facebook

Wednesday, 2 September 2015

naresh kechagundi

ફિલ્મ બનાવવી એ કોઈ મોટી વાત નથી પણ તે પછીની જે પ્રક્રિયા છે તેના પર યોગ્ય ધ્યાન આપવું પડતું હોય છે - નરેશ કેંચગુંડી

    
    ગુજરાતી ફિલ્મોના ચૌલાથી ચાતરીને ચુંદડી – ઓઢણી તથા સાયબા – સાજણાના કુંડાળાથી અલગ મોર્ડન વિષય લઈને આજના યુવાન ગુજરાતી વર્ગને ધ્યાનમાં રાખીને અલગ જ વિષય – અલગ જ પરિકલ્પના અલગ જ કોન્સેપ્ટ સાથે નરેશ કેંચગુંડી પોતાની નવી ફિલ્મ ‘મોજ – મસ્તી’ લઈને આવી રહ્યા છે. જેમાં ન તો ગામ – ગરબો કે ગોકીરો છે કે ન તો બીંબાઢાળ સ્ટોરી. ફિલ્મના વિષય બાબતે નરેશ કેંચગુંડી દરેક ફિલ્મે કંઇક નવું જ ગુજરાતી ફિલ્મના પ્રેક્ષકોને આપતા રહ્યા છે. જેમકે તેમને કોઈ સમ ખાધા હોય કે ફિલ્મ ડીરેક્ટ કરવી તો સારી જ.
    એડીટીંગથી શરૂ થયેલી નરેશ કેંચગુંડીણી ફિલ્મીયાત્રા હાલ સડસડાટ પાટા પર દોડી રહી છે. ઈ-ટીવી અને દૂરદર્શનના ઘણા શોમાં કામ કર્યા બાદ નિર્માતા તરીકે પરેશ પટેલની પ્રથમ ફિલ્મ ‘આંખલડી તરસે પીયુની વાટમાં’ બનાવી. નિર્માતા – દિગ્દર્શક તરીકે પ્રથમ ‘આઈ લવ યુ રાધા’ હતી.


    હાલ તેઓ સત્વ પ્રોડક્શન પ્રા.લિ. ના બેઅર હેઠળ પોતાની નવી ફિલ્મ ‘મોજ – મસ્તી’ દિગ્દર્શિત કરી છે. આ ફિલ્મ એક અર્બન ગુજરાતી ફિલ્મ છે. ફિલ્મના નિર્માતા કલ્પેશ પટેલ તથા ફિલ્મના દિગ્દર્શક નરેશ કેંચગુંડી છે. છબીકલા રાજુ દિલાવર તથા નીતિન પટેલની છે. નૃત્ય નિર્દેશક રાજુ નાયડુ તથા મહેશ બલરાજ છે. ફાઈટ સીન આપ્યા છે જોની માસ્તરે. સંગીત કાર જીતેન દધાલીયા છે. કલાકારોમાં ગુજરાતી ફિલ્મોના ધરખમ કલાકાર નરેશ કનોડિયા, મહેશ વૈદ્ય, ત્રણ મોડેલ પણ ફિલ્મમાં છે જેના નામ છે પ્રેમા, પરી અને સમીક્ષા. જેને સાથ આપશે ધવન મેવાડા, સૌરભ રાજ્યગુરુ અને અલ્તાફ, ઉષા ભાટિયા, યામિની જોશી, પ્રલય, શૈલેશ પ્રજાપતિ વગેરે છે.
    ફિલ્મ વિષે જણાવતા તેઓએ જણાવ્યું કે આ એક અર્બન કોમેડી સાથે સાથે બધા જ મસાલા ફિલ્મ છે. ડબલ મિનીંગ કોમેડી લોકોને હસતા હસતા લોટપોટ કરી દેશે. આજની જનરેશનને ધ્યાનમાં રાખીને આ ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં બોલ્ડનેસ, કોમેડી, ડબલ મિનીંગ ભાષા વગેરેનો આ ફિલ્મમાં બહુ જ ખુબીથી વણી લેવામાં આવી છે. આ ફિલ્મના ગુજરાતના દરેક શહેરોના મલ્ટીપ્લેક્ષમાં રીલીઝ કરવાની અમારી તૈયારી છે. જેમકે અત્યારે લોકો ફિલ્મ જોવા તો જાય છે પણ તેઓને ખ્યાલ નથી હોતો કે ફિલ્મ ક્યાં વિષયને લઈને આવી છે તો અમે પહેલા ફિલ્મણી પબ્લિસિટી માટે પણ તૈયારી દાખવી છે.
પ્ર – ગુજરાતી ફિલ્મો સારી બને તે માટે દિગ્દર્શકોએ કેવા પ્રયત્નો કરવા જોઈએ?
ઉ – ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જો તમે કંઇક સારું જ આપી શકો એમ છો એવો વિશ્વાસ તમને તમારા પર પહેલા તો હોવો જોઈએ. દર્શકોની નાડ તો અત્યાર સુધી કોઈ નથી પારખી શક્યું કારણ કે ક્યારે કઈ ફિલ્મને દર્શકો આસમાન પર બેસાડી ડે છે તો ક્યારેક કોઈ તેવા જ વિષય વસ્તુ ધરાવતી ફિલ્મને દર્શકો આસમાન પરથી જમીન પર પણ ફેંકી દે છે. એક દિગ્દર્શકે પહેલા તો ઈમાનદારીથી પોતાનું કામ કરવું જોઈએ ત્યારબાદ પબ્લિસિટી પાછળ પણ એટલું જ ધ્યાન આપવું જોઈએ જેટલું ધ્યાન તેણે ફિલ્મ બનાવતી વખતે આપેલું હોય છે. કારણ કે એક ફિલ્મ બનવા પાછળની વાતો જો દર્શકો વાંચશે તો તે તેમને ફિલ્મ કેવી છે તેનો અંદાઝ આવશે અને તેઓ થીયેટર સુધી આવશે. ફિલ્મ બનાવવી એ કોઈ મોટી વાત નથી પણ તે બન્યા પછી તેની પબ્લિસિટી કે રીલીઝીંગ વગેરે પાછળ પણ યોગ્ય ધ્યાન આપવું રહ્યું.  



n  ગજ્જર નીલેશ 

No comments:

Post a Comment