facebook

Friday 4 September 2015

chandu rawal

નિર્માતા પ્રકાશ એસ. પટ્ટણીની ‘હું દીવાની તારા પ્રેમની’ ફિલ્મમાં દર્શકોને કમલેશ પાંધી છેલ્લીવાર અભિનય કરતા જોવા મળશે


    ગુજરાતમાં સુરત ખાતે ટૂંક સમય પહેલા જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને શરમાવે તેવી શરમજનક ઘટના બની હતી. તેના છાંટા આખી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પર ઉડ્યા હતા. આવી ઘટના પર સહુ કોઈ ફિટકાર વરસાવી રહ્યું છે. અમુક નિર્માતા, દિગ્દર્શકો, કલાકારો આ ક્ષેત્રને ઉપર લાવવા અથાગ પરિશ્રમ કરી કંઇક નવું આપવાનો પ્રયાસ કરી રહ્યા છે તો અમુક કહેવાતા નિર્માતા, દિગ્દર્શકો પોતાની આવડતને ખોટી રીતે વાપરી પોતે તો બદનામ થાય જ છે સાથે સાથે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા બીજા લોકોને પણ બદનામ કરે છે. પછી જનતામાં એવું માહોલ ઊભો થાય છે કે અહીં બધું આવું જ ચાલતું હશે. ખેર, આપણે અહીં ‘હું દીવાની તારા પ્રેમની’ ફિલ્મ વિષે અને તેના નિર્માતા પ્રકાશ એસ. પટ્ટણી વિષે.

    ઉત્તર ગુજરાતમાં પાલનપુર ખાતે ‘ડાયમંડ પ્રોડક્શન પ્રા.લી.’ નામની કંપની ધરાવતા પ્રકાશ જી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં ઘણા લાંબા સમયથી સક્રિય છે. તેઓ ઇન્ડસ્ટ્રીઝમાં પેકેજ પર ફિલ્મો બનાવી આપવા માટે જાણીતા છે. જેમકે કોઈને પેકેજ પર ફિલ્મ બનાવવી હોય તો બનાવી આપે છે, કોઈને વળી ટીવી સીરીયલ બનાવવી હોય તો બનાવી આપે છે. બે વર્ષથી આલ્બમો બનાવનારા આ નિર્માતાને ગુજરાતના લોકોએ આલ્બમોમાં સફળતા અપાવતા હવે તેઓ દર્શકોના આ અહેસાનના બદલા સ્વરૂપે એક નવી જ વાર્તા લઈને એક ફિલ્મ બનાવી રહ્યા છે. જેનું નામ આપણે આગળ વાંચ્યું તે ‘હું દીવાની તારા પ્રેમની’ છે. આ ફિલ્મમાં તેઓ પ્રેમ વિષે એવી વાતો દર્શકો સમક્ષ મુકશે જે જોઇને દર્શકો સામેથી કહેશે કે ફિલ્મ અફલાતૂન બની છે. જેમાં પ્રેમ વિષે એવા ચોટદાર સંવાદો છે કે એક એક સંવાદ પર તાળીઓ તો પાક્કી છે. બે ભાઈઓનો પ્રેમ કેવો હોય, બે મિત્રોનો પ્રેમ કેવો હોય અને ભાઈ – બહેનનો પ્રેમ કેવો હોય તેનું સરસ નિરૂપણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે અને ફિલ્મનું એક જમા પાસું એ છે કે સ્વ.કમલેશ પાંધીની આ છેલ્લી ફિલ્મ હતી. જેઓ આ ફિલ્મમાં તેમના ચાહકોને છેલ્લીવાર અભિનય કરતા જોવા મળશે. તો કમલેશ પાંધીના ચાહકોએ તો આ ફિલ્મ ચૂકવા જેવી નથી જ. તેમના અભિનયથી પ્રભાવિત થઈને એક દિવસ ફિરોઝ ઈરાની પણ દંગ રહી ગયેલા. સત્યના માર્ગે ચાલતા લોકો અને અસત્યના માર્ગે ચાલતા લોકો વચ્ચે શેના લીધે ઘર્ષણ થાય છે અને તેનો અંત કેવી રીતે આવે છે તેમાં પણ આ ફિલ્મમાં નવીનતા બતાવવામાં આવી છે.  

    ‘ડાયમંડ પ્રોડક્શન’ પ્રસ્તુત આ ફિલ્મ ‘હું દીવાની તારા પ્રેમની’ ના નિર્માતા પ્રકાશ એસ. પટ્ટણી (કાણોદર) છે. દિગ્દર્શનનું સુકાન સંભાળ્યું છે ‘ડી ટાઉન’ (આપણે આજે ઢોલીવૂડનું નામકરણ કરી જ નાખીએ. ઢોલીવૂડ એટલે ડી ટાઉન) નું ખૂબ જ જાણીતું નામ મનોજ નથવાણીએ. છબીકલા જોધસિંહ પાબલાની છે. ફાઈટ માસ્ટર ખ્યાતનામ અને જુના અને જાણીતા મહંમદ અમદાવાદીની છે. ડાન્સ માસ્ટર મહેશ બલરાજ છે. સંકલનકાર હરિશ્ચન્દ્રસિંહ ગોહિલ છે. સુમધુર સંગીત આપ્યું છે પંકજ ભટ્ટે. ગીતકાર ચંદુ રાવલ છે. ફિલ્મના કલાકારોમાં એક્શન કિંગ જીત ઉપેન્દ્ર સાથે વૃંદા બ્રહ્મભટ્ટ અને નવોદિત કલાકાર હરેશ કુમાર છે. જેને સાથ આપશે જયેન્દ્ર મહેતા, આયુષ જાડેજા, ચંદુ રાવલ, અમરત રાવલ છે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment