કાન્તીભાઈ સાવલિયા માંગશે
ગુજરાતી ફિલ્મોનો જનમ જનમનો સાથ
રાજકોટ તો પહેલેથી જ રંગીલું શહેર તરીકે
જગવિખ્યાત છે. ત્યાંથી ગુજરાતી ફિલ્મોને ઘણા કલાકાર કસબીઓ મળ્યા છે. જેમાં વધુ કે
નામ ઉમેરાવા જઈ રહ્યું છે. મોટી પાનેલી ગામ ઉપલેટા તાલુકાનું છે જે રાજકોટ
જીલ્લામાં આવેલું છે. ત્યાના વતની કાન્તીભાઈ સાવલિયા એક ગુજરાતી ફિલ્મ ગુજ્જુ
દર્શકો સમક્ષ ટૂંક સમયમાં લઈને આવશે. ફક્ત ૬ ચોપડી ભણેલા વ્યક્તિ પણ ઘણું કરી શકે
છે જો તેમનામાં દુનિયામાં કંઇક કરી બતાવવાની ઈચ્છા હોય તો. આ વાત કાંતિભાઈ જણાવે
છે. શરૂઆતમાં ‘પરભવની પ્રીત’, ‘પરદેશી મણિયારો’ જેવી સારા ગજાની ફિલ્મો બનાવી.
૧૯૯૯ માં ‘સાવલિયા ફિલ્મ્સ’ ના નામે બેનરની સ્થાપના કરી. હાલ તેઓ પોતાના બેનરની
ફિલ્મ ‘માંગુ સાયબા જનમ જનમનો સાથ’ ફિલ્મના શુટિંગ વ્યસ્ત છે. નિર્માતા કાન્તીભાઈ
સાવલિયા અને પ્રવીણસિંહ પરમારની ફિલ્મમાં નવીનતા એ છે કે આ ફિલ્મમાં રાકેશ બારોટ
પ્રથમવાર ડબલ રોલ ભજવી રહ્યા છે. ફિલ્મ વિષે જણાવતા કાન્તીભાઈ કહે છે કે એક ઘરમાં
બે ભાઈઓમાં જે મોટો હોય છે તેને જ હમેશા કોઈપણ કામ ધંધાદારી કે સામાજિક બાબતોમાં
પહેલ કરવી પડતી હોય છે. સાથે સાથે તે જયારે પ્રેમમાં પડે છે અને તે જે છોકરીને
પ્રેમ કરતો હોય તેને બીજો કોઈ પણ ચાહતો હોય તો શું થાય છે તેની સાથે અને કેવા કેવા
રસ્તાઓ નીકળે છે તે વિષયને અત્યંત સાહજીકતાથી આ ફિલ્મમાં આલેખવામાં આવી છે. રાકેશ
બારોટ સાથે અન્ય કલાકારોમાં સાઉથની એક્ટ્રેસ હીરની આહીર, ગીત શાહ, રતન રંગવાણી, પૂજા
ગોર, શૈલેશ પ્રજાપતિ, જ્યોતિ ચુડાસમા, દેવેન્દ્ર પંડિત, મનીષા નારકર, મીના પુરાની,
રણજીત વાઘેલા, વનરાજ સિંહ તથા ઉર્વશી (બાળ કલકર) છે. દિગ્દર્શન અન્નાજી તથા અશોક
ઘોષ સંભાળી રહ્યા છે. છબીકલા અરવિંદસિંહ પુવાર (મુંબઈ) ની છે. ગીતોને શબ્દોથી
મઢ્યા છે મનુભાઈ રબારીએ તથા સંગીત આપ્યું છે અજય વાઘેશ્વરીએ. કથા ગોરધનભાઈ ચૌહાણે
લખી છે જયારે પટકથા લેખક રાજેશભાઈ ચોરસિયા છે. ફાઈટ માસ્ટર હીરાલાલ યાદવ છે. ડાન્સ
માસ્ટર રાજુ નાયડુ, હબીબ તથા શૈલેશ છે. ફિલ્મના પીઆરઓ યુવા પત્રકાર ગજ્જર નીલેશ
છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment