facebook

Friday 4 September 2015

rajendra sinh zala

‘રાધા રહીશું સદા સંગાથે’ ફિલ્મના સહનિર્માતા અને સહદિગ્દર્શક - રાજેન્દ્રસિંહ ઝાલા


    ગુજરાતી ફિલ્મોમાં નવા નવા નિર્માતાઓ દિગ્દર્શકો આવી અને દર્શકોને કંઇને કંઇ નવું પીરસતા રહ્યા છે જેમાં અત્યારે તો એક નવો જ ટ્રેન્ડ અમલી બન્યો છે કે કોઈ નિર્માતાએ આવી ફિલ્મ બનાવી તો હું તેનાથી કંઇક ચડિયાતી અને કોઈ ડિફરન્ટ સ્ટોરી આપું. આવું હવે દરેક ફિલ્મે બને છે જે આમ જોતા દર્શકોના હિતમાં જ છે કારણ કે જો રસાકસી નહિ હોય તો એકનું એક જોઇને દર્શકો પણ કંટાળી જશે. આવો જ એક નવો પ્રયોગ પોતાની આગામી ફિલ્મમાં રાજેન્દ્ર સિંહજીએ કર્યો અને દર્શકોને કંઇક નવું આપવાનો પ્રયાસ કર્યો છે. તેમની આવનારી ફિલ્મ એટલે ‘રાધા રહીશું સદા સંગાથે’. જેના તેઓ સહનિર્માતા અને સહદિગ્દર્શક બંને છે. અત્યાર સુધી લગભગ સાતેક જેટલી ગુજરાતી ફિલ્મોમાં આસીસ્ટન્ટ ડાયરેકટર તરીકે કામ કર્યું છે જેમાં ‘ગોરમાનો વાર કેસરિયો’, ‘ઓહો કેટલો સારો મારો વાર’, ‘દીકરી રાખજે કુળની લાજ’ વગેરે ફિલ્મો તથા ઘણા આલ્બમો જેવા કે ‘મેહર કરો ચેહર માં’, ‘પ્રીત વિરહની વેદના’, ‘પલ પલ આવે તારી યાદ’, ‘સાજન તારી યાદમાં’ વગેરે સુપરહીટ થયા હતા અને એક હિન્દી ટીવી સીરીયલ તેઓ કરી ચુક્યા છે. હાલના સમયમાં દર્શકોને ફિલ્મોમાં શું જોઈએ? સારી સ્ટોરી, સારી સ્ટારકાસ્ટ, સારો અભિનય, સારૂ મ્યુઝીક, સારા સોન્ગ્સ અને સારા થીયેટરો જે નથી મળતા તેથી જ દર્શકો ગુજરાતી ફિલ્મોથી વિમુખ છે. જે તમામ વસ્તુ આ ફિલ્મમાં દર્શકોને જોવા મળશે. જેના સહનિર્માતા તથા સહદિગ્દર્શક જેઓ આ ફિલ્મમાં પોતાના અભિનયની એક આગવી અદાથી દર્શકોને રૂપેરી પડદે જોવા મળશે. જયારે તેઓને તેમના પાત્ર વિષે પૂછવામાં આવ્ય ત્યારે તેઓએ જણાવ્યું કે આ ફિલ્મમાં હું જે હીરો છે તેના મિત્રનો રોલ કરી રહ્યો છું જે તેને કોઈપણ સારા નરસા કામમાં મદદરૂપ બને છે. તે એક એવું પાત્ર છે એક એવો મિત્ર છે જે સંકટ સમયે પણ પોતાના મિત્રની પડખે ઊભો રહે છે. અમે આ ફિલ્મમાં કંઇ પણ કચાશ રહેવા નથી દીધી. ઓડીયન્સને જે જોઈએ તે અમે આપવાનો પ્રયત્ન કર્યો છે અને મને વિશ્વાસ છે કે ગુજરાતી ફિલ્મોનો સમજુ પ્રેક્ષક વર્ગ આ ફિલ્મને થીયેટરોમાં આવકારશે. ફિલ્મથી અમને અમારી આખી ટીમને ખૂબ જ પેક્ષા છે કે દર્શકો આ ફિલ્મને ચોક્કસ જુએ કારણ કે ફિલ્મના દ્રશ્યો ટેકનીકલી ખૂબ સરસ બન્યા છે. ફિલ્મનું મ્યુઝીક અને ગીતો પણ કર્ણપ્રિય બન્યા છે જે તમને થીયેટરમાંથી બહાર આવ્યા પછી પણ ભુલાશે નહિ. 

No comments:

Post a Comment