‘શંકર પાર્વતી’ ના શંકર –
મહેન્દ્ર પંચાલ
નિર્માતા – દિગ્દર્શક જગદીશ સીનીની ફિલ્મ
‘આત્મા – અ ડીફરન્ટ લવસ્ટોરી’ ટૂંક સમય પહેલા જ થીયેટરોમાં રીલીઝ થઇ. જગદીશ સોની
લિખિત આ ફિલ્મ ખરેખર એક અનોખી પ્રેમકથા જ સાબિત થઇ. ફિલ્મના મુખ્ય કલાકારોમાં
નિશાંત પંડ્યા, ધર્મી ગોહિલ, મહેન્દ્ર પંચાલ તથા નીમીશા તડવી છે. ફિલ્મમાં
મહેન્દ્ર પંચાલનું પાત્ર નીમીશા તડવીના પ્રેમીનું છે. જે બંને એકબીજાને પ્રેમ કરે
છે પરંતુ મર્યાદામાં રહીને. નીમીશાને અમુક જગ્યાએ કોઈ આત્મા હોવાનો અહેસાસ થાય છે
તે મહેન્દ્રને તે વાતની જાણ કરે છે પરંતુ મહેન્દ્ર પંચાલને એવી કાલ્પનિક વાતો પર
વિશ્વાસ નથી હોતો. મહેન્દ્ર પંચાલના કહેવાનુસાર આ પાત્ર ભજવવામાં તેમને ઘણી મહેનત
કરી છે. ‘આત્મા’ ઉપરાંત મહેન્દ્ર પંચાલ જગદીશ સોનીની આવનારી ફિલ્મ ‘શંકર પાર્વતી’
માં પણ અભિનય કર્યો છે. જે ફિલ્મ ટૂંક સમયમાં એડીટીંગનું કામ પતાવી રીલીઝ થશે. તો
આવો મહેન્દ્ર
પંચાલ પાસેથી જાણીએ તેમની
‘આત્મા’ ફિલ્મ તથા આવનારી ફિલ્મ વિષે.
પ્ર – આપની શરૂઆત આ
ક્ષેત્રમાં ક્યાંથી થઇ ?
ઉ – શરૂઆત મેં હસમુખ
બારાડીના ‘થીયેટર એન્ડ મીડિયા સેન્ટર’ થી કરી છે. તેમણે નારણપુરા દેના બેન્કની
સામે ટી. એમ. સી. ની શરૂઆત કરી અને એમની ફર્સ્ટ બેચમાં હું જોડાયો. તેમાંથી અમને
તેઓ ‘નેશનલ સ્કુલ ઓફ ડ્રામા ( NSD ) માં લઇ ગયેલા. જ્યાં મેં મારૂ પ્રથમ નાટક ભજવ્યું ‘કંકુ રમી કંકુ જામી’. જે
દિલ્હીમાં ભજવાયું હતું.
પ્ર – પ્રથમ ફિલ્મ કેવી
રીતે મળી ?
ઉ – મારી પ્રથમ ફિલ્મ હતી
‘શ્રદ્ધા પૂરી કરો માં દશામાં’. જે મને મારા એક મિત્રની ભલામણથી મળી હતી. જેમાં
મારૂ પાત્ર થર્ડ લીડ હીરોનું હતું તથા મારી પેરમાં કિરણ આચાર્ય હતી.
પ્ર – ટૂંક સમયમાં આપની કઈ
ફિલ્મ આવી રહી છે ?
ઉ – ‘આત્મા’ ફિલ્મના
દિગ્દર્શક જગદીશભાઈની જ બીજી ફિલ્મ ‘શંકર પાર્વતી’ ટૂંક સમયમાં રીલીઝ થઇ રહી છે.
જેમાં હું મેઈન લીડ રોલ કરી રહ્યો છું. શંકર ભગવાનનું પાત્ર છે અને મારી પેરમાં
પાર્વતીના પાત્રમાં ઉમા દીક્ષિત છે.
પ્ર – ગુજરાતી ફિલ્મોમાં
ક્યા પ્રકારના પાત્ર ભજવવા ગમશે ?
ઉ – અત્યારે હું પ્રેમીનું
પાત્ર તો ભજવી જ ચુક્યો છું જે પોઝીટીવ હતું પણ હા, જો ભવિષ્યમાં કોઈ સારૂ નેગેટીવ
પાત્ર મળશે તો તે પણ હું ભજવીશ.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment