facebook

Tuesday 15 September 2015

ranjan ben parmar

દિવાળી પર્વ પર સૌનું ઘર ‘ઘર મારૂ મંદિર’ જેવું ઉજ્જવળ બની રહે - રંજનબેન પરમાર


    ટૂંક સમય પહેલા જ રીલીઝ થયેલી યંગ જનરેશન પર બનેલી ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ ને ઘણો જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દર્શકોએ ફિલ્મને સ્વીકારી છે અને સારી કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે. ફિલ્મના નિર્માતા રમેશ પરમાર હતા. ટૂંક સમયમાં તેમના પત્ની રંજનબેન પરમાર એક એવી ફિલ્મનું મુહુર્ત કરવા જઈ રહ્યા છે જે એક પ્રણયકથા છે. ફિલ્મનું નામ છે ‘મનડું મળ્યું મહેસાણામાં’ જેના નિર્માત્રી રંજનબેન પરમાર છે અને દિગ્દર્શન ઉષા ગોસ્વામી કરશે. ફિલ્મમાં મહેસાણાના કલ્ચરની વાત કરવામાં આવી છે સાથે સાથે ફિલ્મમાં રોમાન્સ, કોમેડી, એક્શન બધું જ હશે. અગાઉની ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ માંથી ફક્ત ને ફક્ત ડીમ્પલ ઉપાધ્યાય આ ફિલ્મમાં રીપીટ થાય તેવી શક્યતા છે. ફિલ્મના અન્ય કલાકારોમાં જોઈએ તો હિતુ કનોડિયા અને જગદીશ ઠાકોર સાથે વાત ચાલી રહી છે. દિવાળી બાદ ટૂંક સમયમાં જ ફિલ્મ ફ્લોર પર લઇ જવામાં આવશે. હિરોઈનોમાં પલ્લવી પાટીલ, ડીમ્પલ ઉપાધ્યાય અને દિશા પટેલ સાથે પણ ફિલ્મ બાબતે વાતચીત ચાલી રહી હોય તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. ઉપરાંત ચરિત્ર અભિનેતાઓમાં ફિરોઝ ઈરાની, હિતેશ રાવલ તથા પ્રશાંત બારોટ હશે.

પ્ર – ફિલ્મના ગીતો ક્યા પ્રકારના હશે?
ઉ – ફિલ્મનું રેકોર્ડીંગ હજી બાકી છે પરંતુ ફિલ્મ પ્રણયરંગ પર આધારિત છે એટલે એક પ્રણય સોંગ હશે. ટાઈટલ સોંગ સરસ લખવામાં આવ્યું છે જે કાનને સાંભળવાલાયક બની રહેશે. ફિલ્મમાં એક લગ્ન ગીતની સાથે સાથે એક ફટાણું પણ છે જે અત્યારના આધુનિક જમાના પ્રમાણે બનેલું છે. એક દર્દભર્યું ગીત પણ દર્શકોને ધ્યાનમાં રાખીને લખાયું છે કે જે પ્રેમી પ્રેમમાં નિષ્ફળ જાય ત્યારે તેના દિલની વેદના આ ગીત દ્વારા વર્ણવવામાં આવી છે.

પ્ર – આપની દિવાળી કેવી હોય છે?
ઉ – દિવાળી ભારતનો સૌથી મોટો તહેવાર છે જેમાં લોકો એકબીજાને મળીને જીંદગીમાં આગળ તરક્કી કરવાના શુભ આશિષ આપે છે. મારા બે દીકરાઔ વતન પરત ફરે છે ત્યારે અમે સાથે દિવાળી ઉજવીએ છીએ. સાથે બહાર ફરવાનું, બેસતા વર્ષના દિવસે મંદિરે ભગવાનના આશીર્વાદ લેવાના વગેરે હોય છે. મારી દિવાળી એકદમ નોર્મલી રીતે હું ઉજવું છું.
પ્ર – આપની ફિલ્મના દર્શકોને અને વાચકોને શું કહેશો?

ઉ – મારા દર્શકોને અને ગુજરાતી ફિલ્મોના તમામ દર્શકોને જેઓ ગુજરાતી ફિલ્મોને જીવાડી રહ્યા છે તેઓને હું દિવાળી અને નવા વર્ષના સાલ મુબારક પાઠવું છું. સિને મેજિકના વાચકોને કહીશ કે આવતી દિવાળી તથા નવું વર્ષ તમારા માટે સારૂ, શુભદાયી અને સુખાકારી રહે. તમારૂ ઘર ‘ઘર મારૂ મંદિર’ જેવું ઉજ્જવળ બની રહે. 

No comments:

Post a Comment