facebook

Friday 4 September 2015

ghar maru mandir

એક એવો ઇન્ટરવ્યુ જે એક કોન્ફરન્સ થકી લેવામાં આવ્યો છે. જે ખરેખર મજેદાર છે - ઘર મારૂ મંદિર


    એક નવા જ સબ્જેક્ટ, એક નવી જ થીમ પર આધારિત ફિલ્મ ‘ઘર મારૂ મંદિર’ ફિલ્મ ટૂંક સમયમાં થીયેટરમાં રીલીઝ થવા જઈ રહી છે. દરેક પ્રેક્ષક ખાસ કરીને યુવાનોએ આ ફિલ્મ માણવાલાયક બની છે. એકદમ સસ્પેન્સ, કોમેડી અને યંગસ્ટર્સ સ્ટોરી છે. જેમાં એક મર્ડર થઇ જાય છે પણ તે મર્ડર કોણે કર્યું તે ખબર નથી કોઈને. અને પછી જે ધમાચકડી થાય છે તે ખૂબ જ મજેદાર છે. ચંદન દેસાણી કહે છે કે આ ફિલ્મ ટેકનીકલી બહુ જ શાર્પ ફિલ્મ બની છે. અત્યારે જે રૂટીન ફિલ્મો આવે છે તેનાથી વિપરીત આ ફિલ્મ છે. આ ફિલ્મના દરેક ઇન્ટરવ્યુ કરતા આમાં અમે એક પ્રયોગ કર્યો છે. ફિલ્મમાં ચંદન રાઠોડ સાથે નિશા સોનીએ જોડી જમાવશે અને ચંદન દેસાણી સાથે ડીમ્પલ ઉપાધ્યાયએ જોડી જમાવી છે. આ ઈન્ટરવ્યું અમે ચારેય કલાકારોને કોન્ફરન્સમાં જેમ વાતો કરતા હોઈએ તેમ ઈન્ટરવ્યું લેવામાં આવ્યો છે. જેમાં વચ્ચે તો એક ડીબેટ જેવું દ્રશ્ય ઊભું થાય છે. ‘ઘર મારૂ મંદિર’ ફિલ્મ સોશ્યલ પણ છે અને સાથે સાથે સસ્પેન્સ તો છે જ. સાથે સાથે ફિલ્મમાં દહેજનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે. જેમ કે વ્યક્તિ કેટલો પણ ધનવાન હોય તો પણ તે પોતાના દીકરાની નવી આવેલી વહુ પર દહેજનું દબાણ આપ્યા જ કરે છે અને જે એક ઓરમાન ભાઈ પોતાની બહેન માટે કેટલું સાહસ કરીને પણ તેને વિદાય આપે છે તે બતાવવામાં આવ્યું છે. ફિલ્મના નિર્માતા, દિગ્દર્શક વિષે કલાકારોએ કહ્યું કે તેઓ આ ફિલ્મ કરીને પોતાને ખૂબ જ ખુશ મને છે કે એક અલગ વિષય વસ્તુવાળી ફિલ્મ તેઓએ બનાવી.  


પ્ર - બર્થ ડેટ?
ચંદન રાઠોડ – ૮ ફેબ્રુઆરી
ચંદન દેસાણી – ૨૦ નવેમ્બર
નિશા સોની – ૮ ઓક્ટોબર
ડીમ્પલ ઉપાધ્યાય – ૨૫ નવેમ્બર
પ્ર – જન્મ સ્થળ?
ચંદન રાઠોડ – અમદાવાદ
ચંદન દેસાણી – ગારીયાધાર
નિશા સોની – અમદાવાદ
ડીમ્પલ ઉપાધ્યાય – અમદાવાદ
પ્ર – હોમ ટાઉન?
ચંદન રાઠોડ – મુંબઈ
ચંદન દેસાણી – ભાવનગર
નિશા સોની – રાજકોટ  
ડીમ્પલ ઉપાધ્યાય – અમદાવાદ
પ્ર – અભ્યાસ?
ચંદન રાઠોડ – એન.એમ.કોલેજ
ચંદન દેસાણી – બીએચટી વિથ કેમેસ્ટ્રી
નિશા સોની – ચાલુ છે.
ડીમ્પલ ઉપાધ્યાય – બી.કોમ. અને એમ.કોમ પાર્ટ ટુ સુધી
પ્ર – પ્રથમ બ્રેક?
ચંદન રાઠોડ – ધુળકી તારી માયા લાગી
ચંદન દેસાણી – નીલેશ મહેતા દિગ્દર્શિત ‘અખંડ સૌભાગ્યવતી’
નિશા સોની – મારા પપ્પાના એક આલ્બમથી.
ડીમ્પલ ઉપાધ્યાય – દૂરદર્શનની સીરીયલ ‘શામલી’
પ્ર – જીવનનો સુખદ વળાંક?
ચંદન રાઠોડ – મારા લગ્ન પ્રીત સાથે ગુજરાતની ભૂમિ પર થયા
ચંદન દેસાણી – લગભગ રોજ આવે છે.
નિશા સોની – મારા મમ્મીની બંને કીડનીઔ ફેઈલ થઇ ગયેલી અને ભગવાનની દયાથી અચાનક તેમને સારૂ થઇ ગયું.
ડીમ્પલ ઉપાધ્યાય – મારા લગ્ન થયા તે
પ્ર – દુખદ વળાંક?
ચંદન રાઠોડ – મારા માતાનું અવસાન
ચંદન દેસાણી – કોઈ નહિ.
નિશા સોની – કોઈ નહિ.  
ડીમ્પલ ઉપાધ્યાય – મારા નાનીનું દેહાંત થયું તેનાથી મને ઘણું દુખ થયું હતું.
પ્ર – શેના પ્રત્યે વધુ બેદરકાર છો?
ચંદન રાઠોડ – કસરત કરવામાં આળસુ છું અને સમોસા જોઈ ખાધા વગર રહી શકતો નથી.
ચંદન દેસાણી – મારી વાઈફને ખબર હશે.
પ્ર – રોમાન્સ અને કોમેડીમાં કયો વિષય પસંદ છે?
ચંદન રાઠોડ – રોમાન્સ
ચંદન દેસાણી – કોઈ ભી
નિશા સોની – બંને.
ડીમ્પલ ઉપાધ્યાય – કોઈ પણ
પ્ર – સૌથી વધુ કોની નજીક છો?
ચંદન રાઠોડ – માય ફેમીલી
ચંદન દેસાણી – મારો પરિવાર
નિશા સોની – મારી મમ્મી
ડીમ્પલ ઉપાધ્યાય – મારા મમ્મી અને મારા હસબન્ડ
પ્ર – મનભાવતી આઈસ્ક્રીમ ફ્લેવર?
ચંદન રાઠોડ – બહુ ઓછો ખાવ છું
ચંદન દેસાણી – કોઈ પણ
નિશા સોની – હમમમ આઈસ્ક્રીમ તો મુકતી જ નથી
ડીમ્પલ ઉપાધ્યાય – મને બધા આઈસ્ક્રીમ ભાવે છે.
પ્ર – એક જ કપડા આખી જીંદગી પહેરવા પડે તો ક્યા પહેરો?
ચંદન રાઠોડ – શર્ટ પાયજામો
ચંદન દેસાણી – જે રોજ પહેરું તે જ.
નિશા સોની – સલવાર સુટ.
ડીમ્પલ ઉપાધ્યાય – જીન્સ અને ટી-શર્ટ
પ્ર – તમારી એવી કોઈ વાત જેનાથી દર્શકો અજાણ હોય?
ચંદન રાઠોડ – મારી જીંદગી ખુલ્લી કિતાબ છે
ચંદન દેસાણી – મારૂ જીવન ખુલ્લી કિતાબ જેવું છે.
નિશા સોની – એવી કોઈ વાત નથી.
પ્ર – આનંદિત રહેવા શું કરો છો?
ચંદન રાઠોડ – ડાન્સ, મ્યુઝીક અને લેપટોપ
ચંદન દેસાણી – હું હંમેશા આનંદિત જ હોઉં છું. કંઇ કરવાની જરૂર પડતી નથી.
પ્ર – કોઈની પાસેથી સલાહ ના મળી હોય તેનો કોઈ અફસોસ?
ચંદન રાઠોડ – પપ્પાની અને મિત્રોની એક એવી સલાહ જેને જીવનના ૩ વર્ષ સખત દુખ આપ્યું.
ચંદન દેસાણી – ના, આમ તો સમયે સમયે વડીલો સલાહ આપી જ દે છે.
પ્ર – પ્રિય રમત?
ચંદન રાઠોડ – ક્રિકેટ
ચંદન દેસાણી – ક્રિકેટ
પ્ર – ગુજરાતી ફિલ્મોમાં ક્યાં કલાકાર પસંદ છે?
ચંદન રાઠોડ – રણજીત રાજ, સ્નેહલતા અને રમેશ મહેતા અને ડાન્સમાં નરેશ કનોડિયા
ચંદન દેસાણી – બધા જ.
નિશા સોની – હિતેન કુમાર અને સ્નેહલતા
પ્ર – ઘરની બહાર નીકળતા કઈ વસ્તુ સાથે લઇ જવાની ક્યારેય ભૂલતા નથી?
ચંદન રાઠોડ – મારો એપલ આઈફોન, પર્સ અને મારો એટીટ્યુડ
ચંદન દેસાણી – મારો મોબાઈલ.
નિશા સોની – મોબાઈલ. જે હું સુતી વખતે પણ બાજુમાં રાખીને સુઉ છું.
ડીમ્પલ ઉપાધ્યાય – ઘરની ચાવી, મોબાઈલ, મારૂ પર્સ
પ્ર – ઘર સિવાયની એવી કોઈ જગ્યા જ્યાં ઘર જેવું લાગે?
ચંદન રાઠોડ – આણંદ અને મુંબઈ
ચંદન દેસાણી – નહિ, કારણ કે ધરતી નો છેડો ઘર.
નિશા સોની – એવી કોઈ જગ્યા નથી.
પ્ર – થીયેટરમાં જોયેલી પ્રથમ ફિલ્મ?
ચંદન રાઠોડ – યાદ નથી
ચંદન દેસાણી – ઘણી ફિલ્મો જોઈ છે. પણ હવે યાદ નથી.
નિશા સોની – પ્રીત ઘેલા પારેવડા
ડીમ્પલ ઉપાધ્યાય – તારા પ્રેમનો દીવાનો જેના માટે મને બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળેલો.
પ્ર – ૫ થી વધુ વાર જોયેલી ફિલ્મ?
ચંદન રાઠોડ – મારી દરેક ફિલ્મ અને ધૂળકી તારી માયા લાગી ૨૫ વાર જોઈ અને હિન્દી ફિલ્મ હમ દિલ દે ચુકે સનમ અને અમિતાભ બચ્ચનની અગ્નિપથ ૩૦ વાર જોઈ
ચંદન દેસાણી – ઘણી ફિલ્મો છે.
નિશા સોની – હમ આપકે હૈ કૌન
ડીમ્પલ ઉપાધ્યાય – મૈને પ્યાર કિયા
પ્ર – કયો રોલ કરવો ગમશે?
ચંદન રાઠોડ – કોઈપણ આ મારી ચેલેન્જ છે
ચંદન દેસાણી – આર્ટીસ્ટ છું એટલે કોઇપણ રોલ કરીશ.
નિશા સોની – કોઈ પણ કારણ કે હજી શરૂઆત છે
ડીમ્પલ ઉપાધ્યાય – કુછ કુછ હોતા હૈ માં કાજોલે ભજવ્યું હતું તે
પ્ર – અભિનય ન કરતા હોત તો?
ચંદન રાઠોડ – નોકરી કરતો હોત
ચંદન દેસાણી – સિનેમા બીઝનેસ સંભાળતો હોત. હજુ પણ સંભાળું જ છું.
પ્ર – ગ્લેમરસ દેખાવા શું કરો છો?
નિશા સોની – સવારે યોગા અને ઓઈલી ફૂડથી દૂર રહું છું.
ડીમ્પલ ઉપાધ્યાય – જેટલો બને એટલો ઓછો મેકઆપ કરૂ છું
પ્ર – હાલ શું કરી રહ્યા છો?
ચંદન રાઠોડ – ફિલ્મનું શુટિંગ
ચંદન દેસાણી – બીઝનેસ સંભાળી રહ્યો છું.
નિશા સોની – અત્યારે હું ડ્રામા પ્લે કરી રહી છું.
ડીમ્પલ ઉપાધ્યાય – એક ફિલ્મ શૂટ ચાલુ છે અને ડ્રામા ચાલુ છે.
પ્ર – પાર્ટીમાં એકલા રહેશો કે?
ચંદન રાઠોડ – વિથ ફ્રેન્ડસ
ચંદન દેસાણી – મિત્રો સાથે.
નિશા સોની – બધા સાથે.
ડીમ્પલ ઉપાધ્યાય – મારા ફ્રેન્ડસ ગ્રુપ સાથે
પ્ર – આખા દિવસના કામથી થાકી ગયા પછી શું કરો છો?
ચંદન રાઠોડ – સુઈ જાઉં છું
ચંદન દેસાણી – આરામ.
નિશા સોની – ક્યારેક ક્યારેક રીડીંગ અને ફ્રેન્ડસ સાથે ગપ્પા મારૂ છું.
ડીમ્પલ ઉપાધ્યાય – હોટ શાવર લઇ લઉં છું જેથી રિફ્રેશ થઇ જાઉં.
પ્ર – રોમાન્ટિક છો કે પ્રેક્ટીકલ?
ચંદન રાઠોડ – અફકોર્સ રોમાન્ટિક
ચંદન દેસાણી – પ્રેક્ટીકલી રોમાન્ટિક.
પ્ર – જીવનમાં લીધેલું સૌથી મોટું જોખમ?
ડીમ્પલ ઉપાધ્યાય – મારી ગાડી ચલાવી હું અમદાવાદથી વિદ્યાનગર સુધી ગઈ હતી. જયારે મારી પાસે પાક્કું લાઈસન્સ પણ નહોતું.
પ્ર – આરામદાયક પહેરવેશ?
ચંદન દેસાણી – શર્ટ પેન્ટ
નિશા સોની – નાઈટ સુટ
ડીમ્પલ ઉપાધ્યાય – લુઝર ટી-શર્ટ અને શોર્ટ્સ
પ્ર – બહાર જતી વખતે તમારા પર્સમાં ક્યાં સૌન્દર્ય પ્રસાધનો સાથે રાખો છો?
નિશા સોની – કંઇ જ નહિ
ડીમ્પલ ઉપાધ્યાય – હાઈ બ્રશ, ટીસ્યુ પેપર, નાનો આઈનો, સિમ્પલ પાઉડર
પ્ર – તમને જંગલમાં એકલા જવાનું હોય અને ત્રણ વસ્તુ જ સાથે રાખવાની થાય તો?
ચંદન રાઠોડ – મોબાઈલ, પર્સ અને ?
ચંદન દેસાણી – એક તો મોબાઈલ, ?, ?,
પ્ર – મનગમતું પર્યટન સ્થળ?
ચંદન રાઠોડ – જ્યાં સુંદર માહોલ હોય
ચંદન દેસાણી – હિલ સ્ટેશન.
નિશા સોની – સીમલા
ડીમ્પલ ઉપાધ્યાય – મહાબળેશ્વર
પ્ર – રસ્તા પર વેચાતી વાનગી જે ખાવાનું મન થઇ જાય?
મુંબઈમાં વડા પાઉ અને અમદાવાદમાં મસ્કાબન
ચંદન દેસાણી – પાણીપુરી
નિશા સોની – પાણીપુરી
ડીમ્પલ ઉપાધ્યાય – પાણીપુરી
પ્ર – આપનો ફિટનેસ ફંડા?
ચંદન દેસાણી – રેગ્યુલર જ જમવાનું. બહારનું ઓછું.
નિશા સોની – યોગા


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment