facebook

Tuesday 15 September 2015

jignesh panchal

અન્ડરવર્લ્ડ ડોનના જીવન પર આધારિત ફિલ્મ ‘ધર્માત્મા – એક દાનવીર’ ના નિર્માતા - જીગ્નેશ પંચાલ

    ગુજરાતી ફિલ્મોમાં અત્યાર સુધીમાં ના આવી હોય તેવી અન્ડરવર્લ્ડ પર આધારિત એક ફિલ્મ આવી રહી છે. જે એક એવા ડોનની વાત છે જે પોતાના ઘરમાં સારો માણસ તરીકે રહે છે પરંતુ તે બહાર એક ડોન છે. તેની જિંદગીના બે પાસા છે. જેમાં એક પાસું સારૂ છે તો એક ખરાબ પણ છે. કોઈપણ વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ નથી હોતો. ડોનના પાત્રમાં જીત ઉપેન્દ્ર પોતાની પ્રતિભા દર્શાવી રહ્યા છે. જેના વિષે જેટલું પણ લખીએ તેટલું ઓછું છે એમ કહીએ તો પણ ચાલે. તે અત્યારે એક્શન કિંગ સાથે સાથે રોમેન્ટિક હીરો પણ બની ચુક્યા છે. તેનું પાત્ર આ ફિલ્મમાં ડોનનું તો છે પણ તે એવો ડોન જે મજબૂર વ્યક્તિને પીડા આપવામાં નથી માનતો. આ પ્રકારની સ્ટોરી લઈને આવી રહ્યા છે ફિલ્મના નિર્માતા જીગ્નેશ પંચાલ જેના વિષે આપણે આજે વાત કરવી છે. મૂળ તેમનો વ્યવસાય ફાયનાન્સનો છે. જેઓ હિંમતનગરના વતની છે. તેઓ અગાઉ તો ઈશ્વર સમીકર સાથે એક આલબમ કરી ચુક્યા છે પણ તેમના ખાસ મિત્ર પ્રીતેશ કુમારની મિત્રતાના કારણે તેઓ આ ફિલ્મ બનાવવા તૈયાર થયા. પ્રીતેશ કુમારે કહ્યું એક સ્ટોરી છે જેના પર ફિલ્મ બને તો સફળ થશે.
    ગુજરાતી ફિલ્મો વિષે વધુમાં તેઓએ જણાવ્યું કે અત્યારે જે ગુજરાતી ફિલ્મો બની રહી છે અથવા તો બની રહી છે તે તમામ ફિલ્મોનો ઢાંચો મને તો સરખો જ લાગે છે. જેમકે પહેલા એક ફિલ્મ બની હતી ‘દેશ રે જોયા દાદા પરદેશ જોયા’ જેની નકલ અત્યારની ફિલ્મોમાં થોડા ઘણા અંશે જોવા મળે છે પણ તે યોગ્ય નથી. કારણ કે રીમેક ફિલ્મો કે તેના જેવી સ્ટોરીવાળી ફિલ્મો જવલ્લે જ સફળતા મેળવે છે. ડોન પર આધારિત આ ફિલ્મમાં અમે એવા એવા પ્રયોગો વાર્તામાં કંઇક નવું લાવવા કર્યા છે કે તમે જોશો તો તમે પણ કહેશો કે ના વાર્તામાં દમ તો છે. હટકે સ્ટોરી, દરેક ગીતે વિવિધતા, છબીકલામાં લોકેશનોની ચીવટ, વસ્ત્રોમાં પણ અમે એટલી જ કાળજી રાખી હતી કે ડોનનો લૂક એકદમ અસલ જ લાગે. સાથે સાથે અમારા યુનિટનો પણ એટલો જ સહકાર મળ્યો કે ફિલ્મ પૂરી કરવામાં કોઈ મુશ્કેલી અમને નથી પડી. તમામ લોકોએ પોતાની રીતે ખૂબ સારૂ કામ કર્યું છે.
    ફિલ્મના નિર્માતા જીગ્નેશ પંચાલ (લીલછા, ભિલોડા) છે સહનિર્માતા દીપક પંચાલ અને અલ્પેશ પંચાલ (મુંબઈ) છે. ફિલ્મનું દિગ્દર્શન હિમાંશુ પટેલનું છે. ફિલ્મના કલાકારોમાં જીત ઉપેન્દ્ર દિનની ભૂમિકા ભજવી રહ્યા છે જયારે તેમની પેરમાં કોમલ ઠક્કર છે. પ્રીતેશ કુમાર જોડી જમાવશે ન્યુકમર ગોપી પટેલ સાથે. અન્ય કલાકારોમાં ભરત બારૈયા, હસમુખ ભાવસાર, ચારુબેન પટેલ, ઉષા ભાટિયા, ખુશી શાહ, નીલ, પ્રિયાંક,  છે. ફિલ્મના દ્રશ્યોને કેમેરે કંડાર્યા છે ભરત જોશીએ જયારે ફાઈટ સીનમાં મહંમદ અમદાવાદી છે. ડાન્સના સ્ટેપ્સ આપ્યા છે અશ્વિનજી માસ્તરે. ફિલ્મમાં કુલ ૬ ગીતો છે જેને સંગીતબદ્ધ કર્યા ચેહ કમલેશ વૈદ્યએ.


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment