facebook

Saturday 26 September 2015

naresh kanodiya

ભારતીય ‘ઓસ્કાર ફિલ્મ એવોર્ડ’ પસંદગી કમિટિમાં નરેશ કનોડિયાની નિયુક્તિ !
નરેશ કનોડિયાની નિયુક્તિ ‘ઓસ્કાર ફિલ્મ એવોર્ડ’ પસંદગી કમિટિમાં થતા સૌ કોઈ આશ્ચર્ય અનુભવે છે. મામલો ગજેન્દ્ર ચૌહાણ જેવો બને તેવી શક્યતા
     ભારતીય ઓસ્કાર ફિલ્મ એવોર્ડ કમિટિના સદસ્ય તરીકે ગુજરાતી ફિલ્મોના અભિનેતા નરેશ કનોડિયાની પસંદગી થઇ હોવાના અહેવાલો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને આ મામલે સોશિયલ મીડિયામાં ડીબેટ પણ થઇ રહી છે અને સૌ કોઈ આશ્ચર્ય અનુભવી રહ્યા છે. આ અહેવાલોમાં કેટલું તથ્ય છે તે અંગેની કોઈ નક્કર બાબતો હજુ સત્તાવાર જાણવા મળી નથી પરંતુ આ મામલે અખબારી કચેરીઓ પર પણ સતત પૃચ્છાઓ શરૂ રહી છે.
    ગુજરાતી ફિલ્મોના અભિનેતા નરેશ કનોડિયા ઓસ્કારમાં ફિલ્મ મોકલવા માટે ભારતીય ફિલ્મની પસંદગી કરશે અને તેના માટેની જે કમિટિ છે તે કમિટિમાં તેઓ સદસ્ય રહેશે અને તે નક્કી કરશે કે આ ફિલ્મ ઓસ્કારમાં મોકલવા જેવી છે કે કેમ? અને તેનો અભિપ્રાય આપશે. આ તમામ બાબતો લોકોમાં ચર્ચાસ્પદ બની છે. હાલાકી એક વાત બહુ સ્પષ્ટ છે કે ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકે નરેશ કનોડિયા ખૂબ જ લોકપ્રિય છે. સતત બે દાયકાથી વધુ નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગત પર રાજ કર્યું છે અને અનેક એવોર્ડ મેળવ્યા છે. તેમના મોટા ભાઈ મહેશ કનોડિયા પણ ખૂબ જ લોકપ્રિય ગાયક અને સંગીતકાર હતા. તેઓ પાટણના સાંસદ તરીકે પણ સેવા આપી ચુકેલા છે આ ઉપરાંત નરેશ કનોડિયા પણ ગુજરાતના માજી ધારાસભ્ય છે. નરેશ કનોડિયાની પસંદગી ભારતીય ઓસ્કાર ફિલ્મ પસંદગી કમિટિમાં થતા સ્વાભાવિક જ ગુજરાતના કોઈ ફિલ્મ કલાકારને આ કક્ષાએ સ્થાન મળે તેનાથી સ્વાભાવિક જ આશ્ચર્ય થઇ રહ્યું છે. જો અહેવાલો સાચા હોય તો ગુજરાત માટે ખૂબ જ ગૌરવની બાબત છે અને ગુજરાતી ફિલ્મ જગત માટે પણ આ અહેવાલો ખૂબ જ ખુશીરૂપ છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ફિલ્મ સેન્સર બોર્ડમાં મહાભારત ટીવી સીરીયલમાં કર્ણની ભૂમિકા ભજવનાર ગજેન્દ્ર ચૌહાણની નિયુક્તિ થઇ છે અને તે મામલે ભારે વિવાદ થઇ રહ્યા છે. નરેશ કનોડિયાની નિયુક્તિના મામલે પણ આવો જ વિવાદ થવાની સંભાવનાઓ પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. સમગ્ર મામલે ઢોલીવૂડ અને બોલીવૂડમાં પણ ચર્ચાઓ જાગી છે. નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ જગતમાં અસંખ્ય સિલ્વર જ્યુબીલી ફિલ્મ આપી છે. અને કલાક્ષેત્રે તેમનું પ્રદાન તેમજ ગુજરાતી ફિલ્મ જગત ક્ષેત્રે તેમનું પ્રદાન નોંધનીય રહ્યું છે.



n  ગજ્જર નીલેશ    

No comments:

Post a Comment