facebook

Saturday, 29 August 2015

khushali vaghela

ગુજરાતી ફિલ્મોમાં પા પા પગલી માંડતી – ખુશાલી વાઘેલા
ગુજરાતી ફિલ્મોમાં આવી રહી છે આકર્ષક ચહેરો અને માદક આંખોવાળી અભિનેત્રી જે પોતાની ફિલ્મના દર્શકોને ચોક્કસ પાગલ કરી મૂકશે.  




    લાખો લોકોની અંગત વાતો હોય કે સામાજિક પ્રશ્નો આ તમામ વિગતો લોકો સુધી અખબારો, ચેનલોના માધ્યમથી પહોચતી હોય છે પરંતુ આ તમામ વિગતો લોકો સુધી પંહોચે તે માટે રાત-દિવસ દુનિયામાં અથાગ મહેનત કરનારા કેટલાક એવા વ્યક્તિઓ છે જેને જગતના હિતો ગણી શકાય. નાનામાં નાની વાત દેશ-દુનિયા સુધી પહોચાડવાનું કામ પત્રકારો કરતા હોય છે અને પત્રકારો એ સમાજનો આયનો કહેવાય છે કારણ કે તેઓ ક્યારેક પોતાનો જીવ જોખમમાં મૂકીને પણ પોતાનું કામ ધગશથી કરતા હોય છે. આવું જ એક પત્રકારનું પાત્ર અભિનેત્રી ખુશાલી વાઘેલા પોતાનીફિલ્મ ‘ઓઢણી’ માં સેકન્ડ લીડ ભૂમિકા ભજવીને કરી રહી છે. જેમાં તેમની ઓપોઝીટ ફિલ્મના હિરો ઈશ્વર સમીકર છે. ચાર-પાંચ આલ્બમો તથા ભોજપુરી ફિલ્મોમાં આઈટમ સોંગ કર્યા છે જેમાં ‘પ્રેમ’, ‘આંધલીમાનો દેખાતો દીકરો’, એક ભોજપુરી મુવી ‘મંગલફેરા’ વગેરે   તો આવો જાણીએ ખુશાલી વાઘેલા પાસે  તેમની ફિલ્મ વિષે.



પ્ર – ફિલ્મ અને આપની શરૂઆત વિષે કહેશો.
ઉ – આ ફિલ્મ એક લવ સ્ટોરી છે જેમાં મારી લડાઈ ભાઈજી સામે અને જાડેજા સામે હોય છે. આ બે અસામાજિક તત્વો સામે હું લડતી હોઉં છું. આપના સવાલનો જવાબ છે કે મારી શરૂઆત એક સ્ટેજ શોથી થઇ છે. જેમાં મારી સાથે સંજય ચૌહાણ અને જોગાજી ઠાકોર હતા.
પ્ર – ઈશ્વર સમીકર સાથે કામ કરવાનો અનુભવ કહેશો.
ઉ – એક્ચ્યુલી મને આ ફિલ્ડમાં લાવવાવાળા ઈશ્વર સમીકર જ છે.




તેમની સાથે કામ કરવું તે હું મારું સારું નસીબ માનું છું કારણ કે તેઓ
ખૂબ જ સપોર્ટ કરે છે. ક્યારેક કોઈ સીનમાં થોડી થોડી સીનને લગતી વાતો પણ કરતા રહે છે. ખૂબ જ સારા માણસ છે તેઓ  અને સાથે સાથે શૈલેશ શાહનો પણ આભાર માનું છું કે તેઓએ મારા પર એવો વિશ્વાસ રાખ્યો કે આ છોકરી સાટું પાત્ર ભજવી શકશે.
પ્ર – સબસીડી વિષે જણાવશો.
ઉ – નો કોમેન્ટ્સ
 

n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment