્મની સ્ટોરી બહુ જ સરસ લખવામાં આવી છે. ફિલ્મમાં ઘણું મનોરંજન છે અને સસ્પેન્સ પણ છે. જે હજી સુધી કલ્પના પણ ના કરી હોય તેવા વળાંકો આ ફિલ્મમાં આવે છે. તો આમાં મને કંઇક જુદો રોલ ભજવવા મળ્યો તેનાથી મને આનંદ છે. આ પહેલા મારી અગ્નિપરીક્ષા રીલીઝ થઇ જેમાં ઘણું અલગ મારૂ પાત્ર હતું અને હવે કંઇક હટકે કરી રહી છું. ડોનનું પાત્ર ભજવવું બહુ જ મુશ્કેલ હતું જયારે આ પાત્રમાં એક સીધી સાદી યુવતીનું પાત્ર ભજવી રહી છું.

પ્ર – ફિલ્મોમાં અને પરિવાર વચ્ચે સમયનો તાલમેલ કેવી રીતે મેળવો છો?
ઉ – આ બધું જ મારા હસબંડને લીધે પોસીબલ છે. એના સપોર્ટ વગર તો મારા માટે અભિનયનું કામ કરવું શક્ય જ નથી. તેઓ મને ઘણી મદદ કરે છે. ક્યારેક શૂટ પર મોડું થઇ જાય છે તો તેઓ સમજે છે કે કામમાં મોડું થઇ ગયું હશે. પરંતુ બંને એકસાથે ઘર પર હોઈએ ત્યારે ઘર પણ સંભાળીએ અને પોતપોતાનું કામ પણ સારી રીતે સંભાળી શકીએ છીએ.

પ્ર – આગળ શું વિચારેલું છે?
ઉ – આ ફિલ્મ અત્યારે કરી રહી છું. આગળનું હજી વિચાર્યું નથી. હું મારા કામને લઈને બહુ જ ચૂઝી છું. મને રોલ પસંદ આવે તો જ હું તે સ્વીકારું છું. મને જે ફિલ્મમાં હીરોઈનનું મહત્વ હોય તેવા રોલ જ વધુ કરવા ગમે છે. મને ઝાડ ફરતે ફરીને નાચવામાં કોઈ રસ નથી.

પ્ર – ફિલ્મના નિર્માતા વિષે.
ઉ – ફિલ્મના નિર્માતાઓ હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને પ્રેમ કંડોલિયા ત્રણેયનો સ્વભાવ બહુ જ સારો છે. તેઓ અભિનયની બાબતમાં કોઈ દખલગીરી નહોતા કરી રહ્યા. મને લાગતું નહોતું કે હું ફિલ્મના નિર્માતા સાથે વાત કરી રહી છું. એક સામાન્ય અને આપણી સાથે રહીને કામ કરવાની જ જેમનામાં ધગશ છે તેવા વ્યક્તિ સાથે વાત કરી રહી હોઉં એવું લાગતું હતું. એમની પહેલી શરૂઆત છે ફિલ્મોમાં તો તે હિસાબે તેમનું આખું યુનિટ પણ બહુ જ સારૂ છે. ખૂબ જ કોઓપરેટીવ છે. મને લાગતું નહોતું કે તેઓ પ્રથમવાર ફિલ્મ બનાવી રહ્યા છે.



n  ગજ્જર નીલેશ 

rajdeep barot

ફિલ્મના નિર્માતા મારા ભાઈ છે એટલે આ ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ મારી જ છે : રાજદીપ બારોટ


    ગુજરાતનો લોકલાડીલો ગાયક રાજદીપ બારોટ જેટલો ફિલ્મોમાં નામના ધરાવે છે તેનાથી કંઇ વધુ પ્રખ્યાત ડાયરાકિંગ તરીકે જાણીતું નામ છે. તેઓએ અત્યાર સુધીમાં ઘણા આલ્બમો અને ડાયરાઔથી લોકોને મન મુકીને નચાવ્યા છે. જે લોકો ડાયરામાં જમાવટ કરી જાણતા હોય તેઓ અભિનય પણ સારો કરી શકે તે રાજદીપ બારોટને જોઇને અહેસાસ થાય છે. તેમનું આલ્બમ ‘કોટર પીધું’ તો ખૂબ લોકપ્રિય થયેલું અને હજી પણ તેમના ચાહકો તે ગીત લલકારતા જાય છે. નિર્માતા હર્ષદ કંડોલિયા, મનીષ પટેલ અને રીધમ કંડોલિયાની ‘કંડોલિયા ફિલ્મ્સ’ ના બેનરમાં બની રહેલી ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં તેઓ ફરીવાર રૂપ રૂપનો અંબર સમી અભિનેત્રી રીના સોની સાથે પ્રણયના ફાગ ખેલતા નજરે પડશે. ફિલ્મમાં બે ભાઈઓની વાત છે જેમાં રાજદીપ બારોટે ખૂબ સરસ અભિનય આપીને લોકોની વાહ વાહ મેળવી હતી. અગાઉ રાજદીપ બારોટ અને રીના સોનીની જોડી ફિલ્મ ‘પ્રેમ કરે તો ગોરી તું હાચો કરજે’ માં હતી. આ ફિલ્મ રાજદીપની બીજી છે અને આ જોડીની પણ બીજી ફિલ્મ છે. પ્રથમ ફિલ્મમાં આ જોડીને સારો આવકાર મળ્યો જેથી તેમની કેમેસ્ટ્રી પડદા પર સારી જામે છે.

પ્ર – ફિલ્મનું પાત્ર પસંદ કઈ રીતે પડ્યું?
ઉ – મારી પહેલી ફિલ્મ જે હતી તેનાથી બહુ જ હટકે આ પાત્ર છે. પ્રથમ ફિલ્મમાં મને પ્રેમી દર્શાવવામાં આવ્યો હતો. જયારે આ ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ માં હું પ્રેમી છું પણ દિલથી ઘાયલ પ્રેમી છે. જે બેવફાઈનો શિકાર બન્યો છે. ગુજરાતના ગાયક તરીકે હું આ ફિલ્મમાં જોવા મળીશ. જેને પ્રેમ થઇ જાય છે. જેમાં તેને સફળતા નથી મળતી તેથી તેની સીધી અસર તેના મન પર થાય છે અને તેના ગાયકીના સુર પર પણ થાય છે. જે ગાયક પ્રેમના ગીતો ગાતો હતો તે જ હવે દર્દભર્યા ગાયનો સંભળાવતો થઇ જાય છે.
પ્ર – પ્રથમ ફિલ્મ સોલો હીરો હતી જયારે આ ફિલ્મમાં બે હીરો છે. તો તમને વિશ્વાસ છે તે દર્શકોમાં તમારી છાપ છોડી શકશો?
ઉ – હું મારી પ્રથમ ફિલ્મમાં સોલો હતો પરંતુ મને આ ફિલ્મમાં સફળતાના ઘણા અવકાશ દેખાય છે. કારણ કે, ગુજરાતના ટોપ લેવલના બબ્બે સુપર સિંગરો હું અને રાકેશ બારોટ એક સાથે આવી રહ્યા છે. એટલે પબ્લીકને આ ફિલ્મમાં ડાયરાનો ડબલ ડોઝ મળવાનો છે. ચોક્કસ અને સો ટકા આ ફિલ્મને સફળતા મળે તેવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે.

પ્ર – તમારા ચાહકો નિરાશ તો નહિ થાય ને?
ઉ – ૧૯ વર્ષથી હું ગાયકીની લાઈનમાં છું અને ઘણા આલ્બમો આપ્યા છે એટલે મારા ચાહકોને હું નિરાશ તો નહિ જ કરું. એક ગાયકની સરખામણી બીજા ગાયક સાથે થાય એમાં ડર ન હોય. વસ્તુ એક જ છે કે અત્યાર સુધી કોઈપણ ફિલ્મમાં બે પ્રતિષ્ઠિત ગાયકો નથી આવ્યા અને ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા મારા મિત્ર છે તેથી મે તેમની આ ફિલ્મમાં અભિનય કરવાની મંજુરી આપી. અત્યાર સુધી ઘણા પ્રોડ્યુસરોએ મને આવી ઓફર આપેલી પણ મે ના કહી દીધેલી છે.  
પ્ર – તમે વાસ્તવિક રીતે પણ સિંગર છો અને પાત્ર પણ તેવું જ મળ્યું. તો ખુશી થાય છે?
ઉ – મારી આગળની ફિલ્મમાં ગાયક તરીકે હું હતો પણ બહુ ખાસ નહિ. આ ફિલ્મમાં મારી એન્ટ્રી જ ગુજરાતના સુપરસ્ટાર સિંગર રાજદીપ બારોટ તરીકે થશે. જે હકીકત છે જ તેવા રોલ તમને મળી જાય તો દિલથી ખૂબ જ ખુશી થાય છે.

પ્ર – રીના સોની સાથે બીજી ફિલ્મ મળી તો હેટ્રિક મારવાની છે?
ઉ – MAરિ પ્રથમ ફિલ્મને પબ્લિકે સારો આવકાર આપેલો. દરેક થીયેટર પર હાઉસફુલ જોવા મળતું હતું. ગૌરી સિનેમામાં એ ફિલ્મની ૧૫૦ રૂપિયા બ્લેક બોલાયેલી. એ સિવાય ગુજરાતના જેટલા પણ સિંગરોની ફિલ્મો આવી છે. એમાં સૌરાષ્ટ્રના કોઈપણ સિંગર સફળ ગયો નથી. ફક્ત એક મારી જ ફિલ્મો સફળતા પામી છે. એટલા માટે મને ખ્યાલ છે કે આ ફિલ્મમાં પણ રીના સોની સાથે દર્શકો મારી જોડી સ્વીકારશે.
પ્ર – ફિલ્મના નિર્માતા દિગ્દર્શક વિષે?
ઉ – ફિલ્મના નિર્માતા હર્ષદ કંડોલિયા મારા ભાઈ જ છે એવું સમજો. એટલે આનાથી વધારે કંઇ શબ્દો જ નથી મારી પાસે અને આ ફિલ્મ મારી જ છે એમ કહીશ તો પણ કંઇ ખોટું નથી. મનીષ પટેલ છે કે પ્રેમ કંડોલિયા છે તે ત્રણેય મારા જીગરજાન મિત્રો છે. હું આ ફિલ્મમાં હીરો તરીકે તો છું જ સાથે સાથે તેમના ભાઈ તરીકે પણ તેમની સાથે છું. અહીં આ યુનિટમાં કામ કરવાની મને બહુ જ મજા આવી. મને કોઈએ ફરિયાદનો એક પણ મોકો નથી આપવા દીધો. ફિલ્મના દિગ્દર્શક રાહુલ વેગડના ગીતો ફિલ્મ રીલીઝ થાય ત્યારથી જ ધૂમ મચાવવાના છે અને એમની દિગ્દર્શન તેઓ જે રીતે કરી રહ્યા છે તે વખાણવાલાયક છે. તેઓ પોતે એક સારા લેખક છે એટલે એમને મનમાં સ્ક્રીપ્ટ હોય એટલે તેઓ કામ સારૂ કરી જાણે છે. વિજય દલવાડી આ ઇન્ડસ્ટ્રીઝમાં ૧૯ – ૨૦ વર્ષથી સક્રિય છે. એની જે શોટ લેવાની સેન્સ છે તે મને ખૂબ જ ગમી. તે કોઈપણ કલાકારને ઉજળો બનાવી જાણે છે.



n  ગજ્જર નીલેશ 

satyen varma

સત્યેન વર્મામાં અભિનય વૈવિધ્ય છે 

૧૫ વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં અભિનેતા – દિગ્દર્શક તરીકે કાર્યરત હાલમાં બીગ મ્યુઝીક ચેનલ પર નારદ સીરીયલમાં ભિન્ન ભિન્ન કેરેક્ટર નિભાવે છે. આ સીરીયલમાં કોમેડી સર્કસ ફેઈમ મંત્રા જે નારદની ભૂમિકામાં છે તેમની સાથે કામ કરવાની ઘણી મજા આવે છે.

આ ઉપરાંત હમણાં દિગ્દર્શક તરીકે એક ડીવીડી ફિલ્મનું પ્રોડક્શન કરી રહ્યા છે. જે લગભગ જુલાઈમાં ફ્લોર પર જશે. આ ફિલ્મ આહીર સમાજ પર છે. કચ્છમાં આવેલા વ્રજવાણી ધામ પર રીયલ સ્ટોરીનું ફિલ્માંકન કરવા જઈ રહ્યા છે. તથા એક્ટિંગ અને ડીરેક્શનની સિને ક્રીએશન નામની એકેડમી ચલાવે છે. જેમાં ઘણા સ્ટુડન્ટ્સને તેમના ૧૫ વર્ષના અનુભવનો લાભ મળી રહે છે. 

manish patel

એકદમ નમ્ર અને સાલસ સ્વભાવના નિર્માતા મનીષ પટેલનું ફિલ્મ નિર્માણક્ષેત્રે આગમન


    નિર્માતા હર્ષદ કંડોલિયા, રીધમ કંડોલિયા અને મનીષ પટેલ કંડોલિયા ફિલ્મ્સના બેનર હેઠળ એક ફિલ્મનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. ફિલ્મનું નામ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ છે. જેના નિર્માતા મનીષ પટેલની વાત કરીએ તો એકદમ નમ્ર અને સાલસ વ્યક્તિત્વ ધરાવે છે. બહુ શાંતિથી કામ પાર પાડવામાં માને છે. ઉતાવળાપણું કે કોઈ કામ જલ્દી કરી નાખવું તેવું નથી કરતા. બહુ સમજી વિચારીને જ આગળ વધાય તેવો તેમનો જીવનમંત્ર છે.ફિલ્મમાં ગુજરાતના લોકપ્રિય લોકગાયકો અને એ પણ બબ્બે રાજદીપ બારોટ અને રાકેશ બારોટને લેવાનું સાહસ કર્યું છે. એટલે પ્રથમ ફાયદો નિર્માતાઓને એ થશે કે તે બંને ગાયકોના ચાહકો તો ફિલ્મને પ્રેક્ષક રૂપે મળી જ રહેવાના છે. એ ઉપરાંત તેઓએ અત્યાર સુધી સાથે પણ હજી સુધી એક પણ ડાયરો નથી કર્યો. આ ફિલ્મમાં તેઓને બંનેને એક ડાયરામાં રમઝટ મચાવતા પણ જોવા મળવાના છે. ફિલ્મ સામાજિક છે અને સાથે તેમાં લવસ્ટોરી પણ છે અને એ પણ બબ્બે લવસ્ટોરી. ફિલ્મનું જમા પાસું એ છે કે અત્યારે સમાજમાં ફેલાયેલું એક દુષણ એટલે વ્યાજનું વિષચક્ર. જે વ્યક્તિ આ વિષચક્રમાં ફસાય છે તે અંદર ને અંદર ખુપતો જ ચાલ્યો જાય છે. આ દુષણ અત્યારે દરેક ગામ અને મોટા મોટા મહાનગરોમાં પણ ફેલાયેલું છે. તે બાબત પર થોડો પ્રકાશ પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. વ્યાજખોરોની ચુંગાલમાંથી ફસાય ગયા પછી કેવી રીતે મહા મુસીબતે માણસ બહાર આવે તે હદયદ્રાવક કથા છે જેનું સરસ નિરૂપણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે.

પ્ર – એક જ ક્ષેત્રના બે સિંગર એકસાથે લીધા તો તકલીફ થયેલી?
ઉ – ના, અમને એવી કોઈ તકલીફ નથી પડી જેના લીધે અમારી ફિલ્મ પર અસર થાય. બંનેએ ખૂબ જ સરસ અને એકબીજાને મદદરૂપ થઇ શકે તે રીતે અમારી આખી ફિલ્મનું શુટિંગ પાર પાડ્યું હતું. આ અમારી એવી પ્રથમ ફિલ્મ છે જેમાં અમે બે મોટા ગજાના ગાયકોને સાથે લાવી રહ્યા છીએ. ફિલ્મ દરમિયાન એવા ઘણા પ્રસંગો બન્યા છે જે મને જીવનભર યાદ રહેશે. આ મારી પ્રથમ ફિલ્મ છે છતાં પણ મને એમ નથી લાગ્યું કે હું પહેલીવાર ફિલ્મ બનાવી રહ્યો છું. દરેક નાના મોટા કલાકારો તથા ટેકનીશીયનોએ પૂરેપૂરો સપોર્ટ આપ્યો. દરેક મોટા કલાકારોને જોઇને પહેલા મને એમ થતું હતું કે તેઓ બહુ જાહેરમાં નહિ આવતા હોય. પરંતુ મને એમની સાથે કામ કરીને એવું લાગ્યું કે તેઓ પણ આખરે આપણી જેમ એક વ્યક્તિ જ છે ને. તેઓ હમેશા લોકોની ટચમાં રહેવા માંગતા હોય છે. એકદમ સાલસ સ્વભાવના કલાકારો મને મારી ફિલ્મ માટે મળ્યા જેનાથી મને આનંદ છે. તેઓ પણ ખૂબ જ ખુશ હતા કે એક નવો કન્સેપ્ટ આવી રહ્યો છે જેમાં બે ટોચની હિરોઈનો અને બે ગાયકો સાથે આવી રહ્યા છે.

પ્ર – તમારી પ્રથમ ફિલ્મનો અનુભવ કેવો રહ્યો?
ઉ – ખૂબ સરસ અનુભવ રહ્યો. આનો સંપૂર્ણ શ્રેય હું મારા મિત્ર અને મારા પાર્ટનર હર્ષદ કંડોલિયાને આપું છું. મને નાનપણથી ફિલ્મો પ્રત્યે લગાવ હતો પણ મને એવું કોઈ પ્લેટફોર્મ કે એવું કોઈ માધ્યમ મને નહોતું મળ્યું કે જેના દ્વારા હું આ ઇન્ડસ્ટ્રીઝમાં પ્રવેશી શકું. હર્ષદ કંડોલિયા મારા બાળપણના મિત્ર હૂવાથી જુનો પરિચય અને મારો ફિલ્મો જોવાનો શોખ એમને ખબર હતો. તેમણે મારી સામે પ્રસ્તાવ મુક્યો કે આપણે પણ એક સારી અને સામાજિક ફિલ્મ બનાવીએ. મને પણ એમની વાતમાં રસ પડ્યો, સ્ક્રીપ્ટ વાંચી અને આગળ વધ્યા.
પ્ર – યુનિટમાં કેવું વાતાવરણ રાખવાનો પ્રયાસ કર્યો?
ઉ – અમે દરેક કલાકારને સારી સુવિધાઓ આપી જેનાથી તેઓ શુટિંગ પૂર્ણ કરીને જયારે પાછા ફરે ત્યારે એકદમ તરોતાજા ફ્રેશ થઇ શકે અને દરેક માટે કોઈ ખામી ના આવે. જે પણ વસ્તુની જરૂર પડે તે હાજર કરી આપવી. યુનિટમાં નોનવેજ કે દારૂ જેવા નશીલા પદાર્થો લાવવાની સખત મનાઈ કરી દેવામાં આવી હતી.

પ્ર – ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિષે.
ઉ – ગુજરાતી ફિલ્મો અત્યારે મધ્યમ વર્ગના લોકો જ માણે છે. ખરૂ જોતા આપણી પોતાની માતૃભાષાની ફિલ્મો માટે દરેક વર્ગના લોકોએ એટલે કે મધ્યમ અને જે ભણેલા ઉચ્ચ વર્ગના અને આગળ પડતા છે તેમણે પણ માણવી જોઈએ. અત્યારે જે દર્શક છે તે મધ્યમ વર્ગ જ છે. તેને આગળ લાવવા માટે દરેક નાગરિકે ફિલ્મ જોવી જોઈએ. ગુજરાતી ફિલ્મોમાં આપણી સંસ્કૃતિ દેખાય છે. તેને વળગી રહેવા માટે જ નિર્માતાઓ ફિલ્મો બનાવે છે. તેને સાથ આપશો તો તે કંઇક નવું કરવા પ્રેરાશે.
પ્ર – ફિલ્મના દિગ્દર્શક ?
ઉ – ફિલ્મના દિગ્દર્શકો રાહુલ વેગડ અને વિજય દલવાડી પાસેથી અમને બહુ જ સારૂ કામ મળ્યું છે. રાહુલ વેગડે ફિલ્મના સોન્ગ્સ પણ લખ્યા છે. જે કાનને ગમે તેવા બન્યા છે. વિજય દલવાડી તરફથી ખૂબ સહકાર મળ્યો. તેમનું દિગ્દર્શન કરવાની પધ્ધતિ બહુ જ સારી હતી. તેઓ બધા કલાકારોને સમજાવટથી કામ લેતા હતા.


n  ગજ્જર નીલેશ 

yoga day

ગુજરાતી ફિલ્મોની અભિનેત્રીઓએ કર્યા યોગા







ગુજરાતી ફિલ્મોની ખ્યાતનામ અભિનેત્રીઓ કોમલ ઠક્કર અને નિકિતા સોનીએ ગઈ ૨૧ જુન વર્લ્ડ યોગ ડે ની ઉજવણીના અનુસંધાને પોતાના કમનીય કાયાને સુડોળ રાખવા યોગા કર્યા હતા. જેમાં કોમલ ઠક્કરનું ઇન્ડસ્ટ્રીઝમાં એક આગવું નામ તેણે પોતાની પ્રતિભાને પારખીને કમાયું છે. તેણી અચૂક કોઈને કોઈ ફંકશનમાં હાજરી આપતી રહે છે અથવા તો કોઈ સામાજિક પ્રોગ્રામો થતા હોય તો કચ્છની આ રાણી તેમાં અચૂક જોવા મળે જ છે. તેની આગામી ફિલ્મ ‘આ તો પ્રેમ છે’ ટૂંક સમયમાં રીલીઝ થવાની છે. તે સિવાય કોમલ ઠક્કર અડધો ડઝન જેટલી ફિલ્મોમાં અભિનય આપી રહી છે. કોમલ ઠક્કર આમ પણ યોગાના ક્લાસ ચલાવી રહી છે. અન્ય એક હિરોઈન અને ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની બોલ્ડ ઈમેજ ધરાવતી નિકિતા સોની પણ દરરોજ નિયમિત યોગા કરે છે. તે પણ રીક્ષાવાળીના જીવન પર આધારિત ફિલ્મ ‘રમલી રીક્ષાવાળી’ માં સેક્સી લૂકમાં જોવા મળવાની છે.



































vijay dalwadi

ફિલ્મ એ દિગ્દર્શક તેને એક પોતાના સંતાનની જેમ માવજતથી ઉછેરતો હોય છે - વિજય દલવાડી


    સૌથી પહેલા સિને મેજિક ટીમને તથા તેના ઓનરને ધન્યવાદ આપું છું કે, આવી ભયંકર મંદીની વચ્ચે પણ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન આપીને જીવંત રાખી રહ્યા છે તે બદલ લાખ લાખ ધન્યવાદ સાથે સાથે એવા કાબેલ નિર્માતાઓ કે જેને બિલકુલ રેવન્યુ ના મળતું હોવા છતાં ને ટેકનીશ્યનોને જીવંત રાખવા તેમની રોજીરોટી મળે રહે અને તેમનું ઘર ચાલે તેવા નિર્માતાઓને સલામ કે, સખત મંદીના માહોલમાં પણ તેમનું નિર્માણ ચાલુ રાખે છે તેવા નિર્માતાઓને દંડવત પ્રણામ કરવાનું દિલથી મન થાય છે. સાથે સાથે ગુજરાત સરકાર તાત્કાલિક એવી કોઈ પ્રોત્સાહિત સ્કીમ અમલમાં લાવે જેથી લાખો લોકો કે જે ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સિવાય બીજો કોઈ ધંધો કામકાજ નથી કરતા તેવા લોકોનું ઘર ચાલે.
    આ શબ્દરૂપી જુવાળ કાઢી રહેલા દિગ્દર્શક વિજય દલવાડી છે. જેઓએ હમણાં જ નિર્માતા હર્ષદ કંડોલિયાની ફિલ્મ ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ નું જબરદસ્ત દિગ્દર્શન કર્યું. તેઓ ફિલ્મ દરમિયાનના અનુભવો જણાવતા કહે છે કે, ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના નિર્માણ દરમિયાન તેમને મળવાનું થયેલું ત્યારે અમારા સવાલોના દિગ્દર્શક વિજય દલવાડીએ સાચા અને કડક શબ્દોમાં ઉત્તર આપેલા. તેમણે કહેલું, આ ફિલ્મ વિષે કંઇક કહેવાનું થાય છે તો એટલું જ કે અમો કોઈ હટકે કરી રહ્યા છીએ એવું કશું જ નથી. પરંતુ આજ કાલ ડ્રામા – લોકડાયરા વગેરે વગેરે ફરીથી પોપ્યુલર થવા લાગ્યા છે. લાખો લોકો લોકડાયરા સાંભળવા આવે છે. લોકો પોતપોતાના ઘેરથી હોંશે હોંશે મનોરંજન મેળવે છે. તેવું જ મનોરંજન આ ફિલ્મમાં જોવા મળશે. ડાયરો, પ્રેમ, ઈમોશન, થ્રીલર જે ફિલ્મમાં હોય જ છે. જે અમોએ શક્ય છે તેટલું ગુજરાતી સંસ્કૃતિને લઈને કર્યું છે અને રહી વાત સફળતાની કે અમો સફળ થશું. આ ફિલ્મ ધાંસુ છે. હકીકતે સક્સેસની કોઈ ફોર્મ્યુલા જ નથી બની. નહિ તો કોઈ ફ્લોપ ફિલ્મ શાને બનાવે. ફિલ્મ એ દિગ્દર્શક તેને એક પોતાના સંતાનની જેમ માવજતથી ઉછેરતો હોય છે. પરંતુ જ્યાં સુધી ગલીવાળા, મહોલ્લાવાળા એમ ન કે ભાઈ તમારા સંતાન દેશનું નામ રોશન કરશે તેમ દર્શકો જો કહે કે ભાઈ આ ફિલ્મમાં મજા પડી ગઈ તો સમજવું કે આપણું નિર્માણ માવજત બરાબર થયું છે તેવું માનવું.
    ‘કેમ રે ભૂલાય સાજણ તારી પ્રીત’ ના પ્રોડ્યુસર વિષે કહેતા ખૂબ જ માસૂમ પ્રેમભાવ. ક્યારેય ગુસ્સા જેવી ચીઝ નહિ. ગમે તેટલું નુકસાન, વેડફાટ સમજી – વિચારીને જોઈ – જાણીને તેમના તરફ કોઈ પણ પ્રકારની વાત તે બહુ જ સુઝબુઝથી ઉકેલી શકવાની ક્ષમતા તેમનામાં છે. નો એક્સાઈટમેન્ટ અને રહી આ ફિલ્મના કલાકારોની વાત તો બધા જ કલાકાર કો-ઓપરેટીવ પેશનથી કામ કરવાવાળા. લગનથી તેમની સુઝબુઝથી ફિલ્મની વાર્તા પ્રમાણે કામ કર્યું છે.

પ્ર – ફિલ્મ દરમિયાન એવી કોઈ ઘટના જે કલાકોરને નદી હોય?
ઉ – હા, એક વખત અમો ફાઈટ કરી રહ્યા હતા ત્યારે ફાઈટર એસોસીએશનના મેમ્બર આવ્યા અને અમારી ફાઈટને રોકી દીધી. અમે કહ્યું કે, સાહેબ શા કારણે એક્શન રોકી? તો તેમણે કહ્યુ કે, તમારા ફાઈટ માસ્ટરે અમારા એસોસીએશનમાં કાર્ડ હોલ્ડરને રકમ ભરવાની હોય છે. કાર્ડ વગરના ફાઈટરોથી એવું બધું અમોને ખબર ના જ હોય. આ બધા ફૂલ-રેગ્યુલેશન માસ્ટરજીને ફોલો કરવાનું હોય છે. એટલે મે તેમને વિનંતી કરી કે, અમારૂ એક કલાકનું કામ છે જે થવા દો. પરંતુ એસોસીએશનના મેમ્બરે આ કામ રોક્યું. કોઈ વિનંતી તેણે ન સંભાળી. મે કહ્યું કે, તમારા નિયમ પ્રમાણે ગેરકાયદેસર હશે પરંતુ તમારે એક્શન જ લેવાની હતી તો તે એક કલાક પછી યે એક્શન લઇ શકતા હતા. પરંતુ તેમ ન કર્યું ને ફાઈટ માસ્ટરની ફાઈટ રોકી. અમારા કલાકારની તારીખ પૂરી થતી હતી. તે પણ જતી રહી અને અમારા નિર્માતાને બહુ જ નુકસાન થયું. જે અમારા નિર્માતા અમારા એસોસીએશનમાં રજૂઆત કરશે કે અમારા નુકસાનનું શું? આવી નાની નાની બાબતથી નિર્માતાને થતું નુકસાન અને એ ય પણ જયારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મુસીબતના સમયમાંથી પસાર થઇ રહી છે ત્યારે જ.
    ગુજરાત સરકાર એવી સ્કીમ લાવે કે લોકેશનની પરમીશન, તેનું ચાર્જ અને રજામંદી તુરંત આપે તેવી તજવીજ થાય તો ગુજરાતી ફિલ્મના નિર્માણમાં લગતી કોઈપણ પ્રકારની રૂકાવટ વગર પતે તેવી આશા રાખીએ છીએ.  



n  ગજ્જર નીલેશ 

vasant narkar

ક્યા વિષય પર ફિલ્મ નથી બની અને બની છે તો તેને થોડી અલગ રીતે કઈ રીતે રજૂ કરી શકાય - વસંત નારકર


    નિર્માતા શૈલેશ શાહ ગુજરાતી સિનેમાનું જાણીતું નામ બની ચુક્યું છે. તેમના પ્રોડક્શનમાં ગુજરાતી દર્શકોએ ઘણી ગુજરાતી ફિલ્મો ટૂંકા ગાળામાં જોઈ. આ તો એવું કહેવાય કે, સિગરેટ બળે ઓછી અને લજ્જત વધુ આપે. તેમની ફિલ્મો આવી અને દર્શકોને પૂરતું મનોરંજન પણ કરાવતી ગઈ. થોડા સમયમાં તેમની લેડી ઇન્સ્પેક્ટર પર આધારિત ફિલ્મ ‘ધ લેડી દબંગ’ આવી રહી છે. જેની તમામ ફિલ્મોના દિગ્દર્શક વસંત નારકર રહ્યા છે. તેમનું દિગ્દર્શન પ્રક્ષકોએ વખાણ્યું છે. દરેક ફિલ્મોમાં ફિલ્મ મેકિંગ જબરદસ્ત રહે છે. શરૂઆતની ફિલ્મોમાં ઓઢણીએ કમાલ કરી હતી. જેમાં તેમણે ભરપુર મનોરંજનનો મસાલો પીરસ્યો હતો. ‘ધ લેડી દબંગ’ પણ ચર્ચામાં એ વાતે છે કે તે હિરોઈન ઓરીએન્ટેડ ફિલ્મ છે તથા તેના ગીતો પણ મજેદાર રહ્યા છે. જેમાં સિંઘમ ટુ ના ટાઈટલ સોંગની બેઠી નકલ કરવામાં આવી છે. જેમાં હિરોઈન હેમાંગીની કાજ, જીત ઉપેન્દ્ર અને હિતેન કુમાર તે ગીતમાં ઠુમકા લગાવતા નજરે પડશે. હવે તેઓ એક નવો જ કોન્સેપ્ટ લઈને આવી રહ્યા છે. જે ફિલ્મનું નામ ‘વ્હાલનો વારસદાર’ રાખવામાં આવ્યું છે. એક પારિવારિક સોશ્યલ ડ્રામા મુવી છે. ફિલ્મમાં બાઉ એટલે જૂની પેઢી અને દીકરો એટલે નવીપેઢી વચ્ચેનો સંઘર્ષ દર્શાવ્યો છે. પોતાના અનુભવથી અને પોતાની મહેનતથી ધનિક બનેલો માણસ જેને એમ છે કે બસ મારા જ અનુભવો સાચા છે. જે એમ.બી.એ. કરેલો દીકરો છે જેનું શિક્ષણ ઊંચું છે એને એમ લાગે કે મારા અનુભવો સાચા છે. જેના લીધે બંને બાપ દીકરા વચ્ચે ઘર્ષણ પેદા થાય છે. બાપ શિસ્તપ્રિય વ્યક્તિ છે જે પોતાના અનુશાસનમાં દીકરાને રાખીને આ કરવું આ ન કરવું તેમ કરીને પોતાને તાબે રાખે છે. જેમાં દીકરો બંધાવા માંગતો નથી. જે બધો બળાપો બળવા સ્વરૂપે બહાર આવે છે. તેઓએ અગાઉ ઘણા ડ્રામા પણ પ્લે કરી ચુક્યા છે, લખી ચુક્યા છે, સીરીયલો પણ ડીરેક્ટ કરી ચુક્યા છે અને ડ્રામામાં પોતે અભિનય પણ આપી ચુક્યા છે. પરંતુ હવે તેઓ દિગ્દર્શનમાં એટલા રચ્યાપચ્યા રહે છે કે એટલો સમય નથી મળતો કે કોઈ ફિલ્મમાં અભિનય કરી શકે. આમ પણ તેઓની પહેલી પસંદ દિગ્દર્શન જ છે. બની શકે કે હું એક્ટિંગ કરૂ તો ડીરેક્શનમાં એટલું ધ્યાન ના આપી શકું અને મારા આર્ટીસ્ટ પર પણ ધ્યાન આપવામાં નિષ્ફળ રહું. તેથી હું અભિનય બાબતે અત્યારે વિચારી ના શકું. આગળ કહે છે કે, મે એકાદ વાર એવી કોશિશ કરેલી પણ મને એવું લાગ્યું કે આના લીધે મેકિંગ પર ખરાબ અસર થાય છે. તેઓ ફિલ્મમાં અભિનય નથી કરતા પણ તેઓ તેની ફિલ્મના કલાકારોને સીન કેવી રીતે ભજવવો તે પોતે અભિનય કરીને શીખવે છે. જેથી તેમનામાં અભિનયનો કીડો તો છે જ પણ તેઓ આવી રીતે તેનાથી સંતોષ માની લે છે. ફિલ્મના દિગ્દર્શક વસંત નારકર સાથે ફિલ્મ વિષે થોડી માહિતી મળી જે તેઓએ સિને મેજિક સાથે શેર કરી.

પ્ર – ફિલ્મ અને કલાકારો વિષે કહેશો.
ઉ – ફિલ્મના તમામ કલાકારોએ પુરેપુરો સહકાર આપ્યો. જેમાં જીત ઉપેન્દ્ર, મેહુલ બુચ, દિશા પટેલ, ચીની રાવલ વગેરે સાથે કામ કરતા ક્યારેય થાક નથી અનુભવ્યો. ચીની રાવલમાં અખૂટ અભિનય પ્રતિભા ભરેલી છે જે તેણે આ ફિલ્મમાં બતાવી છે. બાકી બીજા કલાકારો તો બધામાં બેસ્ટ છે જ.
પ્ર – ડીરેક્શન કરતા પહેલા શું ધ્યાને લો છો?
ઉ – હું પહેલા ફિલ્મનો વિષય જોઉં છું અને થોડું અમારી ટીમ વિચારતી હોય છે કે જૂની કઈ ફિલ્મો દર્શકોએ સ્વીકારી હતી. જે વાર્તાને સારો પ્રતિસાદ મળ્યો હતો. ક્યા વિષય પર ફિલ્મ નથી બની અને બની છે તો તેને થોડી અલગ રીતે કઈ રીતે રજૂ કરી શકાય. એક વખત એક્શન ફિલ્મ બનાવી તો ફરીવાર વિચારીએ કે હવે કંઇક જુદું કરીએ એળે કોમેડી સબ્જેક્ટ પસંદ કરીએ અને તેના પર ફિલ્મ બનાવીએ. આમ અલગ અલગ વિષયો પર ફિલ્મો બનાવીએ તો દર્શકો પણ તે પ્રમાણે મળતા રહે.

પ્ર – બીજા કોઈ બેનરમાં કામ કરશો?
ઉ – લોકોને એક ચર્ચા કરવાનો મોકો જોઈતો હોય છે કે વસંત નારકર ફક્ત શૈલેશ શાહની ફિલ્મો જ દિગ્દર્શિત કરે છે. પણ હું એવા કોઈ કરારથી બંધાયેલો નથી કે આ બેનરમાં જ ફિલ્મો કરૂ. મારે શૈલેશ શાહ સાથે આ વાત થયેલી જ છે કે અને હું પણ કહું છું કે જો કોઈ બીજા બેનરની સારી ફિલ્મ આવશે તો હું ચોક્કસ તેનું દિગ્દર્શન કરીશ. એમાં કોઈ બેમત નથી. શૈલેશ શાહ સાથે કામ સતત ચાલુ હોય છે તેનું એક જ કારણ છે કે તે એક ફિલ્મ શરૂ કરે છે અને તે ફિલ્મ પૂરી થાય એટલે તરત નવી ફિલ્મનો પ્રોજેક્ટ પકડાવી દે છે. મને ત્રણ કે ચાર મહિનાનો ફ્રી સમય મળે તો હું બીજી કોઈ ફિલ્મ કરીશ. હું કંઇ બેસી તો નહિ જ રહું ને.

પ્ર – આપણી ઇન્ડસ્ટ્રીઝના ખ્યાતનામ દિગ્દર્શક ગોવિંદભાઈ પટેલ વિષે?
ઉ – ગોવિંદભાઈ પટેલને લોકો ગુજરાતી ફિલ્મ મેકર તરીકે હંમેશા યાદ રાખશે. તેમણે ફિલ્મોમાં નહિ પણ ગુજરાતી પ્રક્ષકોના હૃદયમાં સ્થાન બનાવ્યું હતું. મને તેમની સાથે ક્યારેય કામ કરવાનો મોકો મળ્યો નથી. જે મારા માટે દુખની વાત છે. એક લિજેન્ડ વ્યક્તિ જેમણે ગુજરાતી ફિલ્મોને જીવંત બનાવી.



n  ગજ્જર નીલેશ