facebook

Friday 4 September 2015

jayesh trivedi

‘ધ લેડી દબંગ’ ફિલ્મમાં અભિનય ઉપરાંત બે કર્ણપ્રિય ગીતો પણ જયેશ ત્રિવેદીના જ છે.


    શૈલેશ શાહ નિર્મિત અને વસત નારકર દિગ્દર્શિત નારીપ્રધાન ફિલ્મ ‘ધ લેડી દબંગ’ ફિલ્મનું ટૂંક સમય પહેલા જ મુહુર્ત થયું. ગુજરાતી ફિલ્મોમાં હિરોઈનોને કેન્દ્રમાં રાખતી ફિલ્મો બહુ જુજ બને છે. તેમાં પણ શૈલેશ શાહ જેવા નિર્માતાઓ હવે દર્શકોની નાદ પારખવાનો પ્રયાસ કરી રહ્યા છે અને દર્શકોને શું ગમશે? તેવું વિચારીને ફિલ્મો નિર્માણ કરે છે. ફિલ્મનું હાલ શૂટ ચાલુ છે. ફિલ્મમાં દિગ્દાર્શનનું સુકાન વસત જી સંભાળી રહ્યા ચેહ પરંતુ તેઓની સાથે ચીફ આસીસ્ટન્ટ ડિરેક્ટર ફિલ્મના કલાકાર જયેશ ત્રિવેદી કરી રહ્યા છે. અગાઉ તેઓ ગુજરાતી ફિલ્મોમાં વસંત જી સાથે જ તેના સહાયક રહી ચુક્યા છે. આ ફિલ્મમાં ફક્ત એક્શન જ નથી સાથે સાથે આ ફિલ્મમાં એવો તમામ મસાલો ઉમેરવામાં આવ્યો છે જે દર્શકોને થીયેટરમાં જકડી રાખવા માટે વિશેષ છે. ફિલ્મમાં એક્શન ઉપરાંત ચીટીંગ દરમિયાન સર્જાતી કોમેડી, વસંત જી જેવા દિગ્દર્શકનું કાબિલ એ દાદ દિગ્દર્શન એટલે ફિલ્મ સો ટકા ચાલશે તેવું જયેશ ત્રિવેદી ભાર આપીને કહે છે. જયેશ ત્રિવેદીએ ફિલ્મો ઉપરાંત ગુજરાતી ટીવી સીરીયલો ‘મોટી બા’, ‘સંબંધો સાગર પારના’, ‘જશના માથે જોડા’ વગેરે જેમાં અમુક સીરીયલો એવી હતી જેનું થોડું ઘણું દિગ્દર્શન અને બીજું નાની નાની જવાબદારીઓ પણ નિભાવી ચુક્યા છે. ઉપરાંત આ ફિલ્મ ‘ધ લેડી દબંગ’ ફિલ્મના બે સોન્ગ્સના લીરીક્સ પણ જયેશ ત્રિવેદીના જ લખેલા છે જે ગીતોના શબ્દો તેઓએ તરત લોકજીભે ચડી જાય એવા સરળ આપ્યા છે.
પ્ર – ફિલ્મના આપના પાત્ર વિષે.
ઉ – આ ફિલ્મમાં મારું પાત્ર એક ચીટર ગેંગનો સભ્ય છું. જે લોકો બીજા ભલાભોળા લોકો સાથે કોઈપણ રીતે ચીટ કરે છે. જેમાં અમારી ચાર – પાંચ ફ્રેન્ડઝની ટીમ છે જેઓ આવું કરતા હોય છે. જેમાનું એક પાત્ર મારૂ છે.
પ્ર – ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક સાથેના અનુભવો જણાવશો.
ઉ – આ ફિલ્મનું અમારું આખું યુનિટ ખાસ છે કારણ કે અમે લોકો ફિલ્મના નિર્માતાથી માંડીને નાના સભ્યો સુધી તમામ અમે વર્ષોથી એક સાથે જ કામ કરીએ છીએ. એટલે મને એવું લાગતું જ નથી કે કઈ તકલીફ પડે. વસંત જી સાથે તો મારે દરેક ફિલ્મે કંઇક નવું જાણવા મથતો હોઉં છું. તેઓની કામ કરવાની જેવી સ્ટાઈલ છે તેવી મને ધ્યાનમાં છે ત્યાં સુધી કોઈનામાં નથી. એકદમ નરમાશથી કલાકારો પાસેથી કામ લે છે. ફિલ્મના નિર્માતા શૈલેશ શાહ સાથે હું તેઓ જયારે સીરીયલ બનાવતા હતા ત્યારથી છું. તેમની સીરીયલ ‘વ્હાલી બા’, માં પણ હું તેમની સાથે જ હતો. તેઓએ જયારે ‘ઓઢણી’, ‘પ્રતિશોધ’ જેવી ફિલ્મો બનાવવાની યોજના બનાવેલી ત્યારે પણ હું તેમની સાથે જ હતો અને હાલ એમની સાથે આ ફિલ્મ ‘ધ લેડી દબંગ’ પણ કરી રહ્યો છું.  
પ્ર – અત્યારે તમે ચીફ આસીસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છો તો સ્વતંત્ર દિગ્દર્શન કરશો?
ઉ – સ્વતંત્ર દિગ્દર્શનનો પ્લાન હમણાં તો નથી પણ આગળ ભવિષ્યમાં તક મળશે તો ચોક્કસ સ્વતંત્ર દિગ્દર્શન કરીશ.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment