એક તેજસ્વી ટીનએજર હીરો - નદીમ વઢવાણીયા
પ્રેમરોગ
ટીનએજ લવસ્ટોરી છે. એમાં નદીમખાન નામનો એક તેજસ્વી ટીનએજર હીરો તરીકે ઝળકી રહ્યો
છે. આ પહેલા નદીમે ‘ઘાયલ’ માં ધ્યાન ખેંચનારી ભૂમિકા કરેલી. અત્યારે એ બીપીન
બાપોદરા – પરેશ સંઘવીની નવી ફિલ્મ ‘વિશ્વાસઘાત’ માય કામ કરી રહ્યો છે. આ ફિલ્મ
‘પ્રેમરોગ’ માં નદીમ કેન્દ્રીય ભૂમિકામાં છે. તેની સામે એક પ્રતિભાશાળી તારીકા
રૂબીના બેલીમ ચમકી રહી છે. જયારે અન્ય પાત્રોમાં સન્ની ખત્રી અને દિશા પટેલ જેવા
નવયુવાન અને રૂપાળા – દેખાવડા તથા અભિનયમાંય પારંગત કલાકારો છે. સાથે આજનો સૌથી
વ્યસ્ત હેન્ડસમ હીરો નિશાંત પંડ્યા પણ અગત્યની ભૂમિકામાં છે અને સુનીલ વાઘેલા પણ
ખાસ પાત્રમાં છે. સાથે બે – ત્રણ ટોચના કલાકારો હશે. બરકત વઢવાણીયાના સુપુત્ર નદીમ
વઢવાણીયા સાથે થયેલી વાતચીતના કેટલાક અંશો.
પ્ર
– ‘પ્રેમરોગ’ ફિલ્મના આપના પાત્ર વિષે?
ઉ
– આ ફિલ્મ એક ટીનએજ લવસ્ટોરી છે જેમાં ૧૬ વર્ષની નાદાન ઉંમરે મને પ્રેમ થાય છે. જેમ
ગુલાબના ફૂલ વચ્ચે કાંટા હોય છે તેમ અમારા પ્રેમના પુષ્પો વચ્ચે પણ એક કાંટો
(વિલન) હોય છે જે બાપુ છે. એમની નજરોમાં પ્રેમનું બીજું નામ એટલે મૌત છે. સંજોગો
એવા છે કે તે બાપુની જ ભત્રીજી સાથે મને પ્રેમ થાય છે. પણ કહેવાય છે ને કે જે
નસીબદાર હોય છે તેનો જ પ્રેમ દુનિયા યાદ રાખે છે તેમ આ ફિલ્મમાં અમારો એકબીજા
પ્રત્યેનો પ્રેમ અનંત છે વચ્ચે રોડા નાખવાના પ્રયત્નો દુશ્મનો કરતા જ રહે છે છતાં
પણ એ બધા વિધ્નોમાંથી અમે પ્રેમીઓ કેવી રીતે પોતાના પ્રેમને પામીએ છીએ તે તો
દર્શકો ફિલ્મ જોશે ત્યારે જ ખબર પડશે.
પ્ર
– ગુજરાતી ફિલ્મો વિષે જણાવશો?
ઉ
– અત્યારની ગુજરાતી ફિલ્મો એક તો સ્ટોરીને લીધે ખૂબ જ ઓછું રળીને આપતી હોય એવું
મને લાગે છે જેમકે અત્યારની ગુજરાતી ફિલ્મોમાં હિરોઈન શહેરમાંથી ભણીને ગામડામાં
આવે છે. હીરો રીક્ષા જ ચલાવતો હોય છે. હિરોઈનનો બાપ કાં તો ડોન હોય છે અથવા તો
મંત્રી હોય છે. હિરોઈન હીરોની જ રીક્ષામાં બેસે છે. રસ્તામાં હિરોઈનની છેડતી થાય
છે અને હીરો તેને બચાવે છે. આ બધું એકનું એક જોઇને પબ્લિક પણ કંઇક નવું જોવા માગતી
હોય છે. બીજું એ કે ગુજરાતી ફિલ્મોને ન તો સરકાર કંઈ મદદ કરે છે ન તો પબ્લિક મદદ
કરે છે.
પ્ર
– આપના પિતાજી સાથે ફિલ્મમાં કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?
ઉ
– પપ્પા સાથે હું આ બીજી ફિલ્મ કરી રહ્યો છું. પહેલી ફિલ્મ હતી ‘ઘાયલ’. પપ્પાનો
પ્લસ પોઈન્ટ એ છે કે એ કંઇ પણ ચલાવી નથી લેતા. કોઈ માઈનોર વિષય હોય એ પણ નથી ચલાવી
લેતા. તેઓ નાનામાં નાના આર્ટીસ્ટને પણ એક ઊંચું સ્થાન આપે છે કારણ કે તેઓનું માનવું
છે કે કલાકાર કોઈ નાનો નથી હોતો.
પ્ર
– તમે બરકત વઢવાણીયાના જ દિગ્દર્શનમાં કામ કરશો કે બીજા દિગ્દર્શકો સાથે પણ કામ
કરશો?
ઉ
– ના. એવું નથી. હું બીપીન બાપોદરાણી એક ફિલ્મ પણ હાલ કરી રહ્યો છું જેનું શુટિંગ
પણ ચાલુ છે.
પ્ર
– ‘પ્રેમરોગ’ થી શું અપેક્ષા છે?
ઉ
– આ ફિલ્મથી મને એવું લાગે છે કે ઓડીયન્સને એક નવો ટેસ્ટ મળશે. જે લોકો એકનું એક
જોઇને કંટાળી ગયા છે તેઓનો અભિપ્રાય આ ફિલ્મથી બદલાશે એવું હું ચોક્કસ કહીશ અને આ
ફિલ્મથી ગુજરાતી ફિલ્મના દર્શકોને એક નવી જોડી મળશે. જેઓ વચ્ચેનું ટ્યુનીંગ
જબરદસ્ત છે.
પ્ર
– રૂબીના બેલીમ સાથે તમારી જોડી જામશે?
ઉ
– ચોક્કસ જોડી જામશે જ. તેની સાથે કામ કરીને બહુ જ મજા આવી અને બહુ જ ટેલેન્ટેડ
આર્ટીસ્ટ છે. સારી એક્ટરણી સાથે સાથે એક સારી ડાન્સર પણ છે. અત્યારની જે ટીપીકલ
હિરોઈનો છે એમની તોલે તો આ કલાકાર ખૂબ જ ઉત્સાહી કલાકાર છે. તેનું પર્ફોમન્સ જોઇને
હું પણ દંગ રહી ગયેલો.
પ્ર
– ‘પ્રેમરોગ. થી દર્શકોને શું સંદેશ છે?
ઉ
– દર્શકોને એ જ સંદેશ આપવો છે કે જે લોકો પ્રેમ કરતા હોય એમને કોઈ રોકશો નહિ. એમના
માટે પ્રેમ તો પ્રભુનો પ્રસાદ છે. એને હસતા મોઢે સ્વીકારવા દો.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment