facebook

Tuesday 15 September 2015

rani sharma

પોતાના રોલ સિલેક્ટ કરવામાં ચૂઝી અભિનેત્રી -  રાની શર્મા


    ગુજરાતી ફિલ્મોમાં હંમેશા બિનગુજરાતી હિરોઈનોનું વર્ચસ્વ પહેલેથી જ રહ્યું છે. જેમાં સ્નેહલતા થી માંડીને અત્યારની આનંદી ત્રિપાઠી સુધી લગભગ દરેક હિરોઈનો પોતાના લાજવાબ અભિનયથી દર્શકોને પોતાની તરફ ખેંચ્યા છે. જેમાં હવે વધુ એક ઉમેરો થઇ રહ્યો છે રાની શર્મા નામની મુંબઈની હિરોઈનનો. મૂળ મધ્ય પ્રદેશની પણ જેની ગુજરાતી ફિલ્મમાં શરૂઆત ‘હું તું ને રમતુડી’ નામની ફિલ્મથી થઇ હતી. સાગર કંપનીવાળા જયારે મુંબઈ ગયા ત્યારે ફક્ત પાંચ જ મિનીટમાં રાનીને આ ફિલ્મ માટે સાઈન કરી લેવામાં આવી હતી જેનું પણ એક કારણ હતું કે રાની શર્માનું ડાન્સ પર્ફોમન્સ ત્યાં કામ કરી ગયેલું. રામાનંદ સાગરની સીરીયલ શ્રી ક્રિષ્ના થી જ અભિનય ક્ષેત્રે આવી ગયેલી જેથી ફિલ્મમાં કામ મળવામાં કોઈ વધુ મુશ્કેલી પડી નહિ. જેમાં તે નાના બલરામના પાત્રની ઓપોઝીટ રાનીએ બખૂબી ભૂમિકા ભજવેલી. રામાનંદ સાગરની લગભગ દરેક સીરીયલમાં રાની જોવા મળી હતી. ઉપરાંત હિન્દી સોની ટીવી પર ક્રાઈમ પેટ્રોલમાં બ અલગ અલગ એપિસોડમાં રાની જોવા મળી હતી. ગુજરાતી ફિલ્મમાં પણ રાનીએ ઘણી ફિલ્મો કરી છે જેમાં હિતુ કનોડિયા સાથે ગુજરાતનો લાલ, હાલ ભેરું અમેરિકા, જીત ઉપેન્દ્ર સાથે હરપાલદે શક્તિના અમર અજવાળા ચંદન રાઠોડ સાથે પણ ફિલ્મો કરી ચુકી છે એટલે પોતાના નામનો સિક્કો તો રાનીએ ગુજરાતી ફિલ્મોમાં જમાવી જ દીધો છે. વાચકોને એમ થશે કે રાની શર્મા નામ બહુ ઓછું સાંભળેલું લાગે છે અને છે પણ એવું જ. કારણ કે તે પોતાના રોલ સિલેક્ટ કરવામાં એકદમ ચૂઝી છે. તે ગમે તેવા અથવા તો જે રોલ ઓફર થાય તે સ્વીકારી જ લેવો તેવામાં માનતી નથી. એટલે જ ગુજરાતી ફિલ્મોમાં તેની ફિલ્મોની સંખ્યા બહુ ઓછી છે. તે એવું મને છે કે તમને ફિલ્મો મળે છે તમારી પોતાની આવડત પર. આડેધડ ફિલ્મો સાઈન કરીને મારે હાંસિયામાં ધકેલાઈ નથી જવું. આ ઉપરાંત રાની શર્માએ રાજકારણમાં પણ પગ મંડેલા અને હેમા માલિની સાથે અને આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાથે પણ સભામાં સાથે રહેલી છે.
પ્ર – તમારી આવનારી ફિલ્મો?
ઉ – હમણા મારે બે ગુજરાતી ફિલ્મો માટેની વાતો ચાલી રહી છે પણ હજી મે ફાઈનલ નથી કર્યું કે આ ફિલ્મ હું કરીશ. કારણ કે ફિલ્મો હજી ફ્લોર પર ગઈ નથી એટલે એના વિષે વધુ કહેવું મને બરાબર નથી લાગતું.
પ્ર – હિન્દી ફિલ્મો?
ઉ – એક આર્ટ ફિલ્મ ટાઈપ કરી રહી છું જે ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. મારે ઇન્ડસ્ટ્રીઝમાં સારૂ કામ કરીને પોતાનું અને પોતાના પરિવારનું નામ આગળ લાવવું છે એટલે હું અમુક ફિલ્મો જે મને પસંદ ના પડે તે છોડી દઉં છું. મારે સારા લોકો સાથે સારૂ કામ કરવું હતું એટલે હજી પણ હું મારો રસ્તો સીધો નથી કરી શકી. નહીતો બહેનના કે દેરાણી જેઠાણીના રોલ તો મળતા જ હોય છે પણ હું અત્યારે મારા માટે તે યોગ્ય નથી સમજતી.
પ્ર – ગુજરાતી ફિલ્મોમાં બિનગુજરાતી હિરોઈન જ કેમ વધુ ચાલે છે?
ઉ – એવું નથી. ગુજરાતી ફિલ્મોમાં ગુજરાતની પણ ઘણી એવી સારી સારી હિરોઈનો છે જે સરસમાં સરસ કામ કરી રહી છે પણ હા, સ્નેહલતાજી કે રોમાં માણેકજી વગેરે આગળ આવી તે પણ પોતાના અભિનયથી જ આગળ આવી છે. પહેલા અરુણાજી હતા તેઓ પણ ગુજરાતી જ છે જેઓએ પણ ગુજરાતી ફિલ્મોમાં ઘણું સારૂ એવું કામ કરી નામ કમાયું છે અને એવું પણ છે કે આજની ગુજરાતની હિરોઈનો ઘણી હિન્દી તથા ભોજપુરીમાં ફિલ્મોમાં પણ પોતાનું નામ કમાઈ રહી છે.
પ્ર – ગુજરાતી જમવાનું?
ઉ – મને ગુજરાતી જમવામાં ખીચડી – કઢી ખૂબ જ ભાવે છે. તે ઓઈલી કે મસાલેદાર નથી હોતું એટલે તે પસંદ છે. હું જયારે પણ ગુજરાત આવું છું ત્યારે ખીચડી – કઢી ખાવાનું ચૂકતી નથી.
પ્ર – ગુજરાતી લોકો વિષે.
ઉ – ગુજરાતી લોકો મને ખૂબ જ પ્રિય છે. આઈ લવ ગુજરાતી પીપલ. મારું નસીબ સારૂ રહ્યું છે કે મે વધારે અને શરૂઆત ગુજરાતથી જ કરી છે. રામાનંદ સાગરની બરોડામાં મે ઘણી સીરીયલ કરી છે. પછી મે સંજય ખાનની બે ત્રણ સીરીયલ કરી તે પણ ઉમરગામ ગુજરાતમાં જ કરી અને મે ગુજરાતી જેટલી પણ ફિલ્મો કરી છે તેના પ્રોડ્યુસર અને ડિરેક્ટરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેઓએ મને પોતાની ફિલ્મો માટે યોગ્ય ગણી. સાથે સાથે તેઓ પણ મારા કામથી ખુશ થયા તેનો મને વધુ આનંદ છે. તો મને તો ખ્યાલ નથી પણ મારા પાછલા જનમનું કંઇક કનેક્શન હોય ગુજરાત સાથે એવું લાગી રહ્યું છે.



n  ગજ્જર નીલેશ


No comments:

Post a Comment