facebook

Thursday 3 September 2015

rubina belim

નદીમ વઢવાણીયા સાથે ‘પ્રેમરોગ’ માં  ાથેeસપડાઈ ્રીઝમાં ખૂબ આગળ અવધે રૂબીના બેલીમ


    ગુજરાતી ફિલ્મોમાં કામ કરવા માટે અત્યાર સુધીમાં અનેક કલાકારોએ પોતાનું નસીબ અજમાવી જોયું છે જેમાંથી અમુક જ સફળ થતા હોય છે. કલાકાર થવા માટે ઘણા લોકો થનગનાટ અનુભવતા હોય છે. પરંતુ જેમની પાસે કલા હોય અને સાથે સાથે એવો સુમેળભર્યો સ્વભાવ પણ અનિવાર્ય છે. તેઓ જ આગળ આવી શકે છે પછી ભલે તે કોઈ નાનો કલાકાર હોય કે પછી કોઈ મોટા ગજાનો કલાકાર હોય. આપણે અહીં એક એવી હિરોઈનની વાત કરવાની છે જે મૂળ તો જુનાગઢણી છે પણ નસીબ અજમાવવા અમદાવાદ આવેલી અને નસીબનું પાંદડું  તો ખસ્યું કે સીધી બરકત વઢવાણીયાની ફિલ્મ ‘પ્રેમરોગ’ માં લીડ ભૂમિકા મળી ગઈ. ખૂબસુરતીની મલ્લિકા અને ડાન્સમાં પારંગત એવી રૂબીના બેલીમની આપણે વાત કરી રહ્યા છીએ. અગાઉ ગુજરાતી ફિલ્મોમાં કામ કરવાની ઓફરો તો થતી રહેતી હતી પણ અભ્યાસમાં પૂરેપૂરું ધ્યાન રાખવાને કારણે તે સ્વીકારતી ન હતી. જો કે હવે સારા બેનરની ફેમીલી સબજેક્ટવાળી અને લવસ્ટોરીવાળી ફિલ્મો મળે તો રૂબીના તૈયાર છે. હાલ તો રૂબીનાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ધમાકેદાર એન્ટ્રી તો મારી લીધી છે અને આગળ પોતાની પ્રતિભાના જોરે તે પોતાના નામનો ડંકો વગાડશે તેમાં શંકાને સ્થાન નથી.


    ફિલ્મમાં રુબીનાના પાત્ર વિષે કહેતા તેણે કહ્યું કે આ મારી પ્રથમ ફિલ્મ છે જેમાં હું એક ૧૬ વર્ષની છોકરીનું પાત્ર ભજવી રહી છું જે ગામના એક બાપુ તરીકે ઓળખાતા વ્યક્તિની દીકરી હોઉં છું. ગામમાં હું રહેતી હોઉં છું તે ગામના મુખીને પ્રેમથી નફરત હોય છે. ફિલ્મમાં એક ગામડું બતાવવામાં આવ્યું છે પણ મારું પાત્ર એક મોર્ડન યુવતીનું છે.


    ૧૨ સુધી અભ્યાસ કરતા કરતા રૂબીના બેલીમે દિગ્દર્શક વિક્રમ ડોડીયા સાથે ઘણી એડ ફિલ્મો કરી છે જેથી અભિનય તો તેનો વાસ્તવિક લાગે જ છે. રૂબીના બેલીમનું સપનું છે કે તે ગુજરાતી ફિલ્મોમાં પોતાના નામથી ઓળખવા માંગે છે સાથે સાથે રૂબીનાએ એ પણ કહ્યું કે જીંદગીમાં તમારે આગળ આવવું હોય તો પોતાના નામથી અને પોતાના કામથી જ આગળ આવી શકાય. કોઈના જેવી બનવા ન માગતી રૂબીના આ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની એક અલગ પહેચાન બનાવવા માંગે છે. ગુજરાતી ફિલ્મોમાં ઇન્સ્પેક્ટર બનીને ગુંડા – મવાલી જેવા સમાજના અસ્ઝામાંજીક તત્વોને તેઓ ધૂળ ચટાડવા માંગે છે તેવું પાત્ર ભજવવાની તેમની ખ્વાહીશ છે.


પ્ર – આ ફિલ્મમાં તથા દિગ્દર્શક બરકત વઢવાણીયા સાથે કામ કરીને કેવું લાગ્યું?
ઉ – બરકત અંકલ સાથે કામ કરવાની ખૂબ જ મજા આવી. મને એમ લાગતું હતું કે ફિલ્મોમાં મને મારા કામથી ઓળખે અને બરકત અંકલે મારી પાસેથી જેવું કામ આ ફિલ્મમાં લીધું તેથી હું ખૂબ જ ખુશ છું. સાથે સાથે નદીમજીનો પણ બહુ જ સપોર્ટ મળ્યો. એમના જેવા પાંચ દિગ્દર્શકો જો આ ઇન્ડસ્ટ્રીઝમાં હોય ને આપણી ઇન્ડસ્ટ્રીઝ ક્યાંય પહોચી જાય. એટલું ઇન્ડસ્ટ્રીઝનું નામ ઉપર ઉઠે. રૂબીના ભગવાન પાસે એટલું જ માંગે છે કે આ આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આગળ આવે સાથે સાથે જે કલાકારો જે દિલથી મહેનત કરે છે તેઓ પણ આગળ આવે. છેલ્લે રૂબીના બેલીમને સિને મેજિક તરફથી એવી શુભકામના કે તેઓ આ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ આગળ વધે અને હંમેશા ખુશ રહે.


n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment