facebook

Tuesday 1 September 2015

vikram rajput

‘ઢોલીડા’ ફિલ્મના દિગ્દર્શક વિક્રમ રાજપૂતને ‘સિનેમેજિક’ પરિવાર તરફથી જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ


    ગુજરાત પહેલેથી જ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ક્ષેત્રે કલા પીરસાતું આવ્યું છે જેમાં ગાંધીનગરના વતની અને ૪ એપ્રિલના રોજ જેઓની વર્ષગાંઠ આવી રહી છે એવા વિક્રમ રાજપૂત કે જેઓને પ્રથમ તો સિનેમેજીક પરિવાર તરફથી જન્મદિનની શુભેચ્છાઓ. વિક્રમ રાજપૂત ૧૯ વર્ષની નાની વયથી કલાક્ષેત્રે સક્રિય છે. આટલી નાની વયે તેઓએ ‘કુદરતનો અનોખો રંગ’ નામે એક નાટક લખેલું જે તે ઉંમરે એક સિદ્ધિ ગણાય. જે નાટકનું દિગ્દર્શન પણ તેમનું હતું અને તેમાં તેમણે અભિનય પણ કરેલો. ભણતરની સાથે સાથે અભિનય – દિગ્દર્શનની જવાબદારી કરતા જોઇને ત્યારે લોકો મોઢામાં આંગળા નાખી ગયેલા કે આટલી નાની ઉંમરે આટલું મોટું સાહસ? ત્યારબાદ ‘વેદનાના આંસૂ’, ‘બિલાડો’, ‘મૂરતિયો ગમતો નથી’ વગેરે કમર્શિયલ નાટકોમાં તેઓએ અભિનય – દિગ્દર્શનની બેવડી જવાબદારીઓ નિભાવેલી. ટીવી સીરીયલમાં ‘પ્રોફેસર પડોસી’ (ડીડી-૧૧) પર પ્રસારીત થતી હતી. વિક્રમ રાજપૂતની પ્રથમ ગુજરાતી ફિલ્મ હતી ‘સપના સતાવે મારા સાજણના’. જેમાં દિગ્દર્શનનું સુકાન તેમણે સંભાળેલું. ઉપરાંત એક હિન્દી ફિલ્મ પણ દિગ્દર્શિત કરી છે ‘ડોન ભાઈ’. હાલ તેઓ પોતાની ફિલ્મ ‘ઢોલીડા’ પૂરી કરી છે અને આગામી ૧૬ એપ્રિલના રોજ ‘મણિયારો આયો સાજણના દેશમાં’ નું શુટિંગ શરૂ કરવા જઈ રહેલ છે. ત્યારબાદ તેઓ ‘બંસરી ઘેલો શ્યામ’ ફિલ્મની યોજના પણ ઘડી રહ્યા છે. વધુમાં એક હિન્દી ફિલ્મ પણ વિક્રમ રાજપૂત દિગ્દર્શિત કરવા જઈ રહ્યા છે. ‘જીવનધારા’ નામની આ ફિલ્મમાં સંજય દત્ત મહેમાન કલાકારની ભૂમિકા ભજવી રહ્યા છે બીજુકે ‘ઢોલીડા’ ફિલ્મના હીરો રવિકુમાર પણ આ હિન્દી ફિલ્મમાં ચમકતા જોવા મળશે.
    ફિલ્મનું ટાઈટલ ‘ઢોલીડા’ રાખવા અંગે પૂછતા તેઓએ લાંબા ટાઈટલ બાબતે જણાવેલું કે લાંબા ટાઈટલ રાખવાનો હું વિરોધ નથી કરતો પણ મને એવું લાગે છે કે તે ટાઈટલમાં કોઈ એક જૂના અથવા નવા ગીતની લાઈન લખી નાખી હોય જયારે આવા ટાઈટલો પ્રેક્ષકોની જીભે પણ તરત ચડતા નથી. પાછું ટાઈટલને અનુકુળ તમારી ફિલ્મની સ્ટોરી હોવી જોઈએ. ઘણીવાર એવું બનતું હોય છે કે ફિલ્મનું જે ટાઈટલ હોય છે તેનાથી વિપરીત દિશામાં જ ફિલ્મની કથા જતી હોય છે.
પ્ર – ‘ઢોલીડા’ ફિલ્મ વિષે?
ઉ – આ ફિલ્મમાં જે ‘ઢોલીડા’ કેરેક્ટર છે તે પ્રેમી પંખીડાઓને મદદ કરે છે. ફિલ્મમાં મેઘના અને માધવનો પ્રેમ બતાવવામાં આવ્યો છે. જેમ જે જૂના પ્રેમીઓ થઇ ગયા લૈલા-મજનુ, શીરીન-ફરહાદ જેઓને પ્રેમના દુશ્મન સમાજે જ પ્રેમથી વંચીત રાખ્યા. જે સમાજ પ્રેમીઓના પ્રેમની નૌકાને કિનારા સુધી પહોચવા જ નથી દેતા. પરંતુ જે સાચા પ્રેમીઓ છે તેઓની સામે મૌત પણ આવીને ઊભું રહી જાય તો પણ તેઓ એકબીજાનો સાથ છોડશે નહિ. આજે પણ જે વર્ષો જૂના પ્રેમીઓ પોતાના પ્રેમ માટે પાળિયા થઇ ગયા તે વસ્તુ તેવો વિરોધ પ્રેમીઓ માટે આજે પણ થઇ રહ્યો છે. કોઈ એક સમાજના છોકરાના લગ્ન તે જ સમાજની છોકરી સાથે તેનો જ સમાજ હર્ષોલ્લાસથી કરાવે છે પણ ટ જ સમાજનો છોકરો તેના જ સમાજની છોકરીને પ્રેમ કરી બેસે તો તેનો સમાજ વિરોધ કરે છે. આવું કેમ? કહેવાનો અર્થ એ જ છે કે પ્રેમીઓના દુશ્મન સમાજ અને મોભેદારો કે જે સમાજને લઈને બેઠા છે તે તેઓના ખરા દુશ્મનો છે. તે લોકો જો જાગૃત થશે તો દુનિયામાં કોઈ પ્રેમી પાળિયો નહિ થાય. 
    ધ્રુવ મુવી પ્રોડક્શનની ફિલ્મ ‘ઢોલીડા’ના નિર્માતા લલિત પટેલ, ધર્મેશ પટેલ (મોગરી) છે. સહ-નિર્માતા નરેશ પટેલ, જીત ઠાકોર અને અંજેશ મિશ્રા છે. જયારે દિગ્દર્શન વિક્રમ રાજપુતનું છે. સહ-દિગ્દર્શક શ્રેયા ધકાતે, ઇમરાન મદાર છે. કથા-પટકથા લખી છે અતુલ મકવાણાએ અને હિતેશ શોભાસણના ગીતોને સંગીતથી સજાવ્યા છે અનવર શેખ (સારેગામા સ્ટુડીઓ). ડાન્સ માસ્ટર મહેશ બલરાજ છે. ફિલ્મના દ્રશ્યો તથા ગીતોને કેમેરામાં કંડાર્યા છે કયુમ મોમીને. ફાઈટ માસ્ટર જૂના અને જાણીતા મહંમદ અમદાવાદી છે. ડ્રેસમેન મધુભાઈ છે. ફિલ્મમાં અભિનયના અજવાળા પાથરશે રવિ કુમાર, પ્રિયંકા ચડ્ડા, દિવ્યા પાટીલ, જય પટેલ, હસમુખ ભાવસાર, નીના શાહ, ચૈતાલી શાહ, નીરવ કલાલ, મનોજ રાવ, ઝાકીર ખાન, પ્રિયંકા શ્રીમાળી, છાયા ઠાકોર, નરેશ વાઘેલા, ગોપી ગુજરાત છે. ફિલ્મના દ્રશ્યોને ઇડર, હિંમતનગર, વડાલી, ભિલોડા જેવા ગુજરાતના રમણીય સ્થળો પર શુટિંગ કરવામાં આવ્યું છે. ફિલ્મના પીઆરઓ યુવા પત્રકાર ગજ્જર નીલેશ છે.


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment