facebook

Thursday 3 September 2015

ishwar thakor

ગોવિંદભાઈ પટેલની ફિલ્મ ‘હું તારી મીરાને તું મારો શ્યામ’ માં અનાયાસે જ ઈશ્વર ઠાકોર હીરો બની ગયા

    ગુજરાતી ફિલ્મોમાં હાલ જોવા જઈએ તો અભિનેતાઓમાં નવા નવા ચેહરાઓ જોવા મળી રહ્યા છે. જેઓ પોતપોતાની રીતે ફિલ્મોમાં પોતાની અભિનયક્ષમતા પુરવાર કરી રહ્યા છે. છતાં પણ ફિલ્મોમાં કંઇક ખૂટતું હોય એવું જણાઈ આવે છે. શામાટે ગુજરાતી ફિલ્મોનું સ્તર આટલું નીચું છે. તેના માટે જવાબદાર કોણ? ફિલ્મોનું યુનિટ, નિર્માતા, દિગ્દર્શક, અભિનેતા, અભિનેત્રી કે પછી ફિલ્મો જોવાવાળો દર્શકવર્ગ. કોણ જવાબદાર? કોઈ પણ કલાકાર હોય ફિલ્મોમાં કામ કરતો હોય ચાહે નવો હોય કે જુનો. તેની ફિલ્મ જો પછડાટ ખાય તો તેને પણ એમ થાય કે ફિલ્મોમાં શું ઉણપ રહી જાય છે. આ શબ્દો છે ગુજરાતી ફિલ્મોના જાણીતા કલાકાર ઈશ્વર ઠાકોરના.
    મોટી આદરજ ખાતે જન્મેલા અને ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરેલા ઈશ્વર ઠાકોરણી આ ક્ષેત્રમાં એન્ટ્રી એક આલ્બમ દ્વારા થઇ જેનું નામ હતું ‘મહીસાગરના વાગ્યા ઢોલ’. જેના નિર્માતા પંકજ પટેલ અને રમેશ ઠાકોર હતા. જે આલ્બમમાં ઈશ્વર ઠાકોરના અભિનયની ગોવિંદભાઈ પટેલે નોંધ લીધી અને તે દરમ્યાન ગોવિંદભાઈ પટેલ ‘હું તારી મીરાને તું મારો શ્યામ’ ફિલ્મની યોજના બનાવી રહ્યા હતા. જેના માટે તેઓ વિક્રમ ઠાકોરને લેવા માંગતા હતા પરંતુ વિક્રમ ઠાકોરની ડેઈટ ન મળતા તેઓ ઈશ્વર ઠાકોરનો સંપર્ક સાધ્યો અને ઈશ્વર ઠાકોર આજે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં એક જાણીતું નામ બની ગયું છે. ત્યારબાદ ઈશ્વર ઠાકોરે ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું જેમ કે પરેશ પટેલની ‘દીકરીને ના દેશો કોઈ પરદેશ’, જેમાં ગુજરાતી ફિલ્મોના અભિનયના બાદશાહો હિતેન કુમાર, કિરણ કુમાર, અરવિંદ રાઠોડ વગેરે સાથે કામ કર્યું. ટૂંક સમયમાં ઈશ્વર ઠાકોર ‘શૂટ આઉટ એટ સુરત’, ‘રાધા સદા રહીશું સંગાથે’ જે ફિલ્મમાં ઈશ્વર ઠાકોર મેઈન લીડ રોલ ભજવી રહ્યા છે જયારે વિક્રમ ઠાકોર મહેમાન કલાકાર તરીકે ચમકશે.

પ્ર – ગુજરાતી ફિલ્મોનું સ્તર ઊંચું લાવવા શું કરવું જોઈએ?
ઉ – ગુજરાતી ફિલ્મો હાલના સમયમાં ખૂબ ઓછું રળીને આપી રહી છે. કોઈ એક નવા પ્રોડ્યુસર જો આ લાઈનમાં આવે અને તેને પહેલી જ ફિલ્મથી નિરાશા મળે તો તે વ્યક્તિ બીજા ચાર વ્યક્તિને કહે કે ગુજરાતી ફિલ્મ નથી ચાલતી. એવું ન થવું જોઈએ. ગુજરાતી ફિલ્મોનું સ્તર ઊંચું લાવવા કોઈ એક માણસ પ્રયત્ન કરે તો ન ચાલે. બીજા લોકોએ પણ તે વ્યક્તિનો સાથ આપવો જોઈએ. કોઈ પ્રોડ્યુસર સારી ફિલ્મ બનાવતો હોય તો આપણે તેને ફિલ્મમાં કામ કરતા કરતા પણ મદદ કરવી જોઈએ.
    અત્યાર સુધીમાં ઈશ્વર ઠાકોરે ગુજરાતી ફિલ્મોના ધુરંધર દિગ્દર્શકો સાથે કામ કરી ચુક્યા છે જેમકે ગોવિંદભાઈ પટેલ (હું તારી મીરાને તું મારો શ્યામ, હિરોઈન – તનુશ્રી), સુભાષ શાહ, જીતું રાઠોડ.  જીવરાજ ઠાકોર, મહેશ પટેલ વગેરે અને હજી પણ સારા દિગ્દર્શકો સાથે કામ કરવાની ઈચ્છા ધરાવે છે. ઈશ્વર ઠાકોરની હિરોઈનોમાં ‘દીકરીને ના દેશો કોઈ પરદેશ’ માં તેની સાથે પ્રીનલ ઓબેરોય, ‘રાધા રહીશું સદા સંગાથે’ માં તેઓ મરજીના દિવાન સાથે રોમાન્સ કરતા નજરે પડશે.


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment