facebook

Thursday 3 September 2015

palan shital

વધુ એક બિનગુજરાતી હિરોઈન - પાલન શીતલ


    ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની ખુબસુરત અને ચુલબુલી અભિનેત્રી પાલન શીતલ પોતાની ખુબસુરતી માટે તો જાણીતી છે જ. પણ સાથે સાથે જાનદાર અભિનય કરીને નિર્માતા – દિગ્દર્શકો સાથે સુમેળ ભર્યા સંબંધો પણ જાળવી રાખે છે. અભિનયની બાબતમાં જરાય પણ બાંધછોડ કરવા માગતી નથી અને પોતાના કામમાં પરફેક્શન લાવવા તનતોડ મહેનત કરે છે. જેના કારણે આજે તે ગુજરાતી ફિલ્મોમાં પ્રેક્ષકોણી ફેવરીટ ગણાય છે. સાફ દિલની શીતલ તેના મિલનસાર સ્વભાવના કારણે તમામ સાથે હળીમળી જાય છે. મારી તેની સાથે મુલાકાત થઇ ત્યારે લાગ્યું જ નહિ કે અમે પહેલી જ વાર મળી રહ્યા છીએ. ગુજરાતી ફિલ્મોમાં બિનગુજરાતી હિરોઈનોનું વર્ચસ્વ પહેલેથી જ રહ્યું છે. તો આવો વાતો કરીએ વધુ એક બિનગુજરાતી પણ સ્પષ્ટ ગુજરાતી બોલી જાણતી પાલન શીતલ સાથે.

પ્ર – અભિનયનો શોખ કેવી રીતે જાગ્યો?
ઉ – ગુજરાતી ફિલ્મોમાં મારી શરૂઆત ગોવિંદ સાકરીયાણી ફિલ્મ ‘ત્રણ ડોબા તોબા તોબા’ ફિલ્મથી થવાની હતી પણ અમુક કારણોસર મે તે ફિલ્મ ના સ્વીકારી અને ત્યારબાદ બીજી ઓફર આવી જે ફિલ્મ હતી ‘લઇ જા પરદેસી તારા દેશમાં’. આ ફિલ્મમાં મારી સેકન્ડ લીડ ભૂમિકા હતી. સાથે સાથે એક હિન્દી ફિલ્મ પણ કરી છે જેનું નામ છે કાસ્ટિંગ કાઉચ.

પ્ર – ગુજરાતી ફિલ્મોમાં ક્યાં પ્રકારના પાત્રો ભજવવાની ખ્વાહીશ છે?
ઉ – મને ગુજરાતી ફિલ્મોમાં દરેક પ્રકારના પાત્રો જેવા કે ગામડાની ગોરી હોય કે શહેરની છોરી હોય કોઈપણ પાત્ર ભજવવા ગમશે. એક કલાકાર હોય છે તેના માટે તો અભિનયમાં વિવિધતા જ લાવવાનો પ્રયત્ન હોય છે. જો તે પાત્રમાં ચણીયા ચોળી હોય તો પણ અને વેસ્ટર્ન લૂક હશે તો પણ હું તે પાત્ર કરવા ખચકાઈશ નહિ અને હા, મને જો કેરેક્ટર રોલણી ઓફર આવશે તો હું એ પણ કરીશ. કારણ કે કેરેક્ટર રોલ હંમેશા લોકોને યાદ રહી જતા હોય છે.

પ્ર – ગુજરાતી ફિલ્મો ચાલતી નથી.....શા માટે?
ઉ – એનું એક કારણ એ છે કે જેમ હિન્દી ફિલ્મોની પબ્લિસિટી થઇ રહી છે તેવી રીતે ગુજરાતી ફિલ્મોની  પબ્લિસિટી થવી જોઈએ. એવું નથી કે ગુજરાતી ફિલ્મો સાવ ચાલતી જ નથી અમુક ચાલે પણ છે. જેની પબ્લિસિટી સારી રીતે થઇ હોય. જેમ ભોજપુરી ફિલ્મો બીજા રાજ્યોમાં રીલીઝ થાય છે તેમ ગુજરાતી ફિલ્મો પણ ગુજરાત બહાર રીલીઝ કરવી જોઈએ. જેથી ત્યાનો ગુજરાતી સમાજ ગુજરાતનું કલ્ચર જોઈ – નિહાળી શકે.

પ્ર – ગુજરાતી ફિલ્મોમાં બિનગુજરાતી હિરોઈનોનું વર્ચસ્વ રહ્યું છે તો શું કહેશો?
ઉ – (અરે) આમાં તો હું કઈ જ નહિ કહી શકું.
પ્ર – ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ વિષે શું કહેશો?
ઉ – આજે લોકો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને બહુ જ ખરાબ સમજે છે. તે જાણીને મને દુખ થાય છે. પણ દરેક સિક્કાની બે બાજુ હોય છે, કોઈ એક માણસ ખરાબ હોવાથી આખી ઇન્ડસ્ટ્રીઝને દોષ ના દેવાય. કેમકે ખરાબ લોકો કરતા સારા લોકો અહીં વધુ છે.

પ્ર – આપ કોના જેવા બનવા માંગો છો?

ઉ – હું કોઈના જેવી બનવા માગતી નથી. હું મારી પોતાની અલગ ઓળખ ઉભી કરવા માગું છું. મને જોઇને કોઈ કહે કે હું પાલન શીતલ જેવી બનવા માગું છું. 

No comments:

Post a Comment