હિન્દી ફિલ્મનો અનુભવ ગુજરાતી ફિલ્મમાં કામ લાગશે
– કલ્યાણસિંહ રાઠોડ
ગુજરાતી ફિલ્મો સમયસરના પ્રચાર વિના સિનેમાહોલમાં મૃત:પ્રાય બને છે. રીલીઝ
પ્રચાર માટે એક ચોક્કસ બજેટ રાખવું જોઈએ. આજકાલ અમદાવાદ શહેરમાં હિન્દી ફિલ્મના
નાના મોટા કલાકારો ફિલ્મના પ્રમોશન માટે આવે છે. સીરીયલ માટે પણ તેઓ ગુજરાતને
ભૂલતા નથી. કારણકે હિન્દી ફિલ્મ અને હિન્દી સીરીયલ માટે ગુજરાતની ટેરીટરી ઘણી જ
મહત્વની છે. જો આમ છે તો ગુજરાતની ફિલ્મો માટે ગુજરાતના પ્રક્ષકોને શામાટે રસ ન
હોય? જે ગુજરાતી ફિલ્મ રીલીઝ થવાની હોય તેના પ્રચાર માટે ફિલ્મના નિર્માતાએ એક
ચોક્કસ બજેટ તૈયાર કરવું જોઈએ. ગુજરાતના ૨૫ મોટા શહેરોમાં તેમની ફિલ્મ રીલીઝ થાય
ત્યારે જે તે શહેરમાં કે નાના સિટીમાં રજૂ થાય ત્યારે ફિલ્મના જાણીતા કલાકારોને
લઈને હાજર થવું જોઈએ. જો અમદાવાદ જેવા શહેરમાં ફિલ્મ કલાકારોનો જબરદસ્ત ક્રેઝ છે
તો નાના નગરમાં લોકોને શામાટે ગુજરાતી ફિલ્મના કલાકારોમાં રસ ન હોઈ શકે? કલાકારને
માત્ર સિને પ્રેક્ષકો સામે હાજર નહિ કરવાના, તેમની સાથે સવાલ – જવાબ કરાવવાના,
ગીતની એકાદ કડી ગવડાવવાની, કારણ આજકાલના ઘણા હીરો ડાયરાના છે. રાજકોટ, જામનગર,
ગોંડલ, અમરેલી, જુનાગઢ, ભાવનગર, મહુવા જેવા વિસ્તારમાં આ જરૂર આકર્ષી શકે છે.
હવે
વાત કલ્યાણસિંહ રાઠોડ અને તેમની આવનારી ફિલ્મ વિષે. જેમનું મૂળ વ્યવસાય જ ફિલ્મ
નિર્માણનો છે એવા કલ્યાણસિંહ રાઠોડ આ અગાઉ એક હિન્દી ફિલ્મ ‘કોઈ તો હૈ’ બનાવી
ચુક્યા છે. તે પહેલા પણ ઘણા આલ્બમો કરી ચુકેલા અને આલ્બમકિંગ તરીકે ઓળખાતા
કલ્યાણસિંહ રાઠોડ એક ગુજરાતી ફિલ્મ બનાવવા જી રહ્યા છે તે ફિલ્મનું ટાઈટલ છે ‘સાથી
તારો સાથ ના છૂટે’. ફિલ્મ વિષે તેઓએ જણાવ્યું કે કે.આર.ફિલ્મ્સ એન્ટરટેઈનમેન્ટસના
બેનરમાં આ ફિલ્મ બનશે જેમાં એક લવસ્ટોરી બતાવવામાં આવી રહી છે જે હું માનું છું કે
આવી સ્ટોરી પહેલી જ વાર આ ફિલ્મમાં પ્રક્ષકોને જોવા મળશે. ગુજરાતી ફિલ્મોમાં આવી
સ્ટોરી આજ સુધી આવી નથી કે હિન્દી ફિલ્મમાં પણ આવી સ્ટોરી આવી નથી.
હિન્દી ફિલ્મ બનાવ્યા બાદ ગુજરાતી ફિલ્મ બનાવવાની જાહેરાત કરી તો તમને
હિન્દી ફિલ્મ બનાવવામાં કેવો અનુભવ રહ્યો ના જવાબમાં તેઓએ જણાવ્યુ કે મારે શરૂઆત
તો પહેલા એક ગુજરાતી ફિલ્મ બનાવવામાંથી જ કરવાની હતી પણ પહેલા હિન્દી કરી કારણ કે
અમારે જોવું હતું કે હિન્દી ફિલ્મનું ઓડીયન્સ અમને કેવો રિસ્પોન્સ આપે છે.
પ્ર – તો કેવો રિસ્પોન્સ મળ્યો?
ઉ – ડેફીનેટલી સારો જ. કારણ કે જેટલું ઓડીયન્સ
ગુજરાતી ફિલ્મનું હોય છે તેના કરતા ક્યાંય વધારે ઓડીયન્સ હિન્દી ફિલ્મનું હોય છે.
આ ફિલ્મ ‘સાથી તારો સાથ નાં છૂટે’ નું રેકોર્ડીંગ સારેગામા સ્ટુડીઓમાં પૂરું થઇ
ગયું છે અને ટૂંક સમયમાં આ ફિલ્મ ફ્લોર પર જશે. ગીતકારો છે મુન્ના મીર તથા હિતેશ
શોભાસણના.
ફિલ્મ
‘સાથી તારો સાથ ના છૂટે’ ફિલ્મના નિર્માતા – દિગ્દર્શક કલ્યાણસિંહ રાઠોડ છે.
સંગીતકાર અનવર શેખ. છબીકલા કયું મોમીને સાંભળી છે. કથા લેખક કલ્યાણસિંહ રાઠોડ પોતે
જ છે. પટકથા – સંવાદ જયેશ પટેલના છે. લોકેશન બાબત તેઓએ જણાવ્યું કે મીરાદાતારણી
બાજુમાં એક ગામ, ઇડર, રાજપીપળા, હાલોલ, કેવડીયા કોલોની વગેરે છે. જે ગુજરાતી
ફિલ્મોના સુવિખ્યાત લોકેશનો છે. ફિલ્મમાં પાત્ર વરણી હાલ ચાલુ છે.
n ગજ્જર નીલેશ
No comments:
Post a Comment