facebook

Thursday 10 September 2015

pankaj patel

‘ધ લેડી દબંગ’ ના સેકન્ડ લીડ વિલન - પંકજ પટેલ


    ‘ધ લેડી દબંગ’ આ ફિલ્મની ચર્ચા અત્યારે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં તેની સ્ટાર કાસ્ટ અને તેના નિર્માણને લઈને અને બીજી ઘણી બધી વાતોને લઈને થઇ રહી છે કે ફિલ્મ ક્યારે કમ્પ્લીટ થાય અને થીયેટરમાં રીલીઝ થાય. દર્શકોનો શોખનો વિષય બની ગયો છે કે એક એવી ફિલ્મ બની રહી છે કે જેમાં એક લેડી દબંગ સ્ટાઈલ પોલીસ ઇન્સ્પેક્ટરની ભૂમિકા ભજવી રહી છે. જેમાં મસમોટો પ્રોફેશનલ કલાકારોનો કાફલો તો છે જ સાથે સાથે નવોદિતો પણ એટલા જ છે. ફિલ્મમાં પંકજ પટેલ નામના કલાકાર પણ અભિનય આપી રહ્યા છે. મૂળ તેઓ એડવર્ટાઈઝિંગનો બીઝનેસ કરે છે પ્રિયા એડવર્ટાઈઝિંગના નામે. સમસ્ત ગુજરાતમાં તેઓ પબ્લિસીટીનું કામ કરી રહ્યા છે. હોર્ડિંગ બનાવવા, પ્રિન્ટીંગ વગેરેનું કામ હતું તેથી ઘણી ફિલ્મી હસ્તીઓ ત્યાં આવતી જેથી તેઓનું મિત્ર વર્તુળ વિસ્તર્યું અને તેઓની મિત્રતાને કારણે તેઓ અભિનય ક્ષેત્રે આવી ગયા.
પ્ર – આપના પાત્ર વિષે કહેશો.
ઉ – શૈલેશ જીની ફિલ્મ ‘ધ લેડી દબંગ’ માં હું પાટીલ ભાઉની ભૂમિકા ભજવી રહ્યો છું. જે નેગેટીવ પાત્ર છે. ફિરોઝ ઈરાની મેઈન વિલન તરીકે છે જયારે હું સેકન્ડ વિલન છું. અમારી બંનેની ટુકડી અલગ અલગ છે અમે બંને લેડી દબંગની ગેમ રમવા માટે અવનવા ખાતાનક દાવપેચ કરતા હોઈએ છીએ.
પ્ર – ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સાથે કામ કરી કેવું લાગ્યું?
ઉ – શૈલેશ જીનું નેચર એકદમ ફ્રી છે જેના લીધે જ ઘણા બધા કલાકારો અને આ ક્ષેત્રના નાના મોટા તમામ કસબીઓ તેમના વખાણ કરતા થાકતા નથી. તેમના સ્વભાવને લીધે જ અમે પોતાનું કામ છોડીને તેમના માટે હાજર થઇ જતા હતા. કારણ કે તેઓ જો આપણને આટલો સપોર્ટ કરતા હોય તો આપણી ફરજ બને છે કે તેમના કામ માટે અમારૂ કામ છોડીને પણ અમે ટાઈમસર હાજર થઇ જશું. ફિલ્મના દિગ્દર્શક વસંત જી સાથે પણ કામ કરવાની મજા આવી રહી છે. તેઓ પણ સ્વભાવના ખૂબ જ સરળ છે. તેમની પાસે આ ક્ષેત્રનો ખાસ્સો અનુભવ છે જેથી ઘણું જાણવા મળે છે.
પ્ર – તમે નિર્માતા પણ બનવાના હતા?
ઉ – હા, એ અમારૂ કામકાજ બધું હાલ ચાલી રહ્યું છે. હજી પાકા પાયે થાય પછી જ અમે ફ્લોર પર (માર્કેટમાં મુકીશું) લઇ જશું.
    ફિલ્મના નિર્માતા શૈલેશ શાહ છે જયારે દિગ્દર્શક વસંત નારકર છે. ફિલ્મનું શુટિંગ હાલ ચાલુ છે.



n  ગજ્જર નીલેશ

No comments:

Post a Comment