facebook

Tuesday 15 September 2015

piyush raj

રાજકારણથી ‘ધ લેડી દબંગ’ દ્વારા ફિલ્મી પડદે પ્રવેશેલા - પીયુષ રાજ


    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી ફિલ્મી સિતારાઓ રાજકારણમાં પ્રવેશ્યા છે જેમાં નરેશ કનોડિયા અને તેમના પુત્ર હિતુ કનોડિયા તથા પદ્મશ્રી ઉપેન્દ્ર ત્રિવેદી. બીજા પણ ઘણા કલાકારો રાજકારણમાં પ્રવેશેલા છે પરંતુ તેના નામો શોધવા માટે ગુજરાતી ફિલ્મોનો ઈતિહાસ ઉકેલવો પડે. હવે આપણે વાત કરવી છે રાજકારણમાંથી ફિલ્મોમાં પ્રવેશેલા મહાનુભાવોની. જેમાં પહેલા આવે વડોદરાના મધુ શ્રીવાસ્તવ જેમણે ‘ઠાકોરના કોલ જગમાં અનમોલ’ ફિલ્મથી ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પ્રવેશ કર્યો અને હવે બીજા નંબરે આવે છે આણંદ નજીકના પીયુષ રાજ. જેઓ આમ તો આણંદ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિમાં અધ્યક્ષ છે. તેઓ શૈલેશ શાહ નિર્મિત અને વસંત નારકર દિગ્દર્શિત ‘ધ લેડી દબંગ’ થી ગુજરાતી પડદે પોતાની અભિનય ક્ષમતા પુરવાર કરવા આવી રહ્યા છે.

પ્ર – તમારા પાત્ર વિષે.
ઉ – આ ફિલ્મમાં મારૂ પાત્ર મહારાષ્ટ્રીયન પાટીલ ભાઉનું છે. અમારી એક ગેંગ હોય છે જેઓ મહારાષ્ટ્રમાં વસતા હોય છે. જેમાં એક ગુજરાતની બબલી ગેંગ અમારી સાથે ચીટીંગ કરીને ગુજરાત આવી જાય છે. જેની પાછળ પાછળ અમે પણ ગુજરાત આવીયે છીએ. જ્યાં અમે ત્યાની એક બીજી ગેંગની મદદ લઈને બબલી ગેંગને પાઠ શીખવવા કેવા કાવાદાવા કરીએ છીએ તે બતાવવામાં આવ્યું છે.

પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથે કામ કરવાનો અનુભવ?
ઉ – એક તો ફિલ્મના નિર્માતા શૈલેશ શાહ મારા સારા મિત્ર છે જેનાથી મને આ ફિલ્મમાં કામ કરવાનો મોકો મળ્યો. જેમને હું ઘણા સમયથી પર્સનલી ઓળખું છું. એકદમ સરળ સ્વભાવના અને નિખાલસ વ્યક્તિ છે તેઓ. તેમની સાથે દરેક કલાકારને કામ કરવું ગમે છે. દિગ્દર્શક વસંતજીનો સ્વભાવ પણ કાબિલ એ દાદ છે. તેઓ એવી રીતે નાની નાની વાતોનું ધ્યાન રાખીને કામ કરી રહ્યા હતા જે જોઇને મને પણ લાગ્યું કે કામ તો ખરેખર આ લોકો જે થાકવામાં માનતા ન હોય તે જ કરી શકે. મારૂ નાનપણથી એક સપનું હતું કે ફિલ્મના પડદે ચમકવું જે મને આ ફિલ્મ દ્વારા પૂર્ણ થયું હોય એવું મને લાગે છે. આ ફિલ્મ ચોક્કસ ચાલશે કારણ કે બી કે સી ગ્રેડની ફિલ્મો જોવાવાળો વર્ગ આ એ ગ્રેડની ફિલ્મ જોઇને એમ જ કહેશે કે ખૂબ સરસ ફિલ્મ બની છે. આખી ફિલ્મ એક્શન પેક ફિલ્મ છે. ફિલ્મ ગુજરાતી છે પરંતુ તેનું મેકિંગ હિન્દી ટાઈપથી કરવામાં આવ્યું છે.
    હું એક સમાજ સેવક પણ છું તેથી ગુજરાતી ફિલ્મોનું સ્તર ઊંચું આવે તેના માટે અમે જરૂરી પગલાઓ પણ લઇ રહ્યા છીએ. અમે ઉપર પણ આ મુદ્દાને લઈને રજૂઆત કરી જ છે. આપણી માતૃભાષા અને માતૃભાષાની ફિલ્મો પ્રત્યે આપણે લાગણી હોવી જ જોઈએ.




n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment