facebook

Tuesday 15 September 2015

arvind vegda

દેશમાં અને વિદેશમાં પણ થયું પ્રખ્યાત ‘ભાઈ ભાઈ’ - અરવિંદ વેગડા


    કેમ મિત્રો મારી વાત સાચી છે ને તો આજે હું આપને ‘ભલા મોરી રામા – ભાઈ ભાઈ’ ના ગાયક અરવિંદ વેગડા વિષે માહિતગાર કરીશ. એક સમય હતો, કે જ્યારે કોઈકનું સારૂ પર્ફોમન્સ કે સારૂ કામ જોઇને પહેલા તમે ગુજરાતીમાં કહેતા હતા, ‘વાહ..... વાહ.....’ હિન્દીમાં કહેતા હતા ‘ક્યાં બાત હૈ’, કે પછી અંગ્રેજીમાં કહેતા હતા વાઉ, પરંતુ હવે સૌના મોઢા પર એક જ શબ્દ હોય છે. ભાઈ..... ભાઈ..... ગુજરાત, ભારત કે દુનિયાભરમાં જ્યાં પણ ગુજરાતીઓ વસે છે તેમના લગ્ન પ્રસંગો ‘સનેડા’ વગર અધૂરા હતા. આજે ‘સનેડા’ ની જેમ જ ગુજરાત, ભારત ઉપરાંત દેશ – વિદેશમાં લગ્ન પ્રસંગ હોય કે પછી કોઈપણ ઉત્સવ હોય તે અરવિંદ વેગડાના ‘ભાઈ ભાઈ’ વગર અધૂરા છે. મુંબઈ ખાતે અગિયારમો વાર્ષિક ટ્રાન્સમીડિયા ગુજરાતી સ્ક્રીન એન્ડ સ્ટેજ એવોર્ડ ૨૦૧૧ માં પોપ્યુલર આલ્બમનો એવોર્ડ અરવિંદ વેગડાને ‘ભલા મોરી રામા – ભાઈ ભાઈ’ માટે મળેલ છે અને મિત્રો અરવિંદ વેગડાએ તેમાં ‘ભલા મોરી રામા – ભાઈ ભાઈ’ ઉપર પર્ફોમન્સ પણ આપેલ હતું અને સંપૂર્ણ પ્રોગ્રામ દરમિયાન ફક્ત આ એક જ પર્ફોમન્સને વન્સમોર મળ્યું.

    ૫ ઓક્ટોબર ૧૯૭૪ ના રોજ અમદાવાદમાં જન્મેલા અરવિંદ વેગડા કહે છે કે if u can walk u can dance with me’ એટલે કે ‘જો તમે ચાલી શકો છો, તો મારા પ્રોગ્રામમાં હું તમને નચાવી શકું છું.’ મારા શોમાં તમને ગરબાનો રોક કોન્સર્ટ જોવા મળશે. હું ઓડીયન્સને ચારથી પાંચ કલાક નચાવી શકું છું. લોકો કોડલેસનું નહોતા વિચારતા ત્યારથી હું માઈક્રોફોનનો ઉપયોગ કરૂ છું. જેથી ખુલ્લા હાથે પર્ફોમન્સ કરી શકું.
પ્ર – તમે આલ્બમની પાછળ ઘણી મહેનત કરી છે. પરંતુ ઘણા લોકો તમારા ગીત ‘ભાઈ ભાઈ’ ની કોપી કરી રહ્યા છે. તેના વિષે આપ શું કહો છો?
ઉ – ‘સનેડા’ ની જેટલા લોકોએ કોપી કરી છે તે બધા જ બજારમાં ચાલ્યા છે. પરંતુ મારા આલ્બમ ‘ભાઈ ભાઈ’ ની કોપી કરનાર એકપણ નથી ચાલ્યા અને જે વસ્તુ સારી હશે લોકો તેની જ કોપી કરશે અને તેમાં પણ ફાયદો અમારો જ છે કારણ કે તેના દ્વારા કમસે કમ અમારૂ ગીત લોકો સુધી તો પહોચે છે. મારા ગીત ‘ભાઈ ભાઈ’ ઉપર અમેરિકા, આફ્રિકા, ઈરાક, જર્મની જેવા દેશોમાં નોન ગુજરાતીઓ પણ ડાન્સ કરે છે.
    ફિલ્મ ‘પ્રીતના સોગંધ’ માં પણ અરવિંદ વેગડાએ ‘મજાની છે જીંદગી’ ગીતમાં તેમનો સ્વર આપેલ છે.

પ્ર – ‘ભાઈ ભાઈ’ ગીતની શરૂઆત વિષે કહેશો અને આપના વિષે?
ઉ – મારા એક પ્રોગ્રામમાં મે ‘સનેડા’ ને બદલે ‘ભાઈ ભાઈ’ ગાયું અને તે દિવસે ઓડીયન્સનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો અને કેમેરામેન પણ નાચી ઉઠ્યા. મને કહ્યું કે હવે પછીના પ્રોગ્રામમાં ‘ભાઈ ભાઈ’ જ ગાવાનું છે અને પછી લાઈવ પ્રોગ્રામ શરૂ કર્યા અને આગળ જેમ જેમ ઓડીયન્સનો રિસ્પોન્સ મળતો ગયો તેમ તેમ આગળ અમે ‘ભાઈ ભાઈ’ નું વિડીઓ આલ્બમ બનાવ્યું. જેમાં ધ્રુવલ સૌદાગરે ૩૫ મિનીટ સુધી ઓડીયન્સને બેસાડી રાખે તેવું એડીટીંગ કર્યું છે. આ આલ્બમ ફક્ત પૈસા કે અવાજના જોરે નથી બન્યું પરંતુ આમાં અમે ખૂબ જ મહેનત કરી છે. ત્રણ દિવસ સુધી સતત શુટિંગ ચાલ્યું છે. શુટિંગ પતાવીને હું મારા ફેમીલી સાથે ઘરે જતો હતો ત્યાં રસ્તામાં અમારૂ એક્સીડેંટ થયું અને અમને ૧૦૮ એમ્બ્યુલેન્સમાં હોસ્પિટલમાં લઇ ગયા. બચવાની પણ આશા ન હતી. મારા વાઈફ એક મહિનો હોસ્પિટલમાં હતા અને દીકરો પણ સીરીયસ હતો. આ બાજુ હું એડીટીંગમાં જતો અને અમે ‘ભાઈ ભાઈ’ આલ્બમ પૂરું કર્યું.
    અમે અમારી વિડીઓ સીડીના માધ્યમથી પ્રેક્ષકોને થીયેટર સુધી ખેંચી લાવવામાં સફળ થયા. અમારા આલ્બમ ‘ભલા મોરી રામા – ભાઈ ભાઈ’ ની સફળતા બાદ હવે અમે ગુજરાતી ફિલ્મ બનાવી રહ્યા છીએ. જેમાં સારૂ સંગીત, સારા ગીતો, સારી સ્ટોરી અને સારી સ્ટારકાસ્ટ હશે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment