કિરણ આચાર્યની બહેનપણીના
પાત્રમાં જોવા મળશે – સુષ્મા જાધવ
તા.૧૭ નવેમ્બરના
દેવદીવાળીના શુભ દિવસે ‘સપના એન્ટરપ્રાઈઝીસ’ ના બેનર હેઠળ નિર્માતા ભૂપત ભાવનગરીની
ફિલ્મનું મુહુર્ત યોજવામાં આવ્યું. કંઇક અલગ કરવાનું વલણ ધરાવતા ભુપતભાઈએ ફિલ્મની
આમંત્રણ પત્રિકા પણ લગ્ન કંકોતરીના સ્વરૂપે તૈયાર કરી હતી. વિજય દલવાડી દિગ્દર્શિત
આ ફિલ્મની હદયસ્પર્શી કથા તથા દીલડોલ સંગીત ખૂબ જ સરસ બન્યા છે. કિરણ આચાર્ય, સંજય
મૌર્ય તથા રીના સોનીની પ્રણયકથા પર આધારિત આ ફિલ્મમાં કિરણ આચાર્યની બહેનપણીનો રોલ
કરતી અભિનેત્રી સુષ્મા જાધવની વાત આપણે કરવી છે. તો આવો જાણીએ શું કહ્યું સુષ્મા
જાધવે ફિલ્મ વિષે.
પ્ર :- ફિલ્મમાં આપનો રોલ
શું છે ?
ઉ :- આ ફિલ્મમાં હું કિરણ
આચાર્યની બહેનપણીનો રોલ કરી રહી છું. જે હંમેશા કિરણની સાથે રહીને કોઈપણ
પરિસ્થિતિમાં મદદ કરે છે અને આશ્વાસન પણ આપે છે. જે
પાત્રનું નામ મંજુ છે. જેને
કિરણની દરેક વાત દુખદર્દની ખબર હોય છે. હું અત્યારે પ્રથમવાર જ કિરણ આચાર્ય સાથે
રોલ કરી રહી છું. જે કરવાની મને ખૂબ જ મજા આવી.
પ્ર :- ‘કેસર કેશવ ને કંકુ’
ફિલ્મ વિષે કહેશો.
ઉ :- ફિલ્મની વાર્તા ખૂબ જ
સરસ રીતે લખવામાં આવી છે જેમાં પ્રેમ, કરુણા, બે પ્રેમી હૈયાનું દર્દ વગેરે ખૂબ જ સુંદર
રીતે ચિત્રિત કરવામાં આવ્યું છે.
પ્ર :- ‘સપના
એન્ટરપ્રાઈઝીસ’ માં કામ કરીને કેવું લાગી રહ્યું છે ?
ઉ :- ફિલ્મના તમામ કલાકારો,
નિર્માતા ભુપતભાઈ ભાવનગરી, દિગ્દર્શક વિજયભાઈનો પૂરો સહકાર મને મળ્યો છે. તમામ
સહયોગી કલાકારો, ટેકનીશ્યનો સાથે કામ કરીને હું ખૂબ આનંદની લાગણી અનુભવું છું.
કારણ કે ‘સપના એન્ટરપ્રાઈઝીસ’ યુનિટ સાથે હું પ્રથમ વખત જ કામ આકરી રહી છું. આવી
ફિલ્મમાં કામ કરીને ખરેખર મનમાં સંતોષ થાય છે.
પ્ર :- ભવિષ્યમાં ક્યાં પ્રકારના
રોલ કરવા ગમશે ?
ઉ :- ભવિષ્યમાં નેગેટીવ
પાત્રો ભજવવા ખૂબ જ ગમશે સાથે સાથે કરુણ પાત્રો પણ ભજવવા ગમશે.
ગજ્જર નીલેશ
No comments:
Post a Comment