‘શંકર પાર્વતી’ ફિલ્મ લઈને
આવી રહ્યા છે જગદીશ સોની
‘તન્વી ગ્રેવીશા ફિલ્મ્સ’ પ્રસ્તુત નિશાંત
પંડ્યા, ધર્મી ગોહિલ, મહેન્દ્ર પંચાલ, નિમિષા તડવી, હસમુખ ભાવસાર અભિનીત ફિલ્મ
‘આત્મા – એ ડીફરન્ટ લવ સ્ટોરી’ હમણાં જ પડદા પર આવી. ફિલ્મનું લેખનકાર્ય, નિર્માણ
અને દિગ્દર્શન જામનગરના વતની જગદીશ સોનીએ કર્યું હતું. ફિલ્મમાં હર્ષિલ ( નિશાંત
પંડ્યા ) અને પ્રતીક્ષા ( ધર્મી ગોહિલ ) એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હોય છે. વચ્ચે
જીવનના અમુક સંજોગોના કારણે પ્રતીક્ષાનું મૌત થઇ જાય છે. થોડાક વર્ષો બાદ બીજું
યુગલ મહેન્દ્ર પંચાલ તથા નિમિષા તડવી પ્રેમમાં પડે છે. પ્રતીક્ષાની આત્મા નીમીશાના
સપનામાં આવી તેને પોતાની મદદ કરવા કહે છે. નિમિશની મદદથી પ્રતીક્ષાને ન્યાય પણ મળે
છે અને પોતાનો પ્રેમ પણ મળે છે. આ પહેલા જગદીશ સોનીએ એક ટેલી ફિલ્મ ઉપરાંત એક ભોજપુરી
આલ્બમ ‘બાલી ઉમરમે ધીરજ ધર’ પણ કર્યું છે. આ ફિલ્મ બીજી ગુજરાતી ફિલ્મોથી અલગ તરી
આવી કારણ કે જગદીશ સોની એક નવો વિષય લઈને આવ્યા. ફિલ્મના ગાયનો પણ કાનને ગમે
તેવા સુમધુર બન્યા છે. ટૂંક સમયમાં જગદીશભાઈ
પોતાની નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે. તો આવો જગદીશ સોની તથા તેમની આવનારી ફિલ્મ
વિષે જાણીએ.
પ્ર – આપની આવનારી ફિલ્મ વિષે કહેશો.
ઉ – મારી પાસે અત્યારે એક ફિલ્મ રીલીઝ માટે
તૈયાર છે. ‘શંકર પાર્વતી’ ફિલ્મનું ટાઈટલ મેં પહેલેથી જ વિચારી રાખેલું. ફિલ્મ
ધાર્મિક છે. મારી એક ઈચ્છા હતી જ કે કોઈ સારો ધાર્મિક વિષય લઈને ફિલ્મ બનાવું.
પ્ર – તમારી પ્રથમ ફિલ્મ ‘આત્મા’ ના કોઈ કલાકાર
આ ફિલ્મમાં રીપીટ કાર્ય છે ?
ઉ – આ ફિલ્મમાં મહેન્દ્ર પંચાલ મહાદેવનું પાત્ર
નિભાવે છે. જે મારી અગાઉની ફિલ્મમાં પણ હતા.
પ્ર – આપની કેરિયરની શરૂઆત વિષે જણાવશો.
ઉ – મારી કેરિયરની શરૂઆત ૨૦૦૫થી થઇ. ત્યારે મેં
‘દેવોના દેવ મહાદેવ’ નામના આલ્બમથી શરૂઆત કરેલી.
તદુપરાંત ‘રઢિયાળી રાત’, ‘માડી તારો ગરબો’,
‘નાથોના નાથ ભોલેનાથ’, ‘શિવ ભોલા ભંડારી’, ‘ખમ્મા મારા ભાથીજી’, ‘શિવ મહિમા’
વગેરે છે. શિવજીના અગિયાર જેટલા આલ્બમો કાર્ય
છે.
પ્ર – ગુજરાતી ફિલ્મોની સબસીડી બાબત ?
ઉ – જૂઓ, સબસીડી બંધ નથી થઇ. ૩૧ ડીસેમ્બર
સુધીમાં કોઈ ફાઈલ મૂકશે તેમને સબસીડી હાલ તો મળવાની જ છે. ઉપરાંત એ લોકો એક કમિટી
નીમવાના છે ત્યારબાદ તે કમિટી ફિલ્મનું બેક-અપ જોશે. ફિલ્મ કેવી બનાવી છે, ફિલ્મનો
વિષય શું છે તથા કચરો વિડીઓ પરથી ફિલ્મ નથી બનાવી નાખીને તે બધું તપાસીને જ સબસીડી
આપવાના છે.
No comments:
Post a Comment