facebook

Saturday 26 September 2015

hansaraj puvar

આરથ્રી ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસમાં ‘એક શુરવીર’ લઈને આવી રહ્યા છે : હંસરાજ પુવાર

    
    આર. થ્રી ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસમાં પ્રસ્તુત આવી રહેલી બીગ બજેટ અને સાઉથ ટાઈમ એક્શન મુવી ‘એક શુરવીર. જેમાં ગુજરાતી ફિલ્મોની ડેશિંગ બોય સંજય મૌર્ય અને પ્રેયસી નાયક નજરે પડવાના છે. આ પ્રોડક્શન હાઉસના ત્રણ મેમ્બર છે જેના થકી પ્રોડક્શન કાર્ય સારૂ એવું ચાલી રહ્યું છે. જેમાં હંસરાજ સિંહ પુવાર, ઇશાન સિંહ રાજપૂત અને રવિ રાણા છે. અગાઉ આ પ્રોડક્શનમાં ઘણા નાટકો ભજવાયા અને પ્રથમ નવી શરૂઆત હતી એટલે કામ નાના વર્કથી શરૂ કર્યું. પછી આગળ જતા ફિલ્મ વિષે વિચાર્યું કે હવે આપણે લોકો ફિલ્મ બનાવવા સક્ષમ છીએ. એટલે શરૂઆતમાં ત્રણેય મિત્રોએ મળીને એક સ્ક્રીપ્ટ તૈયાર કરી જે એવી હતી જેમાં ગુજરાતી દર્શકો પણ પૂરતા મળી રહે અને લોકોને ફાઈટ સીન ગમે અને જોઇને ખુશ થતા થતા થીયેટરની બહાર નીકળે. કથા લેખક નવીન સિંઘલને સમજાવવામાં આવ્યું કે કઈ રીતની સ્ટોરી જોઈએ. છે. જેમણે નિર્માતાઓને જેવી સ્ટોરી જોઈતી હતી તેવી ઘડી કાઢી. જેમાં પણ એક મીટીંગ દરમિયાન થોડા ઘણા સુધારા વધારા કરીને આ ફિલ્મની સ્ટોરીને હવે ફિલ્મ રૂપે બનાવવાનો વિચાર અમલમાં મુકવામાં આવ્યો. પ્રથમ ફિલ્મ બનાવવાનો જ વિચાર કરેલો પણ પૂરતું જ્ઞાન ન હોવાને કારણે તેઓએ પ્રથમ નાટકો કર્યા. જેમાં થોડી સફળતા મળી અને હવે તેઓ એક શુરવીર નામની એક્શન મુવી લઈને આવી રહ્યા છે. ફિલ્મ એક યુવક અને તેના સંઘર્ષ પર આધારિત છે જેમાં ગુજરાતી ફિલ્મો પ્રત્યે જે લોકોની સુગ છે તેને બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. હંસરાજ પુવારે આગળ જણાવ્યું કે અમારા મોટા ભાઈ આર. કે. રાજપૂત છે જેઓ વકીલ તરીકે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જાણીતા છે તેઓનો ખૂબ સપોર્ટ રહ્યો. અમારા બીજા નિર્માતા ઇશાન સિંહ રાજપૂતના તેઓ મોટા ભાઈ છે. અમારું આ પ્રોડક્શન ચાલવાનું મુખ્ય કારણ તેઓની મહેનત અને અમારા પ્રત્યેનો પ્રેમ છે.

પ્ર – પ્રથમ ફિલ્મ દરમિયાનણો કોઈ અનુભવ?
ઉ – અનુભવો તો કોઈપણ ક્ષેત્રમાં સારા નરસા તો થતા જ રહે છે. જેમાં અમે પણ બાકાત નથી. ફિલ્મ બનાવવી અને રજૂ કરવી ત્યાં સુધીની પ્રોસેસ બહુ જ અઘરી છે. એક સારી ફિલ્મ બનાવવા માટે તમારે ઘણું ધ્યાન રાખવું પડે છે. ફિલ્મનું મેકિંગ સારૂ બને પરંતુ ઘણીવાર એવું બને છે કે આપણે જે મનમાં ધારેલું હોય છે તે થતું નથી. ક્યાંક ને ક્યાંક ચૂક રહી જ જાય છે. અમે કામ માટે બરાબર તૈયારી દર્શાવી હતી પણ જે બીજા ટીમના અમુક મેમ્બરો હતા તેના તરફથી અમને જે અપેક્ષા હતી તેમાં તેઓ ઉણા ઉતર્યા છે. અમે એવી રીતે કામ કર્યું છે કે જ્યાં બે લાખ રૂપિયાની જરૂર હતી ત્યાં વધુ પણ ચૂકવ્યા છે. જેમના પણ કારણે આ બન્યું હોય પરંતુ હવે પાછળથી પસ્તાઈને કઈ ફાયદો તો થવાનો નથી.

પ્ર – ગુજરાતી હીરો હિરોઈન વિષે?
ઉ – અમારી ફિલ્મનો હીરો સંજય મૌર્ય છે. જેને અમે સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર જોયો હતો. જેને જોઇને લાગ્યું કે ખરેખર કોઈપણ ફિલ્મોના ફિલ્ડમાં હીરો મજબૂત બાંધાનો ફિલ્મના રોલને અનૂરૂપ જ હોવો જોઈએ. જે અમને સંજયમાં દેખાયું. તેમનો બોડી શેપ બોલીવૂડ ટાઈપ છે. તેના વિષે ઘણું સારૂ એવું કામ બોલે છે. એટલે અમે આખરી મહોર સંજય મૌર્યના નામ પર જ મારી. હિરોઈન વિષે કહીશ કે અમે એક નિર્મય કરેલો છે કે અમે કંઈ પણ પ્રોજેક્ટ કરીએ તો નવા કલાકારો ચેહ તેને ચાન્સ આપવો. બધા નવા નહિ પણ એકાદ કલાકાર અમારી ફિલ્મમાં હોય તેવું અમે ધાર્યું છે. બસ એક જ ધ્યેય કે આપણે પણ નવા છીએ અને અમને પણ કોઈકે સપોર્ટ કાર્યો જેથી અમે લોકો અહીં સુધી પહોચ્યા. તો બીજા લોકોને પણ આપણે કામ લાગે તેવું કરવું જોઈએ.

પ્ર – આપની ફિલ્મ વિષે કહેશો.
ઉ – ફિલ્મ ટોટલ એક સાઉથની જેવી ફિલ્મો બને છે તેવી જ બનાવવાનો પ્રયાસ કરાયો છે. જેમાં ફાઈટ સીન ખૂબ જ સરસ રીતે દિગ્દર્શક વિક્રમ રાજપૂત દ્વારા શૂટ કરવામાં આવ્યા છે. એવું પણ નથી કે ફાઈટ જોતી વખતે તમને એમ થાય કે આવું તે કંઈ હોતું હશે. દરેક સીન્સનું સરસ ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ફિલ્મમાં એક વ્યક્તિ કેવી રીતે સંઘર્ષ કરીને એક શુરવીર બને છે તેના પર આખી કથા વીંટળાયેલી છે. ફિલ્મ એક્શનપેક છે પરંતુ હીરોને એટલો ઈમોશનલ પણ બતાવવામાં આવ્યો છે. ફિલ્મના ગીતો ફુલ્લી રોમેન્ટિક અને સૌને ગમે તેવા બન્યા છે. એકાદ સેડ સોંગ પણ સાંભળવા મળશે. વચ્ચે બે ગીતો ફિલ્માવવામાં આવ્યા હતા. જે સ્ટોરીને આગળ લઇ જવામાં મદદરૂપ થતા ન હતા. તેથી તે બે સોંગ કાઢીને બીજા બે તદ્દન નવા સોંગ ઉમેરવામાં આવ્યા છે.
    ફિલ્મના કલાકારોમાં સંજય મૌર્ય, પ્રેયસી નાયક, ઝાકીર ખાન, ગોપાલ બારોટ, ગોપી ગુજરાત વગેરે ફિલ્મને ચાર ચાંદ લગાવશે. ફિલ્મ શુટિંગ, એડીટીંગ, ડબિંગ વગેરે લગભગ ઘણા તબક્કામાંથી પસાર થઇ ચુકી છે. ફિલ્મ હવે સેન્સરમાં જાય એટલી વાર છે. ટૂંકમાં હવે ઓક્ટોબર કે નવેમ્બર મહિનામાં ફિલ્મ થીયેટર સુધી આવે તેવી શક્યતા છે.



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment