facebook

Friday, 28 August 2015

nisha soni

ટુ બી અ ગૂડ એક્ટ્રેસ. ગૂડ હિરોઈન’ : નિશા સોની


   
    કોઈપણ ફિલ્મ આવી રહી હોય. ગુજરાતી ફિલ્મ રીલીઝ માટે તૈયાર હોય ત્યારે ફિલ્મ સાથે જોડાયેલા કલાકાર – કસબીઓના અભિપ્રાય ‘સિનેમેજીક’ નો જે નિયમિત વાચકવર્ગ છે તેઓનું ધ્યાન દોરી રહ્યો છું કે તે કલાકાર – કસબીઓ પોતાના ઇન્ટરવ્યુંમાં એક વાત કોમન કરે છે કે ‘અમારી આ ફિલ્મ કૌટુંબિક છે’. પણ હું તમને જે અભિનેત્રીની વાત જણાવવા જઈ રહ્યો છું તેની આવનારી ફિલ્મનું ટાઈટલ જ પોતાના પરિવાર પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. ફિલ્મનું નામ છે ‘ઘર મારું મંદિર’ તથા તેની અભિનેત્રી છે નિશા સોની. ગુજરાતી ફિલ્મ ઉધોગના મહાનતમ ગણાતા દિગ્દર્શકોમાના કેશવ રાઠોડ આ ફિલ્મના દિગ્દર્શક, ગીતકાર, પટકથાલેખક, સંવાદલેખક પણ છે. ચંદન રાઠોડ, નિશા સોની, ચંદન દેસાણી, ડીમ્પલ ઉપાધ્યાય, સન્ની ખાતરી, ઉષા ભાટિયા, હસમુખ ભાવસાર, જયશ્રી પરીખ, જીજ્ઞેશ મોદી, રત્ના રબારી અને યોગેશ ઠાકર પોતાના અભિનયથી ફિલ્મને ચાર ચાંદ લગાવશે. પરંતુ આપણે વાત કરવી છે નિશા સોની સાથે તેના વિષે.

પ્ર – પ્રથમ આપની ફિલ્મી શરૂઆત વિષે જણાવશો.
ઉ – શરૂઆતમાં હું મોડેલીંગ કરતી હતી. મોડેલીંગ કરતા કરતા એવું લાગ્યું કે ડાન્સ કરવાની – શીખવાની ઈચ્છા થઇ. તેથી ડાન્સ શીખી બાદમાં મારા પપ્પા પહેલેથી જ આલ્બમ બનાવતા હતા એટલે એમના આલ્બમમાં જ મેં સૌપ્રથમવાર કામ કર્યું. એન્ડ ધેન એક્ટિંગ. આ ફિલ્ડમાં મારે એઈટ યર્સ કમ્પ્લીટ થવા આવ્યા છે.
પ્ર – આપની પ્રથમ ફિલ્મ ?
ઉ – મારી ફર્સ્ટ મુવી હતી ‘પ્રીત ઘેલા પારેવડા’. જે ફિલ્મથી મને ગુજરાતી ફિલ્મ ઉધોગ બ્રેક મળ્યો. તે ફિલ્મમાં શંકર ઠાકોર, શર્મિષ્ઠા મકવાણા ( વિચારીને ) વગેરે કલાકારો હતા. અત્યારે દિગ્દર્શક કેશવ રાઠોડ સાથે સેકન્ડ મુવી કરી રહી છું ‘ઘર મારું મંદિર’.

પ્ર ગુજરાતી ફિલ્મોમાં સબસીડી વિષે આપના મંતવ્ય ?
ઉ – એટલું ચોક્કસ કહીશ હાલમાં ગુજારાતી ફિલ્મોની સબસીડી બંધ થઇ છે તો હવે લાગી રહ્યું છે ગુજરાતી ફિલ્મો સારી એવી માતબર કક્ષાની બનશે. સારી સ્ટારકાસ્ટ ધરાવતી સારા બેનર ધરાવતી ફિલ્મો આવશે. જ્યારે સબસીડી ચાલુ હતી ત્યારે કોઈપણ દિગ્દર્શક બની જતા અને ફિલ્મ તૈયાર કરતા જે ચાલી તો ન જ હોય. આવા દિગ્દર્શકો જે ફક્ત સબસીડી માટે જ ફિલ્મ બનાવતા હોય તે નહિ રહે.
પ્ર – દિગ્દર્શક કેશવ રાઠોડ સાથે કામ કરીને કેવું લાગે છે ?
ઉ – કેશવ રાઠોડ એઝ એ ડીરેક્ટર ખૂબ જ ગ્રેટ વ્યક્તિ છે. એમની સાથે હું ફર્સ્ટ વાર જ વર્ક કરી રહી છું. તેમની સાથે વર્ક કરવાની બહુ જ મજા આવી. બહુ જ.

પ્ર – સાથે તેમના સન પણ છે.
ઉ – હા, ચંદન રાઠોડ. તેમની સાથે પણ કામ કરવાની ખૂબ જ મજા આવી. ‘ઘર મારું મંદિર’ ફિલ્મમાં ચંદન રાઠોડ મારી પેરમાં છે.
પ્ર – આપે કદી ડ્રામા પ્લે કર્યા છે ?
ઉ – યસ, એક્ચુલી હું ડ્રામાની આર્ટીસ્ટ છું. મેં જે ડ્રામા પ્લે કર્યા છે તેમાં ‘અમથા અમથા લડીએ અમથા અમથા મળીએ’, ‘એક રે માળાના પંખી’, ‘મુઠ્ઠીભાર સપનું’, પત્ની કમાલ તો પતિ માલામાલ’ આ બધા જ કમર્શિયલ પ્લે છે.
પ્ર – ગુજરાતી સીરીયલ ?
ઉ – નાં, ગુજરાતી સીરીયલ હજી સુધી નથી કરી.
પ્ર – ક્યા પ્રકારના માણસોથી દૂર રહો છો ?
ઉ – ખોટુંબોલા અને ડેન્જર ટાઈપ માણસોથી હું દૂર જ રહું છું.
પ્ર – ફિલ્મ ઉદ્યોગને એક લીટીમાં કઈ કહેવું હોય તો ?

ઉ – હા, એક વાત છે. ‘ટુ બી અ ગૂડ એક્ટ્રેસ. ગૂડ હિરોઈન’ એની અંદર જ બધું આવી જાય છે મારી આ એક લાઈનમાં. 

No comments:

Post a Comment