facebook

Saturday, 29 August 2015

કેટલાને ખબર છે ફારુક શેખ ગુજરાતી છે?

માબાપનું માન ન રાખવુંતેમને ઘરડાઘરમાં ધકેલવાંબહારનું ક્વિક બાઈટઆ બધું આપણું કલ્ચર નથીઆપણો આદર્શ લંડનની ગોળમેજી પરિષદમાં હાજરી આપતા ગાંધીજી છે.


    એક વખત એવો હતો કે જ્યારે અભિનેતા કે અભિનેત્રીને ફિલ્મ માટે પસંદ કરતા પહેલાં સૌપ્રથમ ભાષાનું જ્ઞાન અને શુદ્ધ ઉચ્ચારણોનો આગ્રહ રખાતો હતો અને ત્યાર પછી અભિનયનૃત્યએકશન દૃશ્યોની ક્ષમતાનો આગ્રહ રખાતો હતોસંવાદો સંગીત સમાન હતાઆજે હીરો જિમ્નેશિયમમાં ચાર કલાક વર્ક આઉટ કરીને સિકસ પેકસ બનાવે છે કે નહીંતેને આધારે પસંદગી કરાય છેસમય બદલાયો છે. ભરપૂર વાંચન ધરાવતા અને મેધાવી સુસંસ્કૃત અભિનેતા ફારુક શેખની અભિનય ક્ષેત્રે કારકિર્દીને ચાર દાયકા સુધી પોતાનું યોગદાન આપ્યું. ગુજરાતી જો હિન્દી ફિલ્મોમાં કામ કરવા જાય તો તેની પહેલા ગણતરી એવી હોય કે રૂપિયા બનવા જોઈએ અને મોટા સ્ટાર્સ વચ્ચે આપણું નામ ચમકવું જોઈએ. એક સમયે હિન્દીમાં બહુ ઓફબીટ પ્રકારની ફિલ્મો બની અને આજે ય તે જુદી રીતે બની રહી છે. પરંતુ એવી ફિલ્મોમાં ગુજરાતી અભિનેતાને શોધવો હોય તો મુશ્કેલ પડે. ને તેથી તેમાં કોઈ ગુજરાતી અભિનેતા


દેખાય તો આપણને ગૌરવ લેવાનું મન થાય. ફારુક શેખ એક એવું નામ છે. એક છે અને એકમાત્ર છે. એવું પણ ઉમેરવું જોઈએ કારણ કે સતીશ શાહ, રાજુ બારોટ, પરેશ રાવલ વગેરેએ એવી ફિલ્મો કરી હતી પણ આંકડો ગણો તો બે – પાંચ થાય. વર્ષ ૧૯૭૩માં એમ.એસસથ્યુની ફિલ્મ 'ગર્મ હવા’ સાથે અભિનય ક્ષેત્રે પદાર્પણ કરનારા ફારુક શેખે ત્યારબાદ સત્યજીત રે દિગ્દર્શિત બીજી ફિલ્મ ‘શતરંજ કે ખિલાડી’ જેમાં કામ કરવાનો અનુભવ જબરદસ્ત રહ્યો. તે ફિલ્મમાં બે બે ગુજરાતીઓ એક ફારુખ શેખ તો બીજા સંજીવ કુમાર અને ત્રીજી ફિલ્મ મુઝફ્ફરઅલીની ‘ગમન’ માં પહેલીવાર મુખ્ય ભૂમિકા મળી. જેમાં સ્મિતા પાટીલ, જલાલ આગા, ગીતા સિદ્ધાર્થ વગેરે હતા. હિ‌ન્દીઅંગ્રેજીઉર્દૂ કે મરાઠી ભાષા સરસ રીતે બોલે ત્યારે કોઈને ખ્યાલ પણ ન આવે કે આ માણસસાવ તળપદો ગુજરાતી છેકારણ કે એ શષ્ટિ ગુજરાતી ભાષાની સાથે મધ્ય ગુજરાત-પૂર્વ પટ્ટીના ગામડાની દેશી બોલી પણ સાવ પોતીકી શૈલીમાં બોલી શકે છે'તુમ્હારી અમૃતા’ જેવાં સરસ મજાનાં નાટકોમાં હિ‌ન્દીમાં સંવાદો બોલીને મંત્રમુગ્ધ કરતા આ કલાકારઉર્દુના ઉચ્ચારો પણ સ્પષ્ટ અને સાચા કરતા હશે તેમ જ અદ્દલ પુણેરી શૈલીમાં મરાઠી બોલી શકતા હશેઅથવા 'ઘેર ઘેર માટીના ચૂલા’ જેવી ગુજરાતી ફિલ્મમાં યાદગાર અભિનય આપ્યો હશે એ બાબતની સૌને ખબર નહીં હોય.
  


     વડોદરા જિલ્લાના નસવાડી તાલુકામાં કવાંટ પાસે અને હાલ નર્મદા જિલ્લો બનેલા રાજપીપળા નજીકના અમરોલી ગામેં તા.૨૫-૩-૧૯૪૮ના રોજ જન્મેલા ફારૂખને આઝાદી પછીના તરતના વર્ષોએ ઉછેર્યા હતા. માતા-પિતા જયારે કામ ધંધાથી મુંબઈ આવી ગયા ત્યારે ફારુખ માટે ધીમે ધીમે બધું બદલાવું શરૂ થયું. પિતા મુંબઈ આવીને એલએલબી ભણ્યા અને વકીલાત કરતા હતાતેઓ તેમને ડોક્ટર બનાવવા માગતા હતા. પુત્રએ પણ ક્રીમીનલ લોયર થવા માટે અભ્યાસ કર્યો. પરંતુ જૂઠાણાની બોલબાલાને કારણે તેમને વ્યવસાય તરીકે વકીલાતઅપનાવવાનું મન ઓછું હોવા છતાં તેઓ મુંબઈની સેન્ટ ઝેવિયર્સ અને પછી સિદ્ધાર્થ કોલેજમાં ભણી બી.એ.એલ.એલ.બી. થયેલા ફારૂખે સ્કુલ, કોલેજના દિવસોમાં નાટકો પણ ભજવેલા. ફારુક શેખના ભાઈઓ,બહેનો પિતરાઈઓ વગેરેનો ખાસ્સો પરિવાર હજુ એ ગામમાં વસે છેઅમુક ભાઈઓ વંશપરંપરાગત  જમીનોપરની ખેતી સંભાળે છેજોકે  દૂધાળા પશુઓ અને ઘોડા પણ રાખે છે.
    ડિગ્રીનું ભણતર સેન્ટ ઝેવિયર્સ કોલેજના માહોલમાં લીધું હોવાથી એ
દિવસોમાં ભાષાઓના અભ્યાસરાજકારણ અને બીજા વિષયોના વાંચન સાથે અભિનય તરફ ઝુકાવ વધ્યો. .ઈષ્ટા નાટય સંસ્થામાં જોડાયાબરાબર એલએલએમ પૂરું   કર્યું,વિજય આનંદ જેવાએ જ્યાં નાટકની પવૃત્તિ કરી હોય તેવી એ કોલેજમાં અઝીઝ મિર્ઝા, વિનોદ મહેરા, સત્યદેવ દુબે, મઝહર ખાન, શબાના આઝમી જેવા મિત્રો થયા એટલે અભિનયનો રસ ગાઢ થયો. કૈફી આઝમી, બલરાજ સાહની, મનમોહન કૃષ્ણ, એ. કે. હંગલ, સાગર સરહદીથી માંડી એમ. એસ. સથ્યુ, રમેશ તલવાર જેવા ઇપ્ટામાં સક્રિય હતા એ બધાને નાટકમાં કે ફિલ્મોમાં જે રસ હતો તે ગંભીર પ્રકારનો હતો. પૂણે ફિલ્મ ઇન્સ્ટીટ્યુટમાંથી આવેલા ડેનીથી માંડી સ્મિતા પાટીલ, સતીશ શાહ, દિલીપ ધવનની મૈત્રી થઇ તે પણ અભિનય બાબતે ગંભીર હતા. ઇપ્ટાના જ નાટ્ય દિગ્દર્શક એમ. એસ. સથ્યુએ ‘ગર્મ હવા’ બનાવવાની યોજના કરી. તેઓ લોન લઈને ફિલ્મ બનાવવાના હતા એટલે એક બલરાજ સાહની સિવાય કોઈને મહેનતાણા આપી શકે તેમ ન હતા. સમજો કે સાવ મફત જ કામ કરવાનું છેએવામાં એમ.એસસથ્યુની ફિલ્મ 'ગર્મ હવામાં હીરોનો રોલ મળ્યો. ( એ ફિલ્મ માટે કામ કરવાના કુલ સાડા સાતસો રૂપિયા મળેલ જરૂર પણ હપ્તે હપ્તે, પંદર વર્ષે ) એટલે તેમની ઈચ્છા પ્રમાણે વકીલાતના ધંધાથી દૂર રહેવાનું કારણ મળી ગયુંએ સાથે જ બિનીઝ ડબલ ઓર ક્વિટએવરરેડી કે હમસફર વગેરે અનેક રેડિયો પ્રોગ્રામ્સમાં વોઈસિંગનાં કામો ધમધોકાર મળવા માંડયાંત્યાર પછી ચશ્મેબદુરકથાઉમરાવજાનબાઝાર,નૂરીરંગબિરંગીકિસીસે ના કહનાસાથ સાથલિસન અમાયા વગેરે ફિલ્મો કરી'જિના ઈસીકા નામ હૈનામનો ટીવી શો કર્યો,’’

    ‘ગર્મ હવા’ ફિલ્મે તેમને ‘ઘેર ઘેર માટીના ચુલા’ નામની ગુજરાતી ફિલ્મ અપાવી.પોતાના જીવન અને વ્યવસાયની વૈચારિક ભૂમિકા સમજાવતાં ફારુક કહેતા કે ''ભારતીય મૂલ્યોમાં મારી ગજબનાક આસ્થા છેહું માનું છું કે આપણે ટેક્નોલોજીમાં આગળ વધ્યા અને સંસ્કારોમાંસાંસ્કૃતિક દૃષ્ટિએ પીછેહઠ કરી છેઆપણો આદર્શલંડનની ઠંડીમાં શરીર પર ટૂંકી પોતડી વીંટાળીને ગોળમેજી પરિષદમાં હાજરી આપતા ગાંધીજી છેધનદૌલત પાછળ આંધળી દોટ મૂકવાની અને બીજાઓનું ઝૂંટવી લેવાની આપણી સંસ્કૃતિ નથીઆખી દુનિયા પર રાજ કરનારી રાણી વિક્ટોરિયાની કબર પર ફૂલ ચઢાવવાની બ્રિટનના 'રોયલ ફેમિલીને પણ ફુરસદ નથીબાપુની ફિલસુફી તરફ આજે પણ લોકો આશાની નજરે જુએ છેકાલે પણ જોશેમાબાપને વૃદ્ધાશ્રમમાં મૂકવાનીઆપણી સંસ્કૃતિ નથીઆ બધાં મૂલ્યોને ધ્યાનમાં રાખીને મેં તાજેતરમાં એક ફિલ્મ 'ક્લબ-૬૦નું શૂટિંગ પૂરું કર્યું.ખરેખર સુંદર કથા છેઅકસ્માતમાં પુત્ર ગુમાવી બેઠેલા દંપતી (વરીષ્ઠ નાગરિકસૂનમૂન થઈ ગયા હોય છે,તેમને મનુભાઈ (રઘુવીર યાદવઅને ટિનુ આનંદસતીશ શાહ વગેરે કલાકારો જે પાત્રો ભજવે છેએ કેવી રીતે ફરી જીવનના મુખ્ય પ્રવાહમાં લાવે છેતેની વાત લેખક-દિગ્દર્શક સંજય ત્રિપાઠીએ સુંદર રીતે કરી છે.’’
    નસીરુદ્દીન શાહ, ઓમ પૂરી વગેરેને એવી ઓળખ ઉભી કરવામાં ખાસ્સો સમય ગયેલો પણ ફારુખ આ બાબતે નસીબદાર હતા. પરંતુ પાત્ર વૈવિધ્ય જાળવી કામ કરતા રહેવાનું વલણ ચાલુ રાખ્યું. તેથી ઇપ્ટાના સાગર સરહદીએ ‘બાઝાર’ બનાવી ત્યારે સુપ્રિયા પાઠકના હતાશ પ્રેમી તરીકે હૈયું હચમચાવે તેવી ભૂમિકા કરી તો સાંઈ પરાજંપેની ;કથા’ માં ઉડાઉ, બદમિજાજ, ઇશ્કી પ્રકારના ખલનાયકની ભૂમિકા કરી. એ જ વેળા દીપ્તિ સાથેની ‘સાથ સાથ’ નામની ફિલ્મ આવી. રમણકુમાર દિગ્દર્શિત આ ફિલ્મનું જગજીતસિંઘે ગાયેલું ગીત ‘તુમકો દેખા તો યે ખયાલ આયા’ આજે પણ ભૂલાયું નથી.
ફારુખ શેખ વ્યવસાયી ફિલ્મોમાં સફળ થવાની શરતો પાળે તે પૈકીના ન હતા કારણ કે અભિનયને માત્ર ધંધા તરીકે જોવાનો તેમનો અભિગમ ન હતો. શાકભાજી એક્સપોર્ટ – ઈમ્પોર્ટ કરવાનો બીઝનેસ માંડેલો અને તેમાં ગોઠવાયા હતા. આ કારણે જ તેમણે ૧૯૭૩ની ‘ગર્મ હવા’ થી માંડીને હાલની ‘ક્લબ ૬૦’ સુધીમાં તેમણે લગભગ ૪૦ થી ૪૫ ફિલ્મો કરી એ દરમિયાન ૩૩ જેટલા દિગ્દર્શકો સાથે કામ કર્યું. આ દિગ્દર્શકોની યાદીમાં મુઝફ્ફરઅલીની ( ગમન, અંજુમન અને ઉમરાવજાન ), ઋષીકેશ મુખર્જી ( કિસીસે ના કહેના, રંગબેરંગી ), બાસુ ચેટરજી ( લાખો કી બાત ), કલ્પના લાઝમી ( એક પલ ), કેતન મહેતા ( માયા મેમસાબ ) થી માંડી પંકજ પરાશર ( અબ આયેગા મઝા ), જાહનું બરૂઆ ( અપેક્ષા ), યશ ચોપરા ( ફાસલે ), રામાનંદ સાગર ( સલમા ), કેતન દેસાઈ ( તુફાન ), પાર્થો ઘોષ ( મેરા દામાદ ) જેવા શામિલ છે. અભિનયમાં દિલીપકુમાર અને સંજીવકુમાર તેમ જ રાજકારણમાં પંડિત જવાહરલાલ નેહરુ માટે વિશેષ માન ધરાવતા ફારુક શેખ કહેવું હતું કે''એક વખત એવો હતો કે જ્યારે અભિનેતા કે અભિનેત્રીને ફિલ્મ માટે પસંદ કરતા પહેલાં સૌપ્રથમ ભાષાનું જ્ઞાન અને શુદ્ધ ઉચ્ચારણોનો આગ્રહ રખાતો હતો અને ત્યાર પછી અભિનયનૃત્યએકશન દૃશ્યોની ક્ષમતાનો આગ્રહ રખાતો હતોસંવાદો સંગીત સમાન હતાઆજે હીરો જિમ્નેશિયમમાં ચાર કલાક વર્ક આઉટ કરીને સિકસ પેકસ બનાવે છે કે નહીંતેને આધારે પસંદગી કરાય છેસમય બદલાયો છેબધું 'ક્વિક બાઈટ’ જેવું થઈ ગયું છે,ઉતાવળે ઊંચાઈઓ સર કરવાની ઘેલછામાં નવી પેઢીને કોઈનું છીનવી લેવામાં સંકોચ થતો નથીઆપણી સંસ્કૃતિઆપણાં મૂલ્યો ભુલાતાં જાય છેઆ પરિસ્થિતિ બદલાય તો સારું એવી ઈશ્વરને પ્રાર્થના કરું છુંકોઈને હાનિ કર્યા વિના ખુશીઆનંદથી જીવન જીવી જવું છે. તેથી જ હાલમાં નારાયણ દેસાઈની 'ગાંધી કથાનીડીવીડી જોઉં-સાંભળું છુંદુનિયાના શોરબકોર વચ્ચે ખૂબ શાંતિ મળે છે.’’

    પિતા મુસ્તુફા શેખ, માં ફરીદા શેખના આ પુત્રને બે ભાઈ અને ત્રણ બહેન છે પરંતુ ફારુખાનું ખુદનું વ્યક્તિત્વ જુદી રીતે ઘડાયેલું હતું એટલે રૂપા નામની હિંદુ યુવતી જોડે પરણેલા. ટચુકડા પડદે ફારુખ શરદબાબુની નવલકથા પર આધારિત ‘શ્રીકાંત’ તથા ‘જી મંત્રીજી’ માં તેમણે વ્યંગભર્યા પાત્રને નિભાવ્યું. ‘ચમત્કાર’ બાદ ‘જીના ઇસીકા નામ હૈ’ શોનું સંચાલન કર્યું. ‘અહા’, ‘અલવિદા ડાર્લિંગ’, રાજુ રાજા રાજાસાહબ’ જેવી સીરીયલો તથા દીપ્તિ નવલ સાથે ‘આખરી દાવ’ પણ કરી. અલી સરદાર જાફરીની ‘કહકસા’ માં તેમણે શાયર હસરત મોહાનીની ય ભૂમિકા ભજવી. ‘અઝહર કા ખ્વાબ’ જેવા નાટક કરી ચુકેલા ફારૂખે શબાના આઝમી સાથે ‘તુમ્હારી અમૃતા’ નાટક કર્યું જેના દિગ્દર્શક ફિરોઝખાન હતા.

    બે સંતાનોના પિતા ફારૂખે ઢોલ – નગારા પિટ્યા વિના કામ કર્યું. હિન્દી ફિલ્મોના પડદે સાવ બીનફીલ્મી એટલે કે સરળ, સહજ દેખાતા જે અભિનેતા સફળ ગયા તેમાં અમોલ પાલેકર, નાના પાટેકર વગેરેને યાદ કરો તો ફારુખ શેખને ન જ ભૂલી શકાય.  

No comments:

Post a Comment